જય શ્રી કૃષ્ણ🙏🏻
આજ થી શ્રીમદ ભગવદ ગીતા નો શુભારંભ કરું છું
........શ્રીમદભાગવત ની જેમ જ સહુ ને રસપાન કરાવવાનો વિચાર છે.......આશા છે સહુ લાભ
લેશો..........
🌿🌳🌿🌳🌳🌳🌳🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદ ગીતા-૧-
''શ્રીમદ ભગવદ્ ગીતા''ની ખાસ ખાસ
વિશિષ્ટતાઓ
જય શ્રીકૃષ્ણ.
''શ્રીમદ્ ભગવદ્ ગીતા'' - આપણા આ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ધર્મગ્રંથ (પુસ્તક) છે જેની છેલ્લાં ૫૧૧૬ વર્ષથી
જન્મજયંતી ભારતભરમાં શ્રદ્ધાપૂર્વક
ઉજવવામાં આવે છે. ભાગ્યે જ કોઈ ભારતીય હશે કે જેણે શ્રીમદ્
ભગવદ્ ગીતાનું નામ ન સાંભળ્યું હોય!! ગીતા જ્ઞાાન એ ગાગરમાં સાગર છે. જ્ઞાનનો આખેઆખો
રસપ્રચુર મધપૂડો છે. માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાાન ઉપયોગી
ન બનતું હોય!! ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે.
એમાંની ખાસ ખાસ કેટલીક વિશિષ્ટ વાતો આજે રજૂ કરવાનો ઉપક્રમ છે. આવો આ ખાસિયતો જાણીએ
(1) ''શ્રીમદ્ ભગવદ્ ગીતા'' - એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત.
(2) મહાભારતના
કુલ ૧૮ (અઢાર) પર્વ છે. જેમાં છઠ્ઠો પર્વ ભીષ્મપર્વ છે. ભીષ્મપર્વના અધ્યાય નંબર ૨૫
થી ૪૨ના કુલ ૮ અધ્યાય એટલે જ ગીતા.
(3) સૌપ્રથમ શ્રી વિષ્ણુ ભગવાન થયા. તેમની નાભિમાંથી
બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માના માનસ પુત્ર શ્રી વશિષ્ઠ ઋષિ થયા, તેમના શક્તિ,
શક્તિના પારાશર, પારાશર અને મત્સ્યગંધાના મિલનથી થયા વેદવ્યાસ - જેમનું સાચું નામ શ્રીકૃષ્ણ
બાદરાયણ (દ્વૈપાયન) વ્યાસ - જે ૧૮મા છેલ્લા વેદવ્યાસ હતા તેમણે ગીતાને છંદબદ્ધ શ્લોકોમાં
રૃપાંતર કરી ગીતા લખી. વેદવ્યાસને વંદન.
(4) ગીતા માત્ર
૪ (ચાર) વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન. સંજય ધૃતરાષ્ટ્રના
સારથિ હતા જે વિદ્વાન ગવલ્ગણ નામના સારથિના પુત્ર હતા. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ હતા.
સંજયને વેદવ્યાસે દિવ્યદૃષ્ટિ આપી હતી તો વિરાટરૃપનાં દર્શન કરવા શ્રીકૃષ્ણ અર્જુનને
દિવ્યદૃષ્ટિ આપે છે. બન્ને બાજુ સારથિ - બન્ને બાજુ દિવ્યદૃષ્ટિ. કેવો યોગાનુયોગ.
(5) ગીતામાં
કુલ ૭૦૦ (સાતસો) શ્લોક છે જે પૈકી ૫૭૫ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, ૮૫ શ્લોક અર્જુન બોલ્યા છે,
૩૯ શ્લોક : સંજય અને માત્ર ૧ (એક) શ્લોક
ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.
(6) ગીતાના ૧૮ અધ્યાય છે, ૭૦૦ શ્લોકો છે, ૯૪૧૧ શબ્દો છે, ૨૪૪૪૭ અક્ષરો છે. શ્રીકૃષ્ણ ઉવાચ - ૨૮
વખત, અર્જુન ઉવાચ - ૨૧ વખત, ધૃતરાષ્ટ્ર
ઉવાચ ૦૧ એમ કુલ મળી - ૫૯ વખત ઉવાચ આવે છે. સંજય ઉવાચ - ૯ વખત આવે છે.
(7) ઈ.સ. પૂર્વે ૩૧૦૨ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે ગીતા અર્જુનને
કહી તે યુદ્ધ કરવા, યુદ્ધના
મેદાનમાં કહી અને એ ઉપદેશ જ હિન્દુ ધર્મનો મહાન ધર્મગ્રંથ
બની ગયો એ બાબત સમગ્ર વિશ્વના બધા ધર્મગ્રંથોમાં માત્ર
અને માત્ર એક જ કિસ્સો છે.
(8) આખી ભગવદ્
ગીતામાં ''હિંદુ'' શબ્દ એક પણ વખત આવતો નથી - તે હિંદુ ધર્મનો ધર્મગ્રંથ હોવા છતાં પણ. એ જ સાબિત
કરે છે કે ગીતા વૈશ્વિક ધર્મગ્રંથ છે.
(9) શ્રીમદ્
ભગવદ્ ગીતા - એ એવો એક ધર્મગ્રંથ છે જેનો અનુવાદ ભાષાંતર વિશ્વની તમામે તમામ ભાષાઓમાં
થયું છે.
(10) શ્રી હેમચંદ્ર નરસિંહ લિખિત શ્રી ગીતાતત્ત્વ દર્શનમાં
ગીતાના કુલ ૨૩૩ પ્રકાર છે, જેમાં
શ્રીમદ્ ભગવદ્ ગીતા મુખ્ય છે. અનુગીતા, અવધૂત ગીતા,
અષ્ટાવક્ર ગીતા, પાંડવગીતા, સપ્તશ્લોકી ગીતા જેવા ૨૩૩ ગીતા પ્રકાર છે.
(11) ભક્તિના
કુલ ૯ (નવ) પ્રકાર છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન,
અર્ચન, વંદન, દાસ્ય,
સખ્ય અને આત્મનિવેદન. આ નવેનવ પ્રકારની ભક્તિનું વર્ણન, વ્યાખ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે.
(12) ગીતાના દરેક અધ્યાયના અંતે અધ્યાય પૂરા થયાની નોંધ
માટે જે પંક્તિ આવે છે તેને પુષ્પિકા કહે છે જે મુજબ ગીતા બ્રહ્મવિદ્યા છે, યોગનું શાસ્ત્ર છે, આવી અઢાર પુષ્પિકાના કુલ શબ્દો ૨૩૪ છે
અને તેના કુલ અક્ષરો ૮૯૦ છે.
(13) શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રદ્ધાનો, ભક્તિનો, ધર્મનો
અને સત્યનો એવો આધારસ્તંભ છે કે
આપણા દેશની તમામ અદાલતોમાં પણ તેના ઉપર હાથ મૂકી સોગંદ
લે પછી સત્ય જ બહાર આવશે તેટલી અધિકૃતિ મળેલી છે, આવું વિશ્વમાં બીજે ક્યાંય નથી!!
(14) ગીતા યોગશાસ્ત્રવિદ્યા છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાયના
૧૮ યોગ તો છે જ જે તેના શીર્ષકમાં આવે છે જેમકે ભક્તિયોગ, કર્મયોગ સાંખ્ય યોગ. આ ઉપરાંત અભ્યાસયોગ,
ધ્યાનયોગ બ્રહ્મયોગ જેવા કુલ ૩૦ (ત્રીસ) યોગો ગીતામાં છે.
(15) ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકનો પહેલો શબ્દ
ધર્મક્ષેત્ર છે, જ્યારે
છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ 'મમ' છે. અર્થાત્ મારું ધર્મક્ષેત્ર કયું? તો ૧ થી ૭૦૦ શ્લોક
વચ્ચે જે આવે છે. વેદવ્યાસનો શબ્દસુમેળ કેવો અદ્ભુત છે!!
(16) સમગ્ર ગીતાનો સાર શું છે? ગીતા શબ્દને ઉલટાવીને વાંચો. તાગી. જે
આસક્તિનો ત્યાગ કરે છે તે જ પ્રભુને પામી શકે છે. મહાત્મા ગાંધીજીએ એટલે જ ગીતા વિશે
જે પુસ્તક લખ્યું છે તેનું ચોટડૂક શીર્ષક 'અનાસક્તિ યોગ'
આપ્યું છે.
ઉપનિષદમાં પણ કહ્યું છે : ત્યેન ત્યક્તેન ભુંજિથા - ત્યાગીને
ભોગવો.
(17) ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ
અને અથર્વવેદ - ચાર વેદો છે પણ ગીતાને પાંચનો વેદ કહેવાય છે.
(18) મહાભારતના
પર્વ ૧૮ છે, ગીતાના અધ્યાય ૧૮ છે. સરવાળો
૯ થાય છે. ૯ એ પૂર્ણાંક છે. 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ના કુલ અક્ષરો પણ ૯ થાય છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનાં કુલ ૧૦૮ નામ છે, કુલ ૧૦૮ સુવાક્યો છે, ગીતાને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરનાર 'શ્રીકૃષ્ણ દ્વૈપાયન
વ્યાસ'નું નામ પણ ૯ અક્ષરનું છે, ગીતામાં
'યોગ' શબ્દ ૯૯ વખત આવે છે, ગીતામાં કુલ ૮૦૧ વિષયોનું વર્ણન છે, યોગ માટે ૫૪ શ્લોકો
છે, ગીતામાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે જેમકે વૃક્ષોમાં
હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું - તો ગીતામાં આવી કુલ મળી
૨૩૪ વિભૂતિઓનું વર્ણન છે. ગીતામાં કુલ ૯૦
(નેવું) વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ છે.
જેમકેઃ નારદ, પ્રહલાદ, ભૃગુ, રામ વગેરે. આ
તમામનો સરવાળો ૯ થાય છે એટલું જ નહિ ગીતાનાં કુલ ૧૮ નામ
છે જેનો સરવાળો પણ ૯ થાય છે. ૯નું અદભુત સંકલન અહીં જોવા મળે છે.
(19) ગીતાના
૭૦૦ શ્લોકો છે જેમાં વર્ણવાર ગણતરી કરતાં સૌથી વધુ ૧૦૩ શ્લોકો 'ય' - અક્ષર ઉપરથી
શરૃ થાય છે જ્યારે બીજા નંબરે 'અ' - ઉપર
૯૭ શ્લોકો છે.
(20) શ્રીમદ્
ભગવદ્ ગીતામાં આત્મા શબ્દ ૧૩૬ વખત, જ્ઞાન શબ્દ ૧૦૮ વખત, યોગ શબ્દ ૯૯ વખત, બુદ્ધિ અને મન ૩૭ વખત બ્રહ્મ - ૩૫ વખત, શાસ્ત્ર શબ્દ
- ૪ વખત, મોક્ષ શબ્દ - ૭ વખત અને ઈશ્વર-પરમેશ્વર શબ્દ - ૬ વખત
આવે છે. ધર્મ શબ્દ ૨૯ વખત આવે છે.
(21) સમગ્ર ગીતાસાર
અધ્યાય ૨ માં આવી જતો હોવાથી અધ્યાય ૨ ને
''એકાધ્યાયી ગીતા'' કહેવામાં આવે છે.
(22) અધ્યાય
નં. ૮ શ્લોક નં. ૯, ૮/૧૩,
૯/૩૪, ૧૧/૩૬, ૧૩/૧૩,
૧૫/૧ અને ૧૫/૧૫ = આ ૭
શ્લોકને 'સપ્તશ્લોકી ગીતા' કહે છે.
(23) શ્રીમદ્
ભગવદ્ ગીતાના પાઠમાં મંત્ર, ઋષિ,
બીજ, છંદ, દેવતા અને કીલક
આ ૬ મંત્રધર્મનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફળ માટે ગીતામાહાત્મ્યનો પણ ખાસ મહિમા
છે.
(24) ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મ, ૭ થી ૧૨ અધ્યાયમાં ભક્તિ અને ૧૩ થી ૧૮
અધ્યાયમાં જ્ઞાનનો વિશેષ મહિમા છે.
(25) કોઈપણ ધર્મના સિદ્ધાંતોને વેદ- ઉપનિષદ-ભગવદ્ ગીતા
આ ત્રણનો આધાર લઈ શાસ્ત્રોક્ત રીતે સાબિત કરવામાં આવે છે તેને પ્રસ્થાનત્રયી કહે છે
જેમાં ગીતાનું સ્થાન મોખરે આવે છે. ધર્મની એકપણ ગૂંચવણ એવી નથી કે જેનો ઉકેલ ભગવદ્
ગીતામાં ના હોય!!
(26) ગીતાના ૭૦૦ શ્લોકો પૈકી ૬૪૫ શ્લોકો અનુષ્ટુપ છંદમાં
છે. બાકીના ૫૫ શ્લોકો ત્રિષ્ટુપ, બૃહતી, જગતી, ઈન્દ્રવજ્રા,
ઉપેન્દ્રવજ્રા વગેરે અલગ અલગ છંદોમાં આવે છે.
(27) ગીતાએ આપણને એના પોતીકા સુંદર શબ્દો આપ્યા છે. લગભગ
આવા શબ્દોની સંખ્યા ૧૦૦ થવા જાય છે જે પૈકી ઉદાહરણ તરીકે ૧૦ શબ્દો અત્રે પ્રસ્તુત છે.
અનુમંતા, કાર્પણ્યદોષ, યોગક્ષેમ, પર્જન્ય,
આતતાયી, ગુણાતીત, લોકસંગ્રહ,
ઉપદૃષ્ટા, છિન્નસંશય, સ્થિતપ્રજ્ઞા
(28) સમગ્ર વિશ્વમાં
શ્રીમદ્ ભગવદ્ ગીતા - એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે.
(29) ગીતામાં કુલ ૪૫ શ્લોકો તો એવા છે કે જેની પંક્તિઓ
એક સરખી હોય, શ્લોક બીજી વખત આવ્યો હોય કે
શ્લોકના ચરણની પુનરૃક્તિ-પુનરાવર્તન થયું હોય. જેનાં કેટલાંક ઉદાહરણો અત્રે આપેલ છે
:
♥ અધ્યાય/શ્લોક ♥
૩/૩૫
૬/૧૫
૯/૩૪
૧૮/૪૭
૬/૨૮
૧૮/૬૫
(30) એકલી ગુજરાતી ભાષામાં જ શ્રીમદ્
ભગવદ્ ગીતા વિષે અલગ અલગ સમજૂતી આપતાં, ટીકા- ટીપ્પણી કરતાં ૨૫૦ પુસ્તકો હાલ
ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન છે, આવાં ખૂબજ
લોકપ્રિય પુસ્તકોના ઉદાહરણ
રૂપ ૧૦ લેખકો અત્રે પ્રસ્તુત છે
[1] મહાત્મા ગાંધીજી - અનાસક્તિ યોગ
[2] વિનોબા ભાવે - ગીતા પ્રવચનો
[3] આઠવલેજી - ગીતામૃતમ્
[4] એસી ભક્તિ વેદાંત - ગીતા તેના મૂળરૃપે
[5] કિશોર મશરૃવાળા - ગીતા મંથન
[6] પં. સાતવલેકરજી - ગીતાદર્શન
[7] ગુણવંત શાહ - શ્રીકૃષ્ણનું જીવન સંગીત
[8] શ્રી અરવિંદ - ગીતાનિબંધો
[9] રવિશંકર મહારાજ - ગીતાબોધવાણી
[10] કાકા કાલેલકર - ગીતાધર્મ
(31) આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા-ને કુલ ૫૧૧૬
વર્ષ થયા છતાં ગીતામાં દર્શાવેલા ધર્મસિદ્ધાંતોનું
- મતનું કોઈએ પણ કોઈ ખંડન કર્યું નથી તે જ
દર્શાવે છે કે ગીતા સર્વમાન્ય ગ્રંથ છે.
(32) ગીતાનું
મૂળ બીજ બીજા અધ્યાયનો અગિયારમો શ્લોક છે. આ શ્લોકથી જ ભગવદ્ ગીતાની શરૃઆત થાય છે.
ગીતાની પૂર્ણાહૂતિ અઢારમા અધ્યાયના ત્રેસઠમા શ્લોકમાં 'ઈતિ'થી થાય છે
- જે સમાપ્તિસૂચક શબ્દ છે. માગશર સુદ - અગિયારસના રોજ શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા
કહેવામાં આવી.
(33) ગીતાનો સૌથી શ્રેષ્ઠ મંત્ર તજજ્ઞોની દૃષ્ટિએ
અઢારમા અધ્યાયનો છાસઠમો શ્લોક છે જેમાં શ્રીકૃષ્ણ સ્વયં
પોતાના મુખેથી જણાવે છે કે હું તને સર્વ પાપોથી છોડાવીશ તેમાં તું સહેજ પણ શોક ન કર.
ગીતાનો સાર પણ આ જ શ્લોકમાં છે. અર્થાત્ વિશ્વાસ એ જ વિશ્વનો શ્વાસ છે.
(34) ગીતાના બધા શ્લોકો મંત્ર છે, શ્રેષ્ઠ છે પરંતુ ગીતાભક્તોની દૃષ્ટિએ,
આલોચકોની દૃષ્ટિએ,
વિદ્વાનોની દૃષ્ટિએ સમગ્ર ૭૦૦ શ્લોકોમાંથી ટોપ ટેન ૧૦
શ્લોકો નીચે પ્રમાણે છે. પ્રથમ આંક અધ્યાય દર્શાવે છે, બીજો આંક શ્લોક નંબર દર્શાવે છે. (દરેક
શ્લોક શ્રેષ્ઠ હોઈ મુમુક્ષુઓની પસંદગી અલગ અલગ હોઈ શકે)
૨/૨૩, ૩/૩૫, ૪/૭, ૨/૪૭, ૬/૩૦, ૯/૨૬, ૧૫/૫,
૧૭/૨૦, ૧૮/૬૬, ૧૮/૭૮
(35) ગીતાના અઢારમા અધ્યાયનો છેલ્લો શ્લોક
એટલો મર્મસભર, ગીતસભર છે કે ન પૂછો વાત!! આ શ્લોકમાં '૨' અક્ષર કુલ ૧૩ વખત આવે છે, ય અક્ષર ૪ વખત આવે છે, ત્ર અક્ષર ૩ વખત આવે છે,
ધ અક્ષર ૩ વખત આવે છે છતાં છંદ જળવાય છે અને એટલું મધુર સંગીત સહજ ઉત્પન્ન
થાય છે કે વારંવાર આ શ્લોક બસ ગાયા જ કરીએ. તમે પણ પ્રયત્ન કરી જુઓ - વારંવાર ગાવા
લલચાશો. આવા વારંવાર ગમી જાય, ગાવા માટે ઉત્સુકતા રહે તેવા ઉદાહરણરૃપ
પાંચ શ્લોકો નીચે મુજબ છે.એકવાર તો ગાઈ જુઓ!
૪/૭, ૬/૩૦, ૯/૨૨, ૧૫/૧૪, ૧૮/૭૮
(36) ગીતામાં
ગણિતનો પણ અદભુત પ્રયોગ શ્રી વેદવ્યાસે કર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગીતામાં
૧ થી ૧૦૦૦ સંખ્યાનો પ્રયોગ વારંવાર
સંખ્યાવાચક શબ્દોથી થયો છે. માન્યામાં નથી આવતું ને? ગીતામાં કુલ ૧૬૫ વખત આવાં સંખ્યાવાચક
રૂપકો આવે છે પણ સ્થળસંકોચના કારણે ઉદાહરણરૂપ વિગત અત્રે પ્રસ્તુત છે :
૧. એકાક્ષરમ (ઁ)
૨. દ્વિવિદ્યા નિષ્ઠા (બે નિષ્ઠા)
૩. ત્રિભિઃ ગુણમયૈઃ (ત્રણ ગુણ)
૪. ચાતુર્વર્ણ્યમ્ (ચાર વર્ણ)
૫. પાંડવા (પાંચ
પાંડવ)
૬. મનઃ ષષ્ઠાનિ (છ ઇન્દ્રિય)
૭. સપ્ત મહર્ષય (સપ્તર્ષિ)
૮. પ્રકૃતિ અષ્ટધા (આઠ પ્રકૃતિ)
૯. નવ દ્વારે (નવ દ્વાર)
૧૦ ઈન્દ્રયાણિ દશૈકં (૧૦ ઈન્દ્રિય)
૧૧. રૃદ્રાણામ (૧૧ રૃદ્ર)
૧૨. આદિત્યાન્ (૧૨ આદિત્ય)
૧૩. દૈવી સંપદ્મ (૨૬ ગુણો)
૧૪. નક્ષત્રાણામ્ (૨૭ નક્ષત્રો)
૧૫. એતત્ ક્ષેત્રમ્ (શરીરના ૩૧ ગુણ)
૧૬. મરુતામ્ (૪૯ મરૃતો)
૧૭. અક્ષરાણામ્ (૫૨ અક્ષર)
૧૮. કુરૃન્ (૧૦૦ કૌરવો)
૧૯. સહસ્ત્રબાહો (૧૦૦૦ હાથવાળા)
(37) ઘણા એવી
શંકા કરે છે કે યુદ્ધના મેદાનમાં આટલી લાંબી ૭૦૦ શ્લોકોવાળી ગીતા માટે કેટલો બધો સમય
લાગ્યો હશે પણ આ શંકાનું પણ નિવારણ છે. ગીતાનો ૧ શ્લોક શાંતિથી, નીરાતથી ગાવામાં આવે તો માત્ર અને માત્ર
૧૦(દસ) સેકન્ડ જ થાય છે. આ હિસાબે જો ૭૦૦ શ્લોક ગાઇએ તો ૭૦૦૦ સેકન્ડ થાય. ૧ કલાકની
૩૬૦૦ સેકન્ડ થાય એ મુજબ આખી ગીતા વાંચતા માત્ર બે કલાક જ
થાય છે. આ તો પદ્યની વાત થાય છે. જ્યારે યુદ્ધના મેદાનમાં
તો શ્રીકૃષ્ણ- અર્જુનનો સંવાદ
ગદ્યમાં થયો હતો જેથી આવી સમય મર્યાદાની શંકા અસ્થાને
છે.
(38) ગીતા એ માનવજીવનનું રહસ્ય છે. રાગ અને ત્યાગ વચ્ચે
ઝૂલતા માનવીની કથા છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે, તો કર્મ - અકર્મનો વિવાદ પણ છે. ગાદી
માટેનો વિખવાદ છે,ફરજથી પલાયનવાદ છે તો અંતે સૌના માટેનો આશીર્વાદરૃપ
ધન્યવાદ પણ છે.
(39) ગીતા વિશે
એક અદ્ભુત 'પ્રયોગ' - પણ
પ્રચલિત છે. જ્યારે તમે ખૂબજ મુશ્કેલીમાં હોવ, કોઈપણ રસ્તો સૂઝતો જ ના હોય,
ચારે તરફથી નિરાશા જ મળી હોય ત્યારે ગીતા માતાના શરણે
જાવ. ગીતા હાથમાં લો. શ્રદ્ધાપૂર્વક ૧૧ વખત શ્રીકૃષ્ણ
ભગવાનનો મંત્ર બોલો. શ્રીકૃષ્ણઃ શરણં મમ - હવે ગીતા ખોલો. પેન્સિલ-પેનની અણી કોઈપણ
શ્લોક ઉપર મૂકો. ત્યાં જે શબ્દ કે શ્લોક છે તેનો જે અર્થ થાય છે તે જ તમારા પ્રશ્નનો
ઉપાય-
જવાબ છે. મોટાભાગના અનુભવો સફળ જ થયા છે. સુખને એક અવસર
તો આપો!!
મહાત્મા ગાંધીજી ખુદ કહેતા ''મુશ્કેલીમાં હું
ગીતામાતાના શરણે જઉં છું.'
♥ જયશ્રીકૃષ્ણ ♥
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
--------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદભગવદગીતા-૨-
શ્રીમદ્
ભગવદ્ગીતા સાત્વિક આહાર કેવો હોય છે એ વિશે પણ વિગતે વાત કરે છે. આ સાત્વિક આહાર સત્વ, બળ, આરોગ્ય,
સુખ અને પ્રીતિ વધારનારો હોવો
જોઈએ. વ્યકિતના આહાર પરથી એનું વ્યકિતત્વ પ્રગટ થાય છે. તામસી લોકોનો આહાર ઉત્તેજના
જગાડે તેવો, નિદ્રા વધારે તેવો, ચરબીયુક્ત
અને સ્થૂળતા ધરાવતો હોય છે, જ્યારે રાજસી વ્યકિતનો આહાર જીવનમાં
સ્ફૂર્તિ અને ત્વરા પેદા કરે તેવો હોય છે. પરંતુ સાત્વિક વ્યકિતનો આહાર લયબદ્ધ સંગીત
જેવો હોય છે. એમાં સાત્વિકતા , સ્વસ્થતા અને તંદુરસ્તીનો વિચાર
કરવામાં આવ્યો હોય છે.
સાત્વિક
માનવી પ્રકૃતિ અનુસાર જીવતો હોવાથી એનું જીવન વધુ સ્વસ્થ રહે છે. આનું ઉત્તમ ઉદાહરણ
રામાયણમાં ભરતના જીવનપ્રસંગમાં દૃષ્ટિગોચર થાય છે. ગૃહરાજાએ ત્રણ પ્રકારના ભોજનના થાળ
એમને માટે તૈયાર કર્યા હતા. અને એના પરથી એમને ભરત સાત્વિક છે, રાજસિક છે કે તામસિક છે. એની પરીક્ષા
કરવી હતી. પરંતુ આ સમયે ભરતે કહ્યું કે શ્રીરામના ચરણના દર્શન કર્યા સિવાય હું પાણી
પમ પીવાનો નથી. આ ઉદાહરણમાં ભરતની ગુણાતીત અવસ્થા પ્રગટ થાય છે, પરંતુ ભોજન દ્વારા વ્યકિતની પ્રકૃતિ પામી શકાય એનો આમાં સ્પષ્ટ સંકેત મળે છે.
સાત્વિક
આહાર લેનારી વ્યકિત ભોજન સમયે એ વિચાર કરે છે કે આ ભોજન એને સ્વસ્થ અને આરોગ્યમય રાખે
તેવું છે કે નહીં ? એમાં
તેજ, તત્ત્વ અને સાત્વિક બળ નિહિત છે કે નહીં. શ્રીમદ્ ભગવદ્ગીતા
કેવું ભોજન હોવું જોઈએ એની પણ વાત કરે છે. એ કહે છે કે એવો આહાર હોવો જોઈએ કે આયુષ્ય,
બુદ્ધિ, બળ, આરોગ્ય અને પ્રીતિ
વધારનારો હોય. એ રસયુક્ત હોવો જોઈએ.
સ્નિગ્ધ, ચિકાશવાળો હોય એટલે કે એમાં ઘી-દૂધ પણ
જોઈએ. પરંતુ એવો ખોરાક ન હોવો જોઈએ કે જે તરત જ પચી જાય તેવો હોય, બલ્કે,'સ્થિરા' એટલે કે એ ભોજન
થોડા સમય પછી પચે તેવું હોવું જોઈએ. વળી'હૃદ્યા' એટલે કે સ્વભાવથી જ એ હૃદયને આનંદ આપનારો હોય એટલે કે બળની સાથે એ આનંદદાયી
પણ હોવો જોઈએ અને આવો ખોરાક સાત્વિક પુરુષોને
અતિ પ્રિય હોય છે. આ રીતે સાત્વિક પુરુષોના આહારની મીમાંસા કર્યા પછી ભગવદ્ગીતા રાજસિક
અને તામલી પુરુષોના ભોજનની પણ ચિકિત્સા કરે છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
-----------------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદભગવદગીતા-3-
શ્રીમદ્
ભગવદ્ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદૂ ધર્મ ગણાતો
હોવા છત્તા એ ફક્ત હિંદૂ પ્રત્યે સિમીત ન રહેતા પુરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે
અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધુ છે. ગીતા માનવને - પૃથ્વીના પુત્રને સંબોધીને
કહી છે. હિંદૂ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ
ગ્રંથ માનવામાં આવે છે.
ગીતામાં
કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ સંસ્કૃત શ્લોકો છે. પુરી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ
છંદમાં છે.
ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬ માનવામાં આવે છે.
ભારતના
બે મહાકાવ્યો પૈકીનું મહાભારત કાવ્ય મહાકવિ વેદવ્યાસ દ્વારા લખાયેલું છે. મહાભારત પાંડવો
અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા, સ્પર્ધા અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન
પોતાના મિત્ર, માર્ગદર્શક અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને
બન્ને સેના વચ્ચે લેવાનો કહે છે. બન્ને સેનાનુ વિહંગાવલોકન કરતી વખતે અચાનક અર્જુનને
લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ગભરાઇ જઇ યુદ્ધ ના કરવાના
વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે. અને
કોઇ જ માર્ગ ન સુઝતા કૃષ્ણને માર્ગદર્શન પુછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના
ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.
ગીતામાં
અર્જુન માનવનુ પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ
પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે છે. અને યુદ્ધમાં
પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.
ગીતાના
અઢારમાં અધ્યાયના અંતે ભગવાન કહે છે કે - સાચો માર્ગ શું છે તે મે તને બતાવ્યુ હવે
તારે જે પ્રમાણે વર્તવુ હોય તે મુજબ કર. આમ ગીતા કોઇ સામાન્ય ધર્મ ગ્રંથની જેમ કશુ
કરવા માટે આગ્રહ કરતી નથી પરંતુ સાચો માર્ગ બતાવી માનવને બુદ્ધિસ્વાતંત્ર્ય આપે છે.
જેમ કે..........
ગીતા નું બીજ..
જેનો શોક કરવા યોગ્ય નથી તેનો શોક કરે છે,
અને વાતો બુદ્ધિમાન ના જેવી બોલે છે...(૨-૧૧)
ગીતા ની શક્તિ..
સર્વ ધર્મ ત્યજીને એક મારે (સર્વ-ધર્મ,આત્મા)
શરણે આવ...(૧૮-૬૬)
ગીતા નો આધાર..
તું શોક ના કર ,હું (પરમાત્મા- આત્મા) તને સર્વ પાપોમાં થી મુક્ત કરીશ..(૧૮-૬૬)
ભગવદ્
ગીતાનો ઉપદેશ મહાન અલૌકિક છે. એના ઉપર કેટલીય ટીકઓ થઇ ગઇ અને કેટલીય થતી જ રહી છે, છતાં પણ સંતમહાત્માઓ અને વિદ્વાનોના
મનમાં ગીતાના નવાનવા ભાવો પ્રગટ થતા રહે છે. આ ગંભીર ગ્રંથ ઉપર ગમે તેટલો વિચાર કરવામાં
આવે, તોપણ એનો કોઇ પાર નથી પામી શક્તું. એમાં જેમજેમ ઊંડા ઊતરતા
જઇએ છીએ, તેમ ને તેમ એમાંથી ઊંડી વાતો મલતી જાય છે. જો એક સારા
વિદ્વાન પુરુષના ભાવોનો પણ જલદી અંત નથી આવતો, તો પછી જેમનું
નામ, રૂપ વગેરે યાવન્માત્ર અનંત છે, એવા
ભગવાન દ્વારા કહેવાયેલાં વચનોમાં ભરેલા ભાવોનો અંત આવી જ કેવી રીતે શકે?
આ નાનકડા
ગ્રંથમાં એટલી વિલક્ષણતા છે કે પોતાનું વાસ્તવિક કલ્યાણ ઇચ્છવાવાળો કોઇ પણ વર્ણ, આશ્રમ, દેશ,
સંપ્રદાય, મત વગેરેનો કોઇ પણ મનુષ્ય કેમ ના હોય,
આ ગ્રંથને વાંચતાં જ તેનાથી આકર્ષાઇ જાય છે. જો મનુષ્ય આ ગ્રંથનું થોડુંક
પણ પઠનપાઠન કરે તો એને એમાંથી પોતાના ઉદ્ધારને માટેનો બહુ જ સંતોષજનક ઉપાય મળે છે.
પ્રત્યેક દર્શનના અલગ-અલગ અધિકારી હોય છે, પણ ગીતાની એ વિલક્ષણતા
છે કે પોતાનો ઉદ્ધાર ઇચ્છવાવાળા સઘળેસઘળા એના અધિકારી છે.
ભગવદ્
ગીતામાં સાધનોનું વર્ણન કરવામાં, વિસ્તારપૂર્વક સમજાવવામાં અને પ્રત્યેક સાધનને અનેક વાર કહેવામાં સંકોચ નથી
કરવામાં આવ્યો, છતાં પણ ગ્રંથનું કદ નથી વધ્યું. આવો સંક્ષેપમાં
વિસ્તૃત, યથાર્થ અને સઘળી વાત બતાવવાવાળો બીજો કોઇ ગ્રંથ નથી
જોવા મળતો. પોતાના કલ્યાણની ઉત્કટ અભિલાષાવાળો મનુષ્ય દરેક પરિસ્થિતિમાં પરમાત્મતત્વને
પ્રાપ્ત કરી શકે છે; યુદ્ધ જેવી ઘોર પરિસ્થિતિમાં પણ પોતાનું
કલ્યાણ કરી શકે છે – આ રીતે વ્યવહારમાત્રમાં પરમાર્થની કલા ગીતામાં શીખવવામાં આવે છે.
આથી એની બરોબરીનો બીજો કોઇ ગ્રંથ જોવામાં નથી આવતો.
ગીતા એક પ્રાસાદિક ગ્રંથ છે. એનો આશ્રય લઇને પાઠ
કરવા માત્રથી ઘણા વિચિત્ર, અલૌકિક
અને શાંતિદાયક ભાવો સ્ફુરિત થાય છે. એનો મન દઇને પાઠ કરવા માત્રથી ઘણી જ શાંતિ મળે
છે. અને એક વિધિ એવી છે કે પહેલાં ગીતાનો આખો શ્લોક અર્થસહિત કંઠસ્થ કરી લેવામાં આવે,
પછી એકાંતમાં બેસીને ગીતાના અંતિમ શ્લોક ‘यत्र योगेश्वरः कृष्ण...’ – અહીંથી લઇને ગીતાના પહેલા શ્લોક ‘धर्मक्षेत्रे कुरुक्षेत्रे...’
– અહીં સુધી પુસ્તક વિના ઊલતો પાઠ કરવામાં આવે તો
ઘણી શાંતિ મળે છે. જો દરરોજ આખી ગીતાનો એક કે અનેક વખત પાઠ કરવામાં આવે તો એનાથી ગીતાના
વિશેષ અર્થો સ્ફુરિત થાય છે. મનમાં કોઇ શંકા થાય તો પાઠ કરતાંકરતાં એનું સમાધાન થઇ
જાય છે.
ગીતામાં
કુલ ૭૦૦ (સાતસો) શ્લોક છે જે પૈકી ૫૭૫ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, ૮૫ શ્લોક અર્જુન બોલ્યા છે, ૩૯ શ્લોક સંજય અને માત્ર ૧ (એક) શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.
ગીતાના
૧૮ અધ્યાય છે,
૭૦૦ શ્લોકો છે,
૯૪૧૧ શબ્દો છે,
૨૪૪૪૭ અક્ષરો છે.
શ્રીકૃષ્ણ ઉવાચ ૨૮ વખત,
અર્જુન ઉવાચ ૨૧ વખત,
ધૃતરાષ્ટ્ર ઉવાચ ૦૧
એમ કુલ મળી ૫૯ વખત ઉવાચ આવે છે.
સંજય ઉવાચ ૯ વખત આવે છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
---------------------------------------------------------------------------------------------------------------------------------
🌿🌳 શ્રીમદ ભગવદ ગીતા -૪-🌳🌿
શ્રીમદભગવદ્દગીતા
જેવા મહાન ગ્રંથનો વારંવારનો વિચાર ખૂબ જ ઉપયોગી છે. આ બાબતમાં પેલી લોકવાર્તાને યાદ
કરવા જેવી છે. વાર્તા એવી છે કે, એક કઠિયારો ખૂબ જ ગરીબ હતો. તેને એક મહાપુરૂષની મુલાકાત થઈ ગઈ. મહાપુરૂષે તેની
કંગાલિયત જોઈને કહ્યું : આ જંગલમાં તું જ્યાં લાકડા કાપવા જાય છે ત્યાં હવે ના જઈશ.
પણ જંગલમાં વધારે ને વધારે અંદર જજે. આમ કરવાથી બહુ જ થોડા વખતમાં તારી કંગાલિયત દૂર
થઈ જશે, ને તું ધનવાન બની જઈશ.
કઠિયારાને
આ સાધારણ ઉપાય સાંભળીને બહુ આનંદ થયો. બીજે દિવસથી તે તો જંગલમાં અંદર ને અંદર જવા
માંડ્યો. અંદર જતાં જ તેણે ચંદનનું જંગલ જોયું તે તો આનંદમાં આવી ગયો. કપાય તેટલાં
ચંદનના લાકડાં કાપીને તે નગરમાં વેચવા ગયો. તો તે દિવસે તેને ખૂબ પૈસા મળ્યા.
બે ચાર
દિવસ સુધી તે જ ચંદનનાં લાકડાં કાપ્યાં પછી તેને થયું કે પેલા મહાપુરૂષે તો જંગલમાં
અંદર ને અંદર જવાનું કહ્યું છે, ફક્ત ચંદનના જંગલ પાસે અટકવાનું કહ્યું નથી. બીજે દિવસે તે ગયો, તો તેના હરખનો પાર રહ્યો નહિ. કેમ કે ત્યાં બધે દેવદારના ઝાડ હતાં ! તે દિવસે
તેને વળી વધારે પૈસા મળ્યા. એમ કરતાં કરતાં તેને જંગલમાં તાંબુ, ચાંદી ને સોનાની ખાણ પણ મળી ગઈ, ને હીરા માણેક પણ તેના
હાથમાં આવ્યાં. હવે તો તેના ભાગ્યનું કહેવું જ શું ? મહાપુરૂષે
કહેલી વાણી ફળી, ને તે કઠિયારો થોડા વખતમાં તો સુખી ને શ્રીમંત
બની ગયો.
આ વાત
સાચી હો કે ખોટી, ને તે
પ્રમાણે પેલો કઠિયારો ધનવાન ને સુખી બન્યો હોય કે નહિ, પરંતુ
તેના પરથી ફલિત થતી શિક્ષા તો સાચી જ છે. તે શિક્ષા બે પ્રકારની છે. એક પ્રકારની શિક્ષા
એવી છે કે જીવનનો વિકાસ કરવા માગનાર માણસે ખોટા સંતોષનો આશ્રય લીધા વિના હંમેશા આગળ
ને આગળ વધતા રહેવું જોઈએ. જીવનનો વિકાસ ખૂબ જ વિરાટ છે. તેની ભૂખ જાગ્રત રાખીને માણસે
આગળ ને આગળ પુરુષાર્થ કરતાં રહેવું જોઈએ. તો જ તેને સાચી મહાનતા ને શ્રી મળી શકે.
બીજી શિક્ષા
જ્ઞાનના સંબંધમાં છે ને ગીતા જ્ઞાનની પ્રત્યક્ષ પ્રતિમા હોવાથી, તેના સંબંધમાં પણ તે લાગુ પાડી શકાય
છે. ગીતાના સંબંધમાં પણ તે શિક્ષા સાચી ઠરે છે.
કઠિયારાએ
જંગલમાં વધારે ને વધારે અંદર પ્રવેશ કરીને જેમ કિંમતી પદાર્થો, ધન ને સુખની પ્રાપ્તિ કરી, તેમ ગીતામાં પણ વધારે ને વધારે પ્રવેશ કરવાથી માણસને કિંમતી પદાર્થોની પ્રાપ્તિ
થાય છે : જેની કિંમત તાંબુ, ચાંદી ને સોનાના સિક્કાથી પણ અનેકગણી
વધી જાય, એવાં ઉચ્ચ જીવનનાં મૂલ્યવાન સત્યો કે રહસ્યોની પ્રાપ્તિ
થાય છે, જેને માટે તે ઝંખે છે ને સાચી કે ખોટી દિશામાં પ્રયાસ
કરે છે. તે પરમ શાંતિ, મુક્તિ ને પૂર્ણતાનો માર્ગ તેને માટે ખુલ્લો
થાય છે, ને જીવનને સફળ કરવાની કુંચી તેના હાથમાં આવી જાય છે.
આખરે તેની સર્વ પ્રકારની કંગાલિયત દૂર થાય છે, ને તે ધની ને ધન્ય
બને છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
-------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદ ભગવદ્દગીતા -૫-
ધર્મક્ષેત્રનો
ઉલ્લેખ
ગીતાની
શરૂઆતમાં જ યુદ્ધના સમાચાર જાણવા આતુર થયેલા ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ‘ધર્મક્ષેત્ર
એવા કુરુક્ષેત્રમાં કૌરવ-પાંડવ બંને લડવા માટે ભેગા થયા હતા. તેમનું શું થયું ? તે વાત તો કહી બતાવો.’ ને તેના ઉત્તરમાં
સંજય મહાભારતના યુદ્ધની શરૂઆતનો થોડોક ઈતિહાસ ને ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ગીતાનો
ઉપદેશ રજૂ કરે છે.
આ સાંભળીને
એક વિદ્વાને મને કહ્યું : ‘તમને નથી લાગતું
કે ગીતામાં કેટલીક શંકાસ્પદ વાતો છે ?
ગીતાનો ઉપદેશ સરલ છે એ સાચું. પણ તે ગૂઢ પણ એટલો જ છે. તે કેટલીક જગ્યાએ
તો સમજવામાં ને સ્વીકારવામાં મુશ્કેલી ઊભી થાય છે.’
મેં પૂછ્યું, ‘કેમ ? દાખલા તરીકે...’
તેમણે કહ્યું : ‘દાખલા તરીકે તો કેટલીય વાતો કહી શકું, પણ તે તો પછી જેમ જેમ વખત મળશે ને આપણી
વાતચીત વધશે તેમ તેમ કહીશ. હાલ તો ગીતાની શરૂઆતની જ બે શંકાસ્પદ વાતો બતાવું છું. કુરૂક્ષેત્રમાં
કૌરવ ને પાંડવ લડવા માટે ભેગા થયા, એટલે તે સમરભૂમિ થઈ કે રણક્ષેત્ર
બન્યું. અઢાર અક્ષૌહિણી સેનાનો ત્યાં નાશ થયો. મોટામાં મોટી હિંસા થઈ, લોહીની નદીઓ વહી. તે ભૂમિને ગીતાની શરૂઆતમાં જ ધર્મક્ષેત્ર કહેવામાં આવે છે
તે શું બરાબર છે ? તે ભૂમિ શું પાવન કહી શકાય ? છતાં આશ્ચર્ય એ છે કે ગીતામાં તેને ધર્મક્ષેત્ર કહીને પાવન કહેવામાં આવી છે.’
કુરૂક્ષેત્રની
ભૂમિ મહાભારતના યુદ્ધ પહેલાં પણ પવિત્ર ધર્મભૂમિ હતી. ત્યાં અનેક જાતનાં ધર્મનાં અનુષ્ઠાનો
થયાં હતાં. તેથી જ ગીતામાં તેને ધર્મભૂમિ કહેવામાં આવી છે. ગંગા પવિત્ર છે, ને કેટલાંય વરસોથી પવિત્ર મનાય છે. કોઈ
તેના પાણીમાં સ્નાન કરે છે, કોઈ સંધ્યા-ગાયત્રી કરે છે,
તો કોઈ જપ-ધ્યાન પણ કર્યા કરે છે. પણ તેવી જ રીતે કોઈ તેમાં ઊભા રહીને
ગાળાગાળી કરે કે લડાઈ લડે કે ગંદકી પણ કરે, તો શું ગંગાની પાવનતા
દૂર થઈ જવાની ને તે અપવિત્ર બનવાની ?
તે જ પ્રમાણે
હિમાલયની ભૂમિ દૈવી ને તપોભૂમિ ગણાય છે. પ્રાચીન કાળથી આ ભૂમિમાં વીતરાગ, સાધક ને સિદ્ધ એવા ઋષિમુનિઓએ વાસ કર્યો
છે, ને સાધના કરી છે. પણ આજે આ ભૂમિમાં બધે ઋષિઓ જ રહે છે,
ને સાધના કે ધર્મનાં કામ જ થાય છે એમ નથી. કાવાદાવા ને ચોરી તથા કુડકપટ
કરનાર માણસો ને સાધકો પણ અહીં છે. પણ કેટલાક માણસો આ ભૂમિમાં કે ગંગાને કિનારે રહીને
અધર્મ કરતા હોય તેથી શું આ દૈવી ભૂમિનો ને પતિતપાવની ગણાતી ગંગાનો મહિમા ઓછો થઈ જવાનો
છે ? તેની મૂળ પવિત્રતામાં ફરક પણ પડવાનો છે ? માણસ તેની પાસે રહીને સારું નરસું ગમે તેવું કામ કરે પણ ગંગા ને હિમાલયની જે
ભૂતકાલિન પવિત્રતા ને મહત્તા છે, તે તો એવી જ અખંડ રહેવાની છે.
તે જ
પ્રમાણે કુરૂક્ષેત્રની ભૂમિનું છે. કૌરવ ને પાંડવે ત્યાં યુદ્ધ કર્યું. પણ તે પહેલાંથી
તે તો ધર્મભૂમિ હતી, પુણ્યક્ષેત્ર
હતું. જેમ કૌરવ પાંડવે ત્યાં યુદ્ધ કર્યું, તેમ ધર્મના કામ પણ ત્યાં કેટલાંય
થયા હતાં. વળી પાંડવો જે યુદ્ધ કરવા હાજર થયા હતા, તે પણ ધર્મની
રક્ષા માટેનું જ યુદ્ધ હતું. તેથી તે મહિમાને યાદ કરીને જ ગીતાકારે તેને ધર્મક્ષેત્ર
કહ્યું છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
-----------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા-૬-
મહાભારતના
મેદાનમાં
ચાલો મહાભારતના મેદાનમાં. પહેલા અધ્યાયની શરૂઆતમાં જ
ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે કુરૂક્ષેત્રની ધર્મભૂમિમાં મારા ને પાંડુના પુત્રો–કૌરવો
ને પાંડવો લડવા માટે ભેગા થયા હતા તેમનું શું થયું ? મને કહી સંભળાવો.
મહર્ષિ
વ્યાસની કલમ ખૂબ કલાત્મક છે. ગીતાના પહેલા જ શ્લોકની બીજી લીટી તરફ બરાબર ધ્યાન દોરાયું ? ધૃતરાષ્ટ્રે કૌરવોને માટે मामका એટલે મારા એવો શબ્દપ્રયોગ કર્યો છે.
ધૃતરાષ્ટ્ર
વૃદ્ધ ને અંધ હતા, તેમનામાં
ડહાપણ ને સ્વાર્થવૃત્તિનો અભાવ હોત,
કૌરવ–પાંડવ વચ્ચે તેમને ભેદભાવ ન હોત તો કૌરવ–પાંડવના વિરોધની
ખાઈ આટલી બધી ઊંડી ખોદાઈ હોત ખરી ? ધૃતરાષ્ટ્ર તો કૌરવોને જ મારા
ગણે છે–પાંડવો જાણે તેને મન પરાયા છે. આ બાબતમાં તે દુર્યોધનને મળતા આવે છે. આશ્ચર્ય
એ છે કે ઉમર ગઈ, સંસારના અનેકરંગી અનુભવો પણ મેળવ્યા,
છતાં હજી આ ભેદભાવ દૂર થયો નથી, ને સમદૃષ્ટિ આવી
નથી.
સંજય
ધૃતરાષ્ટ્રના પ્રશ્નના ઉત્તરમાં હવે મહાભારતનો પ્રારંભિક ઈતિહાસ રજૂ કરે છે. તે કહે
છે કે દુર્યોધને પાંડવોની સેનાને જોઈ, ને પછી આચાર્ય દ્રોણની પાસે જઈને કહવા માંડ્યું, કે હે
આચાર્ય, પાંડવોની આ મોટી સેનાને જુઓ : દ્રુપદના પુત્રે ને તમારા
શિષ્યે તેને તૈયાર કરી છે.
આ શ્લોકમાં પણ કલા છે. દ્રોણને સામે લડવા માટે
તેમના પોતાના જ શિષ્યે તૈયારી કરી છે. છતાં તે વાતને સાંભળીને દ્રોણને જરાય નવાઈ લાગતી
નથી કે પોતાના શિષ્યની સામે કેમ લડાય એવો વિચારે આવતો નથી. દુર્યોધનની જેમ શિષ્યો ને
સ્નેહીઓ સાથે લડવામાં તેમને જાણે કાંઈ નવીનતા ના દેખાતી હોય એવી તેમની દશા છે. ને દુર્યોધન
તો જુઓ. સામે પક્ષે લડનારા પોતાના જ ભાઈ છે, ને પોતે ધારે તો આ યાદવાસ્થળીને આંખના પલકારા માત્રમાં બંધ કરી શકે તેમ છે
છતાં યુદ્ધની તૈયારી જોઈને પણ તેનું હૃદય રોઈ ઊઠતું કે હૈયું હાલતું નથી. ઊલટું,
તે તો જાણે કોઈ મોટા ઉત્સવમાં શામેલ થયો હોય તેમ આનંદમાં મસ્ત છે. જે
વાતને યાદ કરવા કરતાં મરવાનું બહેતર ગણાય તે વાતની યાદમાં તે બધું જ ભાન ભૂલી ગયો છે.
તે તો પોતાના પક્ષનાં ગુણગાન ગાવાની શરૂઆત કરે છે, ને પોતાની
સેના પાંડવોની સેના કરતાં કેટલી બધી પ્રબળ ને ભારે છે તેની કલ્પનાછબી દ્રોણાચાર્યની
સામે રજૂ કરવામાં આનંદ માને છે.
દુર્યોધને
પોતાના ને પાંડવોના પક્ષના જે વીરોની નામાવલિ રજૂ કરી છે, તેનું પારાયણ કરવાની આપણે જરૂર નથી.
આપણે તો યુદ્ધના ગીતાવિચારમાં મદદ કરી શકે એટલા ઉલ્લેખની જ જરૂર છે.
જેનું
અમંગલ નક્કી હોય તેની દશા કેવી થાય છે તેની કલ્પના આપણને દુર્યોધનના રેખાચિત્ર પરથી
સારી પેઠે આવી શકે છે. દુર્યોધનનો વિનાશ નજીક છે તેથી તેની દૃષ્ટિ પણ અંધ બની છે. તેનો
વિવેક રૂંધાઈ ગયો છે, ને તેની
ધર્મની કલ્પના કટાઈ ગઈ છે. જો તેમ ના હોત તો યુદ્ધના મેદાનમાં ઊભેલા પોતાના જ બંધુ
ને સ્વજનોને જોતાંવેંત તેનું હૃદય ગમે તેટલું કઠોર હોત તો પણ પીગળી જાત. છેલ્લી ઘડીએ
પણ તે પોતાની ભૂલ સમજી જાત ને તેને સુધારવાનો પ્રયાસ કરત. પશ્ચાતાપમાં ડૂબી જઈને પવિત્ર
બનીને તે પાંડવોને ભેટી પડત, તેમને તેમનો ન્યાયી હિસ્સો આપત ને
પોતે તથા પોતાના બધા જ સ્નેહી સુખી થાય તે માટેનું નમ્ર નિમિત્ત બની રહેત. પણ ગમે તેમ
માનો, એમ કહો કે રામે ધાર્યુ હોય તે જ થાય છે. होवत सोही जो राम रचि राखा અથવા ભર્તૃહરિની જેમ એમ કહો કે આ સંસારની શતરંજ પર કાળ
માણસને બાજીના સોગઠાંની જેમ ફેરવે છે ને નચાવે છે. પણ દુર્યોધનને યુદ્ધની ભયંકરતાની
ને વિનાશકતાની કલ્પના ના આવી. છેલ્લી ઘડીએ પણ તેની સાન ઠેકાણે ના આવી, એ વાતની આ ઈતિહાસ પરથી આપણને ખબર પડે
છે. મતલબ કે દુર્યોધનને સમજાવવા શ્રીકૃષ્ણે કરેલો પ્રયાસ વ્યર્થ ગયો, ને યુદ્ધને સામે ઊભેલું જોઈને તેનામાં કાંઈ ફેર ના પડ્યો એટલે તેને સમજાવવા
કે તેની સાથે કામ લેવા યુદ્ધ એ છેલ્લો ને અનિવાર્ય ઉપાય હતો. એ વાત તરફ ગીતાકાર આપણું
ધ્યાન દોરે છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
----------------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદભગવદગીતા-૭-
ગીતા - ભગવાન
કૃષ્ણનું હૃદય
ગીતાના
એક પ્રખર વિદ્વાન ને પરમપ્રેમીએ એકવાર વાતવાતમાં મને કહ્યું, ‘ગીતા એક એવું રતન છે જેનો જોટો સંસારમાં
ક્યાંય ના મળે. તેનું જ્ઞાન ખૂબ જ અદ્ ભુત છે. શ્રીકૃષ્ણે જીવનમાં અનેક જાતની લીલા
કરી, કેટલાંય કામ કર્યાં, પણ ગીતાને ગાવાની
લીલાથી તેમની લીલા વધારે શોભી ઊઠે છે. ગીતોપદેશ કરવાનું તેમનું કામ બધાં જ કામોમાં
અગ્રપદે વિરાજે છે. ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય પૂરેપૂરું ક્યાં વ્યક્ત થયું છે
? કૃષ્ણની વાણી રસ ને પ્રેરણાની ઉત્તમમાં ઉત્તમ કોટિએ ક્યાં પહોંચે છે
? કૃષ્ણના અનેકવિધ અલૌકિક જીવનનું રહસ્ય કયે ઠેકાણે ખુલ્લું થાય છે
? તેમના જીવનની ફિલસુફી ખૂબ જ સરળ, સ્પષ્ટ ને અસરકારક
રીતે તથા સંપૂર્ણપણે ક્યાં પ્રગટ થાય છે ? એના ઉત્તરમાં કહેવું
જોઈએ કે ગીતામાં ને ફક્ત ગીતામાં. એટલે જ ગીતા ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય કહેવાય છે.
જે સિદ્ધાંતો પોતાને પ્રાણપ્રિય હતા, ને જેમનામાં વિશ્વાસ રાખીને
પોતે આ જગતમાં જીવ્યા હતા, તે સિદ્ધાંતોને સંસારના હિત માટે તેમણે
ગીતાના ગૌરવભર્યા ગ્રંથમાં સમાવી લીધા છે. માટે તો ગીતા ઉત્તમ ને આદર્શ જીવનની આરસીરૂપ
છે. તે આરસીનો પહેલેથી જ મેં ઉપયોગ કર્યો છે, ને તેની મદદથી મન
ને અંતરની મલિનતાને દૂર કરવા હિંમત ભીડી છે.
ગીતા
મુક્ત કે પૂર્ણ જીવનની કુંચી છે. તેની મદદ લઈને મુક્ત જીવનના મંદિરને કોઈપણ માણસ ઉઘાડી
શકે છે, ને પૂર્ણ જીવનમાં પ્રવેશ કરીને
ધન્ય પણ બની શકે છે. જગતમાં જન્મીને માતાના દૂધ ને પછી અનાજથી મારા શરીરનો ઉછેર થયો
છે. પણ મનનો ઉછેર તો ગીતાના અમૃતથી જ થયો છે. બાલપણથી જ પિતાનું મૃત્યુ થયું હોવાથી
હું એક રીતે અનાથ કે નિરાધાર બન્યો. પણ કોઈ પુણ્યના યોગે મને ગીતાનો આધાર મળ્યો. ગીતાથી
હું સનાથ બન્યો, તે માતા ને પિતા બંનેના સુખથી પણ વધારે સુખ પામ્યો.
ગંગાના દર્શન ને સ્નાન તથા પાનને પ્રત્યેક ભારતવાસી ઈચ્છે છે. મારા દિલમાં પણ તે માટેની
તીવ્ર ઈચ્છા હતી–કહો કે ઝંખના હતી. પણ ગીતાનો
આનંદ મળતાં જ તે ઈચ્છા શાંત થઈ ગઈ. ભગવાન શ્રીકૃષ્ણના અક્ષરના હિમાલયમાંથી નીકળેલી
ગીતાગંગા મારે મન સાચી ગંગા બની ગઈ. તેના સ્નાન ને પાનનો મને નશો ચઢ્યો. એ નશો નુકશાનકારક
નહિ પણ લાભકારક છે.
એક બીજી
વાત કહું ? જેવી રીતે કૃષ્ણનું તેવી રીતે
મહર્ષિ વ્યાસનું પણ સમજવાનું છે. વ્યાસે ગ્રંથો ઘણા લખ્યા, પણ
ગીતાના લેખનમાં તો તે ડોલી ઊઠ્યા છે. આવી ગીતાના ગૌરવ વિશે શું કહું ?
🌿🌳🌿🌳🌿🌳��🌳🌿🌳🌿🌳🌿🌳
----------------------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદભગવદગીતા-૮-
ગીતાનું
અક્ષયપાત્ર
ગીતાની
આ જ્ઞાનગંગા કેવી મધુર રીતે વહી છે ! આવો એના અમૃતને અંજલિ ભરી ચાખીએ ને કૃતાર્થ થઈએ.
ગીતાના સંગીતના સુંદર સ્વર સાંભળીએ. એથી બધાં દુઃખ ટળી જશે ને આનંદઆનંદ થઈ રહેશે. ગીતાનો
રસ અક્ષય છે. નદીનાં નીર ચોમાસામાં ભરાય ને ઉનાળામાં પાછા સુકાઈ જાય, કૂવા પણ વખત પર ભરાય ને પાછા ખાલી થાય,
તળાવ પણ રસ ને કસ વિનાનાં બની જાય, પણ ગીતાનો અમૃતરસ
કદી પણ નહિ સુકાય, નહિ ઘટે કે ખાલી પણ નહિ થાય. કરોડો લોકો હજારો
વરસોથી તે રસનું પાન કર્યા કરે છે, ને હજી પણ પાન કર્યા કરશે.
એકની એક વસ્તુ રોજ રોજ વાપરવાથી તેનું આકર્ષણ ઓછું થાય છે એમ કહેવાય છે. પણ ગીતાના
સંબંધમાં તે સાચું નથી. પેલા સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે કે સોનાને ફરીફરી તપાવવાથી
તેની કાંતિમાં વધારો થતો જાય છે, તથા ચંદનને પણ વધારે ને વધારે
ઘસવાથી તેની સુવાસ વધતી જાય છે, તેમ ગીતાનું વાંચનમનન વારંવાર
કરવાથી તેના રસમાં વધારો થતો જાય છે. અરુચિવાળા માણસે પણ એકવાર જ્યાં ગીતાના અમૃતરસનો
સ્વાદ લીધો, ત્યાં તેને એવો ચસકો લાગવા માંડે છે, રસની એવી તો અદમ્ય ભૂખ લાગવા માંડે છે કે તેને તૃપ્ત કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ
થઈ પડે. પછી તો તે ગીતાનો પરમ પ્રેમી થઈ જાય છે.
ગીતાના
નિરંતર અભ્યાસથી તેના રસમાં વધારો થતો જાય છે. છેવટે તેની રસાસ્વાદની ઈચ્છા શમી જાય, ને તેની તરસ કે ભૂખ પણ શાંત થઈ જાય,
પણ ગીતાનો રસ ખૂટતો નથી. ગીતાનું અક્ષયપાત્ર તો એવું ને એવું જ ભરેલું
રહે છે. ખાબોચિયાં ને નાની નદી જલદી સુકાઈ જાય છે, પણ ગંગા સદાય
ભરેલી જ રહે છે. ઉનાળાની સખત ગરમીમાં પણ તેનું પાણી તન, મન અને
અંતરને શીતળ કરે છે, ને ટાઢું હીમ જેવું થઈને વહ્યા કરે છે. યુગોથી
પૃથ્વીના પ્રવાસે નીકળેલો તેનો પ્રવાહ કદી ખૂટતો કે થાકતો જ નથી. ગીતાની અમૃતગંગા પણ
એવી જ અવિનાશી છે. ગંગાની જેમ તે પણ પતિતપાવની છે. કોઈ પણ સ્થળે ને કોઈયે કાળે માણસને
તે શાંતિ આપી શકે છે. આનું નામ અમરતા. ગીતા અમરતાની મૂર્તિ છે.
સંસારમાં
બે પ્રકારનું સાહિત્ય છે. એક તો ક્ષણજીવી સાહિત્ય ને બીજું સર્વકાલીન કે સનાતન સાહિત્ય
ક્ષણજીવી સાહિત્ય અમુક સમય પૂરતું જ પ્રકાશ આપે છે. બધા સમયને માટે તે પ્રેરણા નથી
આપી શકતું. પરંતુ સનાતન સાહિત્ય ગઈકાલ, આજ, આવતીકાલ ને બધા જ સમય માટે પ્રેરણા આપનારૂં છે. જ્યાં
સુધી માનવજાતિ જીવે ત્યાં સુધી તેને અસર કરનારું છે, ગીતાનું
સાહિત્ય આવું સનાતન છે.
ગીતાને
વ્યાસની બુદ્ધિનો નીચોડ કહી શકાય. ભારતીય ધર્મમાં પ્રસ્થાનત્રયીનું મહત્વ વિશેષ છે.
ગીતા ભારતીય જ્ઞાનધારાનું પરિપૂર્ણ પ્રતીક છે, ભારતના આધ્યાત્મિક ઉદ્યાનનું પૂર્ણપણે ખીલેલું ફૂલ છે. એમાં સંદેહ નથી. મહાભારતના
યુદ્ધમાં ને મહાભારત ગ્રંથમાં–બન્નેમાં ગીતા પ્રાણ જેવી છે. બીજા ગ્રંથોમાં વ્યાસ ભગવાનનું
મસ્તિષ્ક કે બુદ્ધિધન વ્યક્ત થાય છે, ને સારી રીતે વ્યક્ત થાય
છે, પણ ગીતામાં તો તે ઉપરાંત એક બીજી જ અનોખી વસ્તુ–વ્યાસનું
હૃદય રજૂ થયેલું છે. જે ભાવના ને જીવનની ફિલસુફી વ્યાસને ખૂબ પ્રિય હતી, જે તેમના જીવનમાં આશા, પ્રેરણા ને પ્રકાશનું કામ કરતી
હતી, તે તેમાં રજૂ થઈ છે. અટલે તે આટલી બધી અસરકારક બની ગઈ છે.
ગીતાની
મહત્તા તેના રચનારને મન કેટલી બધી છે તેનો ખ્યાલ લાવવા ગીતાના દરેક અધ્યાયની નીચેના
શબ્દોનો વિચાર કરો. તેમાં ‘ભગવદ્ ગીતા સૂપનિષત્સુ’ એવા ઉલ્લેખ છે. ભગવદ્ ગીતા એક ઉપનિષદ્
છે એમ તેમાં કહેવામાં આવ્યું છે, ને ગીતાના બધા જ ટીકાકારો ને વિચારકોએ
ચરણને માન્ય રાખ્યું છે. આપણે એમ પણ કહી શકીએ કે
ગીતા બધાં જ ઉપનિષદોનું પ્રતિનિધિત્વ કરનારો કે ઉપનિષદોની વતી જવાબદારીપૂર્વક
બોલનારો ગ્રંથ છે. જે તેનું શરણ લે, તેની શિક્ષાને જીવનમાં ઉતારે,
તેના બધા જ સંશય છેદાઈ જાય, ને તેને શાંતિ ને માનસિક
પ્રસન્નતાની પ્રાપ્તિ પણ થઈ જાય. આ અર્થ પ્રમાણે ગીતાને ઉપનિષદ્ કહેવાનું બરાબર જ છે,
એ વાતનો આપણે પણ સ્વીકાર કરીશું, ને સહર્ષ સ્વીકાર
કરીશું.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
--------------------------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદ ભગવદગીતા -૯-
🍁
ગીતા માં શું છે ?🍁
અધ્યાય -૧ -
માં ગીતા ની પ્રસ્તાવના છે. કૌરવોએ પાંડવોનો રાજ્યભાગ નો અધિકાર ના મંજુર
કર્યો,કૃષ્ણ ની સમજાવટ પણ નિષ્ફળ રહી.અને
યુદ્ધ ના મંડાણ થયાં. રણ ભૂમિ ની વચ્ચે રથમાં અર્જુન સામા પક્ષમાં સગાં,મિત્રો અને ગુરૂ ને જોઈ શોક-વિષાદ
માં આવી જઈ, યુદ્ધ નહી કરવાનો નિશ્ચય કરે છે
અધ્યાય -૨ -
માં ગીતાનું બીજ રોપાય છે.શરીર અને આત્મા નું “જ્ઞાન
“છે. “સ્વ-ધર્મ" અને ક્ષત્રિય તરીકે ની
ફરજ નું વર્ણન છે.”કર્મ “ નું જ્ઞાન બતાવેલ છે. સમતા રાખી,કામનાનો ત્યાગ કરી ફળ ની આશા કે ફળ પર અધિકાર નહી રાખવાનું શીખવે
છે.સ્થિતપ્રજ્ઞ તા ના લક્ષણો બતાવેલા છે. ટૂંક માં અહીં જ્ઞાન યોગ અને કર્મ યોગ બંને નું
વર્ણન કર્યું છે.
અધ્યાય -૩ -
માં માત્ર કર્મ
યોગ વિષે વર્ણન છે.કર્મો પ્રકૃતિના ગુણો ને લીધે થાય છે,અને કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા
વગર રહી શકતો નથી.કર્મ કરવા પર નિષેધ નથી પણ
કર્મ કરતાં કરતાં થતી આસક્તિ (રાગ) અને દ્વેષ એ અધ્યાત્મ માર્ગ ના વિઘ્નો છે.રજો
ગુણ થી ઉત્પન્ન થતો "કામ"(પોતાની પાસે જે નથી તે પામવાની ઈચ્છા ) વેરી છે. ટુંકમાં અહીં કર્મ યોગ નું વર્ણન કરી પાછું જ્ઞાન યોગ થી સમાપ્તિ કરી છે કે-શરીર થી ઇન્દ્રિયો પર છે,ઇન્દ્રિયો થી મન પર છે,મન થી બુદ્ધિ પર છે,બુદ્ધિ થી પર આત્મા છે.
અધ્યાય -૪
માં જ્ઞાન અને
કર્મ બંને ના સન્યાસ(ત્યાગ)વિષે કહ્યું છે.ઈશ્વર અધર્મ નો નાશ કરવા મનુષ્ય રૂપે (દેવરૂપે)અવતાર
લે છે,જેને અજ્ઞાની લોકો ભગવાન માનવા
તૈયાર નથી.જેથી તેનામાં અસંખ્ય સંશયો પેદા
થાય છે,જેને આત્મ જ્ઞાનની તલવારથી કાપી નાખી કર્મયોગ નું પાલન
(યુદ્ધ)કરવાનું શીખવે છે..આત્મ -જ્ઞાની ને કર્મ નું બંધન રહેતું નથી.
અધ્યાય -૫
માં માત્ર કર્મ ના સન્યાસ(ત્યાગ) ની રીત શીખવવા યોગતત્વ
નો પ્રારંભ કરેલો છે.પ્રકૃતિ (માયા)કાર્ય કરે છે,આ સમજી લઇ ,"હું કશું કરતો નથી પણ
ઇન્દ્રિયો તેમના વિષયો માં પ્રવૃત થાય છે"
એમ વિચારવાનું કહે છે.ઇન્દ્રિયો ને તેમના વિષય માં થી કેમ પછી ખેંચી લેવી ,તે માટેની વિધિ નું વર્ણન કરેલ છે.
આમ જ્ઞાન થી જ કર્મ નો ત્યાગ કરી શકાય છે.
અધ્યાય -૬ -
માં યોગ તત્વ પ્રાપ્ત કરવાન આસનો,અષ્ટાંગ યોગ,ચંચળ
મન ને અભ્યાસ થી વશ કરવું ,આત્મા વડે આત્મા નો ઉદ્ધાર કરવો વગેરે નું વર્ણન કરેલ છે.ફળની આશા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરનાર તે સંન્યાસી અને યોગી છે.સંકલ્પ નો
સંન્યાસ(ત્યાગ)કર્યા વિના યોગી થઇ શકતું નથી.યોગ પ્રાપ્તિ માટે યોગીને ‘કર્મ’ એ ‘સાધન’
છે.તે જ યોગી યોગ પ્રાપ્ત કરે પછી કર્મત્યાગ
એ ‘સાધન’ છે.કૃષ્ણ અર્જુન ને યોગી થવાનું કહે છે
અધ્યાય -૭ -.
માં જે જાણીને
બીજું કંઇ જ જાણવાનું બાકી ના રહે તે
જ્ઞાન, વિજ્ઞાન સહિત કહેલું છે.પરા અને
અપરા પ્રકૃતિ નું વર્ણન છે.દોરીમાં જેમ મણકા પરોવાયેલ છે તેમ સર્વ જગત પરમાત્મા માં ગુંથાયેલું છે .ત્રિગુણાત્મક માયા ને પાર
કરવા ઈશ્વર નું શરણ તે એકમાત્ર ઉપાય
છે.ચાર પ્રકારના જુદાજુદા ભક્તો નું વર્ણન છે.
યોગમાયા થી આવૃત થયેલા પરમાત્મા સર્વ ને દેખાતા નથી,અને
અવ્યક્ત હોવા છતાં અજ્ઞાની ઓ પરમાત્મા ને દેહ
ધારી માને છે.
અધ્યાય -૮ -
માં બ્રહ્મ,અધ્યાત્મ,કર્મ,અધિભૂત,અધિદૈવ,અધિ યજ્ઞ ની વ્યાખ્યા આપી સમજાવ્યું છે.વળી
મરણ સમયે પરમાત્મા
નું સ્મરણ કરતાં કરતાં શરીર છોડવું તે બતાવેલ
છે.
અધ્યાય -૯ -
માં અત્યંત ગુઢ માં ગુઢ જ્ઞાન નું વર્ણન છે.પરમાત્મા
નું અવ્યક્ત સ્વરૂપ છે, અને સકળ વિશ્વ તેનાથી વ્યાપ્ત છે.એનામાં
સર્વ જીવો રહેલાં છે,પણ
તેમનામાં એ સ્થિત નથી . જે રીતે સર્વ
ગામી વાયુ આકાશ માં રહેલો છે,તેવી રીતે સર્વ જીવો તેના માં રહેલાં
છે.પ્રકૃતિ નો આશ્રય લઇ કલ્પ ના અંતે તે
જીવોને ફરી પેદા કરે છે.દૈવી અને અસુરી પ્રકૃતિ ના મનુષ્યો
નું વર્ણન છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
----------------------------------------------------------------------------------------------------------
શ્રીમદભગવદગીતા -૧૦-
ગીતા
મા શું છે????
અધ્યાય-૧૦-
‘જ્ઞાન’ તથા ‘શક્તિ’ આદિનું મૂળ કારણ ઈશ્વર છે.સુખ દુઃખ જેવા અનેક વિવિધ
ભાવો એનાથી જ ઉત્પન્ન થાય છે.જે જે વસ્તુ વિભૂતિ યુક્ત ,ઐશ્વર્યયુક્ત અને કાંતિ યુક્ત છે તે
સર્વ તેના તેજ ના ‘અંશ’ થી ઉપજેલી છે.તેના
અંશ માત્ર થી સમગ્ર જગત ધારણ થયેલું છે.
અધ્યાય-૧૧ -
માં કૃષ્ણે અર્જુન ને વિશ્વરૂપ-વિરાટ સ્વરૂપ નું દિવ્ય
ચક્ષુ આપી દર્શન કરાવ્યું.કે જે માત્ર અનન્ય ભક્તિ વડે જ જોવાનું શક્ય છે.જે જોઈ અર્જુન
હર્ષ અને ભય ને પામે છે.અને તેની વિનંતી થી કૃષ્ણ પાછા મૂળ
સ્વરૂપ ને ધારણ કરે છે.
અધ્યાય-૧૨ -
માં બ્રહ્મ ના નિરાકાર કે સાકાર એ બંને માં કોણ શ્રેષ્ઠ
છે? અર્જુન ના પ્રશ્ન નો કૃષ્ણ જવાબ આપે છે.”મારામાં મન રાખીને, જે નિત્ય તત્પર રહીને શ્રદ્ધા થી મને ભજે છે,તે શ્રેષ્ઠ
યોગી છે”ભક્તિ ને જ્ઞાન અને કર્મ ની પુરક બતાવી છે.અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે,જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે,અને ધ્યાન કરતાં પણ કર્મ
ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે એવું વર્ણન છે.
અધ્યાય-૧૩-
માં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિષે સમજાવતા કહે છે કે શરીર ને ક્ષેત્ર કહેવાય છે,અને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ
કહે છે.‘પ્રકૃતિ’ અને ‘પુરુષ’ ,બન્ને ને તું અનાદિ અને નિત્ય છે,, શરીરના રાગ-દ્વેષાદિ,સત્વ આદિ વિકારો ‘પ્રકૃતિ’ થી ઉત્પન્ન થયેલા છે.એવું વર્ણન
છે.અંતે કહે છે કે જેમ સૂર્ય સર્વ લોકને પ્રકાશિત કરે છે તેમ એક જ ‘ક્ષેત્રજ્ઞ’(આત્મા-પરમાત્મા),સર્વ ‘ક્ષેત્ર’ને(શરીરને) પ્રકાશિત
કરે છે
અધ્યાય-૧૪-
માં પ્રકૃતિ,ગુણો અને ગુણાતીત વિષે સમજાવ્યું છે.અને કહે છે કે “મારી ‘મૂળ પ્રકૃતિ’(મહદ
બ્રહ્મ પ્રકૃતિ) એ સર્વ ભૂતોની યોનિ સ્થાન (ગર્ભ સ્થાન) છે.તેમાં હું જ પિતા તરીકે
ચેતન ના અંશ રૂપ બીજ મુકું છું અને હું જ માતા તરીકે ગર્ભ ધારણ કરું છું.જેના થી સર્વ
ભૂતોની ઉત્પત્તિ થાય છે .સત્વ,રજસ અને તમસ એ ત્રણ ગુણો પ્રકૃતિ
માં થી ઉત્પન્ન થયેલા છે,અને આ ત્રણ ગુણો, દેહમાં રહેલા અવિનાશી જીવાત્મા ને બાંધે છે.ભક્તિ યોગ થી આ ત્રણ ગુણો થી પર
જઈ ગુણાતીત (બ્રહ્મ ભાવ) પામવા યોગ્ય બનાય છે.
અધ્યાય-૧૫-
માં સંસાર રૂપી પીપળાના વૃક્ષ ના ‘મૂળ’ ઉપર છે અને શાખા
ઓ નીચે છે,તથા તેનો કદી નાશ થતો નથી,એમ કહ્યું છે.વેદ ના છંદો તેના પાંદડા
છે,આ રહસ્ય ને જાણનાર વેદવેતા છે.અને
ક્ષર,અક્ષર અને પુરુષોત્તમ પુરુષો ને સમજાવી ગુહ્યત્તમ -અધ્યાત્મ શાસ્ત્ર સમજાવ્યું
છે.
અધ્યાય-૧૬-
માં દૈવી અને આસુરી સંપદ નું અને તેવા મનુષ્યો નું વર્ણન
છે.પુરૂષ નો નાશ કરનાર -
કામ,ક્રોધ અને મોહ આ ત્રણ છે.એમ બતાવી .કરવા યોગ્ય કે ના કરવા યોગ્ય કર્મો નો નિર્ણય
કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે.માટે તેના મુજબ કરવા યોગ્ય કર્મ કરવા તે જ યોગ્ય છે.એમ
કહ્યું છે.
અધ્યાય-૧૭-
માં સાત્વિક,રાજસિક,તામસિક -ત્રણ પ્રકારની શ્રદ્ધા ,આહાર, યજ્ઞ,તપ,અને દાન નું
વર્ણન કરેલું છે.
અધ્યાય-૧૮-
માં સન્યાસ
અને ત્યાગ વિષે સમજાવતાં કહે છે કે --કામ્ય કર્મો (ફળની ઈચ્છા થી કરાતાં કર્મો)ના ત્યાગ
ને જ્ઞાનીઓ ‘સંન્યાસ’ કહે છે.અને સર્વ કર્મોના ‘ફળ’ના ત્યાગ ને ‘ત્યાગ’ કહે છે.ત્યાગ
ત્રણ પ્રકારનો છે,કર્તવ્ય
તરીકે નિયત થયેલાં કર્મોનો મોહ-અજ્ઞાન વશ ત્યાગ તે તામસિક ત્યાગ
કર્મો દુઃખરૂપ છે,એમ સમજી શારીરિક પીડાના ભયથી કર્મો નો ત્યાગ તે રાજસિક ત્યાગ
,
કર્તવ્ય કર્મ ને ધર્મ સમજી,આશક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરી કરેલો
ત્યાગ તે સાત્વિક ત્યાગ. .
‘હું કર્તા છું’ એવો જેનામાં અહંકાર ભાવ નથી,અને ફળની ઇચ્છાથી જેની બુદ્ધિ લોપાતી
નથી,તે જ્ઞાની સર્વ પ્રાણીઓને હણી નાખે,તો પણ ખરી રીતે તે મારતો નથી કે બંધન માં પડતો નથી.અંતે અર્જુન કહે છે કે “આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણ પણે દૂર
થયો છે,અને હવે સંશય વગરનો થઇ આપના કહેવા પ્રમાણે જ કરીશ .”
જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને જે પક્ષમાં ધનુર્ધારી
અર્જુન છે,ત્યાં લક્ષ્મી,વિજય,ઐશ્વર્ય અને અવિચળ નીતિ વાસ કરે છે
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
-----------------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદ્દ ભગવદગીતા -૧૧-
હિંદુ ધર્મ
નું મૂળ પુસ્તક કયું??
પરદેશ
ની સ્કુલ માં ભણતો આઠ વર્ષ નો નાનો પુત્ર સ્કુલ માં થી ઘેર આવી પિતા ને પુછે છે કે
- જેમ ક્રિશ્ચિયનો નું બાઈબલ અને મુસલમાનો નું કુરાન મૂળ પુસ્તક છે તેમ હિંદુ ધર્મ
નું મૂળ પુસ્તક કયું ?
પિતા ઘડીવાર
વિચારમાં પડી જાય છે ....શું કહેવું?
થોડુક વિચારી તરત કહી દે છે કે---"ગીતા " પણ
પાછા તરત વિચાર માં સરી જાય છે.
આમ સાચે
જોવા જાઓ તો વેદો એ મૂળ પુસ્તક છે. અને વેદો પરથી ઉપનિષદો અને પુરાણો રચાયેલા છે. મુખ્ય
પુરાણ માં નું એક તે ભાગવત છે.
આ ભાગવત
માં રામાયણ અને મહાભારત નો ઉલ્લેખ છે. પાછળથી આ બંને રામાયણ અને મહાભારત અલગ પુરાણ
તરીકે લખાણા.અને મહાભારત પુરાણમાં ગીતા નો ઉલ્લેખ છે.
આમ ગીતા રૂપી રત્ન મહાભારત માં થી પ્રાપ્ત થયેલું
છે.
અને વેદો ,ઉપનિષદો અને પુરાણો ના સારાંશ રૂપે છે. ભગવદ ગીતા ની સરળતા અને સુંદર રજૂઆત
ને લીધે તે વિદ્વાનો અને સામાન્ય માનવીઓમાં તેનો વધારે પ્રચાર થયેલો છે.
વેદો
અને ઉપનિષદો સામાન્ય માણસો પાસે ઉપલબ્ધ હોતા
નથી.એટલે સરળતાથી ઉપલબ્ધ ગીતાને હિંદુ ધર્મ
ના મૂળ પુસ્તક તરીકે ગણી શકાય ખરી.....અને હાલ ના સંજોગો અનુસાર તે વ્યાજબી પણ લાગે
છે. કારણ કે તેમાં સર્વ બ્રહ્મવિદ્યા ના પુસ્તકો
વેદો ,ઉપનિષદો અને પુરાણો નો સાર છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
---------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદ ભગવદગીતા-૧૨-
ગીતાસાર-
ટૂંકમાં
---અર્જુન મોહ (આશક્તિ) થી શોકમય થયો છે .
--અજ્ઞાન અને અંધારા નું આગમન થયું છે
---તેની આંખો જાણે બંધ થઇ ગઈ છે
---શ્રી કૃષ્ણ જ્ઞાન -આત્મા વિષે નું જ્ઞાન આપે છે -(જ્ઞાન યોગ )
---પછી કર્મ અને કર્મફળ ના ત્યાગ ની વાત સમજાવી (કર્મયોગ
)
---પછી ઇન્દ્રિયો અને મન પર સંયમ અને એકાગ્રતા ની રીત
શીખવી
---પછી પોતાની વિવિધ વિભૂતિઓનું વર્ણન કર્યું (વિશ્વરૂપ
દર્શન માટે )
---દિવ્ય ચક્ષુ આપી --વિરાટ સ્વ-રૂપ નું દર્શન અને અનુભવ
કરાવ્યો
---જીવન મુક્તતા અને સ્વ-ભાવ સમજાવ્યો
---ક્ષેત્રજ્ઞ અને ત્રણે ગુણો ને જાણનાર પુરુષોત્તમ નું
જ્ઞાન આપ્યું
---દૈવી સંપતિ,ભક્તિ ,શ્રદ્ધા અને વૈરાગ્ય (સન્યાસ ) નું જ્ઞાન આપ્યું
છેવટે
શાંત થઇ આનંદ થી અર્જુન બોલી ઉઠે છે
--મારો --મોહ --નષ્ટ થયો છે
--તમારી --કૃપા -થી મને સાચું જ્ઞાન થયું છે
--હું --સ્થિર -થયો છું
--મારા બધા--શંશયો--નિર્મૂળ થયા છે અને
હવેથી હું તમારા વચન પ્રમાણે વર્તીશ
(શરણં )
-----------------------------------------------
અર્જુન
ને જે મળ્યું તે
કૃષ્ણજી એ ગીતા માં આપેલું છે -
આપણે પણ અર્જુન--કે- જે ઉપર બોલ્યો છે (હવેથી હું તમારા
વચન પ્રમાણે વર્તીશ )
તે પ્રમાણે.....
ગીતા અને કૃષ્ણજી નું શરણ સ્વીકારવું જ રહ્યું
............
શ્રી કૃષ્ણ શરણં મમઃ
કૃષ્ણમ વંદે જગદ ગુરૂમ..........
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
-------------------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદ્દ ભગવદગીતા-૧૩-
ગીતા ના માર્ગ ની પસંદગી
ગીતા માં શું છે ?
સામાન્ય રીતે ત્રણ જુદી જુદી પ્રકૃતિ ના લોકો હોય છે
૧-કર્મ પ્રધાન
૨-લાગણી પ્રધાન
૩-તર્ક પ્રધાન
અને આ ત્રણ જુદી જુદી પ્રકૃતિ ના લોકો માટે ગીતા માં
ત્રણ જુદા જુદા યોગો (માર્ગો ) બતાવ્યા છે .
૧-કર્મ યોગ
=કર્મ પ્રધાન લોકો માટે (વૈરાગ્ય -અનાશક્ત
)
૨-ભક્તિ યોગ
=લાગણી પ્રધાન લોકો માટે
૩-જ્ઞાન યોગ
=તર્ક પ્રધાન લોકો માટે (શોધક વૃત્તિ
વાળા લોકો )
શાંતિ
(પરમાનંદ ) ની પ્રાપ્તિ માટે
પોતાની પ્રકૃતિ અનુસાર
કોઈ પણ એક માર્ગ
પસંદ કરી શકાય ."પૂર્ણ પદ" પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો
ત્રણે નો સમન્વય થવો જોઈએ (જ્ઞાન -ભક્તિ -વૈરાગ્ય )
ગીતાનું
બીજ-શરૂઆત
ગીતાનું બીજ ...
યુદ્ધ
ના મેદાન માં અર્જુન શોકમય છે ...અશાંત છે ... ત્યારે "પરમ શાંત" શ્રી કૃષ્ણ
કેવી રીતે તેને
સમજાવવાની શરૂઆત કરે છે ?
ગીતાના
આ ષ્લોક ને (૨-૧૧ )
ગીતા નું "બીજ " કહે છે ...
અને અહી થી જ ગીતા ની શરૂઆત થાય છે ....
ત્વમ
=તું
અશોચ્યાન =ના શોક કરવાનો
અન્વશોચ =શોક
કરે છે
ચ
=અને (પાછો )
પ્રજ્ઞાવાદન
=પંડિતો જેવું વચન (અહમ? )
ભાષસે =કહે
છે (પરંતુ )
પંડિતા
=પંડિતો (સાચો જ્ઞાની )
ગતાસુન =જે
ચાલી ગયું છે તેને માટે (ભૂતકાળ ?)
ચ
=અને
ગતાસુન =જે
ચાલ્યું ગયું નથી તેને માટે પણ (ભવિષ્ય ?)
ન
=નથી
અનુશોચન્ત =શોક
કરતા
----–--------------------------------------------------------
ગીતા નો અંત-શ્લોક
ગીતા નો અંત-શ્લોક ...
સર્વધર્માન
=સર્વ ધર્મો નો (કર્મ ના આશ્રય નો )
પરિત્યજ્ય =ત્યાગ કરીને
એકમ
=(કેવળ ) એક
મામ
=મારા ("સ્વ"ધર્મ -આત્મા -પરમાત્મા )
શરણમ =શરણે
વ્રજ
=આવ (પ્રાપ્ત થા )
અહમ =હું
ત્વા
=તને
સર્વ પાપેભ્ય=સર્વ પાપો થી
મોક્ષ્ પીશ્યામી =મુક્ત કરી દઈશ
માં શુચ
=તું શોક કરીશ નહિ
અહી પહેલી
લીટી ને "શક્તિ " કહે છે અને બીજી લીટીને "કિલક "(ખીલી-કુંચી
)કહે છે
અહી
ભક્તિ યોગ = (સગુણ
ઈશ્વર )=પરમાત્મા શ્રી કૃષ્ણ હાજર છે
જ્ઞાનયોગ =(નિર્ગુણ ઈશ્વર )=આત્મા (સ્વ ) પણ કહી શકાય
કર્મ યોગ ="સ્વ"ધર્મ (અનાશક્ત)
શરણે
જવાથી અહમ ની મુક્તિ ?
અહમ ના રહે તો પછી પાપ અને પુણ્ય ક્યાં બાકી રહે ?
પાપ અને પુણ્ય ના રહે તો શોક(મોહ ) ક્યોંથી બાકી રહે ?
અને જયારે અર્જુન આવી રીતે "શરણે " જાય છે
-
ત્યારેજ તે મોહ માં થી મુક્ત થાય છે ...
મુક્તતા તો હતી જ ---
મુક્ત થવાનું નહોતું ---
પણ બંધન (મોહ નું )જે જાતે જ ઉભું કર્યું હતું
તેમાં થી મુક્ત
થયો -----
આપણે બધા સર્વદા મુક્ત છીએ
બંધનો આપણા બનાવેલા છે
બંધનો પણ આપણા અને મુક્તિ પણ આપણી ......
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
--------------------------------------------------------------------------------------------------------
શ્રીમદ ભગવદગીતા-૧૪-
કર્મયોગ
ગીતા
ના શ્લોકો નો અર્થ સમજ્યા વગર માત્ર જ્ઞાન તરીકે તેનું પ્રદર્શન કરનાર લોકો ની કમી
નથી ....
ઘણી
વખત ઘણા લોકો ને અર્થ ની ખબર હોય તો માત્ર જ્ઞાન તરીકે તે બુદ્ધિ માં હાજર હોય છે
..એટલું જ ........અથવા
તો સાચા અર્થ માં સમજ્યા હોય તેવું લાગતું નથી .
ઉદાહરણ તરીકે ---
લગભગ ઘણા લોકોને હું કહેતા સાંભળું કે --
----"આપણે તો બસ કર્મ કરવાનું
--ફળ આપવું ના આપવું એના હાથમાં છે "
----"આપણે તો બસ કર્મ કરવાનું -તે કોક દિવસ તો ફળ આપશે "
---"આપણે તો બસ કર્મ કરવાનું -ફળ ની આશા નહી રાખવાની "
અને પછી તરતજ કહે કે--
" ગીતામાં લખ્યું છે કે -
કર્મણ્યે વાધીકારસ્તે માં ફલેષુ કદાચન "
ઘણી વખત આવાં ઉપરનાં વાક્યો સાંભળી પ્રશ્ન જરૂર થાય કે
- આવા ફળ ની આશા રાખ્યા વગર કર્મ કરનાર કેટલા હશે ?
પણ આવા ફળ ની રાહ જોઈને સતત કર્મ કરનાર તો હર રોજ જોઈએ
છીએ .. કોઈના પર આંગળી તો કેમ ચીંધાય
?? પણ અહી એ ગીતા ના બહુ જ પ્રચલિત શ્લોક નું શબ્દ થી શબ્દ નુંભાષાંતર રજુ કરું ----
ગીતા --૨-૪૭
તે =તારો
કર્મણી =કેવળ
કર્મ કરવામાં
એવ =જ
અધિકાર=અધિકાર છે
ફલેષુ =ફળમાં
(અધિકાર )
કદાચન =ક્યારેય
પણ
માં
=નહિં
કર્મફલહેતુ=કર્મો નાં ફળની વાસના વાળો (પણ)
માં ભૂ
=થા નહી
તે
=તારી
અકર્મણી =કર્મ
ના કરવામાં (પણ)
સંગ્
=પ્રિતી
માં અસ્તુ =ન
થાય
અહી જોઈએ
તો ----- સીધો જ અર્થ સમજાવે છે કે
--ફળ ઉપર આપણો અધિકાર નથી ----
-------------------------------------------------------------------------
આ કર્મયોગ ની પ્રાથમિક સમજ છે
-----------------------------------------------------------------------
કર્મયોગ ને
વધારે સારી રીતે સમજવા
--------------------------------------------------------------------
ગીતા ૪-૨૪
યજ્ઞ માંઅર્પણ કરવાની -ક્રિયા-
------- બ્રહ્મરૂપ છે -
હૂત દ્રવ્ય (તલ વગેરે)----------બ્રહ્મ છે
આહૂતિ આપનાર --------------બ્રહ્મ છે
આહૂતિ અપાય છે -------------બ્રહ્મરૂપ અગ્નિમાં
અને આમ
આ બ્રહ્મ કર્મ (યજ્ઞ) માં લીન થયેલા બ્રહ્મવેતા ને
પ્રાપ્ત થનારું ફળ પણ "બ્રહ્મ" જ છે
...........
---------------------------------------------------------------------------
ગીતા ૪-૨૨
--અનાયાસે જે કંઇ મળી જાય તેમાં સંતુષ્ટ રહેનારો
--દ્વંદો (સુખ-દુખ વગેરે)થી દૂર રહેનારો
--ઈર્ષા વગરનો
--સિદ્ધિ -અસીદ્ધિ માં સમભાવ વાળોપુરૂષ કર્મો કરીને પણ
તેનાથી બંધાતો નથી
-----------------------------------------------------------------
ગીતા ૪-૨૦
જે પુરૂષ સાંસારિક આશ્રય થી રહિત થઇ સદા પરમાનંદ માં
તૃપ્ત ને કર્મો ન ફળ અને કર્તાપણા ના અભિમાન ને ત્યજીને
(પછી)
કર્મ માં સારી રીતે પ્રવૃત થયેલો
હોવા છતાં પણ (વસ્તુત)
કશું જ કરતો નથી.
-----------------------------------------------------------------------
ગીતા ૨-૪૮
આશક્તિ ત્યજીને (તથા) સિદ્ધિ -અસીદ્ધિ માં સમ (સમ બુદ્ધિ
)થઇ યોગ માં સ્થિત થયેલો કર્મ કર
આ સમત્વ ભાવ જ (સમતા)
યોગ
કહેવાય છે.
-----------------------------------------------------------------------
હવે કદાચ સમજાય કે -----
ફળ પર આપણો અધિકાર નથી ........................
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
---------------------------------------------------------------------------------------------
શ્રીમદભગવદગીતા -૧૫-
-ભક્તિયોગ-
ભક્તિયોગ
માં અદ્વિત(એક) માં થી દ્વૈત (બે ) થાય છે. જયારે એક જ બ્રહ્મ ને માનવામાં આવે ત્યારે
અદ્વૈત અને
જયારે બ્રહ્મ અને હું એટલેકે પરમાત્મા અને આત્મા એમ બે
થાય ત્યારે અદ્વૈત ......
બ્રહ્મ
જયારે અવતાર લે (દેવ બને-કૃષ્ણ બને )ત્યારે ભક્તિ યોગ અસ્તિત્વ માં આવે .....
ભક્તિ
યોગ માં અવતાર -દેવ -કૃષ્ણ ને જ બ્રહ્મ માની લેવાનું છે . વળી ભગવાન વ્યક્તિ તરીકે
હાજર છે -દેવ તરીકે હાજર છે --એટલેબધા તર્ક છોડી જો કૃષ્ણ ના શરણે જવાય તો બ્રહ્મ હાથ
વેંત માં છે ......
એટલે જ
પ્રભુ
ને પામવાનો આ ભક્તિમાર્ગ સહુથી સરળ છે ....
ગોપીભાવ
કેળવવો સહેલોય છે અને અઘરો પણ છે ......આપણો અહમ જો કૃષ્ણ ને ભગવાન માનીને તેના શરણે
જવા તૈયાર હોય તો પ્રભુ દૂર નથી .........................
ભક્તિ
શબ્દ ને એકલો રાખવા કરતાં "તીવ્ર ભક્તિ "તરીકે રાખવો જરૂરી છે. અને આવી તીવ્ર
ભક્તિ નું ઉદાહરણ --મીરાં --નું છે ........
ગીતા ના આ નીચેના ષ્લોક ભક્તિયોગ માટેના મુખ્ય છે
.....
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
ગીતા ૯-૨૭
કૃષ્ણ -અર્જુન ને કહે છે -
--તુ જે કંઇ કરે છે
--જે કંઇ જમે છે
--જે કંઇ હોમે છે (યજ્ઞ માં )
--જે કંઇ દાન કરે છે
--જે કંઇ તપ કરે છે(સ્વધર્મ -ચરણરૂપ)
તે સર્વ મને અર્પણ કર ...
------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ગીતા ૯-૩૪
--મન થી મારો થા (મન ને મારા માં સ્થિર કર )
--મારો ભક્ત થા
--મારું પૂજન કર અને
--મને નમસ્કાર કર
આ પ્રમાણે મારે
શરણે થઇ (ચિત્ ને મારામાં સ્થિર કરી) તુ (તારા) આત્માને --મારામાં જોડીને (ઐક્યભાવ
થી ) મને જ પ્રાપ્ત થઈશ .
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ગીતા ૧૮ -૫૨-૫૩-૫૪
જે મનુષ્ય
--વિશુદ્ધ બુદ્ધિ થી યુકત
--મિતાહારી
--દ્રઢ વૈરાગ્ય નો આશ્રય કરી
--નિરંતર ધ્યાનયોગ માં પરાયણ રહી
--સાત્વિક ધારણા થી અંતકરણ ને વશ કરી
--વિષયોને ત્યજીને
--રાગ દ્વેષ ને નષ્ટ કરીને
............................................................................૫૨
--અહંકાર --સામર્થ્ય (બળ)--મગરૂરી --કામ --ક્રોધ -સંગ્રહ છોડીને
--મમતારહિત થઇ શાંત રહે છે
--તે બ્રહ્મરૂપ થવાને યોગ્ય થાય છે
................................................................૫૩
--આવો બ્રહ્મરૂપ થયેલો પુરૂષ
--પ્રસન્ન ચિત્ત વાળો થઈને
--ના કોઈ શોક કરે છે
--ના (કોઈ પદાર્થ ની )આકાંક્ષા કરે છે
અને આમ સર્વે પ્રાણી ઓમાં (સર્વ ભૂતોમાં ) સમ બુદ્ધિ
રાખીને (સમભાવ થયેલો ) મારી પરાભક્તિ ને પામે છે
..................................................................................૫૪
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ગીતા ૧૨-૮
--મારા માં મન ને લગાડ
--મારા માં જ બુદ્ધિ ને પરોવ
એ પછી તુ મારા માં જ વાસ કરીશ (મને જ પ્રાપ્ત થઈશ )
એમાં ( કંઇ પણ ) શંશય નથી .
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
--------------------------------------------------------------------
શ્રીમદ ભગવદગીતા-૧૬-
સંસાર નું
કર્મ અને ગીતા
લડાઈ
ના મેદાન માં અર્જુન ને -મોહ- થયો છે. કૃષ્ણ એને આત્મત્વ નો--જ્ઞાન નો-- બોધ કરે છે.(અધ્યાય-૨)
એટલે
અર્જુન વધુ દ્વિધા માં પડી ગયો છે અને પ્રશ્ન કરે છે કે-- (અધ્યાય-૩ ) જ્ઞાન ને જો
તમે વધારે ઉત્ત્તમ માનતા હો તો ----
તમે મને આવા ઘોર કર્મ (લડાઈ) માં કેમ જોડો છો ??
તમારા
આવાં અટપટાં વાક્યો મારી બુદ્ધિ ને મુંઝવણમાં નાખી દે છે ....તમે આ જ્ઞાન કે કર્મ એ
બેમાંથી એક વસ્તુ નિશ્ચિત કરીને કહો ........
લગભગ
આવોજ પ્રશ્ન આપણા બધા નો છે ......
અત્યારે ઠેર ઠેર જ્ઞાન ની વાતો રોજ સાંભળી એ છીએ
....
અને સંસાર માં કર્મ કેમ કરવું તેની સમજ પડતી નથી........
ચાલો
જોઈએ કે કૃષ્ણ શું કહે છે ..... કેવી રીતે આ પ્રશ્ન નું નિરાકરણ કરે છે.???ગીતા -અધ્યાય-૩
------------------------------------------------------------------------------------------------------------------
બે પ્રકારની નિષ્ઠા (રસ્તા) છે.
જ્ઞાન વડે જ્ઞાની ઓ ની અને
નિષ્કામ કર્મ વડે યોગી ઓ ની .....................................................................૩
કર્મો -ના -કરવાથી નિષ્કામ ભાવ ને પમાતુ નથી કે
કર્મો ના --ત્યાગ-- થી પણ સિદ્ધિ મળતી નથી
................................................૪
ખરેખર તો કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર
રહી શકતો નથી. કારણ કે
પ્રકૃતિ ને પરવશ સર્વ ને કર્મ તો કરવા જ પડે છે.........................................૫
જે મૂઢ પુરૂષ કર્મેન્દ્રિઓ ને રોકીને --મન વડે ઇન્દ્રીઓ
ના વિષય નું ચિંતન કરે છે --તે ઢોંગી છે
................................................................................................૬
ખરેખર--શ્રેષ્ઠ એ છે કે --
મન વડે ઇન્દ્રીઓ ને નિયમ માં કરી ફળ માં આશક્તિ રાખ્યા
વગર કર્મેન્દ્રિઓ થી નિષ્કામ કર્મ કરવું
.................................................................૭
મારે આ ત્રણે લોક માં આમ જોઈએ તો કોઈ પણ કર્મ કરવાનું નથી કે કશું મેળવવાનું પણ નથી -છતાં હું સતત કર્મ
કરતો રહું છું..................................................................૨૨
--------------------------------------------------------------------------------------------------------------------------------
ટૂંક માં "નિષ્કામ કર્મ" મુખ્ય શબ્દ છે. અને
તે જવાબ છે......
-------------------------------------------------------------------------------------------------------------------------------
અહીં
પાછો અર્જુન ને બીજો પ્રશ્ન થાય છે.....
મનુષ્ય
પોતે ઈચ્છતો ના હોવા છતાં --બળપૂર્વક કોઈ કામ માં જોડવામાં આવ્યો હોય તેમ --
કોનાથી પ્રેરાઈ ને પાપ નું આચરણ કરે છે?
------------------------------------------------------------------------------------------------------------------------------
રજોગુણ થી ઉત્પન્ન થનારો આ
કામ ---જ---ક્રોધ છે.એ
કદી તૃપ્ત ના થનારો મહા પાપી છે.
અને તુ આને મહાશત્રુ જાણ.........................................................................૩૭
જેમ ધુમાડા થી અગ્નિ,મેલથી આરસી અને ઓર થી ગર્ભ
ઢંકાયેલો રહે છે તેમ
આ મહાશત્રુ -કામ- વડે જ્ઞાન ઢંકાયેલું રહે છે.................................................૩૮
જ્ઞાનેન્દ્રિઓ ,કર્મેન્દ્રિઓ,મન અને બુદ્ધિ આ -કામ- નાં
આશ્રયસ્થાન કહેવાય છે.
જે જ્ઞાન ને ઢાંકી દઈ મનુષ્યને- મોહ -પમાડે છે.............................................૪૦
-------------------------------------------------------------------------------------------------------------------------------
ટૂંક માં કર્મ તો કરવાનું જ છે.
પણ નિષ્કામ કર્મ કરવાનું છે.
કર્મ કરવાથી ફળ તો મળે જ છે ....... પણ એ ફળ પર આપણો
અધિકાર નથી ......... પણ થાય છે એવું કે માનવી ફળ પ્રત્યે આશક્ત થઇ જાય છે. ખાલી ફળ
વાપરે તો કોઈ વાંધો નાં હોઈ શકે...... પણ આ ફળ -મારું --છે ....એ -સમજ -સાથે વાંધો
છે........
-----------------------------------------------------------------------------------------------------------------------------
આખી
ગીતા માં માત્ર આ ત્રીજા અધ્યાય માં જ
જનક રાજા નું ઉદાહરણ આપેલું છે. જનક રાજા ની વિગતો તો
બધાને ખબર છે.
જનક
ને વૈદેહી કહ્યા હતા.
પોતે દેહ નથી એવું માનનાર એ એકલા રાજા હતા.
એક પ્રસંગ
છે.
કોઈએ જનક ને પૂછેલું કે--
તમે આ રાજ્ય ભોગવો છો-રાણીઓ છે-નોકરો છે-પૈસા છે-રાજા
છો પણ આમ અલિપ્ત કેમ રહી શકો છો?
જનકે
જવાબ આપવા કરતા એક નોકર ને બોલાવ્યો -
અને તેના હાથ
માં તેલ ભરેલો દીવો આપ્યો અને કહ્યું કે
પુરા ગામ માં ચક્કર મારીને પાછો આવ-પણ સાથે એક તલવારધારી
માણસ મોકલું છું -જો દીવામાં થી એક ટીપું તેલ નીચે પડશે કેદીવો હોલવાઈ જશે તો ---તે
તારું માથું કાપી નાખશે ...
નોકર
ચક્કર મારી સાજોસમો પાછો આવ્યો -
જનકે પૂછ્યું કે રસ્તામાં રાજ્યના દીવાન તેને જોયેલા ?
નોકરે કહ્યું - ના ...મારું તો સતત માત્ર દીવા સામેજ
ધ્યાન હતું .....
જનકે પેલા
પ્રશ્ન નો જવાબ આમ આપી દીધેલો ...
સતત આત્મ પ્રત્યે ધ્યાન હોય તો
દેહ હોવા છતાં વિદેહ છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
----------------------------------------------------------------------------------------
શ્રીમદ ભગવદગીતા-૧૭-
શાંતિ
ક્યાં છે ?
ગીતા ૨-૭૧ મુજબ
જે પુરૂષ(આત્મા )સંપૂર્ણ "કામના"ઓનો "ત્યાગ" કરીને મમતા રહિત અહંકાર રહિત (અને) સ્પૃહા રહિત (થઈને
)વર્તે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે .
નોંધ --
કામના =પોતાની પાસે છે તેનાથી વધુ પામવાની ઈચ્છા
મમતા (મોહ)=" મારું "પોતાનું જે છે તેને ગુમાવવું
નથી તેવી ઇચ્છા
અહંકાર= "હું" "અહમ" પોતે સર્વશ્રેષ્ઠ
છે તેવું માનવું તે
સ્પૃહા =આસક્તિ =મારું -મારું ની ભાવના
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
પરમ
શાંતિ ક્યાં છે ?
ગીતા
૪-૩૯ મુજબ
જિતેન્દ્રિય,તત્પર થયેલો ,શ્રધ્ધાવાન (પુરૂષ)જ્ઞાન ને પ્રાપ્ત થઇ
તત્ક્ષણ(તરત જ )
પરમ શાંતિ ને પ્રાપ્ત કરે છે .
------------------------------------------------------------------
ઉદાહરણ તરીકે
નાની
તલાવડી માં જયારે તરંગો હોય છે ત્યારે ચંદ્ર કે સૂર્યનું પ્રતિબિંબ સ્પષ્ટ નથી હોતું , જયારે તરંગો "શાંત "
થાય છે ત્યારે તે સ્પષ્ટ થાય છે .
----------------------------------------------------------------
અશાંતિ
એ તરંગો છે આ તરંગો આવે છે ક્યોંથી?
૧ -ઇન્દ્રીયોની વિષયો ભોગવવાની લોલુપતા થી
૨ -અશ્રધ્ધા થી
૩- અજ્ઞાન થી
૪-કામના થી
૫-મમતા (મોહ ) થી
૬- અહંકાર થી
૭-આશક્તિ થી
જો આ તરંગો બંધ થાય તો શાંતિ પ્રાપ્ત થાય .
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
આત્મા
શું છે???
"આત્મા" શબ્દ સમજવો સહેલો પણ છે પણ તેનો "અનુભવ "થવો કદાચ
મુશ્કેલ હશે ?.
ગીતા ના શ્લોક ૨-૨૯ મુજબ
(કોઈ) આ આત્મા
ને આશ્ચર્યની જેમ જુએ છે (આંખ થી )
(બીજો કોઈ )આ આત્મા ને આશ્ચર્યની જેમ કહે છે(જીભથી )
(ત્રીજો કોઈ )આ આત્મા ને આશ્ચર્યની જેમ સાંભળે છે(કાનથી
)
(કોઈ કોઈ )આ આત્માને
જોઈને --કહીને --કે સાંભળીને પણ સમજતો નથી
શ્લોક-૨ -૨૫
આ આત્મા અવ્યક્ત (ઇન્દ્રિયોથી જાણવો અશક્ય ) અચિંત્ય
(મન થી ચિંતતવો અશક્ય ) અને
અવિકારી (વિકાર વગરનો )
કહેવાય છે
મુન્ડકોપનિષદ ૩ -૨ -૩ મુજબ
આ આત્મા
વેદોનું અઘ્યયન કરવાથી પ્રાપ્ત થતો નથી ,
બુદ્ધિ,ચાતુરી કે શાસ્ત્ર ના બહુ શ્રવન કરવાથી પણ પ્રાપ્ત થતો નથી, પરંતું આ આત્મા
જેના પર કૃપા કરે છે તેને જ તેની પ્રાપ્તિ થાય છે . અથવા
જે આત્મા ને જ પ્રાપ્ત કરવા માગે છે -તેને - તે -આત્મા -મળે છે .
આ આત્મા
-- "બુદ્ધિથી" તર્કશાસ્ત્ર ની દ્રસ્ટીથી દેખાય
એવો નથી
--"મન "તેના મેળાપ માટે સદાય તલસતું હોય છે
પરંતુ
આ આત્મા
--મન અને બુદ્ધિ ને સદા દુર્લભ
--સાધન થી સદા અસાધ્ય "અનંત" અને "શ્રેષ્ઠ"
છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
-------------------------------------------------------------------------------------------------------
શ્રીમદ ભગવદગીતા-૧૮-
આત્મા
ની શ્રેષ્ઠતા
ગીતા ૩-૪૨
મુજબ
ઇન્દ્રિયાણી
=ઇન્દ્રિયો
પરાણી
=પર છે (વિષયો થી )
ઇન્દ્રિયેભ્ય
=ઇન્દ્રિયોથી
પરમ
=પર
મન
=મન છે
મનશ
=મન કરતાં
પર
=પર
બુદ્ધિ
=બુદ્ધિ છે
તુ
=અને
ય
=જે
બુદ્ધે
=બુદ્ધિ થી (પણ )
પરત
=અત્યંત પર (શ્રેષ્ઠ ) છે
સ :
=તે (આત્મા ) છે
આમવિષયો ઉપર ઇન્દ્રિયો (નો કાબુ છે )
ઇન્દ્રિયો ઉપર મન
(નો કાબુ છે )
મન ઉપર બુદ્ધિ (નો કાબુ છે )
અને
બુદ્ધિ થી પેલે પાર (શ્રેષ્ઠ-કાબુ ધરાવનાર ) તે આત્મા
-પરમાત્મા છે .
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
આત્માનંદ
ગીતા --૩-૧૭
ય: માનવ:
=જે માનવ
આત્મરતિ એવ =આત્મા માં જ પ્રિતી વાળો
ચ =અને
આત્મતૃપ્ત
=આત્મા માં જ તૃપ્ત થયેલો
ચ =અને
આત્મની એવ =આત્મા માં જ
સંતુષ્ટ =સંતોષ પામેલો
સ્યાત
=હોય છે
તસ્ય
=તેને
કાર્યમ
=(કઈ પણ )કરવા પણું(કર્તવ્ય)
ન વિદ્યતે
=રહેતું નથી
માણસ નો આનંદ આત્મા ની અંદર રહેલો છે . જે માણસ આ આત્માનંદ
થી તૃપ્ત થઇ અને આત્માનંદ થી સંતોષ માને છે તેને કઈ પણ કર્તવ્ય કરવા પણું રહેતું નથી
.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
------------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદ ભગવદગીતા-૧૯-
જ્ઞાન નું
વિજ્ઞાન-ગીતા
ઘણી વખત આપણે
ઘણા લોકોને કહેતા સાંભળીએ છીએ કે
--અમે કૃષ્ણ કે બીજા કોઈ ભગવાન માં માનતા નથી.
----કૃષ્ણ વાળી શેના ભગવાન? આટઆટલી રાણીઓ અને માખણચોર ભગવાન કેવીરીતે?
----પાપ અને પુણ્ય તેમને ના લાગે અને માનવોને કેમ લાગે?
--દુનિયા માં આટઆટલી અસમાનતા શા માટે ભગવાને કરી હશે?
આવા વ્યવહારિક જ્ઞાન નો જવાબ શું હશે?
======================================================================
મારો(બ્રહ્મનો) અવિનાશી અને અતિ ઉત્તમ ભાવ ના જાણનારા
અજ્ઞાની લોકો
હું અવ્યક્ત હોવા છતાં મને દેહધારી માને છે..............................................૨૪
(ગીતા અધ્યાય-૭)
નોંધ-
અહીં કૃષ્ણ
વાત કરે છે--.એક દેવ તરીકે.---પણ તેમના દેવ રૂપ ની વાત નથી કરતા.---
દેહધારી કૃષ્ણ ની વાત કરતા નથી .અને પાછું કહે છે કે
મને દેહધારી માનવાનો નથી. અને મજાની વાત એ છે કે કૃષ્ણ પોતે જ કહે છે.
દેહધારી -હું-દેવ નું રૂપ ધરાવું પણ મારું જે અવ્યક્ત રૂપ છે.જે દેખી શકાય તેવું નથી
તે
સાચું બ્રહ્મ નું રૂપ છે.
આ વસ્તુ
કદાચ ચુસ્ત અંધ -ભક્તો ને ના ગમે- પણ કૃષ્ણ
એ દેહધારી રૂપે (દેવ તરીકે) ભગવાન (બ્રહ્મ) નથી .પણ પોતાની યોગમાયા (શક્તિ)વડે છુપેલો હું, સર્વ ને પ્રત્યક્ષ થતો નથી,
અને એથી અજ્ઞાની લોકો -મને -
જન્મ નહી પામનાર અને અવિનાશી એવા મને -જાણતા નથી........................................૨૫
(ગીતા અધ્યાય-૭)
નોધ-
પવન કોને સ્પર્શ નથી કરતો?આકાશ ક્યાં હોતું નથી? એજ પ્રમાણે સમસ્ત જગત બ્રહ્મ થી ભરપુર છે.
========================================================================
કહેવાનો
મતલબ એવો છે કે -
બ્રહ્મ જેવું સામર્થ્ય ધરાવનારા અમુક દેહો ભગવાન તરીકે-દેવ
તરીકે- પ્રસિદ્ધ થાય છે.
જગતમાં અસંખ્ય જુદી જુદી પ્રકૃતિ માનવો માટે જુદા જુદા
દેહરૂપી દેવો છે. સર્વમાં ભગવાન વસી રહ્યા છે--એ મતે તે ભગવાન જરૂર છે. અને જો દેવો
ભગવાન હોય તો દુનીયા ના સર્વ માનવો ભગવાન છે.ફરક એટલો છે કે સર્વ માનવો ની છુપાઈ રહેલી
સામર્થ્યતા બહાર આવી
શકતી નથી.અને તે ભગવાન -દેવ-બની શકતા નથી. અને આથી
બ્રહ્મ ને --કાં તો દેહધારી માની લે છે અથવા માનતા નથી.
બંને અજ્ઞાન
છે.એટલે સાચું જ્ઞાન નીચે બતાવ્યું છે.
ઉદાહરણ તરીકે (માળા ના) દોરા માં મણિકા(સમૂહ) ની જેમ
આ સર્વ જગત મારામાં પરોવાયેલું છે......................................................૭
(ગીતા અધ્યાય-૭)
નોધ -
-આ દૃશ્ય જગત મૃગજળ જેવું છે.મૃગજળ નું મૂળ ખોળવા જઈએ
તો તે કેવળ સુર્યના કિરણો નથી,--પણ સૂર્ય પોતે જ છે. જે પ્રમાણે દોરા
ના આધારે મણકા રહેલા છે.તેમ જગત મારા આધારે છે.
..................................................................................................
કૃષ્ણ કહે છે ---(ગીતા અધ્યાય-૭)
જે(જ્ઞાન)ને જાણ્યા પછી આ લોકમાં જાણવા યોગ્ય કશું બાકી
રહેતું નથી તે સંપૂર્ણ જ્ઞાન હું વિજ્ઞાન સહિત કહું છું
..................................................................૨
નોંધ -
બ્રહ્મજ્ઞાન
સિવાયના સર્વ જ્ઞાનને પ્રપંચજ્ઞાન -વિજ્ઞાન કહે છે. એટલે એવું સમજાય છે કે -સાચું જ્ઞાન
છે તેના સામેનું (વિરુદ્ધનું) વ્યવહાર જ્ઞાન
--એ વિજ્ઞાન --છે.----જે સાચું એટલે નથી કે તે બદલાતું રહે છે..
સત્ય
જ્ઞાન ના સાક્ષાત્કાર વખતે જેમ નાવ નું લંગર નાખ્યું હોય તો તે હાલતી નથી તેમ બુદ્ધિ ,વિચારો અને તર્ક ની સમાપ્તિ થઇ જાય છે.
પૃથ્વી,જલ,અગ્નિ,વાયુ,આકાશ,મન,બુદ્ધિ,અને અહંકાર આ આઠ ભેદ વાળી મારી (બ્રહ્મની)- પ્રકૃતિ
- જડ-અપરા છે............................................................૪
નોંધ -જે પ્રમાણે શરીર નો પડછાયો હોય છે---તેમ બ્રહ્મ
એ જગતનું --કારણ - છે. અને તેનો પડછાયો જે છે તે
મહદ તત્વો -------કાર્ય ---રૂપે --માયા --રૂપે --છે .
જેને પ્રકૃતિ
પણ કહે છે.અને આ પ્રકૃતિ જડ-અપરા છે.મારી (બ્રહ્મની) બીજી (જુદી) -પ્રકૃતિ- કે જે-
ચેતન- છે -જેને -પરા - કે
જીવભુતા પ્રકૃતિ કહે છે.
જેના વડે આ જગત ધારણ કરવામાં આવ્યું છે......................................................૫
નોધ --અપરા પ્રકૃતિ નું એકીકરણ તે પરા પ્રકૃતિ. જે બ્રહ્મ
માં જીવભાવ ઉત્પન્ન કરે છે.તેથી તેને જીવભુતા કહે છે. પરા પ્રકૃતિ અચેતન ને ચેતન-જીવન-
આપે છે. અને જેના સાનિધ્ય થી બુદ્ધિ માં જ્ઞાન ઉત્પન્ન થાય છે. પરા પ્રકૃતિ અહંકાર
ભાવ -(સત્વ-રજસ-તમસ) ના કૌશલ્ય થી જગત ધારણ કરે છે.
સર્વ
ભૂતો આ બે પ્રકારની (પરા -અપરા) પ્રકૃતિ થી ઉત્પન્ન થયા છે. સમગ્ર જગતની ઉત્પત્તિ અને
સંહાર નું કારણ હું (બ્રહ્મ ) છું......................................૬
નોધ
-જયારે પરા પ્રકૃતિ સ્વેચ્છાએ અપરા પ્રકૃતિ જોડે સંયુક્ત
થાય છે ત્યારે સૃષ્ટિ માં પ્રાણી ઓ ની ઉત્પત્તિ થાય છે.
માયા
નું અવતરણ થાય છે.આજ માયા પ્રવૃત્તિ પણ કરાવે છે. કર્મો નો હિસાબ રાખે છે.અને હિસાબ
પુરો થતા તેનો -પ્રાણી ઓ નો સંહાર નું કારણ પણ બને છે.
નોંધ-
અભિમાન અને શરીર બે ના પ્રિતી થી ઈચ્છા નામની પુત્રી
પેદા થાય છે.જે કામ રૂપી જુવાની માં આવી દ્વેષ જોડે લગ્ન કરે છે.જેમનોસુખ-દુઃખ નામનો
પુત્ર થાય છે. આશા રૂપી દૂધ પીને ઉછરેલા સુખ-દુઃખ ને ધીરજ હોતી નથી.અને અસંતોષ રૂપી
દારૂ પીને ઉન્મત થયેલો તે વિષય સેવન થી કંટાળતો નથી. ભક્તિ રૂપી વાટ પર વિકલ્પો ના
કાંટા પાથરી પછી કુમાંર્ગો ના આડા માર્ગ કાઢે છે. આમ ભ્રમિત થઇ સંસારના અરણ્ય માં અથડાતો
ફરે છે.અને
પછી મહાન દુખો ના સપાટા માં સપડાય તેમાં શું નવાઈ?
આમ સુખ
દુઃખ તે પોતાની આગવી પેદાશ છે. આમાં ભગવાન ક્યાં આવ્યા?
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
-----------------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદ ભગવદગીતા -૨૦-
ચંચળ મન
ગીતા ૬-૩૫ મુજબ
અશંશયમ =એમાં
શંશય નથી કે
મન :
=(આ )મન
ચલમ
=ચંચળ (અને )
દુર્નીગ્રહમ
=કઠિનતા થી વશ માં થવા વાળું છે
તુ
=પરંતુ
અભ્યાસેન =અભ્યાસ
વડે
ચ
=અને
વૈરાગ્યેણ
=વૈરાગ્ય વડે
ગુહ્યતે
=(તે )વશ થાય છે .
મન એક ઉત્તમ ગુણ ધરાવે છે કે જે વસ્તુ નો એને ચટકો લાગે
છે તેમાં જ તે નિરંતર રહેવા આકર્ષાય છે એટલા માટે વિનોદ ખાતર પણ મન ને આત્મસુખ પ્રતિ
વાળી દેવું જોઈએ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
અત્યંત
ગુહ્ય શાસ્ત્ર-
સત્ય જ્ઞાન ને સમજાવનારા શાસ્ત્રો અનેક છે .
જેનો જિંદગીભર અઘ્યયન કરવામાં આવે તો પણ ખૂટે નહી .
પ્રશ્ન
એ થાય કે એવું કયું શાસ્ત્ર છે કે જેમાં ગુહ્ય છે ?
અને આ ગુહ્ય શાસ્ત્ર માં સહુથી વધુ -અત્યંત ગુહ્ય શાસ્ત્ર
કયું હશે? એવા અત્યંત ગુહ્ય શાસ્ત્ર માં
એવું શું ગુહ્ય હશે?
ગીતા
અધ્યાય -૧૫ માં કૃષ્ણ કહેછે કે- આ પ્રમાણે અત્યંત ગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું .જેને
જાણવાથી મનુષ્ય
બુદ્ધિમાન અને કૃત કુત્ય થાય છે.......................................................૨૦
આવું ચોખ્ખું લખ્યું છે.---અત્યંત ગુહ્ય શાસ્ત્ર
----- અનેક બુદ્ધિજીવીઓ આ વાંચે છે.
માત્ર
૨૦ શ્લોક નો આ અધ્યાય જયારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તેની પાછળ કડકડાટ વાંચી જનાર માણસો જોવા મળતા હોય છે.
દરરોજ નિત્ય પાઠ કરનાર પણ જોવા મળે છે.(માત્ર ૨૦ શ્લોકો જ છે ને?)
આ પાઠ
કરીને પણ તેને કેટલું સમજ્યા હશે તે બીજો પ્રશ્ન છે. પણ કોઈને એ પાઠ માં શું છે? તેની ઉત્કંઠા પણ ના થાય તેવા માનવી કરતા
તો આ પાઠ કરનાર બહેતર હશે .કમસે કમ કોઈક દિવસે તો તેના અર્થ ની તેમને ખબર પડશે જ
........
મને એવું
લાગે છે કે જગતની ઉત્પત્તિ વિષે નો સર્ગ સિધ્ધાંત (લીંક) જો
થોડોક પણ સમજાયો હોય તો આ ગુહ્ય શાસ્ત્ર સમજવામાં સરળતા
રહે .
તો
હવે એ અત્યંત ગુહ્ય શાસ્ત્ર શું હશે?તે વિષે થોડુંક જોઈએ .......
જગત રૂપી પીપળાના વૃક્ષ ના
મૂળ --ઉપર-- છે. અને શાખાઓ---નીચે --છે. તથા આ વૃક્ષ
નો કદી પણ --નાશ -- થતો નથી.(અવિનાશી) એમ કહેવામાં આવે છે.
વેદ ના
છંદો (જુદી જુદી જાતના યજ્ઞો અને કર્મો)
આ વૃક્ષ ના પાંદડા છે. જે માનવી આ વૃક્ષ ને (આ રહસ્યને
) તત્વથી (મૂળ સહિત) જાણે છે તે
વેદવેતા (જ્ઞાતા) છે........................................................૧
નોધ -
અહીં
સામાન્ય રીતે જયારે વૃક્ષ શબ્દ આપણે વાંચીએ ત્યારે જમીન પરનું વૃક્ષ આપણી નજર સમક્ષ
થઇ જાય છે. અને આ વૃક્ષ ના મૂળ ઉપર તરફ હોય છે તે કલ્પવાનું આપણે ભૂલી જઈએ
છીએ.અને શ્લોક ને સાચી રીતે સમજવામાં થાપ ખાઈ જઈએ છીએ.
આ જગત
માં ક્ષર (નાશવંત) અને અક્ષર (અવિનાશી) બેજ પુરૂષ (પદાર્થ) છે.
સર્વ ભૂતોને (પ્રાણી ઓ શરીરને) ક્ષર કહે છે. અને કુટસ્થ
ને (જીવાત્મા -માયાની ઉપાધી થી યુક્ત જીવ) અક્ષર કહે છે................................................................૧૬
ઉત્તમ
પુરૂષ (પુરુષોત્તમ) આ બંનેથી (ક્ષર-અક્ષર) તો
કોઈ જુદો જ છે. જે જગત માં પ્રવેશ કરીને (આકાશ ની જેમ)
સર્વે નું ધારણ-પોષણ કરે છે.
જેને પરમાત્મા-ઈશ્વર
-અવિનાશી કહેવામાં આવે છે...............૧૭
અદભૂત
આશ્ચર્ય તો એ છે કે કૃષ્ણ -પોતે ઈશ્વર ની વ્યાખ્યા આપે છે.
ગીતા
ના દાખલા આપીને કૃષ્ણ ની નિંદા કરનારા લોકો કદાચ અર્થ સહિત આ શ્લોકો ને સમજે તો - કૃષ્ણ
કદાચ સમજાય અને તેમના પ્રત્યે પ્રેમ થાય.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
-------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદ ભગવદગીતા-૨૧-
વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો ?
આપણે બધા
મોટે ભાગે સુતા જ હોઈએ છીએ ----હાલતા ચાલતા કે ખુલી આંખ હોવા છતાં પણ ----- સહુ પ્રથમ
તો જાગવાનું છે,જાગી જઈએ
તો બેડો પાર છે.
બધી જાતનું --પછી તે સાચું હોય કે ખોટું હોય --પણ
"જ્ઞાન" આપણી પાસે હાજર છે - આ 'જ્ઞાન' નો અનુભવ કરવાનો છે .અને' ઈશ્વર' એ 'અનુભવ' માત્ર છે.
પણ માનવી જાગે ક્યારે ?પ્રબળ વૈરાગ્ય આવે તો માનવી જાગે .......સંસાર માં આપણે એટલા
આસક્ત છીએ કે 'વૈરાગ્ય' સૂઝતો નથી .
---કદી ક્યાંક --જ્યાં પણ આપણી આસક્તિ છે-- તે વ્યક્તિ કે પદાર્થ-- આપણને જયારે દગો દે ત્યારે --અને
---ક્યારેક સ્મશાન માં વૈરાગ્ય આવી જાય છે .પણ તે- ક્ષણીક- હોય છે.
આવા ક્ષણીક
વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો ??
ગીતા કહે છે -----આ બે સાર રૂપી શ્લોક વડે --(૫-૨૨)--(૧૩-૯)
----------------------------------------------------------------------------
ગીતા ૫-૨૨ -શબ્દાર્થ
ઇન્દ્રિયો અને વિષયો ના સંબધ થી થનારા (સંસ્પર્શજા)
જે ભોગ (સુખ અનુભવ )છે-- તે--
આદિ અને અંત વાળા છે (આદ્ય ન્ત વંત ) માટે
બુદ્ધિમાન પુરૂષ (બુધ:)
તેમાં રમતા નથી .(ન રમતે )
---------------------------------------------------------------------------
ગીતા ૧૩ -૯ -શબ્દાર્થ
વિષયોમાં ઇન્દ્રિયો ની વિરક્તિ (વૈરાગ્ય ) --
અહંકાર નો અભાવ (ના હોવું )--
જન્મ,મૃત્યુ,જરા(વૃધાવસ્થા )વ્યાધિ વગેરે માં રહેલા
દુખો નો વારંવાર વિચાર કરવો
------------------------------------------------.
આ જ વસ્તુ સમજવા
ઘણા ઉદાહરણો આપ્યા છે ----
વિષયો નું સુખ કે ભોગ શેના જેવા છે ??
--આકાશ માં થતી વીજળી ના ચમકારા થી જગત નો વ્યાપાર ચાલીશકતો
નથી (ક્ષણીક)--મૃગજળ જોઈ તરસ્યા મૃગો તેની તરફ દોડે તો પાણી મળવાનું નથી--માછલી પકડવાના
હુક પર લગાડેલા માંસ ને જ્યાં સુધી માછલી મો લગાડતી નથી ત્યાં સુધી ઠીક છે --પરું માં રહેલા કીડા ને પરુંની ધ્રુણા
આવતી નથી
--વેશ્યા નું આચરણ પ્રથમ સુખદાયક હોય છે પણ પછી
......?
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
દેહાધ્યાસ કેમ દૂર કરવો
દેહાધ્યાસ એટલે કે
હું દેહ (શરીર ) છું એવું માનવું તે ..... દેહાધ્યાસ
દૂર કરવા ગીતા ના ષ્લોક નીચે મુજબ ના છે -૨-૨૦
આ આત્મા કોઈ કાળે નથી જન્મતો અને નથી મરતો
અથવા ના આ આત્મા થઈને (નવો થઈને )પછી થવાનો છે
(કારણકે ) આ આત્મા અજન્મા --નિત્ય --શાશ્વત (અને )પુરાતન
છે . શરીર નો નાશ થવા છતાં (તેનો) નાશ થતો નથી .
ઉદાહરણ
તરીકે જ્ઞાનેશ્વર કહે છે કે --- ઘટ(ઘડા ) માં ના આકાશ નો આકાર ઘટ જેવો જ છે પણ ઘટ નો
નાશ થતાં તે આકાશ નાશ પામતું નથી
૨-૨૩
આ આત્માને શસ્ત્રો વગેરે ના કાપી શકે છે (અને ) એને
(આત્માને )આગ જલાવી શકતી નથી (તથા ) એને જળ ભીનું કરી શકતું નથી અને એને વાયુ નથી સુકવી
શકતો .
નોંધ-
અહી ચાર મહાભૂતો એ બાકીના એક મહાભૂત (આકાશ ) ને અસર નથી
કરીશકતા એવું સમજી શકાય ?? આત્મા
ને આકાશ સાથે સરખાવવાનું કેટલું યોગ્ય લાગે છે !!!!!
૨-૧૯
જે આ આત્માને મારવા વાળો સમજે છે તથા જે એને મરેલો માને
છે તે બંને નથી જાણતા(સાચું નથી જાણતા-અજ્ઞાની છે) કે
આ આત્મા નથી મારતો કે નથી મરાતો.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
--------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદ ભગવદગીતા -૨૨-
ભગવાન
ક્યાં છે ?
ઘણા બધા
લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે--
અમે તો ભગવાન જોયા નથી ....
અને જે જોયું ના હોય તેને સાચું કેમ કરી માનવું ?
એટલે જ અમે ભગવાન માં માનતા નથી .....
વળી એટલા બધા ભગવાનો છે કે કયા ભગવાન ને માનવું તે જ
નક્કી કરી શકાતું નથી ......
હવે અહી જોઈએ તો તેમની વાત સાચી છે અને નથી પણ ....
સાચું એ છે કે મૂળભૂત વાત ભુલાઈગઈ છે ......
તો પછી આ મૂળભૂત વાત છે શું?
આ વાત બધાને ખબર છે ,કશું નવું નથી
ભગવાન એક
જ છે સત્ય એક જ છે બાકીના જે મંદિરોમાં બેઠાછે તે દેવો છે ..... જો આ દેવો ને બધા ભગવાન
કહે તો
દુનિઆ નો દરેક આત્મા દેવ છે , ભગવાન છે .....
જો આ
દેવો - જે જુદી જુદી પ્રકૃતિ ના પ્રમાણે જુદા જુદા છે - તેને જો કોઈ ભગવાન માનવા તૈયાર
ના થાય તો કંઈ ખોટું
નથી ....
કોઈ
એક પ્રકૃતિ નો માનવી બીજી કોઈ પ્રકૃતિના દેવ ને
કેવી રીતે માને? પણ સવાલ ત્યારે ઉભો થાય છે
જયારે તે માનવી ને કોઈ પણ જગ્યા એ શ્રધ્ધા નથી -વિશ્વાસ
નથી .... છેવટે આત્મ શ્રધ્ધા પણ ના હોય તો તે કેવું ?
બહુ
જ સરળ ભાષામાં કહીએ તો જયારે ભગવાન અને દેવ (પરમાત્મા અને આત્મા )
એમ બે હોય ત્યારે તે દ્વૈત(બે) કહેવાય છે , અને બંને જયારે એક થઇ જાય છે ત્યારે
અદ્વૈત(એક) થઇ જાય છે . અને આ અદ્વૈત એ વેદાંત નું તત્વ જ્ઞાન છે .
ફરી થી
આ વાત ને સમજવી હોય તો ---- જયારે માનવી હું
ને મારો ભગવાન (એમ બે )એવું માને તો તે દ્વૈત છે ભક્તિ છે અને જયારે માનવી એમ માને
કે હું. જ ભગવાન છું (બંને એક થયા ) ત્યારે અદ્વૈત થાય છે
અને આ જ્ઞાન છે . કહેવાય છે કે
જો આ ભક્તિ અને જ્ઞાન માં વૈરાગ્ય ઉમેરાય તો અને આ ત્રણે
નો અનુભવ થાય ........
તો પરમાત્મા ને સમજવા સહેલા થઇ જાય છે .
પછી કોઈ જ શંશય રહેતો નથી ......
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
--------------------------------------------------------------------------------------------------------------------
શ્રીમદ ભગવદગીતા -૨૪-
ધર્મો
ધર્મો
એ માદક દ્રવ્યો (ડ્રગ) જેવા છે. આ ધર્મો તે
‘પરમાત્મા’ ને પામવાના સાધનો પણ છે.
કોઈ એક વિરલ વ્યક્તિવ આવી અને ઘોડો બને છે.અને એ ઘોડાની
પાછળ ગાડી જોડાઈ જાય છે.અને ગાડી માં ભક્તો-અનુનાયીઓ બેસી જાય છે.સંસ્થાઓ રચાય છે,આશ્રમો બને છે.મંદિરો બને છે,
પરમાત્મા એક સ્વપ્ન બની જાય છે.
પરમાત્મા
ને બદલે હવે મંદિરો,આશ્રમો
અને વ્યક્તિઓ પુજાય છે. અને નવા પરમાત્મા બની જાય છે. અને આ નવા બનેલા કલ્પનાના પરમાત્માઓ
નો લોકો ને નશો ચડાવવામાં આવે છે.
ભગવાન
ને કોઈ વ્યક્તિ ને મંદિર માં બેસાડી,થોડો સમય પૂજા કરી ને તેમના નામે એક ધુનો,ભજનો
,પ્રસાદ બનાવી ભક્તોને એક જાતનો નશો(ક્ષણિક આનંદ) આપીને
આ નવા પરમાત્મા ના દર્શન કરાવી દેવાય છે.
ક્ષણિક
આનંદ નો આ નશો –ફરી ફરી આ જ રીતે પ્રાપ્ત કરવા માનવી ફરી તે જ જગ્યા એ પહોચી જાય છે. નશાની આદત પડે છે.મંદિરો ,આશ્રમો ,વ્યક્તિઓ
પોષાય છે. અને માનવી પૈસા આપી આ બધાને પોષીને જાણે એક વિચિત્ર આનંદ પ્રાપ્ત કરે છે.
અને આ કાલ્પનિક આનંદ ની ટેવ –આદત પાડે છે.
ગાડી
ને દોરનાર ઘોડો,ગાડી ને
આગળ ને બદલે પાછળ જતો રહે છે. ગાડી માં બેઠેલા ભક્તો હવે ગાડી ને –સાધન ને દોરે છે.
આવા નિત્ય નવા જુદી જુદી પ્રકૃતિ ના માનવી ઓ માટે જુદા જુદા ધર્મો બની જાય છે.
ધર્મજનુન
નો એક નશો પેદા થાય છે.અને ધર્મ જનુન ના માદક દ્રવ્યો ખાતો માનવી થઇ જાય છે. શાંતિ,આનંદ,પરમાનંદ ની
ખોજ માં નીકળેલ માનવી આવા ક્ષણિક અનુભવ માં આવી તેને જ સત્ય અને પરમાત્મા માની લઇ ત્યાં
જ અટકાઈ રહે છે.પરમાત્મા –સત્ય ની ખોજ અહી અટકી જાય છે અને એક માયા ના ચક્કર માંથી
બીજી ક્ષણિક આનંદ ના માયા ના ચક્કર માં ગુમ થઇ જાય છે.
હા ,કોઈ વિશિષ્ઠ વ્યક્તિ આ ધર્મ ના સાધન ને સમજી અને તેનો ઉપયોગ કરી અને સાધ્ય ને
પામી પણ શકે. પણ આવો આત્મા-માનવી મળવો મુશ્કેલ
છે. ક્ષણે ક્ષણે બદલાતી –પ્રકૃતિ -માયા શરીર ની અંદર પણ છે અને શરીર ની આજુબાજુ પણ
છે.
શરીર માં વિરાજેલા આત્માને –આત્મા થી જ આ પ્રકૃતિ થી
પર કરીને અને આમ જ જો આંતરિક અને બાહ્ય પ્રકૃતિ પર વિજય મેળવીને આ આત્મા ને જો પ્રગટ
કરવામાં આવે તો સમજ માં આવી જાય કે આ આત્મા જ પરમાત્મા છે. અને જગતના સર્વ માનવી માં
આ આત્મા વિરાજેલો છે.
ટૂંક માં
મૂળ કામ આ આંતરિક અને બાહ્ય પ્રકૃતિ પર વિજય મેળવવાનો છે , એના માટે કોઈ પણ સાધન કરી શકાય. સાધ્ય
છે આત્મા-પરમાત્મા. મંજીલે (સાધ્ય) પહોચી ગયા પછી આ જ સાધન ગૌણ બની જાય છે.
ધર્મો,સંપ્રદાયો,આશ્રમો,ગુરુઓ,
મંદિરો ,વ્યક્તિઓ ---આ બધા સાધનો છે
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
------------------------------------------------------------------------------------------------
શ્રીમદ ભગવદગીતા -૨૩
પંચમહાભૂત
આપણું શરીર પંચ મહાભૂત નું બનેલું છે .
પહેલું
તત્વ --આકાશ-- છે.
આકાશ કે
જેને મહાકાશ અથવા શૂન્યાવકાશ પણ કહી શકાય .... -- આધુનિક વિજ્ઞાને પુરવાર કર્યું છે
કે શૂન્યાવકાશ માંધ્વનિ ના --તરંગો--ફરી શકે નહી .એટલે આ આકાશ ને સાંભળી શકાય નહી
--કાનથી -- --આકાશ ને જોઈ પણ શકાતું નથી ---------આંખથી --- તો પછી તેનું વર્ણન કેમ
થી શકે?--- એટલે જ કહેવાય છે કે --શુદ્ધ
પરમ તત્વ --આકાશ --પાંગળું છે --મૂઢ છે ..
ઉદાહરણ
તરીકે -માત્ર સમજવા તરીકે જોઈએ તો ---
આપણી પાસે
કોમ્પ્યુટર હોય પણ જો તેમાં બેટરી ના હોય તો કોમ્પ્યુટર પાસે ઘણું બધું હોવા છતાં તે
પાંગળું છે.....
જો તર્ક
ને આગળ દોડાવવો હોય તો ગ્રંથો મુજબ -સરળતાથી સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું અને કહ્યું કે --
આકાશ
--ના "દેવ" ---વિષ્ણુ છે. (પુરૂષ -બ્રહ્મ) અને માથે હાથ મુકીને -આંખો બંધ
કરીને આરામ કરી રહ્યા છે .......
વધુ આગળ
વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...
બીજું તત્વ --વાયુ --છે
આકાશ -વાયુથી-પ્રાણ
થી -શક્તિ થી ભરેલો છે આ વાયુ પણ જોઈ શકતો નથી ........આંખથીસાંભળી પણ શકતો નથી
.................કાન થી એટલે તેનું પણ વર્ણન કેમ થી શકે ? પણ તેમાં પ્રાણ શક્તિ છે અને તેમાં
તરંગો બની શકે ... તરંગો જો થાય તો કાનથી તેને સાંભળી શકાય .
ઉદાહરણ
તરીકે -માત્ર સમજવા તરીકે જોઈએ તો ---આપણી પાસે જે કોમ્પ્યુટર છે તેની બેટરી -શક્તિ તે વાયુ છે.
જો તર્ક ને આગળ દોડાવવો હોય તો ગ્રંથો મુજબ -
સરળતાથી
સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું અને
કહ્યું કે --
વાયુ
--ની "દેવી "---લક્ષ્મીછે. (સ્ત્રી-માયા -પ્રકૃતિ -માતાજી)
અને માથે
હાથ મુકીને -આંખો બંધ કરીને આરામ કરી રહેલા
વિષ્ણુ
ને પગે હાથ મૂકી જગાડી રહ્યા છે ....
વધુ આગળ
વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...
ત્રીજું તત્વ -તેજ -છે
આ તેજ એટલે કે પ્રકાશ તત્વ પણ સર્વત્ર છે. પ્રકાશ ને
જોઈ શકાય છે ....આંખ થી જ્યાં અંધારું નથી તે પ્રકાશ છે . સમય ---ને શરુ કરનાર આ તેજ
તત્વ છે.
ઉદાહરણ તરીકે -માત્ર સમજવા તરીકે જોઈએ તો --- આપણી પાસે
જે કોમ્પ્યુટર છે તેમાં એક ક્લોક હોય છેઅને તેના વગર કમ્પ્યુટર ને સમજ નથી હોતી કે
તે ક્યાં છેઅને ક્યા થી શરૂઆત કરવાની છે !!!!
જો તર્ક
ને આગળ દોડાવવો હોય તો ગ્રંથો મુજબ -
સરળતાથી
સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું અને
કહ્યું કે --
તેજ ના
દેવ -સુરજ- છે . (પુરૂષ-બ્રહ્મા-)
અને માથે
હાથ મુકીને -આંખો બંધ કરીને આરામ કરી રહેલા
વિષ્ણુ
ને માતાજી બંને ના મિલન થી વિષ્ણુ જાગે છે ---
તેમની આંખો
ખુલે છે --"હું' નું ભાન
થાય છે -પ્રકાશ થાય છે --
એટલે -સ્વ
-નું ભાન થાય છે.
એક તરંગ
ની "અ ઉ મ -ઓમ " ની ઉત્પત્તિ -----
એક નવા
સર્જન ની શરૂઆત ..........બ્રહ્મા ની --સુર્ય થી
વધુ આગળ વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...
ચોથું તત્વ --જલ -- છે
બ્રહ્માંડ
માં- જલ -નું સર્જન પણ સૂર્ય અને શક્તિ ના સંયોગ થી થયેલું છે.
બીજા શબ્દો
માં કહીએ તો જલ માં સૂર્ય (બ્રહ્મા )અને શક્તિ
(પરસેવા રૂપ??) નો એક નાનો અંશ છે.એક નવું
સર્જન છે .
જો તર્ક ને આગળ દોડાવવો હોય તો ગ્રંથો મુજબ -
સરળતાથી સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું અને કહ્યું કે -- જલ ના દેવ-શિવ -છે (પુરૂષ અંશ -સ્ત્રી અંશ) .શિવ અને શક્તિ અવિભાજ્ય
બનાવ્યા . શક્તિ વિભાજીત થઇ અને સંહારક શક્તિ નું તેમને પ્રદાન થયું .જલ- શક્તિ- સંહારક
છે તેનો અનુભવ બધાને છે .
વધુ
આગળ વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...
પાંચમું
તત્વ -પૃથ્વી-છે
આ પૃથ્વી
બ્રહ્માંડ નું સર્જન નો એક ભાગ છે તેથી આ પૃથ્વી પણ -સમય- નો એક ભાગ છે .
પૃથ્વી
પણ જલશક્તિ ના વિઘ્ન ને દૂર કરી અને વિઘ્ન
માં થી બહાર નીકળી તેની સાથે મળી અને એક નવી સૃષ્ટિ નું સર્જન કરે છે.
સરળતાથી
સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું અને
કહ્યું કે --
પૃથ્વી
ના દેવ -ગણેશ - છે . (પુરૂષ અંશ -બ્રહ્મા અંશ )
શિવ અને
શક્તિ નાં પુત્ર છે .
વધુ આગળ
વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
તરંગ
પરમાત્મા તરંગ વિહીન છે
આકાશ ને કોઈ તરંગ હોઈ શકે ?
શાસ્ત્રોમાં મહાકાશ અને ઘડાકાશ નું વર્ણન છે .
ઘડા ની
અંદર નું આકાશ એ આત્મા છે -(ઘડાકાશ )
અને ઘડા ની બહાર જે અનંત આકાશ છે તે મહાકાશ ...
ઘડો
માટીનો બનેલો હોય તો
તે ઘડાનું આવરણ તે શરીર છે -માયા છે આજ ઘડો જયારે ફૂટી
જાય છે તે મૃત્યુ છે .....
ઘડા નું આકાશ - બહાર ના આકાશ માં મળી જાય છે ....
આ સામાન્ય ઉદાહરણ છે
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
---------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment