Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.
અષ્ટાંગ યોગ ભાગ ૩ "આસન"
અસ્ટાંગ યોગમાં બતાવેલ આસન(મુદ્રા) કરવાથી, વિપુલ પ્રમાણમાં આરોગ્ય અને લાંબી આયુશ્ય કે જીવનની પ્રાપ્તી થાય છે.
Dr.Pravin Bhatia-Purecha.(Special Exicutive Officer ..Govt. Maharastra.).M.D.(A.M.),Doctorate-Ph.D.,Holistic Healing From THE NEW AGE INTERNATIONAL UNIVERSITY.LAS -VEGAS,USA.,GOLD MEDAL,USA,Register Homeopathic Practitioner..
(PRESIDENT) - .FOUNDER - Proprietor of HOLY ANGELS COLLEGE OF ALTERNATIVE MEDICINES-MUMBAI-
Affiliated With CENTRAL COUNCIL OF ALTERNATIVE MEDICINES & RESEARCH.
ADDRESS: Vishal Deep, 363 / 383,
C.T.S.NO.19,Mangal Murti Hospital Road,
RSC -37 / 28, Gorai - 2,
Borivali West, Mumbai 400091.
Maharashtra, India.and
INSTITUTE OF EDUCATION,RESEARCH & DEVELOPMENT - INDIA.
NEW AGE INTERNATIONAL UNIVERSITY - LAS VEGAS - USA.,
TRINITY WORLD UNIVERSITY - UK
_________________________________________________________
Proprietor of HOLY ANGELS COLLEGE OF ALTERNATIVE MEDICINES-MUMBAI
------------------------------------------------------------
અષ્ટાંગ યોગ ભાગ ૩ "પ્રાણાયામ-૧"
Ashtanga Yoga PART:- ૩ PRANAYAM, અષ્ટાંગ યોગ ભાગ ૩ "પ્રાણાયામ-૧"
પતંજલીના આઠ યોગા એટલે અસ્ટાંગ યોગ
યમ – નિયમ – આસન – પ્રાણાયામ - પ્રત્યાહાર – ધ્યાન – ધરણા - સમાધી
પ્રાણાયામ:-
પતંજલિ યોગ સૂત્ર તેના લખાણમાં આધ્યાત્મક જાગૃતિના ઉચ્ચ સ્થાન હાંસલ કરવા માટેના સાધન તરીકે પ્રાણાયામ ઉલ્લેખ કર્યો છે. પ્રાણાયામ એટલે શ્વાસમાં લેવાની પ્રકીયાને નિયંત્રણ કરવાની નિપુણતા. "પ્રાણ"એટલે કે “શ્વાસ” શરીરમાં મહત્વપૂર્ણ ઊર્જા છે અને સૂક્ષ્મ સ્તર પર પ્રાણ જીવન કે જીવન બળ માટે જવાબદાર પ્રાણીક ઊર્જાનુ પ્રતિનિધિત્વ કરે છે. શ્વાસ બહાર કાઢ્વાની પ્રકીયાને“રેચક” અને શ્વાસ અંદર લેવાની પ્રકીયાને“પુરક” તથા શ્વાસને રોકવાની પ્રકીયાને કુંભક કહે છે. શ્વાસ અંદર લીધા પછી શ્વાસ રોકવાની ક્રીયાને અભ્યાંતર કુમ્ભક કહે છે અને શ્વાસ બહાર કાઢીને રોકવાની ક્રીયા ને બાહ્ય કુમ્ભક કહે છે.કુમ્ભક પર ધ્યાન કેન્દ્રિત ન હોય તેવા બીજા બધા શ્વાસ વ્યવહાર પ્રાણાયામ નથી ગણવામાં આવતા.
શ્વાસ ની ઝડપ મુજબ તે 3 ભાગોમાંવહેચાયા છે (A) શાંત શ્વાસ (B) લાંબા શ્વાસ (C) ઉંડા શ્વાસ માં
શાંત શ્વાસ:-
શરીરમાં બધી જ અંદરની પ્રવૃત્તિઓ સતત ચાલતી દહન અથવા ઉપચયન (ઓક્સિડેશન) પ્રક્રિયાના કારણે થાય છે. અને દહનની આ પ્રક્રિયા શ્વસન અને રક્ત પરિભ્રમણની સાથે કામ કરે છે. તેથી, શરીરના આંતરિક અથવા બાહ્ય હલન- ચલન,લોહીનું પરિભ્રમણ અને શ્વસનને પ્રક્રિયા પર અસર કરે છે. શ્વાસ સંબંધિત હિલચાલ માટે જરૂરી ઓક્સિજન પૂરો પાડે છે. આ શ્વાસ ની ઝડપ શરીરના હલનચલન ની ઝડપ સાથે વધઘટ થાય છે તેથી તેને કોઈ શારીરિક હિલચાલ ના હોય ત્યારે શ્વાસ સરળ અથવા શાંત છે
લાંબા શ્વાસ
શાંત શ્વાસ પ્રક્રિયા નિયંત્રિત નથી. પરંતુ નિયંત્રણ ઊંડા શ્વાસ માટે પ્રેક્ટીસ અને તેનાથી કસરત કરી શકાય છે. આ માટે, બે વસ્તુઓ મુખ્યત્વે ગણવામાં આવે છે: પ્રથમ, શ્વાસમાં લેવાથી અને બહાર કાઢવાની સાથે સંબંધિત હિલચાલ જેથી શરીર માટે વધુ ઓક્સિજન જરૂરિયાત ઘટાડી શકાય. ઓક્સિજન જરૂરિયાત ઘટાડો કરવા માટે સરળ માર્ગ શરીરના હલનચલન બંધ અને બધા સ્નાયુઓ આરામ કરવાનો પ્રયાસ કરવાનો છે શરીરના બંધારણ મુજબ ઓક્સિજનની જરૂરિયાત અથવા ઉપયોગ ઘટાડી ન હોય તો, તે મુશ્કેલ અથવા શ્વાસ પ્રક્રિયા નિયંત્રિત કરવા અશક્ય બની જાય.. ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરતી વખતે દેખીતી રીતે, તે સ્થિર અને રિલેક્સ્ડ સ્થિતિમાં શરીર રાખવા માટે જરૂરી છે. અને આ ધ્યાન કોઈપણ બેઠક સ્થિતિમાં શક્ય છે. જો કે પદમાસન શ્રેષ્ઠ આસન પોઝિશન છે. બેઠક સ્થિતિમાં અન્ય ઇચ્છનીય આસન વજ્રસન અને સ્વસ્તિકાસન છે. સમાન સમય અને સફળતાપૂર્વક ઝડપ સાથે ઊંડા શ્વાસ પ્રેક્ટીસ પછી, એક બહાર કાઢવા માટે સમય વધારીને તેને અભ્યાસ શરૂ કરીશું. પુરક શ્વાસમાં લેવાથી ચાર સેકન્ડમાં હોય તો, પછી રેચક 5 થી 6 સેકન્ડ બદલે ચાર લેવા આવશે. જ્યારે આપણે ૧૦-૧૫ મીનીટ સુધી પુરક અને રેચકનો ગુણોતર ૧:૧ પહોચી જાય ત્યારે રેચક નો સમય વધારવાની અભ્યાસ કરવો જોઈએ. પુરક અને રેચક નો આદર્શ ગુણોતર ૧:૨ છે. ઊંડા શ્વાસ લેવાની પ્રથા ફેફસાં મજબૂત પણ મોટા પ્રમાણમાં મનની એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.
ઉંડા શ્વાસ:-
જ્યારે શાંત શ્વાસની ઝડપ ઘટી જાય છે ત્યારે ઉંડા શ્વાસ ચાલુ થાય છે પરંતુ જ્યારે શ્વાસની ઝડપ અતિ વધી જાય છે ત્યારે તેને તીવ્ર કે ઝડપી શ્વાસ કહેવાય છે. ઉંડા શ્વાસની અભ્યાસ કરતા પહેલા ઝડપી શ્વાસનો અભ્યાસ કરવો જોઈએ. જેથી શ્વાસન માર્ગ સાફ થઈ જાય . ઝડપી શ્વાસનો બહુ લાંબા સમય સુધી અભ્યાસની જરૂર હોતી નથી.
યોગ અભ્યાસમાં ડાબા નસકોરાને “ચંદ્રનાડી” કે ઇડા નાડ કહેવાય છે જ્યારે જમણા નસકોરાને “સુર્યનાડી” કે પીંગલાનાડીકહેવાય છે.
શ્વસની આ પ્રક્રીયા સમજવાથી પ્રણાયમના અભ્યાસમાં મદદ રૂપ થાશે.
પ્રણાયામમાં જેટલુ મહત્વ કુમ્ભક નુ છે તેટલુ જ મહત્વ બંધનુ છે. બંધ ત્રણ પ્રકારના છે (૧) જલંદર બંધ (૨) ઉદીયાન બંધ (૩) મુલબંધ
(૧) જલંધર બંધ :- આ બંધનુ નામ જલંધર બંધ એટ્લા માટે પડાયુ કે હશે કે કદાચ આ બંધને શ્રી જલંધર રૂષીએ વ્યાખ્યાયિત કર્યુ હશે. જેમ સ્પ્રિંગને થોડી બળ સાથે દબાવવામાં આવે અને પછી છોડવામાં આવે તે જ સિધ્ધાંત આ બંધ માં લાગુ પડે છે. આ બંધ કોઈ પણ શરીરની સ્થિતિમાં કરી શકાય છે પણ પદમાંસન કે સુખાસનમાં કરી શકાય.આ બંધમાં ગરદનહાંસલ થોડી વળેલો હોય છે. પરંતુ તે ખૂબ વળેલો ન કરવી જોઈએ. ગરડન માથુ અને કરોડરજ્જુ એક જ લાઈનમાં આવે અને આપણી નજર સીધ્ધિ લાઈનમાં રાખવી. .શ્વાસ જેટલો આરામથી લઈ શકાય તેટલો અંદર લેવો.દાઢી છાતીને અડે તે રીતે ગરડન વાળવી અને જીભને તાળવાના ઉપરના ભાગને અડાડીને રાખવી. દાઢી છાતીને ના અડે તો જેટલી વાળી શકાય તેટલી ગરદન વાળવી. આ જ સ્થિતિમાં ૪-૮ સેકંડ શ્વાસ રોકીને બેસવું .દાઢી ધીમેધીમે ઉપર કરવી અને તે સાથે જ શ્વાસ પણ ધીમેધીમે છોડવો અને મુળ સ્થિતિમાં પાછા આવવુ. બે શ્વાસ પછી ફરીથી કરવુ.
(૨) ઉદ્દિયાન બંધ :- આ બંધ બેસીને અથવા ઉભા રહીને કરી શકાય છે. આ બંધ માં મુખ્યત્વે પેટના સ્નાયુ સંકાળાયેલા છે. આ બંધ અન્ય પ્રણાયામની પ્રકીયા કે ક્રીયા દરમ્યાન પણ અભ્યાસ કરી શકાય છે.
બે પગ વચ્ચે ૧ થી ૧.૫ ફુટનુ અંતર રાખીને ઉભા રહો. થોડા વાંકા વળીને ડાબો હાથની હથેળી ડાબા પગના ઢીચણા પર રહે અને જમણા હાથની હથેળી જમણા પગના ઢીચણ પર રહે તે રીતે ઉભા રહો. માથુ અને ખંભા આગળની દીશામાં રહેવા જોઈએ જેથી કરીને શરીરનો વજન બન્ને પગના ઢીચણ પર આવે. તેથી પેટના સ્નાયુ પર તાણ ઓછુ આવે. હવે શ્વાસ અંદર લો અને તેને બહાર છોડો. શ્વાસ બહાર છોડતી વખતે પેટના સ્નાયુ અંદરની તરફ જાવા દો. પેટ આરામની સ્થિતિમાં હોવુ જોઈએ. પાંસળીઓને જરા ઉપરની તરફ અને સ્નાયુને આરામથી ઉપરની તરફ લઈ જાઓ.આ સ્થિતિમાં ઉભા એટલા સમય સુધી ઉભા રહો જ્યાં સુધી સંપુર્ણ શ્વાસ બહાર ના નિકળી જાય.
(૩)મુલ બંધ :- આ બંધ સમજાવવા માટે સૌથી સહેલો છે.મુલ એટલે પાયો અને બંધ એટલે પકડી રાખવુ.આપણે કલ્પાના કરીએ કે આપણે ગાડી લઈને શહેરમાં ચારે બાજુથી ટ્રાફીકમાં ફસાયેલ છો અને આપણને અતિ માત્રામાં પેસાબ લાગ્યો છે કોઈ પણ પેસાબ કરવા માટેનો કોઈ રસ્તો નથી ત્યારે આપણે જે સ્નાયુનું સંકોચન કરીએ છીએ તે જ મુલ બંધ. મુલ બંધ માં પુરૂષોએ ગુદા થી વૃષણ સુધીના ભાગને સંકોચવો અને પેટની અંદરના ભાગમાં કરોડ તરફ લઈ જવો.અને સ્ત્રીઓએ પેડુ અને ગર્ભાશયની ડોક પાછળના સ્નાયુ નું સંકોચન કરવાનુ હોય છે. બંધમાં ખરેખર ગુદના સ્નાયુ જે ગુદા ખુલવા અને બંધ થવા માટે જવાબદાર છે તે અને મુત્રમાર્ગના સ્નાયુ પણ સંકોચન નથી પામતા પણ આ બન્ને થી સરખા અંતરે આવેલ સ્નાયુઓનુ સંકોચન થાય છે.મુલ બંધ મુલાધાર ચક્રને સક્રીય કરે છે.
બંધ હમેશા ક્રમમાં જ કરવા જોઈએ જેમ કે પુરક પછી જલંધર બંધ, મુલ બંધ અને પછી ઉદ્દિયન બંધ કરવા જોઈએ. અને રેચક પહેલા વિપરીત ક્રમમાં એટલે કે ઉદ્દિયન બંધ,મુલ બંધ અને જલંધર બંધ કરવા જોઈએ.
હવે પછી આપણે પ્રાણાયામ ની આઠ પ્રકાર વિશે જોઈશુ જેમાં
(1) ભસ્ત્રીકા પ્રાણાયામ (2) કપાલ ભાતિ પ્રાણાયામ (3) બહયા પ્રાણાયામ (4) અનુલોમ વિલોમ પ્રાણાયમ (5) ઉજ્જઈ પ્રણાયામ (6) ભ્રામરી પ્રાણાયમ (7) ઉદ્ ગીથ પ્રાણાયમ (8) પ્રનવ પ્રાણાયમ
Dr.Pravin Bhatia-Purecha.(Special Exicutive Officer ..Govt. Maharastra.).M.D.(A.M.),Doctorate-Ph.D.,Holistic Healing From THE NEW AGE INTERNATIONAL UNIVERSITY.LAS -VEGAS,USA.,GOLD MEDAL,USA,Register Homeopathic Practitioner..
(PRESIDENT) - .FOUNDER - Proprietor of HOLY ANGELS COLLEGE OF ALTERNATIVE MEDICINES-MUMBAI-
Affiliated With CENTRAL COUNCIL OF ALTERNATIVE MEDICINES & RESEARCH.
ADDRESS: Vishal Deep, 363 / 383,
C.T.S.NO.19,Mangal Murti Hospital Road,
RSC -37 / 28, Gorai - 2,
Borivali West, Mumbai 400091.
Maharashtra, India.and
INSTITUTE OF EDUCATION,RESEARCH & DEVELOPMENT - INDIA.
NEW AGE INTERNATIONAL UNIVERSITY - LAS VEGAS - USA.,
TRINITY WORLD UNIVERSITY - UK
_________________________________________________________
Proprietor of HOLY ANGELS COLLEGE OF ALTERNATIVE MEDICINES-MUMBAI
------------------------------------------------------------
અષ્ટાંગ યોગ ભાગ 1
Ashtanga Yoga PART:- 1 અષ્ટાંગ યોગ ભાગ 1
ભગવાનને પામવાના કે તેને અનુભવવાના અનેક રસ્તા છે તેમાંનો એક યોગગુરૂ ઋષી શ્રી પતંજલીએ સંપાદીત અસ્થાંગ યોગાનો છે. યોગઋષી શ્રીપતંજલી ૨૧૬૫ વર્ષ પહેલા થીરૂ ગોના મલાઈ નામનો દેશના ગણવામાં આવે છે. યોગસુત્રએ “ભગવાનનુ અસ્તિત્વને સ્વિકારીને” ચાલનાર માટેના ૬ સંપ્રદાયમાંનો એક હીન્દુ દર્શનશાસ્ત્ર કે તત્વજ્ઞાનનો એક ભાગ છે જેમાં ૧૯૬ સુત્રનો સમાવેશ થાય છે.યોગતત્વો ઉપનીસદ પ્રમાણે ચાર પ્રથા પડે છે મંત્રયોગ, લયયોગ, હાથયોગ, રાજયોગનો સમાવેશ થાય છે જેમાં રાજયોગ સૌથી સારો છે. રાજયોગના એક ભાગ તરીકે યોગઋષિ શ્રી પતંજલીએ આઠ નિયમ આપ્યા જે સામાન્ય માણસને પણ સમાધી કે સાક્ષત્કાર તરફ લઈ જાય છે જે અહી ચર્ચા કરીશુ
પતંજલીના આઠ યોગા એટલે અષ્ટાંગ યોગ
પતંજલીના આઠ યોગા એટલે અષ્ટાંગ યોગ
યમ – નિયમ – આસાન – પ્રાણાયામ - પ્રત્યાહાર – ધ્યાન – ધરણા - સમાધી
YAM – NIYAM – ASAN – PRANAYAM – PRATYAHARA – DHYAN – DHARANA - SAMADHI
યમ:-
YAM – NIYAM – ASAN – PRANAYAM – PRATYAHARA – DHYAN – DHARANA - SAMADHI
યમ:-
યમ" ની મૌખિક અર્થ ", લગામ નિયંત્રણ, અથવા ઘોડાની લગામ, શિસ્ત અથવા અંકુશમાં રાખવા" હાલના સંદર્ભમાં, તે "સ્વનિયંત્રણ, વર્તણુક , અથવા કોઈપણ મહાન નિયમ અથવા ફરજ" અર્થ કરવામાં આવે છે. તે પણ "અભિગમ" અથવા "વર્તણૂક"તરીકે અર્થઘટન કરી શકાય છે. ચોક્કસપણે એક ખાસ વલણને આપણે જેને શિસ્ત કહી શકાય કે જે પછી આપણી વર્તણૂકને.,વર્તણૂકના સ્વરૂપના અથવા વ્યક્તિગત અને બહારના વિશ્વ વચ્ચેના સંબંધો પર અસર કરે છે.
પતંજલી યોગ સુત્રમાં પાંચ પ્રકારના યમનો ઉલેખ છે
(૧) અહીંસા (2) સત્ય (3) અસ્તેય (૪) બ્રહ્મચર્ય (5) અપરીગ્રહ
(૧) અહીંસા
(૧) અહીંસા
અહીંસા માં માત્ર કોઈની હત્યા અથવા કે કોઈને મારવાનો જ સમાવેશ નથી થતો પણ કોઈને માનસીક રીતે દુ:ખી કરવા કે માનસીક ત્રાસ આપવો, કોઈના વિશે ખરાબ વિચારવુ , કોઈની લાગણી દુભાવવી કે ઠેસ પહોચાડવાનો સમાવેશ થાય છે. જેઅહિંસા નુ સત્યનિષ્ઠાથી પાલન કરે છે તે પોતાનામાં દુશ્મની કે શત્રુતાની લાગણીઓ ઘટાડમાં સફળ થાય છે. અહીંસાસમાધિની અનુભૂતિ તરફનુ કે ભગવાને પામવાનું કે સમજવાનુ પ્રથમ પગલું છે. જો અહિંસાનુ સત્યનિષ્ઠાથી એક લાંબા સમય માટે પાલન કરવામાં આવે તો તેની આસપાસનુ વાતાવરણ પવિત્ર બને છે અને જે આ વાતાવરણની અસરમાં કે તેના સમ્પર્કમાં આવે છે તેના મનમાંથી ધિક્કારની, તિરસ્કારની, દ્વેષભાવની , નફરતની લાગણીઓ દુર થઈ જાય છે. આમ, અહિંસાફક્ત શારીરિક, માનસિક, મૌખિક જખમ જ દુર નથી કરતી પણ દુશ્મનીની, ધિક્કારની, તિરસ્કારની, દ્વેષભાવની કે નફરતની લાગણીઓને આપણા મનમાંથી સાફ કરી દે છે. જેથી કરીને આસપાસનુ વાતાવરણ પણ અસરકારક રીતે બદલાય છે.
(2) સત્ય (સત્યવદિતા અને સત્યનિષ્ઠ)
“સત્ય બોલવુ તે સત્ય” વાતની કે બોલની અને મનની યોગ્ય સમજણ એ જ સત્ય. અહીં, સત્યનો યોગ્ય અર્થ એ છે કે જે જોવામાં આવે છે,કે સાંભળવામાં આવે છે એ જ વસ્તુ આપણી વાતોમાં કે બોલવામાં અને મન દ્વારા પણ આ જ વાતને અનુસરવામાં આવવી જોઈએ છે.જ્યારે આપણે અન્ય લોકોને કોઈ ખુલાસો કરતા હોઈએ ત્યારે કે કોઈ વાત સમજાવાતાં હોઈએ ત્યારે જો વાતચીત શંકા પેદા કરે અથવા જો તે વાતને અન્ય લોકો દ્વારા યોગ્ય રીતે સમજી ન શકે , અથવા તે અન્ય લોકો માટે કોઈ ઉપયોગ ના હોય તો તે વાત સાચી હોવા છતાં પણ તે “સત્ય” નથી. સત્યનુ નિષ્ઠાથી અને સતત પાલન કરવામાં આવે અને સાથે તેને અનુરૂપ વર્તન કરવામાં આવે તો માણસને “વચ્ચનસિધ્ધિ” પ્રાપ્ત થાય છે.
(2) સત્ય (સત્યવદિતા અને સત્યનિષ્ઠ)
“સત્ય બોલવુ તે સત્ય” વાતની કે બોલની અને મનની યોગ્ય સમજણ એ જ સત્ય. અહીં, સત્યનો યોગ્ય અર્થ એ છે કે જે જોવામાં આવે છે,કે સાંભળવામાં આવે છે એ જ વસ્તુ આપણી વાતોમાં કે બોલવામાં અને મન દ્વારા પણ આ જ વાતને અનુસરવામાં આવવી જોઈએ છે.જ્યારે આપણે અન્ય લોકોને કોઈ ખુલાસો કરતા હોઈએ ત્યારે કે કોઈ વાત સમજાવાતાં હોઈએ ત્યારે જો વાતચીત શંકા પેદા કરે અથવા જો તે વાતને અન્ય લોકો દ્વારા યોગ્ય રીતે સમજી ન શકે , અથવા તે અન્ય લોકો માટે કોઈ ઉપયોગ ના હોય તો તે વાત સાચી હોવા છતાં પણ તે “સત્ય” નથી. સત્યનુ નિષ્ઠાથી અને સતત પાલન કરવામાં આવે અને સાથે તેને અનુરૂપ વર્તન કરવામાં આવે તો માણસને “વચ્ચનસિધ્ધિ” પ્રાપ્ત થાય છે.
(3) અસ્તેય (પ્રમાણીકતા)
સ્તેય એટલે ચોરી અને "અસ્તેય” એટલે કાઈપણ ચોરવું નહી.અસ્તેયમાં આપાણી પાસે એવુ કાઈપણ રાખવુ નહી જે આપણુ નથી નો પણ સમાવેશ થાય છે. કોઈને તેના અધિકારોથી વંચિત રાખવા તે પણ “સ્તેય” એટલે કે ચોરી છે.ચોરીનો પલવાર માટે પણ એક વિચાર મન માં આવે તો, તે માનસિક અને ત્યાં શારીરિક આરોગ્ય પર અસર કરી શકે છે. જ્યારે કોઈ અસ્તેયનુ પાલન કરે છે ત્યારે તે માણસને કુદરતી બધા જ ગુણો અને દેવ્ય કુદરતી શક્તિ - સામર્થ્ય પ્રદાન થાય છે.
(૪) બ્રહ્મચર્ય:-
(૪) બ્રહ્મચર્ય:-
અહીં બ્રહ્મચાર્યનો અર્થ એવો છે કે એવી કોઈ પણ વસ્તુનો કે સામગ્રીનો વપરાશ કે વાંચન ઇરાદાપૂર્વક ટાળવા જોઈએ કે જેઇચ્છાઓ અથવા લાગણીઓ ને ઉત્તેજિત કે વધારો કરે. અહીં ધર્મ અને વિજ્ઞાનની મર્યાદાની અંદર રહીને ઇચ્છાઓનો આનંદ માણવો, નિયંત્રિત ઉપભોગને આત્મસંયમ તરીકે ઓળખી શકાય કે આત્મસંયમમાં સમાવેશ કરી શકાય. સંસારીક કે કુટુંબ જીવનઅનુસરે છે તેના માટે એક તેની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સાથે નીચેની બાબાતો ટાળવી જોઈએ
(1) મનમાં અન્ય સ્ત્રીના વિચાર કે વિચારસરણી
(2) તેમના વિશે સુનાવણી કે વાર્તા,વાતો કે કથાઓ શાંભળવી કે વાંચવી
(3) એકલી સ્ત્રી સાથે વાતો કરવી અને તેના માટે પ્રેમ બતાવો.
(4) એકલી સ્ત્રીને એકીટસે તાકીને કે તેની સામે વારંવાર જોવુ અથવા તેણી સામે કે તેની સાથે હસવુ કે ઠઠા મસ્કરી કરવી
(1) મનમાં અન્ય સ્ત્રીના વિચાર કે વિચારસરણી
(2) તેમના વિશે સુનાવણી કે વાર્તા,વાતો કે કથાઓ શાંભળવી કે વાંચવી
(3) એકલી સ્ત્રી સાથે વાતો કરવી અને તેના માટે પ્રેમ બતાવો.
(4) એકલી સ્ત્રીને એકીટસે તાકીને કે તેની સામે વારંવાર જોવુ અથવા તેણી સામે કે તેની સાથે હસવુ કે ઠઠા મસ્કરી કરવી
(6) સ્ત્રીનો સ્પર્શ કરવો કે કોશીશ કરવી
(5) અપરીગ્રહ
અપારીગ્રહનો અર્થ આપણા દ્વારા કંઈપણ જે જરૂરી ન હોય તેવી વસ્તુઓની સંગ્રહખોરી કે સ્ટોર કરવી થાય છે. જે અપારીગ્રહનુ પાલન કરવા માગતાં હોય તેણે એવી કોઈપણ વસ્તુ કે બાબતોને હસ્તગત કરવા કે મેળવવાનો પ્રયત્ન કે પાછળ ન દોડવુ જોઈએ અપારીગ્રહનુ પાલન માટે જે કંઈ આપણી પાસે છે અને જે જરૂરી છે તેનો પણ એક નિયંત્રિત રીતે આનંદથી અને સંતોષથી ઉપયોગ કરવો જોઈએ. નાનકડુ ઉદાહરણ અપાણે જ્યારે ભૂખ્યા હોય ત્યારે આપણે ભૂખ સંતોષવા માટે ખોરાક હોયછે.ઘણીવાર કે ક્યારેક ભૂખ સંતોષાય પછી પણ માત્ર સ્વાદ કે જીભ સંતોષ માટે કે ભાવતુ હોવાથી આપણે વધુ ખાય છીએ જો આવુ ના કરીએ તો તેને પણ અપારીગ્રહ કહેવાય છે.
Dr.Pravin Bhatia-Purecha.(Special Exicutive Officer ..Govt. Maharastra.).M.D.(A.M.),Doctorate-Ph.D.,Holistic Healing From THE NEW AGE INTERNATIONAL UNIVERSITY.LAS -VEGAS,USA.,GOLD MEDAL,USA,Register Homeopathic Practitioner..
(PRESIDENT) - .FOUNDER - Proprietor of HOLY ANGELS COLLEGE OF ALTERNATIVE MEDICINES-MUMBAI-
Affiliated With CENTRAL COUNCIL OF ALTERNATIVE MEDICINES & RESEARCH.
ADDRESS: Vishal Deep, 363 / 383,
C.T.S.NO.19,Mangal Murti Hospital Road,
RSC -37 / 28, Gorai - 2,
Borivali West, Mumbai 400091.
Maharashtra, India.and
INSTITUTE OF EDUCATION,RESEARCH & DEVELOPMENT - INDIA.
NEW AGE INTERNATIONAL UNIVERSITY - LAS VEGAS - USA.,
TRINITY WORLD UNIVERSITY - UK
_________________________________________________________
Proprietor of HOLY ANGELS COLLEGE OF ALTERNATIVE MEDICINES-MUMBAI
------------------------------------------------------------
અષ્ટાંગ યોગ ભાગ ૩ "પ્રાણાયામ-૨
Ashtanga Yoga PART:- ૩ PRANAYAM, અષ્ટાંગ યોગ ભાગ ૩ "પ્રાણાયામ-૨
પ્રાણાયામ મુખ્ય ૬ પ્રકાર છે અને તેમાંથી જ અન્ય પ્રાણાયમની શાખાઓ કે તકનિક નો વિકાશ થયેલ છે. આ મુખ્ય પ્રાણાયમ આ પ્રકારે છે.
(૧) ભસ્ત્રિકા પ્રાણાયામ
ભાસ્ત્રિકા નો અર્થ થાય છે ધમણ . આ પ્રાણાયામમાં લુહારની ધમણની જેમ અવાજ કરીને વેગથી સુધ્ધ શ્વાસને અંદર અને અસુધ્ધ હવાને બહાર કાઠવામાં આવે છે.
પ્રક્રીયા
એક દમ આરામદાયાક આસનમાં બેસો. પદ્માસન સૌથી ઉતમ છે પણ સુખાશન કે વજ્રાશનમાં પણ કરી શકાય.બન્ને નસકોરથી શ્વાસ અંદર લો અને ફેફસા પુરા હવાથી ભરી દો.શ્વાસસન પડદો પુરો ફુલાઈ જાય ત્યાં સુધી શ્વાસને અંદર ભરો. પછી ધીમે ધીમે શ્વાસને છોડો.ફરીથી આ જ ક્રમમાં કરવુ. આ પ્રણાયામ ત્રણ ગતિથી કરી શકાય. ધીમે ધીમે ,મધ્યમ અને તીવ્ર ગતિ. જેના ફેફસા નબળા હોય તેને રેચક અને પુરક ધીમે ધીમે કરતા કરવુ અને જુના અભ્યાસુ અને સ્વસ્થ માણસોએ મધ્યમ થી શરૂ કરીને તીવ્ર સુધી પહોચી શકાય. આ પ્રણાયામમાં સાવધાની એ રાખવાની કે શ્વાસ ફેફસામાં ભરવાનો છે નહી કે પેટમાં.પેટની હલન ચલન કે ફુલાવુ જોઈએ નહી. શ્વાસની ગતિ બન્ને સમયે એટલે કે રેચક અને પુરકમાં એક સરખી હોવી જોઈએ નહી. હવા સુધ્ધિ માટેની વ્યવસ્થા ફેફસામાં હોય છે નહી કે પેટમાં તેથી પેટમાં હવા ભરવાથી આ પ્રાણાયામનો પાયાનો સિધ્ધાંત જ ખોટો સાબિત થાય છે તેથી ફાયદો દેખાતો નથી. દરેક પ્રાણાયમ કરતી વખતે ખુસીનો અનુભવ થાવો જોઈએ અને મનને બ્રહ્મ સાથે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સાથમાં “ઔમ” નો જાપ કરવો જોઈએ.
સમય અવધિ:- દરરોજ ૩-૫ મિનિટ કરવો જોઈએ.
લાભ:-
આ પ્રણાયામથી પ્રાણવાયુ ઓક્સિજન દરેક અવયવને વધુ મળતો થાય છે તેથી દરેક અવયવમાંથી ઝેરીલા પદાર્થ બહાર નિકળી જાય છે.
આ પ્રાણાયામથી શ્વસન પડદોને કસરત થવાથી સારી રીતે કામ કરે છે તેથી પાચનતંત્ર સુધારે છે.
માથાના સબંધીત કોઈપણ પ્રકારના દુખાવા માટે ઉપયોગી છે
વાયુ, પિત, કફના દોષો દુર થાય છે અને પાચંતંત્ર ,લીવર અને કીડનીની કસરત થાઈ જાય છે તેથી સ્વસ્થ રહે છે. સ્નાયુ સમ્બધિત રોગોને દુર કરે છે.
સાવધાની:- ભસ્ત્રિકા પ્રાણાયામ કરતાં પહેલા નાક સાફ કરી લેવુ. ક્ષમતા કરતા વધારે કરવા નહી. કોઈપણ પ્રાણાયામ કરતા શરીરને ઝાટકો દેવો નહી. શ્વાસ લેવો અને છોડવનો સમય સરખો હોવો જોઈએ. હાઈ બીપી તથા હદય રોગીઓને ધીમેધીમે કરવાં
(૨) કપાલભાતી પ્રાણાયામ
આપણે જોયુ તેમ કપાલભાતિ પ્રાણાયમને છ ક્રીયા માં સમાવેશ કરવામાં આવેલ છે (1) ત્રાટક (2) નેતી (3) કપાલભાતી (4) ધૌતી (5) બસ્તિ (6) નૈલી.
વજ્રાસન કે સુખાશન કે પદ્મશનની બેઠકમાં કરી શકાય. શ્વાસને બહાર છોડતી વખતે પેટને અંદર ધક્કો મારવાનો છે. શ્વાસને પ્રયત્ન પુર્વક અંદર લેવાનો નથી અને ફક્ત બહાર છોડવાનો છે અને શ્વાસ તેની મેળે જ અંદર આવી જાશે. મગજના ખોપરીની અગ્રવર્તી ભાગને કપાળ કહેવાય છે, ભાતિનો અર્થ જ્યોતિ કે તેજ થાય છે.કપાલભાતિ પ્રાણાયામ સતત ચહેરાની સુંદરતા વધારે છે કપાલભાતિ પ્રાણાયમ કરતિ વખતે મુલાધાર ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનુ છે જેથી મુલાધાર ચક્ર જાગૃત થઈને કુંડલી શક્તિ જાગૃત કરવામાં મદદ થાય છે. કાપાલભાતિ પ્રાણાયમને પૃથ્વી પરની સંજીવની પ્રાણાયામ કહે છે. કપાલભાતિ પ્રાણાયામ એ તેજ ગતિની રેચક પ્રક્રિયા છે.
સમય અવધિ:- દરરોજ ૫-૧૦ મિનિટ ( અતિ પ્રયત્ન કરીને કરવા નહી)
લાભ :- વાળની સમસ્યાનુ સમાધાન. ચહેરા પરની કરચલી અને આંખોની નીચે કાળા ડાઘા દુર થાય છે આંખોની દરેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ છે દાંતોની દરેક પ્રકારની સમસ્યાઓ દુર કરે છે. જાડાપણુ દુર થાય છે. હીમોગ્લોબિન અને કેલ્સિયમ ઉત્પાદનને નિયમિત કરે છે. કબજીયાત અને ગેસની બીમારી કાયમી માટે મટે છે. કોલેસ્ટ્રોલની સમસ્યાઓ દુર થાય છે થાઈરોડની સમશ્યા દુર થાય છે
(૩) અનુલોમ વિલોમ પ્રાણાયમ :-
અનુલોમ નો અર્થ થાય છે સિધ્ધા અને વિલોમ નો અર્થ થાય છે ઉંધો અથવા ઉલટા. અહી સિધ્ધા અને ઉલ્ટા આપણા નાકના નસકોરા સમ્બધિત છે. સિધ્ધાનો અર્થ થાય છે જમણુ નસકોરૂ અને ઉલ્ટાનો અર્થ થાય છે ડાબુ નસકોરૂ. વજ્રાસન કે સુખાશન કે પદ્મશનની બેઠકમાં કરી શકાય.અનુલોમ વિલોમ પ્રાણાયામમાં જો જમણા નશકોરાથી શ્વાસને અંદર લેવામાં આવે છે તો ડાબા નશકોરાથી બહાર કાઢવામાં આવે છે અને જો ડાબા નસકોરાથી શ્વાસને અંદર લેવામાં આવે છે તો જમણા નશકોરાથી બહાર કાઢવામાં આવે છે.અનુલોમ વિલોમ પ્રાણાયામને કેટલાક યોગી નાડીશોધક પ્રાણાયમ પણ કહે છે કારણકે આ પ્રાણાયામ કરવાથી શરીરની દરેક નાડી સુધ્ધ થાય છે. પ્રાણાયામની શરૂઆત અને અંત ડાબા નશકોરાથી કરવાની છે. જમણુ નશકોરૂ હાથના અંગુઠાથી બંધ કરો અને ડાબા નશકોરાથી ઉંડા શ્વાસ અંદર લો અને હવે ડાબુ નશકોરૂ પ્રવિત્રી આંગળીથી બંધ કરો અને જમણા નશકોરાથી શ્વાસને બહાર કાઢો. હવે આનાથી વિરૂધ્ધ ફરીથી કરો. આમ વારા ફારતી નિયમિત ક્રમમાં ૧૦-૧૫ મિનિટ કરો.શ્વાસ લેતી વખતે ધ્યાન બે આંખો વચ્ચે આવેલ આજ્ઞા ચક્રમાં કેંદ્રીત કરવુ અને મનો મન ૐ નો જાપ કરવો. શ્વાસ ભરવાની અને બહાર કાઢવાની પ્રકીયા એટલી સહજ હોવી જોઈએ કે લોટ જેવી બારીક વસ્તુ જો સામે હોય તો તે પણ ઉડવી કે નાંકની અંદર ના જાય. અશક્ત કે એનિમિયા ના દર્દીઓએ ધીમે ધીમે કરવા
લાભ :
આપણા શરીરમાં ૭૨,૭૨,૧૦,૨૧૦ સુક્ષ્મ નાડી હોય છે તેની સફાઈ કે સુધ્ધ થાય છે..હૃદયની નાડીમાં અવરોધ કે બંધ હોયા તો ખુલી જાય છે.ઉંચા કે નિચા લોહીના દબાણની તકલીફ મટે છે
વાંકાચુકા અસ્થિબંધન સિધ્ધા થાય છે. વા,સાંધાની બીમારી જેવી કે આર્થરાઈટીસ રોમેટોર કે અસ્થિમજાનો ઘસારો ઠીક થાય છે.માથાનો કોઈપણ દુખાવો મટે છે. કીડની કુદરતી રીતે સ્વચ્છ થાય છે તેથી ડાયાલીસીસ ની જરૂર પડતી નથી. કોલેસ્ટ્રોલ કે અસુધ્ધિઓ શરીર ની બહાર નિકળી જાય છે. સાયનસની બીમારી ઢીક થાઈ જાય છે.
(૪) ભ્રામરી પ્રાણાયામ
એક દમ આરામદાયાક આસનમાં બેસો. પદ્માસન સૌથી ઉતમ છે પણ સુખાશન કે વજ્રાશનમાં પણ કરી શકાય. ભ્રામારી પ્રાણાયામ માં શ્વાસ છોડતી વખતે ભમરા જેવો અવાજ કરવામાં આવતો હોવાથી ભ્રામરી પ્રાણાયામ કહેવાય છે.
લામ્બી અને ઉંડી શ્વાસ ફેફસામાં પુરી ભરી લો. બન્ને હાથના અગુઢાથી બન્ને કાન બંધ કરી દો. બન્ને હાથની પ્રહેલી અને મધ્ય આંગળી આંખો પર રાખો અને પવિત્રી અને ટચલી આંગળી હોઢો પર રાખો.થોડી સેકંડ માટે શ્વાસ રોકી લો. હવે ભમરાની જેમ ગણગણાટ સાથે શ્વાસ બહાર કાઢો. અને શ્વાસને બહાર જ થોડી વાર માટે રોકી રાખો. ધ્યાન રાખો કે શ્વાસ બહાર કાઢતી વખતે અવાજના ગણગણાટની લય અને સાતત્ય ટુટવુ જોઈએ નહી.ધ્યાન બે નેણ ની વચ્ચે કેંદ્રીત કરવુ.મનમાં વિચારવાનુ કે અતરાત્મક સુખ અને શાંતી નો અનુભવ થાય છે. શરૂઆતમાં ૫-૭ ચક્ર જા કરવા. ભ્રમારી પ્રાણાયામ સુતા સુતા કદી કરવઓ નહી અને કાનમાં દુખાવો કે પાક હોય તો કરવો નહી.
લાભ:- સકારાત્મક ઉર્જા મળે છે.માનસીક રોગોમાં ફાયદો થાય છે. માઈગ્રેન, ડીપ્રેશન તથા માથાના દરેક વ્યાધી માટાડે છે. મન અને મસ્તિક્ની શાંતિ મળે છે.
(૫) બાહ્ય પ્રાણાયામ :
એકદમ આરામદાયાક આસનમાં બેસો. પદ્માસન સૌથી ઉતમ છે પણ સુખાશન કે વજ્રાશનમાં પણ કરી શકાય.શ્વાસને બહાર કાઢો.દાઠીને ગળાને અડાડી(જલંધર બંધ) દો.થોડા નમીને બન્ને હાથ ઢીચણ પર રાખીને પેટની અંદરની તરફ ખેચો. પેડુ અથવા બસ્તિપ્રદેશને ઉપારની તરફ ખેંચો અને મૂલ બંધ લાગાવો.ત્રણેય બંધ નો ઉપયોગ એટલે જ બાહ્ય પ્રણાયમ. શ્વાસને બહાર છોડીને પેટને હાડકા સાથે ચોટી જાય તે રીતે અંદર લો. થોડી વાર શ્વાસને આ રીતે રોકી રાખી શ્વાસને છોડી દો.હદય રોગી તથા ઉંચા લોહી દબાણ વાળા માણસોને આ પ્રણાયામ કરવો નહી.
લાભ:- બાહ્ય પ્રાણાયમ કરવાથી કપાલભાંતિ પ્રાણાયામના દરેક લાભ થાય છે. પેશાબ સમ્બંધીત દરેક બિમારી મટે છે.
(૬) ઉદગીથ પ્રાણાયામ
શ્વાસોશ્વાસની સામાન્ય પ્રક્રીયા એટલે જ ઉદગીથ પ્રાણાયામ.પણ પ્રાણાયમ કરતી વખતે ૐ નો મનમાં જાપ કરવો એટલે જ તેને “ઓમકારી” પ્રાણાયામકહે છે. એકદમ આરામદાયાક આસનમાં બેસો. પદ્માસન સૌથી ઉતમ છે પણ સુખાશન કે વજ્રાશનમાં પણ કરી શકાય ઉદગીથ પ્રાણાયામમાં શ્વાસ લાંબા,શાંત,ધીમાં અને સુક્ષ્મ રીતે લેવાના હોય છે. ઉદગીથ પ્રાણાયામમાં સતત અભ્યાશથી શ્વાસ લઈને અને બહાર કાઠવાનો બન્ને થઈને પુરી એક મિનિટનો થાવો જોઈએ. શ્વાસ આવે અને જાય તેનો અનુભવ કરવાનો પ્રયત્ન કરો.અભ્યાશથી શ્વાસ અંદર અને બહાર જાય તેનો માર્ગ નો અનુભવ થાશે.
સમય અવધિ: ઓછામાં ઓછા ૩ વખત કરવા જોઈએ અને વધુમાં વધુ જ્યારે આપણે પુરા ઓમકાર મય થઈ જાય ત્યાં સુધી કરી શકાય.
લાભ:- નીંદ્રા સુધરે છે એટલે કે અનિદ્રા જેવા રોગો માં ફાયદો થાય છે. મનની એકાગ્રતા વધે છે. યોગ નીંદ્રા નો અનુભવ થાય છે.
(7) પ્રણવ પ્રાણાયામ
એકદમ આરામદાયાક આસનમાં બેસો. પદ્માસન સૌથી ઉતમ છે પણ સુખાશન કે વજ્રાશનમાં પણ કરી શકાય.આંખો બંધ કરો. શાંતિથી બેસો. તમારી કુદરતી રીતે શ્વાસન કરો. ભગવાન માં ધ્યાન કેંદ્રીત કરો . ભગવાન બાધે જ છે અને તેની હાજરી અનુભવવાની કોશીશ કે પ્રયત્ન કરો.આ દુનીયામાં બધુ જ ૐ કારના આકાર નુ છે. શ્વાસન ના માર્ગ ને અનુભવાવાની કોશીશ કરો અને ધ્યાન ૐ માં રાખો.
સમયાવધિ:- ૩-૪ મીનીટ નિયમિત
લાભ:- આધ્યામિક વિકાશ અને આપણી દરેક વસ્તુ જોવાની દ્રષ્ટિકોણ નો વિકાશ થાય છે.
આપણે જ્યારે શ્વાસન પ્રકીયા કરીયે છીએ ત્યારે જે હવા શરીરમાં પ્રવેશે છે તે પાંચ ભાગોમાં વહેચાય જાય છે અથવા પાંચ સ્થાનો પર સ્થિર થઈ જાય છે આ પાંચ સ્થાન છે (1) વ્યાન (2) સમાન (3) અપાન (4) ઉદાન (5) પ્રાણ
Dr.Pravin Bhatia-Purecha.(Special Exicutive Officer ..Govt. Maharastra.).M.D.(A.M.),Doctorate-Ph.D.,Holistic Healing From THE NEW AGE INTERNATIONAL UNIVERSITY.LAS -VEGAS,USA.,GOLD MEDAL,USA,Register Homeopathic Practitioner..
(PRESIDENT) - .FOUNDER - Proprietor of HOLY ANGELS COLLEGE OF ALTERNATIVE MEDICINES-MUMBAI-
Affiliated With CENTRAL COUNCIL OF ALTERNATIVE MEDICINES & RESEARCH.
ADDRESS: Vishal Deep, 363 / 383,
C.T.S.NO.19,Mangal Murti Hospital Road,
RSC -37 / 28, Gorai - 2,
Borivali West, Mumbai 400091.
Maharashtra, India.and
INSTITUTE OF EDUCATION,RESEARCH & DEVELOPMENT - INDIA.
NEW AGE INTERNATIONAL UNIVERSITY - LAS VEGAS - USA.,
TRINITY WORLD UNIVERSITY - UK
_________________________________________________________
Proprietor of HOLY ANGELS COLLEGE OF ALTERNATIVE MEDICINES-MUMBAI
------------------------------------------------------------
Subscribe to:
Posts (Atom)
-
જય શ્રી કૃષ્ણ🙏🏻 આજ થી શ્રીમદ ભગવદ ગીતા નો શુભારંભ કરું છું ........શ્રીમદભાગવત ની જેમ જ સહુ ને રસપાન કરાવવાનો વિચાર છે.......
-
· સુવિચાર · જેને પરસેવો પાડવાની આદત છે. તેને પર સેવા લેવાનો વારો નથી આવત તો · કિસ્મતમાં લખ્યું તેનાં પર અફસોસ ન કર હજુ તુ એટલો સમજદાર ...
-
--------------------------------------------------------------------------------------------------------------- શ્રીમદ ભગવદ...
-
''શ્રીમદ ભગવદ્ ગીતા''ની ખાસ ખાસ વિશિષ્ટતાઓ -3 શ્રીમદ ભગવદગીતા-૬૩- અધ્યાય-૪- જ્ઞાન કર્...
-
ભાગવત માહાત્મ્ય (Page 16 to 19) ભાગવત માહાત્મ્ય (Page 16) બધી પ્રવૃત્તિ છોડી ને માનવી ધ્યાન માં બેસે છે,ત્યારે માયા વિઘ્ન કરે છે. અનાદિ ...
-
ભાગવત માહાત્મ્ય (Page 1 to 15) ભાગવત માહાત્મ્ય (Page 1) 29-08-2014 ભાગવત માહાત્મ્ય પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે. મનુષ...
-
શ્રીમદ્ભાગવત સ્કંધ – 6 (Page 50) માયાનું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય મણિરત્નમાળામાં વ્યાખ્યા આપતાં કહે છે-કે- કંચન...
-
શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 36) ઋષિઓએ સ્ત્રીને ધર્મપત્નીમાની છે. સ્ત્રી એ ભોગનું સાધન નથી , પણ ધર્મનું સાધન છે. ભોગ ની પાછળ રોગ ઉ...
-
Devsthaan of Shri Sikotarmata (Vahaanvati Maa,Harshidhhi Maa) - Kuldevi of Dutia (Dhutia)-Purecha (Porecha) Parivar. ...
-
શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 35) જય-વિજય એટલે કીર્તિ-પ્રતિષ્ઠા નો મોહ. કદાચ પૈસાનો મોહ છૂટી શકે છે-અતિસાવધ રહેવાથી કામને જીતી શકાય ...