· સુવિચાર
· જેને પરસેવો પાડવાની આદત છે. તેને પર સેવા લેવાનો વારો નથી આવત તો
· કિસ્મતમાં લખ્યું તેનાં પર અફસોસ ન કર હજુ તુ એટલો સમજદાર તો નથી કે ઇશ્વરના ઇરાદા સમજી શકે
· જ્યારથી પરીક્ષાની જિંદગી પૂરી થઇ છે,ત્યારથી જિંદગીની પરીક્ષાઓ શરુ થઇ છે.
· દુ:ખ નું સંકટ તમારી મુલાકાતે બીજી વાર તમારી પાસે ન આવે એમ ઇચ્છતા હો તો પહેલીવાર આવીને તે જે પાઠ શીખવી ગયાં હોય તે બરાબર શીખી લો.
· જીવન સુખ અને દુખથી ભરપુર છે પણ જીવનમાં દુઃખને પણ સુખ માનવું એ આપણા હાથમાં છે.
· ક્યારેક આપણું મૌન પણ આપણી ભાષા કરતા વધુ મહત્વ રાખે છે.
· માણસ ને જો અહમ અને નિદા અને અપમાન પિતા આવડે તો એ માનવ નહી દેવ જ છે
· કાયાને વજ્રથી પણ મજબૂત બનાવો પરંતુ હૃદયને તો પુષ્પથી પણ કોમળ બનાવો– રવિશંકર મહારાજ.
· કાર્ય કરવાથી હંમેશ આનંદ કદાચ ન પણ મળે, પરંતુ કાર્ય ન કરવાથી તો કદાપિ આનંદ મળતો જ નથી– ડિઝરાયેલી.
· ભયથી વ્યાપ્ત આ સંસારમાં તે જ વ્યક્તિ નિર્ભય રહી શકે જે બધા પર ક્ષમા અને દયાભાવ રાખે છે– બુદ્ધ.
· જીવનમાં શાંત રહો, સત્ય પર ચાલો, દઢ રહો, મનમાંથી હિંમતપૂર્વક ડરને મારી હટાવોમન જ રાજા છે– સ્વામી રામતીર્થ
· જે પોતાના અંતઃકરણને નથી જોતો તે અંધ છેજે સત્યના માર્ગ પર નથી ચાલતો તે પાંગળો છે– પીએન્થની.
· જેમ શરીર માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે તેમ આત્મા માટે સારું અંતઃકરણ જરૂરી છે– એડિસન
· ઉંમર, સમય, અનુભવ અને વાંચન સાથે જો તમારું જ્ઞાન ન વધે તો તમે ત્યાંના ત્યાં જ છો, ઘાંચીના બેલ– જેક્સન બ્રાઉન.
· પ્રગતિ વિના સંસ્કૃતિ નહીં, વિચારો વિના પ્રગતિ નહીં, પુસ્તકો વિના વિચારો નહીં, પુસ્તક મારફતે જ માણસ બીજાના કોઈપણ અનુભવને પોતાનો કરી શકે છે, પોતાની પસંદગીના યુગમાં જીવી શકે છેએક જિંદગીમાં અનેક અવતારો જીવી શકે છે– નોર્મન કઝીન્સ.
· કરોડોની સંપત્તિ એકઠી કર્યા પછી પણ, પરલોકમાં આપણે સાથે કોડી પણ લઈ જઈ શકવાના નથીતો સંપત્તિનો સદઉપયોગ અનેક આત્માઓને સુખશાંતિ આપવામાં શા માટે ન કરવો ? – રત્નસુંદર વિજયજી.
· જેમ ઘરબાર વિનાનો પ્રવાસી કોઈ વિરામના સ્થળે થોડીવાર આરામ કરી ચાલવા લાગે તેમ આપણે પણ આ ઘર, પરિવાર, આયુષ્ય એક નાનું વિરામસ્થાન જ છે– એસભટાચાર્ય
· જેમ વૃક્ષને, ઋતુ અને સમય પ્રમાણે જ ફળ બેસે છે તેમ આપણાં કર્મો, જન્મોજન્મના સમય થાય ત્યારે જ પાકે છે– સંત તુલસીદાસ
· કેટલીક દુર્બળતાઓ જિજીવિષાને કારણે જન્મે છે તો કેટલીક ઉપરછલ્લા અભ્યાસને કારણેસાહસના અભાવથી જ ઘણી બધી પ્રતિભાઓ વિશ્વમાંથી ખોવાઈ જાય છે– સિડની સ્મિથ
· જે ગર્વથી કહેતું હોય કે જાતે કદી ભૂલ જ નથી કરી, તો નક્કી સમજવું કે એમણે જાતે કદી કોઈ કામ જ કર્યું નથી– થોમસ હકસલી
· શ્રદ્ધા અને શંકા બન્ને એક સ્થાનમાં રહી શકે નહિશંકાનો જન્મ હૃદયની અસ્થિરતામાંથી થાય છે, જ્યારે શ્રદ્ધાનો જન્મ અટલ આત્મવિશ્વાસ અને પ્રેમમાંથી થાય છે– જેમ્સ એલન
· જે મિત્રને વિનયથી, ભાઈઓને સન્માનથી, સ્ત્રીને માનથી, સેવકોને દાનથી અને લોક વહેવારમાં ચતુરાઈથી વર્તી શકે છે તે વ્યક્તિ શાણો છે– હિતોપદેશ
· આપણી જિંદગીમાં જો જવાબદારીઓ અને જોખમો ન હોય તો જિંદગી કદી પણ જીવવા યોગ્ય ન હોત ! – ગાંધીજી
· જેમ વૃક્ષ પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતર ખેંચીને દઢ, મજબૂત અને સમૃદ્ધ બને છે તેમ દુઃખો સ્વીકારી, સમજીને સહન કરવાથી વ્યક્તિ પણ તાકાતવર થાય છે– ટાગોર
· જે લોકો પોતાના દોષને કારણે જ જીવનમાં સફળ થઈ શકતા નથી તે બીજાના દોષ જોવામાં સમય બગાડે છે– હેઝલિટ
· સમાજનો, ધર્મનો કે સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કરવા કરતાં હૃદયનો જીર્ણોદ્ધાર કરશો તો બાકીનું બધું આપોઆપ થઈ જશે– કાકા કાલેલકર
· જિંદગીભર તમે પ્રતિષ્ઠા માટે ઝઝૂમ્યા હો છતાં પણ સાચી અને કાયમી પ્રતિષ્ઠા તો તમને મૃત્યુ પછી જ મળે છે– જોસેફ અડિશન
· શરીર એ આત્માની સિતાર છેહવે એ તમારા હાથમાં છે કે તેમાંથી કેવા સૂર તમારે કાઢવા છે– ખલિલ જિબ્રાન.
· વગર લેવેદેવે કંઈ સૂચન કરવું કે સુધારવા મંડી પડવું એ પણ એક અહંકારની પેદાશ છે– શ્રી મોટા.
· થોડુંઘણું ગાંડપણ તો આપણા બધામાં જ હોય છે પણ પોતાના ગાંડપણનું જે વિશ્લેષણ કરી શકે તેને ફિલોસોફર, તત્વચિંતક કહેવામાં આવે છે– સ્વેટ માર્ડન
· મહાન બની મહાનતાના અહંકારમાં એકાકી જીવન જીવવા કરતાં માનવ બની નમ્રતાપૂર્વક માનવીના દુઃખ દૂર કરનારી સેવામાં જ મને માનવજીવનની સાર્થકતા જણાય છે– ટોલ્સ્ટોય
· ઘર કેવી રીતે બાંધવું એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ એમાં સુખેથી કેમ રહેવું એ ભાગ્યે જ કોઈ જાણે છે– જેકૃષ્ણમૂર્તિ
· જીવનમાં શાંત રહો, સત્ય પર ચાલો, દઢ રહો, મનમાંથી હિંમતપૂર્વક ડરને મારી હટાવોમન જ રાજા છે– સ્વામી રામતીર્થ
સમાજનો, ધર્મનો કે સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કરવા કરતાં હૃદયનો જીર્ણોદ્ધાર કરશો તો બાકીનું બધું આપોઆપ થઈ જશે– કાકા કાલેલકર
ઘર કેવી રીતે બાંધવું એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ એમાં સુખેથી કેમ રહેવું એ ભાગ્યે જ કોઈ જાણે છે– જેકૃષ્ણમૂર્તિ
· જેમ વૃક્ષ પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતર ખેંચીને દઢ, મજબૂત અને સમૃદ્ધ બને છે તેમ દુઃખો સ્વીકારી, સમજીને સહન કરવાથી વ્યક્તિ પણ તાકાતવર થાય છે
· પારકા માટે પગથિયું ન બની શકો તો કંઇ નહિ , પણ ચાલનારના માર્ગમાં ખાડારૂપ તો ન જ બનશો
· બે દુ:ખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે. પણ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઇ જાય છે. આ છે સુખ ભયંકર છે એ વાતની સાબિતી
· જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય શકે છે પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહાન મૂર્ખ હોય છે
· દરરોજ ફક્ત પાંચ મિનિટનું સંકલ્પબળ અને તેની સાધના વ્યકિતનું જીવન બદલી શકે છે
· પાપ અને સાપ વચ્ચેનો મોટો ભેદ સાપ એક વખત મારે છે. જ્યારે પાપ ભવોભવ મારે છે.
· જીભ ને હાડકા હોતા નથી પણ જીભ જ હાડકા ભગાવે છે
· સાગરમાં આવતી ભરતી કિનારે કચરો ખેંચી જાય છે, તો હ્રદયમાં આવતી પ્રેમની ભરતી સામી વ્યકિતમાં રહેલા દોષોને ખેંચી જાય છે.
· દરેક વ્યકિત જ્યાં આપવાની વાત કરે છે , ત્યાં રામાયણ સર્જાય છે અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે
· અનોખો દાખલો દુનિયાને દઇ જા , અવિચળ જે રહે તે વાત કહી જા ,પછી સમ્રાટનો સમ્રાટ થજે , હે , માનવ!
· પ્રથમ સહુનો થઇ જા બધું જ લૂંટાઇ ગયા પછી પણ ભવિષ્ય તો બાકી બચેલું જ છે
· બધી કળાઓમાં શ્રેષ્ઠ કલા છે , હળીમળીને સાથે રહેવાની કળા.
· તમે વ્યકિતઓના હાથ ખરીદી શકો છો , હ્રદય નહીં તેનો ઉત્સાહ , તેની વફાદારી , તેના હ્રદયમાં હોય છે.તેના હાથમાં નહિ.
· મિત્ર,હું તને ર્હદય થી સમજું કે નહિ સમજું, તું મને સમજે છે એજ મારે માટે ઘણું છે
· આંકડાની આગળ માત્ર શૂન્ય મૂકાય છે ,એમની કિંમત દસ ગણી વધી જાય છે, હ્રદય પ્રેમ બને છે અને આપણા જીવનની કિંમત અબજો ગણી વધી જાય છે
· હે માનવ ! કાતર થવા ન ચાહજે જે કરે છે એકમાંથી અનેક. માટે જીવન તારું સોય જેવું ચાહજે જે કરે છે અનેકમાંથી એક
· સૂર્ય ઊગે છે અને કમળો ઉઘડવા લાગે છે ચંદ્ર ઊગે છે અને દરિયો ઊછળવા લાગે છે મનમાં પરમાત્મા ઊગે છે અને આત્મગુણો ઉઘડવા લાગે છે.
· પરમાત્માની સ્રુષ્ટિમાં સુખને સુખ જ છે પરંતુ બધા ઝઘડાનું મૂળ એ છે કે માનવ પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવા માગતો નથી
· જિંદગીની અમૂલ્ય મિલકત માનવીઓ ત્યારે જ ગુમાવી દે છે , જ્યારે તેઓ અસત્યની સાથે સમાધાન કરે છે
· જે પોતે માણસ હોવા છતાં અન્ય માનવીને માટે જેમના હ્રદયમાં લાગણી નથી,તેમને કોઇપણ રીતે માણસ ગણી શકાય ખરો ???????
· મિત્રો આપણું મન એક સરોવર જેવું છે તેમાં નાખેલો દરેક પથરો તરંગો ઉત્પન્ન કરે છે.
· કર્તવ્ય ભાગ્યે જ કોમળ હોય છે.એના પૈડાઓમાં પ્રેમનું તેલ પુરાય ત્યારે જ એ સરળતાથી વહે છે; નહીં તો સતત ઘર્ષણ થયા જ કરે છે
· કોઇ પણ અધીરો માણસ કદી પણ સફળતા મેળવી શકે નહિ.
· જે ઇશ્વર અગર ધર્મ વિધવાના અશ્રુઓ લૂછી ન શકે કે અનાથના મુખમાં રોટલાનું બટકું ન આપી શકે , એવા ઇશ્વરકે ધર્મમાં હું માનતો નથી.
· આપણું જીવન સારું અને પવિત્ર હોય તો જ દુનિયા સારી અને પવિત્ર બની શકે.
· ''દરેક બાળક એવો સંદેશ લઇ ને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા.''
· આફતનાં વાદળો વરસે ત્યારે એક જ બ્રાન્ડની છત્રી કાગડો નહિ થાય. આ બ્રાન્ડ છે ધીરજ
· વ્યકિતની હયાતીમાં તેના દોષ દેખાય છે અને વિદાય બાદ તેના ગુણ દેખાય છે
· વીતેલો દિવસ કેન્સલ કરેલા ચેક જેવો છે,આવતી કાલનો દિવસ પ્રોમિસરી નોટ જેવો છે,જ્યારે આજનો દિવસ રોકડ રકમ જેવો છે
· માર્ગમાં તમને જે કંટકો નડ્યા તેમાં દુનિયાને રસ નથી.તમે નાવ કિનારે લાવ્યા કે નહિ તેમાં જ રસ છે.
· તમારા હ્રદયમાં જો ઉદારતા ન હોય તો નક્કી જાણજો કે ખરાબમાં ખરાબ પ્રકારનો હ્રદયરોગ તમને થયેલો છે
· કરુણા કદી વેડફાતી નથી.જેના ભણી એ વહી હોય તેના પર એની કશી અસર ન થાય તો પણ એ વહાવનારને તો ફાયદો કરે જ છે
· આ જગતમાં જ્યાં જોશો ત્યાં જણાશે કે સમસ્યાઓની અંદર તકો આકાર લઇ રહી છે.
· ઘર એટલે ચાર દીવાલ , ઘર એટલે ચાર દી વ્હાલ
· વિશ્વાસ એની પર કરો જે તમારી ૩ વાતો જાણી શકે
· તમારા સ્મિત પાછળ નું દુખ, તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ, તમારા મૌન રહેવા પાછળ નું કારણ…….
· પૈસા કયારેય ઉછીના ન લેશો, થોડાકેય નહી,થોડા લેશો તો લેણિયાત ઉભા થશે ને વધારે લેશો. તો ભાગીદાર ઉભા થાશે.
· અમીર એટલા બનો કે તમે ગમે તેટલી કીમતી વસ્તુ ખરીદી શકો અને કીમતી એટલા બનો કે આ દુનિયા ના અમીર થી અમીર પણ તમને ના ખરીદી શકે !!
· હાડકા વિનાની જીભ ! જો એનો સદુપયોગ કરતા ન આવડે તો અનેકના હાડકા ભાંગી નાખવાની એનામાં
· ભયંકર રાક્ષસી તાકાત પડી છે .
· દુનિયામાં દરેક વસ્તુ મરે છે માત્ર એક નથી મરતો એ છે ભૂતકાળ!!
· ત્યાગ આપણને બળ પ્રદાન કરે છે, આપણી ચિંતા અને ભયને હરી લે છે, તેથી આપણે નિર્ભય તથા આનંદિત રહીએ છીએ. સ્વામી રામતીર્થ
· એવો પણ પ્રેમ હોય છે, જે સમજાય છે, વરસો પછી અને રહે છે, ઉર માં છેક સુધી.
· જો વ્યક્તિ જ્ઞાન હાંસલ કરવા માટે પોતાનું ધન વાપરે તો તેની પાસેથી એ જ્ઞાન કોઈ છીનવી શકતું નથીજ્ઞાન માટે કરાયેલા ઈન્વેસ્ટમેન્ટમાંથી કાયમ સારું ફળ મળે છે. બેન્જામીન ફ્રેન્કલીન
· બીજા માણસના હૃદયને, જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે
· તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.
· પહેલા સમાજ લોટ જેવો હ્તો પાણી નાખતા ભેગો થઇ બંધાઇ જ્તો આજે રેતી જેવો છે લોકો પૈસા પાછળ પડ્યા છે
· કોઈ પણ હાલતમાં પોતાની શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુરૂપી આકાશ હર ક્ષણે હજારો રંગ બદલે છે.
· આજનો માનવી વચનો આપવામાં અમીર છે, પણ વચન પાલનમાં સાવ દરિદ્વ
· આપણી નાનકડી મદદ કો'કના આખા જીવનને સમૃદ્ર બનાવી દે છે
· મતિ, કીર્તિ, સંપત્તિ, અને ભલાઈ ,ગંગા ના પ્રવાહ ની જેમ વાપરવી જોઈએ
· મનને એક હજાર આંખો હોય છે, અને હ્રદયને માત્ર એક જ આંખ હોય છે.
· જિંદગી ખાવા અને સૂવા માટેની નથી, એ સદેહ આગળ વધવા માટેની છે. પ્રેમચંદ
· મને જે નથી ગમતુ તે મને અનુભવાતો મારો એકલતાનો અહેસાસ છે.
· હસતાં ચહેરાં હંમેશા નિદોષ હોતા નથી,મગજમાં કાવતરું ચાલતું હોય ત્યારે પણ ઘણાં હસતાં દેખાય છે !
· નિષ્ઠાપૂર્વક ધ્યેયને વળગી રહો વારસામાં ન મળે તેવું પરિણામ આવશે જ !!
· જે કૂળમાં સ્ત્રીઓ દુઃખી રહેતી હોય છે તેનો જલદી નાશ થઈ જાય છેજ્યાં એ દુઃખી નથી રહેતી, એ કૂળની વૃદ્ધિ થાય છે.
· 'કેરીઅર' ખોળામાં ટપકી પડતું પાકું ફળ નથી , એનું વાવેતર કરીને એને ઉછેરવું પડે છે , પકાવવું પડે છે
· તમે જો સીધા ઉભા રહ્યા હો તો વાંકાચૂકા પડછાયાની દરકાર ન કરશો.
· ઘણા માણસો વાત સાચી કરે છે પણ નામ ખોટા ટાંકે છે !
· કેવળ શ્વાસ લેવાથી જીવન ચાલતું નથી , શ્વાસ કાઢવો પણ પડે છે એમ. સંપતિ પ્રાપ્ત કરવાથી ન ચાલે , દાનરૂપે આપવી પણ પડે.
· 'પર'માંથી ખસ અને 'સ્વ'માં વસએટલું જ બસ.
· વધારે એ જ બોલે છે જેને મારી જેમ ખરેખર બોલતા નથી આવડતું , કારણ કે 'સત્ય' તો સંક્ષેપમાં સમાયેલું છે.
· પોતાનાથી અમીર વ્યક્તિથી ઈર્ષા ના કરવી અને પોતાનાથી ગરીબ વ્યક્તિને જોઈને અભિમાન ના કરવું એજ સાચા અને સંતોષી માનવનો ગુણ છે.
· મૌજીલા લોકો ગમતું બધું નથી પામતા. પણ જે હોય તેમાંથી મૌજ લઈ લે છે!
· બાબતોની અવગણના કરવાની કાબેલિયત હાંસલ કરવી એ મનની શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
· તારે જો નિરંતર સુખી જીવન ગાળવું હોય તો, જગતના બધા વ્યવહાર તારી મરજી મુજબ ચાલે એવી ઈચ્છા કરીશ નહીં,
· અંતે દુશ્મનના કડવા વેણ નથી નડતાં પણ મિત્રોનું મૌન અકળાવે છે !!
· ચમત્કાર કરતાં નમસ્કારની અસર સારું પરિણામ આપશે !
· જો બે ચહેરાં જ રાખવા હોય તો કમસે કમ એક ચહેરો તો પોતાનો અને પ્રમાણિક હોવો જોઈએ !
· જુવાનીમાં કરેલા અતિરેકનું આપણે ઘડપણમાં ભોગવવું પડે છે. જે.બીપ્રિસ્ટલે
· સારો સમય ટકતો નથી તો ખરાબ સમય પણ નહીં ટકે,દુઃખ એ વાતનું છે સારા માણસો વાંરવાર નહીં મળે દુષ્ટો જ્યાં ત્યાં અથડાયા કરશે !
· દરેક સવાર એક સંદેશ લઈને આવે છે,શું થઇ ગયું તે યાદ કરવા કરતાં શું થઇ શકે છે તે જીવનનો રસ્તો બની શકે છે !
· આપણે ધનસુખલાલ હોઈએ પરંતુ તનસુખ, મનસુખ કે દિલસુખ ના હોઈએ તો એકલા ધનથી શું ફાયદો ???
· આપણે જે કંઈ પણ છીએ તેને આપણી વિચારસરણીએ બનાવ્યા છેતેથી તમે શું વિચારો છે એ ખાસ ધ્યાનમાં રાખવુંશબ્દ ગૌણ છે, વિચાર કાયમ છે, એ દૂર સુધી યાત્રા કરે છે. સ્વામી વિવેકાનંદ
· કોઇ ફકીર ના હાથ મા જ્યારે કઇક આપશો, ત્યારે એ જાણજો કે આ મહેંઘાઇ ના જમાના મા પણ દુઆ કેટલી સસ્તી છે !!
· ભૂતકાળમાં કોઈ માણસ પાસે ઘડિયાળ નહિ હતી, પરંતુ સમય હતો.જ્યારે આજે બધા માણસ પાસે ઘડિયાળ છે, પરંતુ સમય નથી
· જિંદગીની સૌથી મોટી ભૂલ એ કે છેલ્લી કરેલી ભૂલમાંથી કોઈ બોધપાઠ લીધો નહીં!!!
· બંધિયાર સ્થળ કરતાં ખુલ્લી જગ્યામાં મોબાઈલનું નેટવર્ક બરાબર પકડાય છે, એ રીતે બંધિયાર વિચારધારા ધરાવનાર વ્યક્તિ કરતાં મુક્ત મનનો માનવી ઈશ્વરીય સંકેતોને વધારે સારી રીતે ઝીલી શકે છે.
· અરીસો મારો શ્રેષ્ઠ મિત્ર છે, કારણ કે જ્યારે હું રડું છું ત્યારે એ ક્યારેય હસતો નથી!! ચાર્લી ચેપ્લીન
· જવુ હોઈ તો જા જિંદગી મારે તો હજી વાર છે!
· એકાંતનું મંદિર હોય, મૌનનો ઘુમ્મ્ટ હોય ત્યાં સદાય આનંદની ધજા ફરકતી રહે છે.
· ઉંદરડા જો બિલાડીને ગળે ઘંટ બાંધવા જાય તો તેઓ મૂર્ખ ગણાય પણ બિલાડી જો તેમને ઘંટ બાંધવા દે તો તે મહામૂર્ખ ગણાય.
· તમને જે જોઇએ તે નથી મળતું એવે વખતે જે પ્રાપ્ત થાય છે એનું નામ અનુભવ હોય છે.
· પ્રત્યેક દિવસ ની શરૂઆત એક અપેક્ષા સાથે થાય છે અને એક અનુભવ સાથે પુર્ણ.
· પશુ ન બોલવાથી દુખ ભોગવે છે જયારે મનુષ્ય વધારે બોલવાથી દુખ ભોગવે છે.
· કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
· ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું કે વાંચેલું નથી પરંતુ આપણું કરેલું નોંધાય છે.
· જીવન એક વસ્ત્ર સમાન છેતેને દુ:ખનાં પાણીમાં ન ડુબાડો, વજનદાર થઇ જશેઆધ્યાત્મિક સુખની હવામાં સૂકવો, જેથી એ હલકું થઇ જશે!
· કોઇપણ પ્રકારની પહેલ કરનારે બીજાની દ્રષ્ટિમાં મુર્ખ બનવા તૈયાર રહેવુ જોઇએ. જ્યોર્જ બર્નાડ શો .
· જયારે માનવીનું મગજ હડતાળ ઉપર ઉતરી જાય ત્યારે તેમના મોં ઓવરટાઇમ કરે છે
· જીવ આપીને પણ જે યશ મેળવી શકાતો નથી તે સારી જીભ વાપરીને મેળવી શકાય છે.
· જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઈ ગયું હોય તેની ચિંતામાં પડવા કરતા કિતાબના કોરા પાનાં સારાં લખાય તેની ચિંતા કરોજાગ્યા ત્યારથી સવાર.
· જીવનના સુખદુ:ખના રસ્તે સાથે ચાલનારા તો અંસખ્ય મળે છે પરંતુ જે વ્યક્તિ છેક સુધી પોતાના પગના નિશાન તમારા હ્રદયમાં છોડીને જતો રહે'' મારા મતે તો એ જ પાકો મિત્ર.
· આ દુનિયામાં સસ્તામાં સસ્તી ચીજ કઈ ? આવું મને કોઈ પૂછે તો મારો જવાબ આ છે કે પૈસા આપીને જે ચીજ ખરીદી શકાય તે ચીજ સસ્તામાં સસ્તી !
· તમારાથી વધુ ગુણવાન લોકો પણ છે, તમારાથી ઓછા ગુણવાન લોકો પણ છે, ૧૦૦ % તમારા જેવા કોઇ નથીમતલબ, ‘તમે સૌથી અલગ છો’આવું વિચારીને સદા ખુશ રહો.
· આપણી પહોંચમાં આવે એટલાં ફૂલોનો ગજરો બનાવવાની કળા એટલે સુખ!!
· તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે, તેટલા સારા તમે નથી હોતાતેવી જ રીતે તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે, તેટલા ખરાબ પણ તમે નથી હોતા
· તમને જો ઇશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા માટે કોઇ કારણ ન મળે તો નક્કી માનજો કે તમારામાં કશીક ખામી છે.
· તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય. તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો !
· જેવું હશે તેવું ચાલશે, ફાવશે, ગમશે કે ભાવશે એવું કહેનારી વ્યક્તિ મોટે ભાગે દુઃખી થતી નથી, પણ ધાર્યું હોય છે એટલી સફળ પણ નથી થતી.!!
· જ્યારે મુશ્કેલી માં મુકાય ત્યારે તેની પર કોઇ વિશ્વાસ ના કરે !! પરંતુ માનવ જ્યારે કોઈ પર પોતાના થી પણ વધુ વિશ્વાસ કરે છે ત્યારે જ મુશ્કેલી માં મુકાય છે.
· શું કહેશે એવું વિચારીને જીવતા હો તો પછી. ઈશ્વર શું કહેશે એનો પણ વિચાર અવશ્ય કરજો
· મતભેદ એક એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને કોતરીનાખે છે.
· મારી ‘આજ’ હું આનંદથી જીવ્યો છું, ‘આવતીકાલ’ ને જે કરવું હોય તે કરે ! ડ્રાઈડન
· હે ઈશ્વર ! થોડા ડોબા બાળકોને જન્મ આપજે જેથી તેઓ માતાપિતા અને સમાજ દ્વારા થોપવામાં આવેલી સ્પર્ધાથી દૂર રહીને જીવનનો સાચો આનંદ માણી શકે.
· તકરાર અને છાશ વચ્ચે એક સામ્ય છેબંને જેટલો લાંબો સમય રહે તેટલી ખાટી બને!!
· આપણે પી.એચ.ડી થઈએ કે ન થઈએ તે બહુ મહત્વનું નથી, પરંતુ આપણું જીવન એ કક્ષાનું હોવું જોઈએ કે અન્યને આપણા જીવન પર પી.એચ.ડી કરવાની પ્રેરણા મળે….
· આપણે શું કરવું કે શું ન કરવું એ આપણો અંતરાત્મા સદાય કહેતો જ હોય છે, પણ આપણે કાન આડા હાથ કરી મનનું કહેવું માનીએ છીએ.
· કહેતા નહીં પ્રભુને કે સમસ્યા 'વિકટ' છે. કહી દો સમસ્યાને કે પ્રભુ મારી 'નિકટ' છે.
· મારી સફળતાનું રહસ્ય કહું ? મેં લોકોની સલાહ ખૂબ જ માનપૂર્વક સાંભળી છે અને પછી લોકોએ જે સૂચવ્યું તે કરતાં બિલકુલ ઊંધું કર્યું છે ! લોર્ડ ચેસ્ટરફિલ્ડ
· લગભગ દરેક માનવી પોતામાં ન હોય તેવા ગુણ દર્શાવવામાં જ જીવનના ત્રીજો ભાગનો સમય ખરચી નાખતો હોય છે
· હમેશા યાદ રાખો.પૈસો એ જિન્દગીમાં બધું જ નથીપરંતુ ઢગલાબંધ કમાયા પછી જ આ વાકય કહો.
· તરસ છે એટલે તો જિન્દગી સરસ છે.નહિતર તો કેલ્ક્યુલેટર પર ગણેલા વરસ છે.
· દરેક કામમા જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામા મોટું જોખમ હોય છે.
· જ્ઞાની પુરુષના ગયા પછી હમેશા જુદા જુદા પંથ પડી જાય છે!
· પડી પડીને ચડે એનું જ નામ જીન્દગી .બાકી તૈયાર પગથીયા પર ચડવું તો બધાને આવડે છે.
· ભગવાન ને પણ ખબર હશે કે એક દિવસ ઈ મેલ ઈન્ટરનેટ ઈ વોઈસ નો જમાનો આવશે.
· એટલે એને પોતાનું એક ઉપનામ પણ ઈ શ્વર રાખ્યું હશે ખરું ને ????
· જયારે કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ ની અવસ્થામાં હોય અને પ્રતિપળ બદલાઈ રહી હોય ત્યારે એ અંગે નો ચોક્કસ અભિપ્રાય આપવાથી દુર રહેવું જોઈએ.
· સિંહ પાસેથી એક ઉત્કૃષ્ટ વાત શીખવા જેવી છે તે એ કે વ્યક્તિ જે કંઈ કરવા ઈચ્છે એને તે પૂરા દિલથી અને જોરદાર પ્રયાસ સાથે કરે. ચાણક્ય
· પાણી અને વાણી નો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ન્યાલ કરે,અન્યથા પાયમાલ કરે.
· ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુજ થોડો, બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે. બરકત વિરાણી
· યૌવન ચાલી જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે, પરંતુ માતાનો પ્રેમ સદા વધતો ને વધતો રહે છે.
· સમાજમાં દરેક જગ્યાએ આપણને જીત જ જોઈતી હોય છે. ફક્ત ફૂલવાળાની દુકાન જ એવી છે જ્યાં જઈને આપણે કહીએ છીએ : 'હાર જોઈએ છે !'
· સારા વિચારોનો અમલ થાય કે ન થાય પણ એનાથી આનંદ તો થાય જ.
· બીજાને ગમે કે ન ગમે શું ફરક પડે છે ?? જે ખુદને ગમી જાય તેને કૃતિ કહે છે !!
· તમારા હાસ્ય સાથે હજારો પડઘા પડશે તમે રડશો ત્યારે એકલા જ હશો !.
· જીભને ઘણું ખવડાવ્યા છતાં સમય આવે કશું ન ખાય તે સંયમ.
· તમારા જીવનમાં તમારી પાસે બહુ ઓછો સમય છેએટલે બીજાના જીવનમાં ઘુસણખોરી કરીને સમય ન બગાડોસ્ટીવ જોબ્સ.
· પ્રભુ ની પાસે જે આપ પોતાના માટે માંગો છો તે યાચના છે પરંતુ પ્રભુ ની પાસે આપ જે બીજા ના માટે માંગો છો તે પ્રાર્થના છે.
· બીજાનું સુખ જોઇને દુ:ખી થનારો ક્યારેય સુખી થઈ શકતો નથી.
· ભૂતકાળને ભવિષ્યનું બીબું ન બનાવોજેવો ભૂતકાળ હોય તેવું જ ભવિષ્ય હોય તે જરૂરી નથી.
· આપણું સરનામું પ્રુથ્વીના આરંભ અને અંતને એકસાથે સાચવી રાખે છે
· સરનામું એ માણસે કરેલી અદભૂત શોધ છે.સરનામા વગરનો માણસ ક્યાં તો આવારા હોય કે પછી સંત હોય
· ભક્તિ એટલે સર્જનહારમાં ખોવાઇ જવાની કળા.
· પરિચય અને અપરિચયની સરહદ પર બનતી ઘટનાને લોકો અકસ્માત કહે છે
· હળવાશને આથો ચડે ત્યારે પ્રસન્નતા પ્રગટતી હોય છે
· લાગણીની નદીઓ પ્રેમના સાગરમાં વિલીન થાય ત્યારે જ સાર્થકતા અનુભવે છે
· કોઇની નિંદા સાંભળીએ ત્યારે કાનનું બ્રહ્મચર્ય તૂટે છે
· સાહિત્ય એ માનવજીવનની એક એવી મિરાત છે કે જેની પાસે એ હોય , તે ક્યારેય ગરીબ નથી હોતો.
· માણસની સઘળી બેચેનીના મૂળમાં એક વિશિષ્ટ લાગણી રહેલી છે અને એ છે અપર્યાપ્તતાની લાગણી.
· એક અપૂર્ણ માણસ બીજા અપૂર્ણ માણસ પાસે પૂર્ણતાની અપેક્ષા રાખતો રહે છે.
· વિશ્વશાંતિ આપણા હાથની વાત નથી.પરંતુ આપણા મનમાં નાનકડો સાઇલન્સ ઝોન રચવાનું અશકય નથી.આવો સાઇલન્સ ઝોન એટલે શાંતિનો , સ્વસ્થતાનો તુલસીક્યારો !!!
· જે માણસ ખોટું ખોટું હસતો નહિ હોય તે જ માણસ સાચું રડી શકે
· ભગવાને સર્જેલી પાસપોર્ટ અને વીસા વગરની પ્રુથ્વીમાં નાતજાત , ધર્મ અને રાષ્ટ્રીયતાના લેબલ વગરના એક અદના આદમી થવાનો અભરખો મને કોઇ મનગમતા શમણાની માફક સતાવતો રહે છે
· માણસનું હ્રદય ડીપ ફ્રીજ જેવું છે, જેમાં થીજેલી લાગણીઓના આઇસક્યુબ્સ સચવાઇ રહે છે.ક્યારેક રેફ્રિજરેટર રાતની નીરવતામાં કણસતું રહે છે.
· કોયલનો ટહુકો માત્ર મધુર ધ્વનિ નથી ; એ તો સાક્ષાત રૂતુંભર દ્વારા માણસના કર્ણમૂલ સુધી પહોંચાડવા માટે ઉચ્ચારાયેલો મંત્ર છે
· અહંકાર મનુષ્યને દુષ્ટ બનાવી દે છે, જ્યારે નમ્રતા દેવદૂત
· જે આપણી સમક્ષ બીજાની નિંદા કરતો હોય તે બીજા સામે આપણી પણ નિંદા કરશે!
· જે વ્યક્તિ એકાંતમાં તમને તમારા દોષ બતાવે તેને પોતાનો મિત્ર સમજો
· મોટી મોટી વાતો કરશો નહિ અને બડાઈ હાંકશો નહિતમે શું છો તેનો પરિચય તમારાં કર્મો દ્વારા આપો.
· માનવ જાતની એક ખાસિયત છે કે હાજર વસ્તુનો આનંદ લેતી નથી પરંતુ
· ગેરહાજર વસ્તુઓ માટે વલખાં મારે છે.
· ચારિત્રિક શિક્ષણ માટે ઉ૫દેશકે બીજાઓ સામે પોતાનો આદર્શ રજૂ કરવો જોઈએજો સંસારમાં સદ્દભાવના રૂપી સં૫ત્તિ વધારવી હોય તો તેનો પ્રથમ પ્રયોગ પોતાનાથી કરવો જોઈએ.
· જે કરી શકે છે તે સતત કરે છે,જે નથી કરી શકતો તે ફક્ત શિખામણ આપે છે.
· સુખ બહારથી મેળવવાની વસ્તુ નથી.તે તો અંદર જ છે.પરંતુ અહંકારને હટાવ્યા વગર તેની પ્રાપ્તિ નહી થાય.
· આ૫ણા વિચારો જ આ૫ણું જીવન છેઆ૫ણી ખુશી, આ૫ણું સ્મિત, આપણો ઉત્સાહ, ઉલ્લાસ તથા આ૫ણી સદભાવનાના સ્ત્રોત આ૫ણા વિચારો જ છેઆ૫ણા વિચારોથી જ આ૫ણું વ્યક્તિત્વ બને છે.
· બુધ્ધિશાળી પોતાની બુધ્ધિ થી પૈસાદાર બની શકે છે , પૈસાદાર પૈસાથી બુધ્ધિશાળી બની શકતો નથી.
· ધન હોય ત્યારે દાન, કષ્ટ આવે ત્યારે સાહસ, મૂર્ખાઓ સાથે વ્યવહાર કરતી વખતે ઉપેક્ષા તથા ઉચ્ચ કામ કરતી વખતે અભિમાન રહિત થવું એ સાધુઓના વિશેષ ગુણ છે.
· તમે તમારા સારાપણાનું જેટલુ અભિમાન કરશો તેટલી જ બૂરાઇ પેદા થશેતે માટે સારા બનો પણ સારાપણાનું અભિમાન નહીં કરો.
· સુખ ભોગવાનાને માટે સ્વર્ગ અને દુઃખ ભોગવવા માટે નરક છે અને સુખદુઃખ બન્નેથી ઉપર ઊઠીને મહાન આનંદ પ્રાપ્ત કરવાને માટે આ મનુષ્યલોક છે.
· કાંટો થી ભરેલો પાલવ, કોઈનો હોતો નથી.અને ફૂલો થી ભરેલી રાહ , જિંદગી ની હોતી નથીઆંસું વગર ના નયનો, કોઈનાં હોતા નથીઅને ઉદાસી વગર નું હાસ્ય કોઈનું હોતુ નથીવિધાતા ને જે મંજૂર હોય તે જ થાય છે.છતા પણ સપનાં ઓ વગર ની જિંદગી કોઈની હોતી નથી.
· ઘરમાં જ્યારે ચાર લાડુ આવે અને ખાનારા પાંચ હોય ત્યારે જે વ્યક્તિ એમ કહી દે કે મને તો લાડુ ભાવતા જ નથી એનું નામ માં
· પોતાની ભુલ માણસને મુંગા કરતાંય વધુ મુંગો બનાવે છે, જયારે પારકી ભુલ એને બોલકાં કરતાંય વધુ વાચાળ બનાવે છે
· આનંદ, સુખ, અને સેવા અત્તર છે, જે બીજા પર જેટલા છાંટશો એટલી સુવાસ તમારી પોતાની અંદર ફેલાશે.
· બે મુખ્ય કારણોથી જીવનમાં નિષ્ફળતા મળે છે(અ) જ્યાં આપણે વિચાર્યા વગર કાર્ય કરીએ છીએ (બ) જ્યારે આપણે માત્ર વિચારતા જ રહીએ છીએ, પણ કાર્ય નથી કરતા
· ધરતીકંપ કરતાં વધારે હોનારત માનવમાનવ વચ્ચેના ધિક્કારકંપથી થાય છે.
· ધર્મ કરવાવાળો સ્વર્ગમાં જાઈ છે એ વાત તો પછીની છે પણ સાચ્ચું તો એ છે કે ધાર્મિક જ્યાં જ્યાં જાઈ છે ત્યાં ત્યાં સ્વર્ગ થયી જાઈ છે
· તકલીફ માણસોની નથી હોતી પણ માણસો જુદા જુદા (વિચારો) હોઇ છે,જો આ વાત આપને સમજી લઈએ તો આપને ઘણા સંબંધો બચાવી શકીએ છીએ
· આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે
· દવાની સીધી અસર જો રોગ પર છે તો ધર્મની સીધી અસર દોષ પર છે. રોગ મટાડે તે દવા અને દોષ મટાડે તે ધર્મ.
· રામરૂપી અગ્નિ ઘર ઘરમાં રહેલો છે, પરંતુ હૃદયરૂપી ચમક નહી લગાવાથી ધુમાડો થઈને રહે છે
· કાનનાં બુટીયાની જોડ જડશે,હાથના પાટલાની જોડ જડશે,તારા બુટની જોડ પણ જડશે,પરંતુ જનનીની જોડ ક્યાંય નહી જડે !!!!
· દુનિયાનો કોઈપણ રસ્તો સુખ સુધી પહોંચતો નથી પરંતુ સુખ એવો રસ્તો છે, જે બધી જ મંઝિલો સુધી આપણને પહોંચાડે છેતેથી હંમેશા ખુશ રહો અને સફળતા મેળવો.
· સુખી માણસ ખુશ હોય કે ના હોય,ખુશ માણસ સુખી હોય છે. શર્મિલ
· ઈશ્વરની અપેક્ષા હતી કે માનવી પ્રેમનું મંદિર બનાવે પરંતુ માનવી પથ્થરના મંદિર બનાવે છે રવીન્દ્રનાથ ટાગોર
· જીવન મા જે નવો રસ્તો તમે બનાવ્યો છે તેના પર જૉ બીજા ચાલવા માટે નીકડે તો તમારાપગ નીચે આવેલા પથ્થર તેમને લાગવા ન જોઈયે.
· આશા સાચા અર્થમાં સાથીદાર છે.સફળતાની માતા છે જેઓ આ વાત સ્વીકારતા થયા છે તેમને ચમત્કારો સર્જ્યા છે
· માનવી ખરાબ કર્મ કરવા માટે ક્યારે પણ સમય કે સંજોગોની રાહ જોતો નથી તો પછી માનવી સારા કર્મ કરવા માટે સમય અને સંજોગોની રાહ કેમ જુએ છે ???
· પૈસાથી માનવી ભૌતિક સુખ મેળવી શકશે પણ આત્માના સુખ માટે તો પ્રભુ પાસેજ જવું પડશે
· મેળવજો નીતિથી, ભોગવજો રીતિથી અને તે સેવામાં વાપરજો પ્રીતિથી.
· ધીરજ કડવી દવા સમાન છે પરંતુ તેના ફળ મીઠાં છે
· સુખી થવાના બે રસ્તા: એક તમારી જરૂરિયાત ઘટાડો અને બે તમારી આવક વધારો
· તૂટેલા તાર સંધાય છે, પણ ભાગેલાં હૈયાં સંધાતાં નથી
· દુ:ખ આવે ત્યારે આનંદમાં રહો અને સુખ આવે ત્યારે આનંદ ને કાબુ માં રાખો.
· પૈસા ખીસામાં,પાકીટમાં તિજોરીમાં કે બેંકમાં હોય છે ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો પણ , એ જયારે મગજમાં ગોઠવાઈ જાય છે ત્યારે ન ધરેલી હોનારતો સર્જાવા માંડે છે
· ઈશ્વરે મને ધનવાન નથી બનાવ્યો પણ મારી ઈચ્છાઓ ઓછી બનાવી એ તેનો મોટો ઉપકાર છે
· આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી ,એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી
· કદરૂપું બાળક પણ માતાને સુંદર જ લાગે છે.આ વાસ્તવિકતા એમ કહે છે કે પ્રેમપૂર્ણ નયનો ક્યાંય દુષ્ટ કે અશુદ્ધ જોઈ શકતા નથીજીવન જીતી જવું છે ? તો આંખમાં કોન્ટેકટ લેન્સની નહીં પ્રેમના અંજનની જરૂર છે
· જેની જરૂર નથી તે ખરીદશો તો જેની જરૂર છે તે વેચવું પડશે
· કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!
· જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
· સંતોષ આનંદ છે અન્ય સર્વ દુખ છે માટે સંતુષ્ટ રહે. સંતોષ તને પાર ઉતારશે તુકારામ
· સમય એક બુઢો ન્યાયાધીશ છે. જે બધા અપરાધીઓની પરીક્ષા કરે છે શેક્સપિયર
· સરલતા એ જ ધર્મ છે અને કપટ એ જ અધર્મ છે. સરલ માણસ જ ધર્માત્મા થઇ શકે છેમહાભારત
· વહાણ દરિયા કિનારે હન્મેશા સલામત હોય છે , પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ .આ વાક્ય જીવન મા જોખમો ખેડવાની સલાહ આપે છે , જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા નથી મળતી
· રેતી સાથે બળેલી ખાંડમાંથી કીડી ફકત ખાંડ જ ખાય છે અને રેતી છોડી દે છે. તેવી જ રીતે આ ભલાઇ બુરાઇ ભરેલા સંસારમાંથી સજ્જન ફકત ભલાઇ ગ્રહણ કરે છે ને ભુરાઇઅ છોડી દે છે
· સત્ય બોલવું એ સારા અક્ષર લખવા જેવું છે અને તે ફક્ત ટેવ પડવાથી જ શક્ય છેરસ્કિન
· સત્ય એક જ છે અનેક નથી સત્ય માટે સમજુ માણસ વિવાદમાં પડતા નથીભગવાન બુદ્ધ
· પહેલાં પાપ કરીને પછી પ્રાયશ્ચિત કરવું એ,કીચડમાં પગ નાખીને ધોવા જેવું છે.
· ખાઈ માં પડેલો માનવી બચી ને ઉપર આવી સકે છે , પરંતુ અદેખાઈ માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી સકતો નથી
· ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી. ચોપડીઓના જ્ઞાનને જીવનમાં ઉતારવું એ જ સાચી વિદ્યા છે.
· ઝાડનાં પાન પીળાં થઇ જતાં ઉખડીને પડી જાય છેતેમ જિંદગી ઉંમર પૂરી થતાં ખલાસ થાય છે માટે પળભરનો પ્રમાદ ન કરો
· સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે
· કાંટો થી ભરેલો પાલવ, કોઈનો હોતો નથી.અને ફૂલો થી ભરેલી રાહ , જિંદગી ની હોતી નથીઆંસું વગર ના નયનો, કોઈનાં હોતા નથીઅને ઉદાસી વગર નું હાસ્ય કોઈનું હોતુ નથીવિધાતા ને જે મંજૂર હોય તે જ થાય છે.છતા પણ સપનાં ઓ વગર ની જિંદગી કોઈની હોતી નથી
· મંત્ર અને મિત્ર ઉપર કદી અવિશ્વાસ ન કરવો, મંત્રમાં અવિશ્વાસથી શક્તિ ખૂટશે અને મિત્રમાં અવિશ્વાસથી સ્નેહ ખૂટશે
· દેખાવનો પ્રેમ, જૂઠી ભાવના અને કુત્રિમ ભાવુકતા એ બધા ઈશ્વરના અપમાનનાં સાધનો છે.
· જેમ જેમ માણસ વૃદ્ધ થતો જાય છે તેમ તેમ વધુ જીવવાની લાલચ અને મૃત્યુનો ભય વધતો જાય છે.
· જે કોઈ પણ પ્રાણી સાથે વેર કે દુશ્મનાવટ નથી રાખતો તે જ માણસ ઈશ્વર સુધી પહોંચી શકે છેગીતા
· મૌન કોઈ કોઈ વાર વાણી કરતાં પણ વાચાળ હોય છે ગાંધીજી
· જ્ઞાન કંઈ વધુ વાંચવાથી વધી જાય છે એવું હું માનતો નથી, પણ જે કંઈ વાંચેલું કે વિચારેલું હોય છે. તે અંદર પચ્યા પછી વખત આવ્યે બહુ સુંદર રીતે બહાર આવે છે.
· પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે, પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથીશંકરાચાર્ય
· જો તમે ગમતું ન કરી શકો તો,તમે જે કરી શકતા હો તે કરો.
· માનવીનો સાચો મીત્ર કોણ ? એની દસ આંગળીઓ
· પાપ કરતી વખતે જેટલી મીઠાશ માણી હોય તેટલી જ કડવાશ પરીણામ રુપે ગમે ત્યારે આપણે ભોગવવી જ પડે.
· નાસ્તીક અને આસ્તીક વચ્ચે ફરક કેટલો? નાસ્તીકને મન ઈશ્વર શુન્ય છે.આસ્તીકને મન ઈશ્વર પુર્ણવીરામ છે.
· કોઈ તમને એક વાર છેતરી જાય તો એને ધીક્કારજો.બીજી વાર પણ છેતરી જાય તો તમારી જાતને ધીક્કારજો.
· મીત્રો વીમાની પોલીસી જેવા છે.ખરે ટાંકણે વીમાનું વળતર મળેશરત માત્ર એટલી જ કે,સમયસર તમારે પ્રીમીયમ ભરતાં રહેવું પડે
· એ હમ્મેશ યાદ રહે કે,અતીશય દબાણ હોય તો જ શુધ્ધ કોલસાનો ટુકડો હીરો બની શકે છે.
· જીભનું વજન આમ તો બહુ ઓછું હોય છે,પણ બહુ ઓછા લોકો એને પકડી રાખી શકે છે.
· હોંશીયાર પુરુષને નીયંત્રણમાં રાખવો હોય તો મુરખ સ્ત્રી ચાલે; પરંતુ મુરખ પુરુષને અંકુશમાં રાખવા માટે તો હોંશીયાર સ્ત્રી જ જોઈએ.
· સલામતી માટેની સુચના લખતાં એક મીનીટ થાય છે.સલામતીનો કાર્યક્રમ ઘડતાં એક અઠવાડીયું લાગે છે.તેને અમલમાં મુકતાં એક મહીનો લાગે છે.સલામતીભરી સંરચના સ્થાપવા કદાચ આખી જીંદગી નીકળી જાય છે.પણઆ બધાને અકસ્માત અને સર્વનાશમાં બદલવા એક સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે
· આપણે પહેલાં ફલાણું ઢીંકણું વ્યસન પાડીએ છીએ,પછીપેલું વ્યસન આપણને પાડે છે.
· જીવનની સૌથી વીશેષ કરુણતાઆપણા કારણે કોઈની આંખમાં આંસુ.જીવનની સૌથી શ્રેષ્ઠ સફળતાઆપણા માટે કોઈની આંખમાં આંસુ.
· સફળ થવાના બે રસ્તા છે:ગમતું કામ કરો અથવા તો કામને ગમતું કરો.
· સંત પાસે જઈ સંત ન થાવ;પણ શાંત તો થાવ.
· પોતાની મેળે પોતાનો માર્ગ શોધવો અને આગળ રસ્તો કરતાં જવું,એ કેળવણીનું મોટું કામ છે.
· એક ઝરણું જોઈને માની લેવું કે ક્યાંક મહાસાગર હશે જ. એનું નામ શ્રદ્ધા.
· જીવવા માટે થોડો સમય ફાળવો; કારણકે,જીવન તમને ઘણું બધું આપી શકે તેમ છે.
· મારી પાસે જોડા ન હતા, એ દુખ ગાયબ થઈ ગયું જ્યારે મેં જોયું કે, મારા પાડોશીને તો પગ જ નથી.
· તમે શું પ્રાપ્ત કર્યું છે, તે પરથી નહીં; પણ તમે કેવા વીરોધોનો મુકાબલો કર્યો છે; અને કેવી હીમ્મતથી ખળભળાવી નાંખે તેવા વીપરીત સંજોગોની સામે તમે ઝઝુમ્યા છો; તેના પરથી તમારી સફળતા મપાય છે.
· જીવનની પ્રશંસા તેની લંબાઈ જોઈને નહિ, ૫રંતુ શ્રેષ્ઠતા જોઈને કરવામાં આવે છે.ધુમાડો ઓકતા અગ્નિ જેવું લાબું જીવન જીવવા કરતાં થોડા વખતનું પ્રખર પ્રજવલિત જીવન વધારે સારું.
· સંસાર વિચારોની ભિન્નતાથી ભરેલો છે.એમાંથી જે વિવકની કસોટીએ સાચું હોય તેનો જ સ્વીકાર કરો.
· માણસને જગાડવાની બાબતમાં વિજ્ઞાનને સફળતા મળી છે. પણ માણસના વિવેકને જગાડી દેવાની બાબતનો સંપૂર્ણ યશ તો એક માત્ર ધર્મના ફાળે જ જાય છે.
· ચકમક ૫થ્થર સો વર્ષ સુધી પાણીમાં ૫ડયો રહે, તો ૫ણ તેનો અગ્નિ નષ્ટ થતો નથીતેને પાણીમાંથી બહાર કાઢી બીજા ૫થ્થર સાથે ઘસતાં જ ચિનગારીઓ નીકળવા લાગે છેએ જ રીતે ઈશ્વર ૫ર વિશ્વાસ રાખનાર વ્યક્તિ ભલે હજારો અ૫વિત્ર સંસારઓ વચ્ચે ૫ડી રહે, તો ૫ણ તેની શ્રદ્ધા અને ભક્તિ ટકી રહે છે.
· સારો સ્વભાવ ગણીતના શુન્ય જેવો છે.તેની આમ કોઇ કીમ્મત નથી હોતી;પણ તે જેની સાથે હોય છે, તેની કીમ્મત વધી જાય છે.
· ગેરવાજબી અને દુષ્ટ મીત્ર જંગલી પ્રાણી કરતાં વધારે ભયજનક હોય છે.જંગલી પ્રાણી તો તમારા તમારા શરીરને ઘા પહોંચાડે છે.પણ દુષ્ટ મીત્ર તો તમારા મનની વીચારશક્તીને હાની પહોંચાડતો હોય છે.
· શંકાશીલતા કરતાં વધારે ભયાનક કશું હોતું નથી.શંકા માણસોને વીખુટાં પાડે છે.તે એક એવું ઝેર છે; કે જે મીત્રતાને તહસનહસ કરી નાંખે છે; અને સુમેળવાળા સંબંધોને તોડી નાંખે છે.તે એવો કંટક છે; જે હાની પહોંચાડે છે; અને ખુંચે છે – એ તો કતલ કરી નાંખે તેવી તલવાર છે.
·રુપ અને રુપીયોસાચવી રાખ્યાં સારાં.જુવાનીમાં અને પાછલી ઉમ્મરે કામ લાગે.
· કામ પોતે કરો ત્યારે દીમાગને કામે લગાડજો.બીજા પાસે કરાવો ત્યારે હૃદયને.
· કોઈ રસ્તાને ન અનુસરો,એના કરતાં જ્યાં કોઈ રસ્તો જ ન હોય,ત્યાં નવી કેડી પાડો.
· તમારા અંતરના અવાજને સાંભળો અને કદી નીષ્ફળતાથી ભય ન પામો
· જીવન બુમરેન્ગ જેવું છે.આપણા વીચારો,કાર્યો અને શબ્દો,વહેલા કે મોડા,બહુ જ સચોટ ચોક્કસતાથી,આપણી તરફ જ પાછા વળે છે
· વીશ્વમાં જે બદલાવની તમને આશા કે અપેક્ષા હોય;તે તમારે પોતે અને પહેલાં અપનાવવો પડે
· પ્રાર્થનામાં હૃદય વગરના શબ્દો હોય તેના કરતાં શબ્દો વગરનું હૃદય હોયએ વધારે સારું છે
· આપણને મીત્ર ગણતા હોય,તેમની સાથે મીત્રતા નીભાવવીએ તો સહેલું છે;પણ જે આપણને દુશ્મન ગણતા હોય તેમની સાથે મીત્ર જેવો વ્યવહાર કરવોએ સાચા ધર્મનું પાયાનું તત્વ છે.બીજો બધો માત્ર વ્યવહાર છે
· જો આપણે શાંતીનો પ્રસાર કરવા માંગતાં હોઈએ અથવા યુધ્ધની સામે ખરેખરું યુધ્ધ કરવા માંગતાં હોઈ એ તો આપણે બાળકોથી શરુઆત કરવી જોઈએ.
· ધર્મ વગરનું વીજ્ઞાન લંગડું છે; અને વિજ્ઞાન વગરનો ધર્મ આંધળો છે.
· દુનીયાના લોકોથી ત્રાસી જશો તો કેમ ચાલશે?એ તો બેવકુફોથી ભરેલી છે.આ દુનીયા તમારે ન જ જોવી હોય તો,એકાંતમાં વસો.અને હા !ઘરનો અરીસો પણ ફોડી નાંખજો!
· હે! ઈશ્વર,તેં આ સુંદર મજાની દુનીયાનું સર્જન કર્યું છે; એ ખરું.પણએને આજકાલ સેતાનો સંભાળે છે તેનું શું?
· એમ બને કે,તમારા મુશ્કેલીના વખતમાં જે લોકો તમને લાતો મારશે એમ તમે માનતા હો: તે જ તમને ઉભા થવામાં મદદ કરે
· શુરવીર એ હોય છે,જે અને જ્યારે કરવાનું હોય તે અને ત્યારે તે કરે છે ભલે તેનાં પરીણામો ગમે તે આવે
· તમે માનતા હો કે,તમે હવે એક ડગલું પણ આગળ જઈ શકો તેમ નથી; તો પણ….તમે ઘણે લાંબે સુધી ચાલતા રહી શકો તેમ હો છો.
· તમે જેને ચાહતા હો તેનાથી દુર થતી વખતે પ્રેમભર્યા શબ્દો બોલવા જોઈએકદાચઆ છેલ્લી વખતે જ તમે તેને મળતા હો.
· મીત્ર ગમે તેવો સારો હોય; તે કદીક તમને હાની પહોંચાડતો જ હોય છે; જેને માટેત મારે તેને માફ કરવો જોઈએ
· જન્મનું પ્રમાણપત્ર કહે છે કે,તમે જન્મ્યા હતા.મૃત્યુનું પ્રમાણપત્ર કહે છે કે,તમે મરણ પામ્યા હતા.તમારી તસ્વીર કહે છે કે,તમે જીવતા હતા
· ઘડીયાળની ટીકટીક એકધારી લાગવા માંડે ત્યારે સમજવું કે,તમારી પાસે સમય જ સમય છે!
· નક્કી જ સમય ઘાવ કરતો હશે.નહીંતર આપણે ઘડીયાળને કેમ પુછ્યા કરીએ છીએ કે, ‘કેટલા વાગ્યા?’
· ઘડીયાળને તમે દીવાલ પર ટાંગી શકો,કાંડા પર પહેરી શકો,ગજવામાંય ઘાલી શકો અને સમયને?
· લુહારના હથોડા જેવો છે– ક્રોધએક ઘા અને બે કટકા.સોનારના જેવો છે પ્રેમ થોડીક હુંફ કે માવજત અને આ લો! આકર્ષક આભુષણ તૈયાર.
· ‘ઘડીયાળ સમય દેખાડે છે.’ આ વાક્ય પછી ખરાંનું નીશાન મુકશો કે ખોટાનું?
· જેમ માતાના શરીરમાં રહેલું દૂધ પોતાના બાળકના કલ્યાણ માટે હોય છે તેમ મહાત્માઓના હૃદયમાં
· રહેલ શાશ્વત જ્ઞાન પણ સાચા સાધકોના કલ્યાણ માટે જ હોય છે.
· અવસરની પ્રતિક્ષામાં ન બેસોઆજનો અવસર જ સર્વોત્તમ છેતેનો યોગ્ય ઉ૫યોગ કરશો, તો મોટો અવસર ૫ણ આ૫ની સામે હાથ જોડીને ઉભો રહેશે.
· ભાવના જેટલી ઉંડી હશે તેટલો જ ઉત્સાહ વધશે અને પ્રયાસ ૫ણ તેટલો જ વધારે થઈ શકશે.
· આત્મવિશ્વાસ અને ભવિષ્ય પ્રત્યે અતૂટ આશા – આ બે સાધન એવાં છે, જેમના આધારે મનુષ્ય સંકટોનાં ૫ડકારોને ઉજ્જવળ ભવિષ્યમાં બદલી શકે છે.
· પૂર્ણતાની ખુશી પ્રાપ્ત કરી લેનારાઓનો ઉત્સાહ તેમને ચેનથી બેસવા દેતો નથી, તેઓ દરેકનો ભાર દઈને કહે છે. કે સત્ય અ૫નાવો અને ખુશીમાં મગ્ન રહો.
· એક અજાણ્યા ચહેરા પર નાનકડું સ્મીત પ્રગટાવી શકો,તો તે મોક્ષથી વધુ ઉમદા છે.
· ખોટી વસ્તુ કરવા માટે કોઈ સમય સાચો નથી હોતો. સાચી વસ્તુ કરવા માટે કોઈ સમય ખોટો નથી હોતો.
· આનંદ એ એવો પ્રકાશ છે કે,જે તમને વીશ્વાસ અને પ્રેમથી સભર કરી શકે છે.
· પ્રેમ કરવો અને પામવો , એ બેય તરફથી સુર્યનો તડકો મળતો હોય તેવો અનુભવ હોય છે.
· જીવનમાં મળતા નાના આનંદો માણી લો; કારણકે,એક દીવસ એવો આવશે કે, પાછા વળીને જોતાં જણાશે કે,તે પળો બહુ મુલ્યવાન હતી.
· જીવનના સૌથી સુંદર બદલામાંનો એક એ છે કે, પોતાની જાતને મદદ કર્યા વીના કોઈ વ્યક્તી બીજાને મદદ કરી શકતી નથી.
· લોકો તાણ અનુભવતા હોય છે; એનું કારણ બહુ કામ હોય છે એ નથી. મોટે ભાગે શરુ કરેલું કામ પુરું ન કરી શકવાના કારણે તે હોય છે.
· સફળ માણસો હમ્મેશ બીજાને મદદ કરવાની તકની રાહ જોતા હોય છે. નીષ્ફળ માણસો હમ્મેશ એમ વિચારતા હોય છે કે, ‘ આમાં મારા કેટલા ટકા! ‘
· પરીસ્થીતી કેવી છે ,તે અગત્યનું નથી.તમે તેને કેવી રીતે જુઓ છો તે અગત્યનું છે .અને તમે તેને કેવી રીતે જુઓ છો, તે કેવળ તમારા પોતાના ઉપર જ આધાર રાખે છે.
· તમારા જીવનમાં એવા માણસોનો સહવાસ કરો, જે તમારી બેટરીને ચાર્જ રાખે, એવાનો નહીં જે તેને ડીસ્ચાર્જ કરી નાંખે.
· તમારા જીવનની સૌથી ઉત્તમ અવસ્થા છે. તમારા કુટુમ્બીજનો તમને મીત્ર સમાન ગણે; અને તમારા મીત્રો તમને કુટુમ્બીજન.
· ચીલાચાલુ શીક્ષણ તમને રોજી કમાવી આપશે :જાતનું શીક્ષણ ખજાનો.
· રુદનથી પ્રેમની ખબર પડે છે. તમે જ્યારે કોઈના માટે રડો છો; ત્યારે તમે તેને કેટલા ચાહો છો તે ખબર પડે છે જ્યારે કોઈ તમારા માટે રડે છે ;ત્યારેઇ તમને કેટ્લા ચાહે છે તે ખબર પડે છે
· મર્યા ૫છી તો કૂતરાં ૫ણ સમાધિસ્થ થઈ જાય છે. સમજદારી એમાં છે કે મુશ્કેલીઓ વચ્ચે શાંત અને સંતુલિત રહેવામાં આવે જ્યારે એક વાછરડું ગળાનું દોરડું તોડી શકે છે. તો ૫છી તમે ભવબંધનોને કેમ કાપી ન શકો?
· કઈ કઈ વ્યક્તિઓએ દાન આપ્યું તે જોશો નહિ, ૫રંતુ એ પૂછો કે કયા પ્રયોજન માટે કોના હાથમાં આપ્યું.
· ઉધમ , સાહસ , ધીરજ બુદ્ધી,શક્તિ, અને પરાક્રમ આ છ ગુણ જેનામાં હોય છે તેને નસીબના દેવતા હંમેશાં સહાય કરે છે.
· જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે.
· જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.
· એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય.
· સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.
· એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં.
· દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
· વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે, વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
· મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે તે વચનને સફળ કરવું જેના હાથમાં છે. તેના પર જ ભરોસો રાખવો સારો છે.
· ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
· ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
· દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
· ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
· કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
· જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છેચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
· વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
· બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
· આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
· જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
· માણસ ચંદ્ર લગી પહોંચ્યો પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
· જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
· પ્રભુ છે અને સર્વત્ર છેઆ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
· જેમ જેમ લાભ થાય તેમ તેમ લોભ પણ વધે છે. જુઓ પહેલા કેવળ બે ગ્રામ સોનાની ઈચ્છા હતી, પણ પછી તે ઈચ્છા કરોડો મળતા પણ પૂરી થતી નથી. ભગવાન મહાવીર
· લોકો ધર્મ માટે ઝઘડે છે, લખે છે, કહે છે, ખર્ચ કરે છે અને સમય બગાડે છે, પરંતુ આશ્ચર્ય એ છે કે ધર્મના શિક્ષણને અનુરૂપ જીવન જીવતા નથી.
· પડોશી એ નથી, જેની દીવાલ તમારા ઘર સાથે જોડાયેલી છે, પરંતુ તે છે, જેની સાથે તમારા વિચાર મળે છે અને કદમ ઊઠે છે.
· હ્રદય મૂંગું હોઈ શકે છે, પરંતુ આકાશ બહેરું હોવાની કલ્પના કરી શકાય નહિ.
· એવું બની શકે કે કોઈને કોઈક કાર્ય કરવાથી ખુશી ન મળે, પરંતુ એટલું ચોક્કસ છે કે જેણે કર્તવ્યના માર્ગ ચાલતા રહેવાનો નિર્ણય કર્યો છે તેને જ ખુશી મળી છે.
· વિધાતાએ ચંદનનું વૃક્ષ ફૂલ અને ફળરહિત બનાવ્યું તેમ છતાં તે બીજાનો સંતાપ દૂર કરતું રહે છે.
· મા વિનાનુ ધર અને ધર વિનાની મા એ આજના આધુનીક સમાજનુ મોટુ કલંક છે
· યોગ્યતા વધારો અને પાત્રતા વિકસિત કરો, જેથી ઈચ્છિત વસ્તુઓ સરળતાથી મળી શકેસમુદ્ર પાસે નદીઓ બોલાવ્યા વિના જ પહોંચી જાય છે.
· મોટી મોટી વાતો કરશો નહિ અને બડાઈ હાંકશો નહિતમે શું છો તેનો પરિચય તમારાં કર્મો દ્વારા આપો.
· આ જીવન એક સંગ્રામ છે, એમાં યુદ્ધ જેવી તત્પરતા જેઓ રાખતા નથી તેઓ હારી જાય છે, પરંતુ જેઓ પ્રયત્ન અને પુરુષાર્થનું ગાંડીવ ઉઠાવીને યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે તેઓ જ અંતે જીતે છે.
· પોતાની સંપત્તિની યાદી તૈયાર કરશો નહિ કે તેનું અભિમાન કરશો નહિ પોતાને જ સંસારની સંપત્તિ સમજો કેમ કે અન્ય લોકોના સહકારથી જ તમારું વ્યક્તિત્વ બન્યું છે અને વૈભવ વધ્યો છે.
· કોઈ દેશની મહાનતા તેના વિસ્તાર પર નહિ, પરંતુ ત્યાંના રહેવાસીઓના ચરિત્ર પર આધારિત છે.
· પહેલા ઈમાનદાર અને પ્રમાણિક બનો પછી બની શકો તો કુશળ વિદ્ધાન અને સમૃદ્ધ પણ બનો.
· લોકો પ્રશંસા કરે છે કે નિંદા કરે છે . તેની ચિંતા છોડો માત્ર એક વાતનો વિચાર કરો કે ઈમાનદારીથી જવાબદારીઓ પૂરી કરવામાં આવી છે કે નહિ.
· જેવી રીતે ઉકળતા પાણીમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકતા નથી, તેવી રીતે ક્રોધી બનીને આપણે એ નથી સમજી શકતા કે આપણી ભલાઈ કઈ વાતમાં છે? ભગવાન બુદ્ધ
· ફૂલને ખીલવા દો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે.
· ચારિત્ર્યશીલ બનો, વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશેરામકૃષ્ણ પરમહંસ
· દુનિયાને ચલાવવાની અને સુધારવાની જવાબદારી આપણી નથી, પરંતુ આપણી સામે જે કર્તવ્યો છે તેમને પૂરાં કરવામાં સાચા મનથી લાગી જવું અને તેમને સુંદર રીતે પૂરાં કરી બતાવવાં તે ચોક્કસ આપણી જવાબદારી છે.
· જેનું હ્રદય સુંદર છે તે જ સુંદર છે, જેઓ આકૃતિમાં ખૂબ સુંદર છે, જેના શરીરનો રંગ અને ચહેરો ખૂબ આકર્ષક છે, પરંતુ જો તેના હ્રદયમાં દુર્ગુણો અને દોષો ભરેલા હોય તો તે મનુષ્ય વાસ્તવમાં ગંદો અને કુરૂપ છે. પોતાના કરતાં વધારે સુખી મનુષ્યોને જોઈને તેમના પ્રત્યે ઈર્ષા ન કરો, પરંતુ પોતાના કરતાં વધારે નીચા સ્તરની વ્યક્તિનાં ઉદાહરણો જોઈને તેમની સાથે પોતાની સરખામણી કરશો તો તમને પ્રસન્નતા થશે કે ઈશ્વરે તમને એ લોકો કરતાં કેટલી વધારે સુવિધાઓ આપી છે.
· એક કામના પૂરી થતા જ બીજી ઊભી થઇ બાણની જેમ ભોંકાય છે. ભોગેચ્છા ભોગ ભોગવવાથી કદી શાન્ત થતી નથી. પણ આગમાં ઘી નાખતાં ભડકો થાય તેમ વધે છે.
· ભોગની ઈચ્છા રાખનાર મોહવાળો કદી સુખી થતો નથી.
· જંગલોમાં ભયંકર તોફાન આવે ત્યારે જે એકલાં ઊભાં હોય તે વૃક્ષો ઊખડી જાય છે. પછી તે ભલે ગમે તેટલાં વિશાળ હોય આનાથી ઊલટું, ગીચ ઊગેલાં વૃક્ષો એકબીજાની નજીક હોવાથી તે દબાણને સહજ રીતે સહી લે છે. તોફાન એમનું કાંઈ બગાડી શક્તું નથી આ સહકાર અને મદદનો ચમત્કાર છે.
· તમારા સુખ માં તમારા દરેક મિત્રો ,સગા વ્હાલા પડછાયાની જેમ તમારી સાથે જ હશે, પરંતુ દુઃખ માં તમારે એકલાએજ સામનો કરવાનો છે. તે પરમ સત્ય નોધી રાખજો.
· જીવનમાં એટલી બધી ભૂલો ના થાય કે પેન્સિલ પહેલાં જ રબ્બર ઘસાઈ જાય
· ઘર પસંદ કરતાં પહેલાં સારો પડોશી પસંદ કરશો તો વધુ સુખી થશો.
· જે સંબંધો સાચવવા પડે તે કદી સાચા નથી હોતા અને જે સંબંધો સાચા હોય તેને કદી સાચવવા નથી પડતા.
· ઘોડા પાર સવારી કરતાં ન આવડે ત્યાં સુધી બળદ પર સવારી કરો.
· ભીનો, કાચો વાંસ આરામથી વાળી શકાય છે. પણ સૂકાઇ ગયા પછી તેને વાળી શકાતો નથી પણ તૂટી જાય છે. કાચી ઉંમરમાં મનને સંભાળીને સુધારી શકાય છે. ઘડપણમાં વાળવાથી તેને જડતા જકડી લે છે એટલે ન તો તેની આદતો બદલાય છે કે ન તો ઇચ્છાઓ સુધરે છે.
· સુંદર ચહેરો માત્ર આકર્ષક હોય છે, ૫રંતુ સુંદર ચરિત્રની પ્રામાણિકતા તો નિર્વિવાદ હોય છે.
· અભિમાનના આઠ પ્રકાર છે : સત્તાનું અભિમાન , સંપતિનું અભિમાન,બળનું અભિમાન , રૂપનું અભિમાન , કુળનું અભિમાન , વિદ્ધતાનું અભિમાન.પરંતુ ‘મને અભિમાન નથી’ એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાન બીજું એકેય નથીવિનોબા ભાવે
· ખુજલી ખણતી વખતે જરા મીઠી લાગે છે પણ પછીથી બળતરા થાય છે .તે જ રીતે ભોગ પહેલા સુખરૂપ ભાસે છે પાછળથી અત્યંત દુ:ખદાયક લાગે છે.
· અહિંસાનું ફરમાન છે કે બીજાઓને વધુમાં વધુ સગવડો કરી આપવા માટે પોતે વધુમાં વધુ અગવડ વેઠવી.એટલે સુધી કે જરૂર પડ્યે પોતાના જાનને પણ જોખમમાં મુકવો.
· હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.
· પહેલાં કદાપિ થયુંનથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી.
· ‘સત્ય’ અને ‘ઈશ્વર’ જો ભિન્ન હોય તો હું માત્ર ‘સત્ય’ને વળગી રહું.
· દરેક મનુષ્યમાં ખામી હોય છેજો કોઈ ખામી વિનાનો મિત્ર શોધવા જાય તો તે મિત્ર વિનાનો રહેઆપણે જેમ ખામીથી ભરેલા છીએ છતાં આપણી જાતને ચાહીએ છીએ તેમ આપણા મિત્રોને પણ પ્રેમ કરવો જોઈએ.
· અજાણ્યાને સમજાવવાનું સરળ છેજ્ઞાનવાનને સમજાવવું એના કરતાંય વધારે સરળ છે, ૫રંતુ જે ઘમંડમાં અકડાઈને ફરતો હોય છે, તેને કંઈ૫ણ સમજાવવું મુશ્કેલ છે.
· અંતરાત્મા એવો ન્યાયાધીશ છે, જે દુષ્કર્મોનો દંડ તો આપે જ છે, ૫રંતુ તે ન કરવાની ચેતવણી અગાઉથી ઘણી વખત આપી ચૂક્યો હોય છે.
· ભગવાને તમને જે આપ્યું છે તે ભેગું કરવા અને તેનો ઉ૫ભોગ કરવા માટે નહિ, ૫ણ તે એટલા માટે આપ્યું છે કે તમે તેને સત્પાત્રોને વહેંચી શકો અને અનેકગણું વધતું જોઈ શકો
· દેવતા નથી ભૂખ્યા કે તરસ્યાતેમને શૃંગાર કે ઉ૫હારની ૫ણ જરુર નથીમનુષ્યનાં શ્રેષ્ઠ સત્કર્મો જોઈને જ તેમને તૃપ્તિ થઈ જાય છે.
· માણસ જયારે પોતાને જ સર્વસ્વ માની બેસે છે, પોતાને માટે જ વિચારે છે તથા કરે છે ત્યારે તે કુકર્મો કરે છે અને આફતોની કાંટાળી વાડમાં કેદ થાય છે.
· પ્રશ્નો તો રહેવાના જસુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે.અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!
· થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે…અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે!!
· બે વાતો ભૂલી જવા જેવી છે – એક તે ઉ૫કારને, જે આપણા દ્વારા કોઈના માટે થઈ શકયો તથા બીજી તે બદી, જે બીજાએ આ૫તણી સાથે કરીબે વાતો યાદ રાખવા યોગ્ય છે– એક કર્તવ્ય અને બીજી મરણ.
· લોભી તેની યોગ્યતા અને મહેનત કરતાં વધારે ઈચ્છે છેઆથી તેને અનીતિ અ૫નાવવી ૫ડે છે અને કંજૂસાઈ કરવી ૫ડે છેઆ બંને આધાર એવા છે, જે કોઈને ૫ણ ડુબાડે છેઆ કારણથી જ લોભી કમાય છે ઓછુ અને ગુમાવે છે વધુ.
· આંધળો માણસ સા૫ની આશંકાથી ગળામાં ૫હેરાવવામાં આવેલ ફૂલનો માળાને ૫ણ ઉતારીને ફેંકી દે છેઅવિવેકી લોકો સાચી સલાહને ૫ણ નુકસાન થવાની શંકાથી ઉપેક્ષાપૂર્વક વણસાંભળી કરી નાખે છે.
· જીવનની પ્રશંસા તેની લંબાઈ જોઈને નહિ, ૫રંતુ શ્રેષ્ઠતા જોઈને કરવામાં આવે છેધુમાડો ઓકતા અગ્નિ જેવું લાબું જીવન જીવવા કરતાં થોડા વખતનું પ્રખર પ્રજવલિત જીવન વધારે સારું.
· નાનામાં નાની પ્રગતિની તથા દરેક સફળતાની પ્રશંસા કરવામાં આવેહૃદયથી ખુશી પ્રકટ કરો અને મન મૂકીને પ્રશંસા કરો.
· એક સાધકે પોતાનું જીવન આદર્શ બનાવ્યું૫વિત્રતા અને પ્રખરતા વધવાથી તે નરનારાયણની જેમ ઓળખાવા લાગ્યોતેની આકૃતિ નરની હતી, ૫રતુ અંતરમાં રહેલી પ્રકૃતિ નારાયણ જેવી હતી, કોઈ ૫ણ વ્યક્તિ નરનારાયણ બની શકે છે.
· આકાશમાં દિવસે ૫ણ તારા હોય છે, ૫રંતુ સૂર્યની પ્રખરતાના કારણે જોઈ શકાતા નથી૫રમાત્માનાં દર્શન અને સાંનિઘ્ય કોઈ ૫ણ સમયે મેળવી શકાય છે, ૫રંતુ માયાની મૂઢતા તેને પ્રત્યક્ષ થવા દેતી નથી.
· ભગવાનનું ઘર મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્રારાની ઊંચી ઈમારતો નથી, ૫રંતુ એ નરનારીઓનાં હૃદય છે, જેમનામાં દયા, પ્રેમ, કરુણા તથા લોકકલ્યાણની તડ૫ છે.
· ૫ડી ગયેલાને ઊભા કરવા, ૫છાતોને આગળ વધારવા, ૫થભ્રષ્ટને માર્ગ બતાવવો અને જેઓ અશાંત છે તેમને શાંતિ આ૫વી તે જ વાસ્તવમાં સાચી સેવા છે.
· સંગ્રહ માટે લલચાશો નહિ, વિભૂતિઓને એક હાથમાંથી બીજા હાથમાં જવા દો૫રિગ્રહનો ભાર જેટલો વધતો જાય છે, તેટલો જ મનુષ્ય વિચારવા અને કરવામાં અસમર્થ થતો જાય છે.
· કોને પ્રિય લાગ્યું અને કોને અપ્રિય લાગ્યું ? કોને નુકશાન થયું અને કોને ફાયદો થયો તે જોશો નહિ માત્ર આદર્શને અ૫નાવનાર જ પોતાનું વાસ્તવિક હિત સાધી શકે છે.
· કામ અધૂરું મુકશો નહિ અથવા તો તે હાથમાં લેશો નહિજો હાથમાં લીધું તો તેને પૂરું કરોથોડું કરો ૫ણ એકાગ્રતાથી કરોજે ઘણું ભેગું કરી લે છે અને ૫છી તેને સંભાળી શકતો નથી તે ૫સ્તાય છે અને હાંસીને પાત્ર બને છે.
· પા૫ ૫હેલાં આકર્ષક લાગે છે, ૫છી આસાન બની જાય છે. તે ૫છી આનંદનો આભાસ કરાવે છે તથા અનિવાર્ય જણાય છેક્રમશઃ તે હઠીલું અને નફ્ફટ બની જાય છેઅંતે સર્વનાશ કરીને જ છોડે છે.
· જે રીતે સૂકા વાંસ ૫રસ્પર ઘસાવાથી બળીને ભસ્મ થઈ જાય છે તેવી જ રીતે અહંકારી લોકો આ૫સમાં અથડાય છે અને કલહના અગ્નિમાં બળી મરે છે.
· સારો વિચાર કરવો અને સારી યોજના બનાવવી તે બુદ્ધિયુકત છે, ૫રંતુ જેઓ મહાન કાર્ય કરવા લાગી જાય છે અને તે પૂરું કરીને જ જંપે છે તેઓ ભાગ્યશાળી છે.
· જાતિ જન્મથી નહિ, કર્મથી બને છેજે બ્રહ્મ૫રાયણ છે તે બ્રાહ્મણ છે, જે અનીતિ વિરુઘ્ધ લડે છે તે ક્ષત્રિય છે, જે લેવડદેવડની વ્યવસ્થા કરે છે તે વૈશ્ય અને જે શ્રમ કરે છે તે શુદ્ર છેએમનામાં કોઈ ઊંચ કે નીચ નથી.
· જે વીતી ગયું તેને ભૂલી જાઓતે પાછું આવી શકતું નથીભવિષ્ય વિશે વિચારો અને તેને પ્રાપ્ત કરવા માટે આજથી જ કામે લાગી જાઓ.
· જે પોતાની યોગ્યતા, ૫રિસ્થિતિ અને મહત્વાકાંક્ષાઓ વચ્ચે સંતુલન બનાવી રાખે છે તે સુખી રહે છે અને સફળ થાય છે, ૫રંતુ તેને અનુરૂ૫ જો યોગ્યતા વધારવામાં નહીં આવે તો તેને નિરાશા સિવાય બીજું કશું મળતું નથી.
· સફળતાની ૫હેલી શરત એ છે કે પૂરી તન્મયતા, ધીરજ તથા સાહસપૂર્વક કાર્યમાં લાગી જવામાં આવેબીજી શરત છે – તે કાર્યને અનુરૂ૫ પોતાની યોગ્યતા, સાધન તથા સામગ્રી માટે સુયોગ્ય વ્યક્તિઓનો સહકાર વધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવામાં આવે.
· ટોળાની પાછળ ભાગશો નહિએનો હાથ ૫કડો, જે પોતાની નાવમાં બેસાડીને પાર ઉતારી શકેજેમણે વર્ચસ્વ મેળવ્યું છે, તેઓ જ તમને અપાવી શકે છે.
· આ દુનિયામાં કામની વાતો ઓછી છે, તે સમજી શકો અને અ૫નાવી શકો તો ઉ૫દેશ સંભળાવતા રહેવામાં સમય ગુમાવવો નહિ ૫ડે.
· મૂર્ખ અને આળસું લોકો તો તારલાઓની જેમ આમતેમ ૫ડ્યા રહે છેસં૫ત્તિ અને વિ૫ત્તિના લાભ તથા નુકસાનના પ્રસંગો તો ચંદ્ર જેવી મોટી વ્યક્તિ ૫ર જ આવે છે.
· આજનું કામ કાલ ૫ર છોડશો નહિ, નહિતર તે સતત આગળ જ ધકેલાતું રહેશે અને ટાળેલાં કામોનો ભાર હળવો કરવાનો દિવસ કયારેય આવશે નહિં.
· આંખો મીંચીને દૂધ પીતી બિલાડી સમજે છે કે તેને ઘરની કોઈ વ્યક્તિ જોઈ રહી નથી, તે જ રીતે છુપાઈને પા૫ કરનાર વિચારે છે કે તેનાં કુકર્મો ૫ર હંમેશા ૫ડદો ૫ડ્યો જ રહેશે.
· ઈશ્વર કેવો છે અને કયાં છે ? એ ઝંઝટમાં ભલે ન ૫ડો, ૫રંતુ એ જુઓ કે તમને શા માટે બનાવવામાં આવ્યા અને કેવી રીતે જીવવાનું કહેવામાં આવ્યું છે.
· માનવજીવન આપીને ઈશ્વરે પોતાનું ચરિત્ર આપી દીધું હવે તમારો વારો છે કે તેની દુનિયામાં તમે શાંતિનાં બીજ વાવો અને તેના ૫ર બદલામાં ઉ૫કાર કરો.
· ધન જયાં સુધી ધાતુ અને કાગળના રૂ૫માં છે ત્યાં સુધી તે કચરા સિવાય બીજું કશું જ નથી, ૫રંતુ જયારે તે યોજનાઓ અને ભાવનાઓ સાથે જોડાય છે ત્યારે તે બધાની શક્તિ બને છે.
· એટલા કઠોર બનશો નહિ કે કરુણા જ ગુમાવી બેસો અને એટલા સરળ ૫ણ ન બનો કે ધુતારાઓનો ભોગ બનવું ૫ડે.
· સફળતા પ્રાપ્ત કરવા માટેની પૂરતી સામગ્રી દરેક વ્યક્તિમાં કુદરતે મૂકી જ હોય છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની અનઆવડત ને લીધે જ વ્યક્તિઓ ને સફળતા મળતી નથી.
· ખોટી દિશા માં ચાલી ને ક્યારેય સાચા કે યોગ્ય મુકામ ઉપર પહોંચી શકાતું નથી.
· બંધ બારણું ખોલવા માટે મોટાભાગના માણસો મથ્યા કરે છે ,પરંતુ એ લોકો જો આસપાસ નજર કરે તો બીજું કોઈક બારણું કે દરવાજો ખુલ્લો જ હોય છે.
· કોઈપણ કામ શરુ કરો ત્યારે તે કામ માં તમે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરશો જ એવું મનમાં રટણ કર્યા કરો તમે જરૂર થી સફળ થશો.
· સફળતા પ્રાપ્ત કરવા માટે તમારી જાતને સફળતાની આશા સતત આપતા રેહવાની જ છે.
· તમારી નિષ્ફળતાને તમારી જાત સાથે જોડી ના દેશો પરંતુ તેમાંથી કંઇક શીખવાનો પ્રયત્ન કરી વધુ પ્રયત્નો થી સફળ થવા મેહનત કરવી જોઈએ.
· સફળતા મેળવવા માટે સાહસની વૃતિ હોવી જરૂરી છે. સાહસ વિનાનું જીવન એં નિષ્ફળ જીવન છે.
· દરેક વ્યક્તિ નિ પાસે બે કીમતી વસ્તુઓ હોય છે સમય ને આરોગ્ય તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેને જ સફળતા મળે છે.
· કયું કામ પેહલા કરવું ,કયું પછી ,કયા પ્રકારના કામને કેટલી અગત્યતા આપવી એ જાણનાર ને જ જીવનમાં સફળતા જલ્દીથી પ્રાપ્ત થાય છે.
· આપીને જે આનંદ અનુભવે છે તે સ્નેહ, લઈને જે રાજી રહે છે તેનું નામ સ્વાર્થ.
· પગની મર્યાદાને રસ્તાની મર્યાદા માની લેવાની ભૂલ જો કરવા જેવી નથી,
આંખની મર્યાદાને આકાશની મર્યાદા માની લેવાની ભૂલ જો કરવા જેવી નથી તો
બુધ્ધિની મર્યાદાને સત્યની મર્યાદા માની લેવાની ભૂલ પણ કરવા જેવી નથી.
· સાચું કહેવામાં જેટલી હિંમત જોઇએ, તેના કરતાં સાચું સ્વીકારવામાં વધુ હિંમત જોઇએ.
· કોઇનો સ્નેહ કયારેય ઓછો હોતો નથી, પરંતુ આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
· જીવનની કોઇએ મને ટુંકી વ્યાખ્યા પુછી કે જીવન શું છે વળી ? મેં કહ્યું બસ બધાનેખુશ રાખીને જે પોતેજીવી જાય એ જીવન.
જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એતમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે.
· ન બોલાયેલા શબ્દના તમે માલિક છો અને બોલાયેલા શબ્દ ના ગુલામ
હસ્તી ને ગુમાવ્યા વિના હસ્તી નહી જડે , બંધન મા બંધાયા વિના મુક્તી નહી જડે ,આંખો મીચી ગયા પછી ભલા જ્યોતિ નહી જડે ,અને ઉંડાણે ઉતર્યા વિના ભલા મોતી નહી જડે ,
ક્યારેક આ જીદગી હસાવી જાય છે, ક્યારેક આ જીદગી રડાવી જાય છે. ના પુર્ણવીરામ સુઃખો મા ના પુર્ણવીરામ દુઃખો મા, જ્યા જુઓ ત્યા આ જીદગી અલ્પવીરામ મુકી જાય છે.
· સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજી દેસાઈ
· મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર
· જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી. –ડબલ્યુ એમ. ઈવાર્ટસ
· બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
· –ચાણક્ય
· પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.–વેન્ડેલ ફિલિપ્સ
· હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.–સ્વામી વિવેકાનંદ
· બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.–ડેલ કાર્નેગી
· સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો. –ખલીલ જિબ્રાન
· કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.–જે. કૃષ્ણમૂર્તિ
· જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી
· આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.–ચાણક્ય
· જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?–બબાભાઈ પટેલ
· પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.–રવીન્દ્રનાથ ટાગોર
· જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.–ગુરુ નાનક
· માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.–ઉમાશંકર જોશી
· સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.–હરીન્દ્ર દવે
· જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.–ડૉંગરે મહારાજ
· ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.–થોમસ પેઈન
· ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?–રવીન્દ્રનાથ ટાગોર
· હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.–આલબર્ટ આઈન્સ્ટાઈન
· જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.–શ્રીમદ્ રાજચંદ્ર
· આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.–લાઈટૉન
· દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.–ફાધર વાલેસ
· આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.–સંત તુલસીદાસ
· બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.–વિનોબાજી
· વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.–શ્રી મોટા
· જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?–શેખ સાદી
· મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?–ગોનેજ
· આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.–સ્વેટ માર્ડન
· જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.–ધૂમકેતુ
· કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.–ગોલ્ડ સ્મિથ
· ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.–પ્રેમચંદ
· દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.–રવીન્દ્રનાથ
· ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.–રહીમ
· ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.–ગાંધીજી
· જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.–કાંતિલાલ કાલાણી
· મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.–મધર ટેરેસા
· માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.–ફાધર વાલેસ
· મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.–રવીન્દ્રનાથ ટાગોર
· તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
· જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.–એડવિંગ ફોલિપ
· કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.–મોરારજી દેસાઈ
· હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.–ચાલટેન હેસ્ટન
· માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.–ડૉ. રાઘાકૃષ્ણન
· વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.–વિલિયમ જેમ્સ
· દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.–લોકમાન્ય ટિળક
· દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.–ધૂમકેતુ
· આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.–જોન ફ્લેયર
· જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.–શંકરાચાર્ય
· જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.–શ્રીમદ્ રાજચંદ્ર
· ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ?–કવિ કાલિદાસ
· જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી.–આરિફશા
· એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં.–શરત્ચંદ્ર
· સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.–કવિ કલાપી
· એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય.–લોવેલ
· સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી.–ચાણક્ય
· આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે.–અર્લ વિલ્સન
· જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.–ખલિલ જિબ્રાન
· જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે.–લૂઈ જિન્સબર્ગ
· આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો.–જનરલ એબ્રગોન
· ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ.–સરદાર પટેલ
· જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે.–જેરેમી ટેસર
· મનની બદલાયેલી પ્રવૃત્તિ માનવીનાં ચારિત્ર્ય, ટેવ અને જીવનને બદલી નાખે છે.– જેમ્સ એલન
· તમે તમારી જાતને મહાન માનતા હો તો તેનુ પ્રદશન કરવાની ભૂલ ન કરત
· સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે. —જવાહરલાલ નહેરુ
· પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે.
· ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે….સ્વામી પ્રણવાનંદજી
· શબ્દકોષમાં ‘મા’નો શબ્દાર્થ મળશે પરંતુ ‘મા’નો ખરો તો ભાવાર્થ હૃદયકોષમાં જ મળશે
· કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો
· આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.—ચાણક્ય
· પ્રકૃતિ ઇશ્વરનું સ્વરૂપ છે, કલા મનુષ્યનું સ્વરૂપ છે
· પસ્તાવો. હ્રદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે
· કલા પ્રકૃતિથી અનંત તરફ લઈ જતી સીડી છે
· સેંકડો હાથેથી ભેગું કરો, અને હજારો હાથેથી વહેંચી દો.
· મહત્વના બનવું તે સારું છે પણ સારા બનવું તે વધુ મહત્વનું છે.
· પોતાની જાતને ઓળખતા શીખવું એ સૌથી કઠિન અને અન્યના કામમાં ભૂલ શોધવી એ સૌથી સરળ કાર્ય છે
· અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા
· માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે ગીતા 6 , 56
· જે પોતાની જાતને સુખી નથી માનતો તે ક્યારે સુખી નથી થતો.
· સફળતાનો કોઈ શોર્ટકટ નથી. બીજાની નકલ કરીને તમે તમારી જાતને ક્યારેય મહાન બનાવી શકો નહીં
· જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન
· કોઈ પણ અતિથિનો સત્કાર કરવામાં કદી નાનું મન રાખવુ નહીં એટલે તો ‘અતિથિ દેવો ભવ’ કહેવાય છે
· નિશ્ચય જ સાચીમાં સાચી અને સારામાં સારી ચતુરાઈ છે.
· તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી. – જ્યોતિન્દ્ર દવે
· સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.—ગાંધીજી
· શિક્ષણનો હેતુ વિદ્યાર્થીના મગજમાં માહિતીનું ભૂસું ભરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના મનને રૂઢિઓ,માન્યતાઓ, પૂર્વગ્રહો, અભિપ્રાયો વગેરેથી પૂર્ણપણે મુક્ત કરી એને સ્વતંત્રપણે વિચાર કરતો કરવાનો છે.—જે.કૃષ્ણમૂ
· કપરા સંજોગમાંજે હિંમત રાખીને ચાલે છે એને વહેલી કે મોડી સફળતા મળીને જ રહે છે. સમયની સાથે સંજોગ બદલાતા રહે છે.
· અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી
· તમે તમારા કાર્યમાં ઓતપ્રોત થઈને આગળ વધો એમાં જ તમારું ગૌરવ છે
· તમે જે ધારો છો તે કરી શકો છો,તમારામાં સુષુપ્ત શક્તિનો ભંડાર પડેલો છે
· સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી.
· આ જગતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેનો એક પણ શત્રુ કે મિત્ર ન હોય. ચિનુ મોદી.
· સફળતાનો માર્ગ જોખમ ભર્યો છે. તેની સામે લડનાર પુરૂષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે.
· ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
· ગરબો એ વિશ્વકર્તા વિશ્વેશ્વરનાં વિશ્વેશ્વરી સ્વરૂપનું માતારૂપે સ્તવન પૂજનઅર્ચન છે.
· અહિંસા સત્યની શોધનો આધાર છે. – ગાંધીજી
· ગીત આનંદમય અને અનિર્વચનીય છે ! ડૉ. યશવંત ત્રિવેદી
· માનવસંસ્કૃતિના વિકાસના કેંદ્રમાં જો બાળક છે તો તેમના પ્રયેનો પ્રેમ અને તજ્જ્ન્ય બાલસાહિત્ય છે. — શ્રદ્ધા ત્રિવેદી
· સાચો અને સંપૂર્ણ ધર્મ એક જ છે પરંતુ મનુષ્યમ માટે અનેક બને છે. —– ગાંધીજી
· સંયમ અને પરિશ્રમ માનવીનાં બે વૈદ છે. – રૂસો
· નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે.— મોરારી બાપુ
· કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે. – દત્તકૃષ્ણાનંદ
· કોઈપણ વ્યક્તિ અયોગ્ય હોતી નથી ફક્ત તેને પારખવાની દૃષ્ટિ હોવી જરૂરી છે.
· પસ્તાવો હૃદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે.
· જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ – ‘અશક્યતા અને કંટાળો’ – જીવન જીવતાં આવડે તો કશું અશક્ય નથી, કોઈપણ કામ આનંદથી કરશો તો ક્યાંય કંટાળો નથી.
· જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી
· ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે. –સ્વામી રામતીર્થ
· માણસને અસ્વસ્થ કોણ કરે છે ? બહારની પરિસ્થિતિ ? ક્દાચ ખરેખર તો એના માટે કારણભૂત હોય છે : એના પૂર્વગ્રહો, એની માન્યતાઓ, અપેક્ષાઓ, આગ્રહો, તોફાની વૃત્તિઓ તથા એનો દંભ અને એવું એકાકીપણું. – કાંતિલાલ કાલાણી
· પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે. – ગાંધીજી
· પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા રહેવું જોઈએ. જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે. – રવીન્દ્રનાથ ટાગોર
· પ્રાર્થના જીવનનું એક જબરદસ્ત બળ છે. વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ એક મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે. – કુન્દનિકા કાપડિયા
· કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે, માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ. – વિનોબા ભાવે
· સજ્જ્નોનું લેવાનું પણ આપવા માટે જ હોય છે. જેમકે વાદળોનું, એ ધરતીની નદીઓથી પાણી લે છે અને પછી એને જ પાછું આપી દે છે. – કાલિદાસ
· જીવ એ શિવ છે નો અર્થ એ કે જીવિત વ્યક્તિ જ ઈશ્વર છે. જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે દુ:ખમાં, પીડામાં, ક્ષતિઓમાં, અતિરેકોમાં અને માનવસ્વભાવનાં ભયંકર રૂપોમાં પણ ઈશ્વરના દર્શન કરી તેની સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ. –સ્વામી વિવેકાનંદ
· માણસને જીવનનો અનુભવ શીખવનાર વિપત્તિ સિવાય કોઈ વિદ્યાલય આજ સુધી નથી ઉઘડ્યું. જેણે આ વિદ્યાલયની પદવી મેળવી તેના હાથમાં નિશ્ચિત્તપણે જીવનની લગામ સોંપી શકાય. – અજ્ઞાત
· બરફનો ભૂતકાળ પાણી હોય છે અને બરફનું ભવિષ્ય પણ પાણી જ હોય છે. – અનિલ જોશી
· કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ કર્યું નથી. – થોમસ હકસલી
· અસત્યના શરીર પર જ્યારે દંભના વસ્ત્રો ચડે છે ત્યારે એ અસત્યને ઓળખવામાં ભલભલા મહારથીઓ પણ થાપ ખાઈ જાય છે. –રત્નસુંદરવિજયજી
· ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખાપ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે. – જયશંકર પ્રસાદ
· સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે. – સ્વામી શિવાનંદ
· મોટા માણસ ભૂલ ન કરે એવું માનવુંએ મૂર્ખાઈ છે ને નાના માણસમાં અક્ક્લ નથી હોતી, એમ માનવું એ પણ મૂર્ખાઈ છે. –રણછોડદાસજી મહારાજ
· જેનામાં રમૂજવૃત્તિ નથી એણે હંમેશાં બીજાની દયા પર જ જીવવું પડે છે. –વિલિયમ રોસ્ટર
· બીજા શું કરે છે તે સામું ન જોવું. પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે. –સરદાર પટેલ
· આપણું કર્તવ્ય છે કે આનંદિત રહેવું. જો આપણે પ્રસન્ન રહીશું તો અજ્ઞાતરૂપે પણ સંસારની સારી રીતે ભલાઈ કરી શકીશું. –સ્ટિવેન્સન
· જીવનમાં સુખ અને લોહીનાં સગપણ કરતાં વેદનાનું સગપણ વધુ ટકે છે. – ખલિલ જિબ્રાન
· કોઈ કામને કરતાં પહેલાં એની બાબતમાં વધુ પડતું વિચારતા રહેવાના કારણે એ કામ બગડી જાય છે. – ઈવા યંગ
· અધૂરું કામ અને હારેલો દુશ્મન, આ બન્ને બુઝાયા વગરની આગની ચિનગારીઓ જેવાં છે. મોકો મળતાં જ એ આગળ વધશે અને એ બેદરકાર માણસને દબાવી દેશે. – તિરૂવલ્લુવર
· ઈશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું એમાં જ તમારું ગૌરવ છે. –પેરીકિલસ
· જો આપણે પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે. – સ્વેટ માર્ડન
· અહિંસા એટલે કાર્યોની અહિંસા, જીવદયા એટલે હૃદયની અહિંસા અને એકાંત એટલે વિચારોની અહિંસા તથા અપરિગ્રહ એ વ્યવહારની અહિંસા. – મહાવીર સ્વામી
· સફળતા કદી કાયમી હોતી નથી, તે જ રીતે નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી. – કોલિન્સ
· મનનો સ્વભાવ ચંચળ છે. જ્યારે કોઈ અઘટિત ઘટના બને છે ત્યારે મન ભય અને પ્રસન્નતાની વચ્ચે ડામાડોળ બનીને ફરતું રહે છે. – સ્વામી રામતીર્થ
· વિજ્ઞાનની શોધ વડે માણસ પક્ષીની માફક આભમાં ઊડી શકે છે, માછલીની જેમ ઊંડા પાણીમાં જઈ શકે છે, પણ માનવી તરીકે પૃથ્વી પર કેમ જીવવું એ જ તેને આવડતું નથી. – બર્ટ્રાન્ડ રસેલ
· માનવી જેવા વિચારોનું સેવન કરતો હોય છે તેવા વિચારોનાં આંદોલનો, મોજાં સ્વાભાવિક રીતે જ એની આજુબાજુના વાતાવરણમાં પ્રસરતાં હોય છે. – શ્રી મોટા
· જો સફળતા મેળવવાની કોઈ પણ ચાવી હોય તો તે બીજા માણસનું દષ્ટિબિંદુ જાણી લઈને તેના અને તમારા દષ્ટિબિંદુથી આખી પરિસ્થિતિનો વિચાર કરવાની યોગ્યતા છે. – હેનરી ફોર્ડ
· મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બળ મને આપજો. – રવિન્દ્રનાથ ટાગોર
· વૃક્ષો ફળો આવવાથી નીચા નમે છે. નવું જળ ભરાવાથી વાદળ ભારથી ઝૂકી જાય છે. સમૃદ્ધિ વધવાથી સત્પુરુષો વિનમ્ર બને છે. પરોપકારી પુરુષોનો આ સ્વભાવ હોય છે. – શ્રી ભર્તૃહરિ
· કોની ઈચ્છાથી આ મન ભાગમભાગ કરે છે ? કોની નિયુક્તિથી આ પ્રાણ ચાલે છે ? કોની પ્રેરણાથી આ વાણી બોલાય છે ? અને કોની ઈચ્છાથી આંખ અને કાન કાર્ય કરે છે ? – કેનોપનિષદ
· એક નાનકડી કીડી પાસે જાવ દિવસભરની તેની મહેનત જુઓ. તેની મહેનતમાંથી કાંઈક શીખો અને આળસને ખંખેરી નાંખો. –કોલિયર
· આવતીકાલના ભવિષ્ય વિશે પોતે જ્ઞાત છીએ તેવું કદી ન માનવું, કારણકે મહાજ્ઞાની પંડિતને પણ ખબર નથી કે કાલે શું બનવાનું છે. – બાઈબલ
· એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે અસફળતા પોતાના આંચલમાં સફળતાનાં ફૂલ લઈને જ આવે છે. – અજ્ઞાત
· જેને પોતાના ગૌરવનું ભાન છે તે કોઈ ચીજ મફત મેળવવાને બદલે પોતાની મહેનતથી મેળવવાની ખેવના રાખે છે. – સ્વામી રામતીર્થ
· સારા માણસની મૈત્રી ઉત્તમ ગ્રંથની સુંદરતા જેવી છે. જેમ તેનો ઊંડો અભ્યાસ કરીએ, તેમ તેમાંથી વધુ ને વધુ આનંદ આપે છે. – કોન્ફ્યુશિયસ
· કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યાં હો પરંતુ મનમાં કમજોરી આવવા ન દો. જ્યાં રહો ત્યાં મસ્ત રહો. – બ્રહ્માનંદ સરસ્વતી
· જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો. તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે. – ગાંધીજી
· તમારા મોંમા શું જાય છે તે મહત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે તે મહત્વનું છે. – જે. કૃષ્ણમૂર્તિ
· જીવન ઉપર તને પ્રેમ છે ? એમ હોય તો સમય ગુમાવતો નહિ, કારણકે જીવન સમયનું જ બનેલું છે. – ફ્રેન્કલિન
· પરમ સત્યનું અસ્તિત્વ હૃદયમાં છે. જે વિચાર હૃદયથી રહિત છે તેને જાણવા માટે હૃદયમાં જ તદ્રુપ થઈ જવું જોઈએ. – રમણ મહર્ષિ
· ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ. – વર્ડઝવર્થ
· પથ્થર ભલે છેલ્લા ઘા થી તૂટે છે, પણ એની પહેલા ના ઘા તો નકામા નથી જ જતા. – વિનોબા ભાવે
· જગતના દરેક જીવને ખુશી વહાલી છે. જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો. –ગૌતમ બુદ્ધ
· ભારતની દરેક ચીજ મને આકર્ષિત કરે છે. ભારતમાં એ બધું જ છે જે માનવીને પોતાની ઉચ્ચતમ આકાંક્ષાઓની પ્રાપ્તિ માટે અપેક્ષિત હોય. – મહાત્મા ગાંધી
· ‘લખવું’ એ શબ્દો હાથવગા હોવાને કારણે સૌથી સહેલી વાત છે. ‘સર્જન’ કરવું એ સૌથી અઘરું કામ છે. લખાણ અને સર્જન વચ્ચેનો ભેદ સમજવાની સજ્જતા આવી જાય તેને માટે ભવિષ્યનો માર્ગ ઠીક ઠીક સરળ થઈ જાય છે. – રમેશ પારેખ
· તમે છીછરા પાણીથી કામ ચલાવી શકો એમ હો તો તમારે મજબૂત નાવ બાંધવાની જરૂર નથી. – ક્રિસ્ટોફર ફ્રાય
· જે પરિશ્રમમાંથી આપણને આનંદ થાય છે, એ આપણા વ્યાધિ માટે રામબાણ દવા છે. – શેક્સપિયર
· એક વાત જે હું દિવસની જેમ સાફ જોઉં છું, કે દુ:ખનું કારણ અજ્ઞાન છે. બીજું કશું નથી. – સ્વામી વિવેકાનંદ
· સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે. – પં. રામકિકર ઉપાધ્યાય
· ઈનામ કે ધનદોલત તમને સામે ચાલી મળી આવશે પણ જ્ઞાન તો મહેનતથી મેળવવું પડશે. – યંગ
· નમ્રતા એ સહુથી શ્રેષ્ઠ ગુણ છે. નમ્રતા બધું જ કરી શકે. એની અસર તાત્કાલિક બીજાઓ પર પડે છે. – રોબર્ટ કટલર
· ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો, આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી. –સૉક્રેટિસ
· પરસ્પરનો સહયોગ અને શાંતિથી જ સમાજનું નિર્માણ થઈ શકે. – ડૉ. રાધાકૃષ્ણન
· તર્કનું સત્ય નહિ પણ આત્માના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે. – અરવિંદ ઘોષ
· પ્રેમ જો તમારા સમગ્ર અસ્તિત્વનો પાયો બની જાય તો પછી કોઈ દુ:ખ તમને હેરાન નહિ કરી શકે. – જે. કૃષ્ણમૂર્તિ
· ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે. – કવિ કાલિદાસ
· જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે. –જલારામબાપા
· કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ એમને કહેવાનું નથી તે નહિ, પરંતુ ઘણું કહેવાનું હોય છે તે છે. – બેકન.
· જીવનમાં ઘણી વખત એવો સમય પણ આવે છે. જયારે માણસે બદલાવાની જરૂર હોય છે પણ તે શક્ય પણ નથી બનતું પણ ઘણા સુવિચાર, શબ્દો જો અમલ માં મુકીએ તો તે જરૂર મદદ કરે છે.
· એક વાક્ય ક્યારેક તમારું જીવન બદલી શકે છે. મહાન લોકો તેમના શબ્દોથી જ મહાન બન્યા હોય છે.
· જો તમે જીવનની સ્પર્ધામાં થોડા પાછળ રહી જવા માટે બીજા કોઇને કારણભુત ગણ્યા સિવાય પ્રયત્નો ચાલુ રાખશો તો તમારી સફળતા માટે ઉજળી શક્યતાઓ રહેલી છે.
· ઈતીહાસ બતાવે છે કે,યશસ્વી સફળતા પ્રાપ્ત કરનાર લગભગ પ્રત્યેક વ્યક્તિઓ સફળતા મેળવતા પહેલાં ઘોર નિસ્ફળતાથી બે ડગલા જ દુર રહી હતી.
· ભગવાને બનાવેલા જીવોના પ્રત્યે દયા રાખનારો ,પોતાના પ્રત્યે દયાળુ છે. - મોહમ્મદ સાહેબ
· જેહના ભાગ્યમાં જે સમે, જે લખ્યુ ,તેહને તે સમે તે જ પહોચે.- નરસિંહ મહેતા
· બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે - ટીપુ સુલતાન
· કામને મજુરી ન બનાવો કામને પ્રાથના બનાવો.- સ્વામી સુખબોધાનંદ
· અગાઉ બધુ જ કેહવાયુ ગયું હોયુ છે છતાય તે તરફ કોઈએ લક્ષ્ય આપ્યું નહિ હોવાથી જ આપને ફરી ફરી ને તે કહેવું પડે છે.
· પહેલા તો આપણે શું મેળવવું છે , આપણું ધ્યેય શું છે, તે શોધી કાઢવું જોયએ અને પછી ત્યાં જલ્દી કઈ રીતે પહોચી શકાય એ માટે નો રસ્તો શોધી કાઢવો જોઈએ. ક્યાં જવું છે એ નક્કી કર્યા વગર તો ઘાણી નો બળદ જ ચાલે છે.
· માનસને સહેલાયથી મળેલી પહેલી સફળતા ઘણીવાર તેની છેલ્લી સફળતા બની જાય છે.
· સફળતા સેન્ટીમીટર ના માપથી મળે છે કિલોમીટર ના માપ થી નહિ.
· જીવનમાં એક પણ વિચાર નકામો જતો નથી ,માટે હમેશાં સારા જ વિચારો કરવા જોઇએ
· જેઓ તમારી માત્ર પ્રશંસા જ કરતાં હોય તેમને તમારા હિતેચ્છુ ના સમજતા પણ જે તમારી ભૂલોની ટીકા કર્યા કરતાં હોય તેજ ખરા હિતેચ્છુ છે.
· ભૂતકાળ ની ભૂલો ને વળગી ના રેહવું ,ભવિષ્યમાં ભૂલો નહિ કરોતો ભૂતકાળની ભૂલો માફ થઇ જશે.
· જયારે માણસ નવું કંઇક શીખી સકતો નથી ત્યારે માણસ તરીકેની તેની પ્રગતિ અટકી જાય છે.
· જેઓ ઓછામાં ઓછા કામો જીવનમાં મુલતવી રાખે છે તે જીવનમાં વધુમાં વધુ સફળતા પ્રાપ્ત કરે છે.
· ટેન્સન એજ માં ટેન્સન કઈ દિશામાં આપવું જોઈએ તે જે જાણી લે તેને જ સફળતા મળે.
· મોતી જો પામવા હોય તો દરીયામાં ડૂબકી જ મારવાની હોય, પછી તરવાનું નહી.
· સ્વાર્થ હોય ત્યારે માણસો પોતાનું સ્વમાન નેવે મૂકી દે છે.
· જિંદગીપણ એ ગમે ત્યારે પૂરું થઇ જનારું ભ્રામક સપનું માત્ર છે , એનું ભાન આપણને કયારે થશે ?
· મૌન પારસમણી છે ,જેને એનો સ્પર્શ થાય છે તે ખરેખર સુવર્ણ બની જાય છે.
· સફળતા પ્રાપ્ત કરવા માટેની પૂરતી સામગ્રી દરેક વ્યક્તિમાં કુદરતે મૂકી જ હોય છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની અનઆવડત ને લીધે જ વ્યક્તિઓ ને સફળતા મળતી નથી.
· ખોટી દિશા માં ચાલી ને ક્યારેય સાચા કે યોગ્ય મુકામ ઉપર પહોંચી શકાતું નથી.
· બંધ બારણું ખોલવા માટે મોટાભાગના માણસો મથ્યા કરે છે ,પરંતુ એ લોકો જો આસપાસ નજર કરે તો બીજું કોઈક બારણું કે દરવાજો ખુલ્લો જ હોય છે.
· કોઈપણ કામ શરુ કરો ત્યારે તે કામ માં તમે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરશો જ એવું મનમાં રટણ કર્યા કરો તમે જરૂર થી સફળ થશો.
· સફળતા પ્રાપ્ત કરવા માટે તમારી જાતને સફળતાની આશા સતત આપતા રેહવાની જ છે.
· તમારી નિષ્ફળતાને તમારી જાત સાથે જોડી ના દેશો પરંતુ તેમાંથી કંઇક શીખવાનો પ્રયત્ન કરી વધુ પ્રયત્નો થી સફળ થવા મેહનત કરવી જોઈએ.
· સફળતા મેળવવા માટે સાહસની વૃતિ હોવી જરૂરી છે.
· સાહસ વિનાનું જીવન એં નિષ્ફળ જીવન છે.
· દરેક વ્યક્તિ નિ પાસે બે કીમતી વસ્તુઓ હોય છે સમય ને આરોગ્ય તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેને જ સફળતા મળે છે.
· કયું કામ પેહલા કરવું ,કયું પછી ,કયા પ્રકારના કામને કેટલી અગત્યતા આપવી એ જાણનાર ને જ જીવનમાં સફળતા જલ્દીથી પ્રાપ્ત થાય છે.
· ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો.
· જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે.
· માન હો કે અપમાન,માને સમાન તે મહાન
· જીવનનો ઊડે તે પહેલા સાચો કરી લેજો.
· ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું,મન મોટાં હોય તો ભેગું રહેવાય છે.
· માબાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા પછી એમના ફોટાને ધૂપ કરે એ સંતાનો કેવા કપૂત કહેવાય !
· તમે સુખ શોધો છો સંપતિમાં અને સામગ્રીમાં,જ્યારે હકીકતમાં સુખ છે સમાધિમાં અને સદ્ગુણોમાં.
· જે ભૂલ કરતા જ નથી એ છે - સર્વજ્ઞ
· જે ભૂલનું પુનરાવર્તન કરતા નથી એ છે - સુજ્ઞ
· જે ભૂલનો બચાવ કરતા નથી એ છે - પ્રજ્ઞ
· જે ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર જ કરતા નથી એ છે - અજ્ઞ
· વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…
· માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.
· જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!
· જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
· પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!
· દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
· મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે ,અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે જીંદગીના ગીતમા ક્યાં ટકવું અને ક્યાં અટકવું એ આવડી જાય તો જીંદગી માં ક્યાય દુખ રહેતું નથી
· તમને ન ગમતા માણસો સાથે પણ સૌજન્યથી વર્તો. શી ખબર એની સાથે જ કામ કરવાના દિવસો આવી જાય?
· કોઇકની પાસેથી કંઇક લઇ લેવામાં જે સુખ છે એ ક્ષણીક હોય છે, પરંતુ દાન આપવાની જે સુખ મળે છે તે જીવનભર જળવાઇ રહે છે
· કોઇ તમને ક્રેડિટ આપે કે ન આપે પંરતુ ક્યારેય પણ પોતાનું શ્રેષ્ઠ કામ કરવાનું બંધ કરવું ન જોઇએ
· કોઇ ઘટના કરતા એ ઘટનાના લીધે આવનારા પરિણામની કલ્પના વધારે ભયંકર હોય છે, માટે ખોટી કલ્પના કરવી નહીં
· એવા લોકોની સલાહ લઇને તમારા જીવન અંગે કોઇ અગત્યનો નિર્ણય ન લો કે જેઓએ પોતાની જિંદગીમાં કોઇ પરિણામ હાંસલ ન કર્યું હોય.
· એક સફળ વ્યક્તિ બનવાનો પ્રયાસ ન કરો પરંતુ એક મૂલ્યવાન પુરુષ બનાવો પ્રયત્ન કરો
· એક વાત હંમેશા યાદ રાખો કે ખુશીએ જીવનરૂપી યાત્રાનો રસ્તો છે કોઇ સ્થાન નથી
· એક વખત તમારી પાસે જે નથી તેની ચિંતા છોડશો તો તમારી પાસે જે છે તેનો આનંદ ઉઠાવી શકશો
· આંખો આવેલા આસુંઓ દૂર કરતાં પહેલાં આંખોને ભીની કરનારાઓને જીવનમાંથી દૂર કરી લેવા જોઇએ
· જે કામ મહોબતથી થાય છે તે વેરઝેર થતું નથી. સંપીને રહેશોતો સુખી થશો.
· જે કામ મહોબતથી થાય છે તે વેરઝેર થતું નથી. સંપીને રહેશોતો સુખી થશો.
· બહુ બોલવાથી લાભ નહી પણ હાની થાય છે.
· દુ:ખ વિના સુખ નથી. સમજીને દુ:ખ વેઠવું એ સારામાં સારો રસ્તો છે.
· આપણે એવી રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે વધુ નહીં તો આપણને અવલ મંઝીલ પર પહોંચાડનાર પણ આપણી ચિતા પર બે આંસુ સારે.
· રાત્રે ઉંઘમાં આવે તે નહીં પણ સુવા ન દે તે સ્વપ્ન કહેવાય.!!!
· જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે
· જુઠનાં અસંખ્ય રૂપ હોય છે, જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે
· શત્રુ અને રોગની ઉપેક્ષા ન કરો. કોઈ પણ શત્રુ નાનો હોતો નથી.
· સુંદરતા તેને જોનારની આંખોમાં ઝબકે છે તેના કરતાં પણ વધુ એની ઝંખના કરનાઓના અંતરમાં ઝળહળે છે.
· ‘હું’ અને ‘મારું’ કરવા કરતાં ‘આપણે’ અને ‘આપણું’ કરવાથી જીવન વધારે સુખમય લાગે છે.
· ચારિત્ર્ય કોઈપણ માણસનું 'ચારિત્ર્ય' એટલે તેની વૃત્તિઓનો સમૂહ, તેના માનસિક વલણોનો સરવાળો. સુખ અને દુ:ખ બંને એના આત્મા પાસેથી પસાર થાય ત્યારે તેના પર વિવિધ ચિત્રોની છાયા મૂકતાં જાય છે, અને આ સર્વ સંમિશ્રિત અસરોનું પરિણામ એ જ 'ચારિત્ર્ય' સ્વામી વિવેકાનંદ
· બુદ્ધિની શુદ્ધિ: ભાવીનું અનિષ્ટ રોકવું હોય તો એક જ ઉપાય છે : સત્કર્મ. આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણાથી પ્રાણીમાત્રને જરાય હાનિ, કષ્ટ કે પીડા ન પહોંચે, કોઈનું જરા પણ અહિત ન થાય. આપણું બૂરું કરનાર પ્રત્યે જરા પણ બૂરાઈ કરવાનો વિચાર સુદ્ધાં ન આવે ત્યારે સમજવું કે બુદ્ધિમાં શુદ્ધિ આવી છે.
· યોગ્ય આચરણથી 'યોગી' બનાય ! ભૂલોની પરંપરાથી 'ભોગી' બનાય ! સંયમના શિરચ્છેદથી 'રોગી' બનાય !
· જીવન સંગ્રામમાં વિજય મળવો જ જોઈએ એવું કંઈ નથી. પરાજય જીરવવાનું ખમીર કેળવાય એય પૂરતું છે. વિજયને વર્યા કે પરાજયને પામ્યા એનું મહત્વ નથી. મહત્વ તો એ છે કે કાર્યમાં તમે કેટલો પ્રાણ પૂર્યો.
· શરીર નશ્વર છે અને જગત પરિવર્તનશીલ છે. આ આપણે સૌ જાણીએ છીએ. પછી, આવેલા પ્રદાર્થનો હર્ષ અને ગયેલા પ્રદાર્થનો શોક કરવો અનુચિત છે. સ્વર્ગસ્થનો શોક શું ? જે મનુષ્ય જેટલા પણ સંસ્કાર લઈને આવે છે તે ઋણાનુબંધ પૂરો થતાં જ અચાનક નિમિત્ત બનાવી ચાલ્યા જાય છે. એમાં વિચાર શું ? સ્વર્ગસ્થનો વિચાર વ્યર્થ છે.
· માનવજાતિ આંધળા પ્રાણીઓનાં કોઈ ટોળા પેઠે પોતે શું કરે છે, શા માટે કરે છે તે સમજ્યા કે જાણ્યા સિવાય ચારે બાજુ દોડાદોડ કરી રહી છે અને ફકત પરસ્પર અથડાઈ અને ટીચાઈ જ રહી છે. અને લોકો આ ક્રિયાને 'કર્મ' કહે છે, 'જીવન' કહે છે. એ ખાલી ચળવળ જ છે, અને નથી કર્મ કે નથી સાચું જીવન.
· સમજણ વગરની સ્માર્ટનેસ કોમ્પ્રેસર વગરના એરકન્ડિશનર જેવી કે પછી રીફિલ વગરની રૂપાળી બોલપેન જેવી છે.
· લક્ષ્મી તો ઝરણાની માફક અહીં વહી આવે ત્યારે જ શોભે.
એ જ્યારે ઘોડાપૂરની માફક પ્રવેશે ત્યારે લાંબે ગાળે ઘરને ઉજ્જડ કરે છે અને માત્ર મકાન રહી જાય છે.
· સંવાદિતા ઘરની શોભા છે; સમજણ ઘરની સલામતી છે; હેત ઘરનો ઓચ્છવ છે; બાળકો ઘરનો સ્વાદ છે; પરિતોષ ઘરની સુવિધા છે અને ગ્રહિણી તો સાક્ષાત્ ઘર જ છે.
· વર્ગમાં જઈને મનગમતો વિષય ભણાવવાનો પણ એક નશો હોય છે.
આવો નશો ન ચડતો હોય એવા માણસે શિક્ષક થવાનું ટાળવું જોઈએ.
· બાલીશ(childish) હોવાનો સંબંધ અપરિપક્વ નાદાનિયત સાથે હોય છે
જ્યારે બાળસહજ(childlike) હોવાનો સંબંધ પરિપક્વ માસૂમિયત સાથે હોય છે.
· જે ધર્માંધ છે તે બીજું બધું હોઈ શકે, ખુદાનો બંદો તો ન જ હોઈ શકે.
· જીવનમાં એકાદ વ્યક્તિ દૂર રહ્યારહ્યા આપણી સ્વસ્થતાને સળી કરતી રહે છે.
આપણા જીવનમાં એકાદ ઈર્ષ્યાવિશેષ કે દ્વેષવિશેષ ગમે તે રીતે ગોઠવાઈ જાય છે.
કર્ણને માટે અર્જુન ઈર્ષ્યાવિશેષ ગણાય. શિશુપાલ માટે કૃષ્ણ દ્વેષવિશેષ હતા.
· ઊંઘની ગોળી શોધાઈ પછી અનિદ્રા વધી છે અને એસ્પિરીન શોધાઈ પછી માથાનો દુખાવો વધ્યો છે.
· પુસ્તકના સહવાસથી જ જો પંડિત થવાતું હોત તો ઊધઈને પંડિત કહેવી પડે.
· મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી
મારુ જીવન એજ મારો સંદેશ છે.
બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.
બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
તમે ન બોલો તમારા કામને બોલવા દો.
જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
દરેક બાળક એક કલાકાર છે.
વિચાર કરતાં જ્ઞાન સારુ.
બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,
વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,
જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
આજની મહેનત આવતી કાલનું પરીણામ.
દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
જીવન સંઘર્ષનું બીજું નામ છે.
જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.
જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ
નથી.
વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.
સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
એક આંગણું આપો, આખું આભ નહિ માગું.
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.
પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
આજના વિચારો આવતી કાલે બોલો.
તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.
સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.
સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
બાળકો પ્રભુના પયગંબરો છે.
બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.
જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.
બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ.
એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
આજની મહેનત આવતી કાલનું પરીણામ.
દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.
નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
સફળતા મેળવવા ચિંતા નહી, ચિંતન કરો.
આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.
દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.
જીવન સંઘર્ષનું બીજું નામ છે.
જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.
જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય
જનથી.
વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.
જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.
બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.
વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
ઈર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
જેને હારવાનો ડર છે, તેની હાર નિશ્ચિત છે.
લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.
· સબંધો સારા હોય છે ત્યારે આપણે સબંધો ની મીઠાસ માણીએ છીએ ,સબંધો તૂટે છે ત્યારે આપણે તેની કડવાસ પચાવી સકતા નથી.
· મેં સુક્ર્ગુજાર હું ઉન લોગો કા જિન્હોને મેરે બુરે વક્ત મેં મેરા સાથ છોડ દિયા ,ક્યોકી ઉન્હેં પતા થા કી મેં અકેલા હી મુસીબતો સે નિપટ સકતા હું
· જીવન માં વિશ્વાસ એવા વ્યક્તિ પર જ મુકજો ....કે ...એ મુક્યા પછી તમારો સ્વાસ અધર ના રહે ....
· એક વૈજ્ઞાનીકે લગ્ન શું છે એ જાણવા લગ્ન કર્યા લગ્ન કર્યા પછી તે આજ સુધી નથી જાણી સક્યો કે વિજ્ઞાન શું છે
· જે લોકો ને તમારા માં વિશ્વાસ નથી તેને મનાવવા માટે ક્યારેય તમારા સમય અને શક્તિ ને બગાડ શો નહિ તેના બદલે તેનો ઉપયોગ તમારા સ્વ-વિકાસ માટે કરજો કારણ કે તમારા માં વિશ્વાસ નથી તે તેમની સમસ્યા છે નહિ કે તમારી
· જો લોકો તમને નીચે પસડવાની કોસિસ કરે તો તમે એ વાત નું ગર્વ જરૂર લેજો કે તમે એ બધા ની ઉપર છો
· સંજોગો સામે લડતા શીખો ,આસું પી ને હસતા શીખો ,દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી નહિ ,દુનિયા તો એક દરિયો છે દરિયા માં તરતા શીખો
· હસતા ચહેરા નો અર્થ એવો નથી કે તેની પાસે દુખ નથી ,અએનો અર્થ એવો થાય સે કે તે માણસ દુઃખને જીતી ને હકી કાઢવાનું જાણે છે
· સપના એ નથી હોતા કે જે સુઈ ગયા પછી આવે ,સપના તો એ હોય છે કે જે સુવા ના દે
· ખાલી ખીસા તમને જિંદગી માં હજારો વાત શીખવે છે ,જયારે ભરેલા ખીસા જિંદગી બગાડવા ના હજારો રસ્તા બતાવે છે
· તકલીફો માં પણ તમારા લક્ષ્ય ને વળગી રહો ,અને વિપત્તિ ઓં ને અવસર માં બદલો.
· જીવન માં ક્યારે પણ બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાશ ના થશો ,કેમ કે મકાન ચણવા કરતા મહેલ બનાવવા માં હમેશા વાર લાગે છે।
· ખરાબ સમય એ ખરી ના પોપડા જેવો છે ,જેનો સ્વાદ નથી લેવો છતાય લેવો પડે છે।
· બે અક્ષર નું હોય છે લક અઢી અક્ષર નું હોય છે ભાગ્ય ત્રણ અક્ષર નું હોય છે નસીબ સાડા ત્રણ અક્ષર ની હોય છે કિસ્મત પણ આ ચાર અક્ષર ની મહેનત થી બધું જ નાનું છે।
· જીવન માં તમારે ખુશ રેવું હોય તો "ખુશી"ને જીવન નું લક્ષ્ય બનાવો ના કોઈ માણસ કે વસ્તુ ને।
· મિત્રો કિસ્મત ને બદલવા ના પ્રયત્ન ના કરો કારણ કે કિસ્મત એ ભગવાન ની આપેલી બક્ષીસ છે કાઈ તમારા બાપા ના ડોક્યુમેન્ટ થી લીધેલ સીમકાર્ડ નથી કે તમે ગમે ત્યારે એરટેલ માં થી વોડા ફોન કરી શકો।
· જિંદગી માં સારા લોકો ની તલાશ કારસો નહિ ,તમે પોતે જ સારા થઈ જાવ ,તમને મળીને કદાચ કોઈ ની તલાશ પૂરી થઇ જાય।
· સમય પણ શીખવે છે ને શિક્ષક પણ શીખવે છે ,બંને માં ફર્ક ફક્ત એજ છે કે શિક્ષક શીખવાડી ને પરીક્ષા લે છે અને સમય પરીક્ષા લઈ ને શીખવાડે છે।
· જિંદગી એવી ના જીવો કે લોકો "ફરિયાદ" કરે જિંદગી એવી જીવો કે લોકો "ફરી "યાદ "કરે તેના માટે બસ એટલું કરો ,કે "ગમેતેવું "ના બોલો "ગમે "તેવું" બોલો।
· માનવી જયારે મુશ્કેલી માં મુકાય ત્યારે તેના પર કોઈ "વિશ્વાસ "કરતુ નથી ,પરંતુ માનવી મુશ્કેલી માં ત્યારે જ મુકાય છે જયારે તે પોતાના કરતા પણ વધારે "વિશ્વાસ" બીજા પર મુકે છે।
· કોઈ તમારા પર આંધળો વિશ્વાસ રાખે ત્યારે સાબિત ના કરતા કે તે ખરેખર અંધ છે।
· પોતાની જાત પર વિશ્વાસ રાખો અને એક દિવસ એવો આવશે જયારે લોકો જોડે તમારા પર વિશ્વાસ કાર્ય સિવાય બીજો કોઈ રસ્તો નહિ હોય।
· જીવન સંગ્રામ ના દરેક ક્ષેત્રો માં "રામાયણ" અને"મહાભારત" છે જો તમને "રામ "અને "કૃષ્ણ " બનતા આવડી જાય તો વિજય તમારો જ છે।
· તમે જીવન માં શું કમાણા છો તેની ઉપર ક્યારેય અભિમાન ના કારસો કારણ કે "સત્રંજ " બાજી પૂરી થઈ ગયા પછી રાજા અને સૈનિકો ને એકજ ડાબા માં રાખવા માં આવે છે।
· સમય કોઈ ની રાહ જોતો નથી હમેશા આપણે જ સમય ની રાહ જોવી પડે છે।
· જિંદગી જાણે કેટલા વણાંક આપે છે દરેક વણાંક પર નવા સવાલ આપે છે શોધતા રહીએ આપને જવાબ જિંદગી ભર જવાબ મળે તો જિંદગી સવાલ બદલી નાખે છે।
· જીવન શું છે ? ઊંઘો તો સમાધિ અને જાગો તો ઉપાધી।
· આ દુનિયા માં વસેલા લોકો ની અલગ કહાની છે ,જો કોઈ નો વિશ્વાસ તોડો તો "એ રડે " છે અને વિશ્વાસ રાખો તો "એ રડાવે " છે બળ જબરી થી :હત્યા : થઈ સકે છે :હેત : નહિ।
· તાકાત ની જરૂર ત્યારે જ પડે છે જયારે કઈક ખોટું કરવાનું હોય નકર દુનિયા માં બધું મેળવવા માટે પ્રેમ જ પુરતો છે।
· લોકો ડુબે છે તો દરિયા ને દોષ દે છે ,મંજિલ ના મળે તો કિસ્મત ને દોષ દે છે ,પોતે તો જોઈ ને ચાલી નથી સકતા જયારે લાગે છે ઠોકર તો પથર ને દોષ દે છે।
· જિંદગી તો પોતાના દમ ઉપર જીવાય છે ,બીજા ના ખભા ઉપર તો નનામિઓ નીકળે છે।
· જીવન માં જો સફળ થવું હોય તો છેલ્લા સ્વાસ સુધી લડી લેવું।
· મૂરખા માણસો ના વખાણ સાંભળવા કરતા બુધીસાળી વ્યક્તિ ની ખીજ સાંભળવી સારી
· મુર્ખ માણસ ને ઓળખવાની {6}નિશાની {1}કારણ વિના ગુસો કરે {2}કારણ વિના બોલ બોલ કરે {3}પ્રગતી વિના પરિવર્તન કરે {4}કારણ વિના પૂછ પૂછ કરે {5}અજાણી વ્યક્તિ માં વિશ્વાસ મુકે {6}પુછ્યા વિના સલાહ આપે।
· જરૂરિયાત પ્રમાણે જિંદગી જીવો ઈચ્છાઓ પ્રમાણે નહિ કારણ કે જરૂરિયાત તો ફકીર ની પણ પૂરી થાય છે અને ઈચ્છાઓ બહ્દ્શા ની પણ અધુરી રહી જાય છે
· જે લોકો તમને જરૂરિયાત પડે ત્યારે જ યાદ કરતા હોય તો ઉદાસ ના થતા ,પરંતુ ગર્વ મહેસુશ કરજો મીણબતી ની જેમ તમે પણ યાદ આવો છો કે જયારે ઘોર અંધારું હોય છે।
· જવાબ શોધવો હોય તો પહેલા સવાલ ને બરાબર સમજી લેવો જરૂરી છે।
· પરિવર્તન થી ગભરાસો તો ક્યારેય પ્રગતિ કરે સક્સો નહિ।
· જે વસ્તુ તમે બદલી ના શકો તે ને સ્વીકારી લેજો ,અને જે વસ્તુ તમે સ્વીકારી ના શકો તેને બદલી દો।
· સંગીત સાંભળી ને જ્ઞાનનથી મળતું ,મંદિર જઈને ભગવાન નથી મળતા ,પથ્થર તો એટલા માટે પૂજે છે લોકો કારણ કે વિસ્વાસ ને લાયક માણશ નથી મળતા
· એમણે ધકો દીધો અમને ડૂબાડવા માટે ,પરિણામ એ આયુ કે અમે તરવૈયા બની ગયા
· પાણી પણ ડૂબાડતા પહેલા બે વાર બચવાની તક આપે છે ,કોઈ ને ખુલાશો કરવા માટે એકાદ તક તો આપો
· સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ સકે છે જયારે તમને તમારી જાત પર સૌથી વધરે વિશ્વાસ હોય।
· જીવન નો ફ્યુઝ ઉડે તે પહેલા તેનો સાચો યુઝ કરો।
· ભુલા પડવાનો એક જ ફાયદો છે,કેટલાય નવા રસ્તાઓનો પરિચય થાય છે,અજાણ્યા લોકોનો સંગ થાય છે ને,જાણીતાની પરખ થાય છે........
· આવતી તકલીફો ભારે વરસાદ સમ હોય છે. વરસાદ ઘટાડવાનું માંગવાને બદલે સારી છત્રી મેળવવાની પ્રાર્થના કરો
· જ્યારે ભરતી આવેછે ત્યારે માછલી કીડીઓને ખાય છે અને ઓટ આવે ત્યારે કીડીઓ માછલી ને જમે છે. સમય જ બળવાન હોય છે થોડી ધીરજ ધરો..પ્રભુ સૌને સરખી જ તક આપે છે.
· યોગ્ય માણસ ને શોધવાનું નામ જિંદગી નથી પરંતુ યોગ્ય સબંધ જિંદગીમાં વિકસાવવો જરૂરી છે. શરુઆતથી આપ્ણે કેવો જાળવ્યો સબંધ તેના કરતા અંત સુધી કેવો જાળવ્યો તે સબંધ તે અગત્યનું છે.
· કેટલાક લોકોને તમારા રસ્તે પથ્થરો ફેંકવામાં જ રસ હોય છેી તમારા પર છે કે તમે દિવાલો બાંધો છો કે પુલ કારણ કે તમારી જિંદગીનાં સર્જક ( આર્કીટેક) તમે જ છો.
· કેટલાક લોકોને તમારા રસ્તે પથ્થરો ફેંકવામાં જ રસ હોય છેી તમારા પર છે કે તમે દિવાલો બાંધો છો કે પુલ કારણ કે તમારી જિંદગીનાં સર્જક ( આર્કીટેક) તમે જ છો.
· સારા પત્તા હાથમાં પકડી રાખવા કરતા તે ક્યારે ઉતરવા અને ક્યારે પકડી રાખવાની સ મજથી જ સફળ થવાય છે
· જ્યારે જિંદગીમાં બધુજ હારી જઇએ ત્યારે પ્રભુ સસ્મિત કહે છે આતો સહેજ વણાંક છે અંત નથી. થોડીક ધીરજ ધર વિશ્વાસ રાખ તારી સફળ જિંદગી તારી રાહ જુએ છે.
· ઉદાસી જ્યારે ઘેરી વળી હોય ત્યારે દર્પણમાં ચહેરો જોતા કહો “ હું હજી રૂપાળો છું” અને તેથી ઉદાસી જતી રહેશે. પણ આની ટેવ ના પડશો..કારણ ખબર છે ને? જુઠા લોકો નર્કમાં જાય છે
· માણસ અને પ્રભુ વચ્ચે એક તફાવત છે.. પ્રભુ પિતા આપ્યા જ કરે અને પાછુ લેવાનું ભુલી જાય જ્યારે માણસ લીધાજ કરે અને પાછુ આપવાનું ભુલી જાય
· બે જ પ્રકારનાં માણસો આ દુનિયામાં સુખી હોય છે ગાંડા અને બાળક. બેહદ ગાંડપણ કરીને જે ઇચ્છો તે પામો અને બાળક બનીને જે પામ્યા તેને માણો