શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 35)
જય-વિજય
એટલે કીર્તિ-પ્રતિષ્ઠા નો મોહ. કદાચ પૈસાનો મોહ છૂટી શકે છે-અતિસાવધ રહેવાથી કામને
જીતી શકાય છે.
પણ દ્રવ્યત્યાગ અને કામત્યાગ કર્યા પછી –કેટલાંક મહાત્માઓને-માયા-એ- કીર્તિ માં ફસાવે છે.
સાધુ
મહાત્માઓને થાય છે-કે મારા પાછળ મારો આશ્રમ ચાલે,લોકો મને યાદ કરે.
મોટા
મોટા રાજાઓને જગત ભૂલી ગયું છે,તો
મારી પાછળ મારું નામ રહે તે -આશા રાખવી વ્યર્થ છે.
મઠ-મંદિર
અને આશ્રમની આસક્તિ –એ
ભક્તિમાં વિઘ્ન કરનારી છે.
જ્ઞાની પુરુષો પરમાત્માના દ્વાર સુધી પહોંચે છે-પણ જો કીર્તિમાં ફસાય
તો ત્યાંથી નીચે ગબડી પડે છે.
મનુષ્ય
ને પણ કીર્તિ-પ્રતિષ્ઠા નો મોહ છૂટતો નથી. ઘરનું નામ આપે છે-અનિલનિવાસ. પણ અનિલભાઈ
તેમાં કેટલા દિવસ રહેવાના?
ઘરને
ઠાકોરજીનું નામ આપો.
ચેલાઓ
વખાણ કરે એટલે-ગુરુને લાગે કે હું બ્રહ્મ રૂપ થઇ ગયો છું. પછી સેવા-સ્મરણમાં ઉપેક્ષા
જાગે-અને પતન થાય છે.
યોગીઓને સિદ્ધિ મળે-એટલે તેનો ઉપયોગ કરવાનું મન થાય છે. સિદ્ધિના ઉપયોગથી
પ્રસિદ્ધિ વધે-એટલે પતન થાય છે.
ક્રોધ કરવાથી સનતકુમારોને ભગવાનના સાતમાં દરવાજેથી પાછા વળવું પડ્યું.
સનતકુમારોનો ક્રોધ સાત્વિક છે-(દ્વારપાળો ભગવદદર્શનમાં વિઘ્ન કરે છે-તેથી
ક્રોધ આવ્યો છે.)
એટલે ભગવાન અનુગ્રહ કરીને બહાર આવીને દર્શન દીધાં.પરંતુ સનતકુમારો ભગવાનના
મહેલમાં દાખલ થઇ શક્યા નહિ.
- કર્મ માર્ગ માં વિઘ્ન કરનાર-કામ-છે.-કશ્યપ-દિતિ ને કામે વિઘ્ન કર્યું.
- ભક્તિ માર્ગ માં વિઘ્ન કરનાર લોભ છે.
- જ્ઞાનમાર્ગ માં વિઘ્ન કરનાર ક્રોધ છે.-સનતકુમારોને ક્રોધે વિઘ્ન કર્યું.
એકનાથજી મહારાજે-ભાવાર્થ
રામાયણમાં લખ્યું છે-કે-
કામી-લોભી-ને તત્કાળ કદાચ
થોડો લાભ થાય છે.કામી,કામસુખ ભોગવે છે અને લોભી
પૈસા ભેગા કરે છે-
પણ ક્રોધ કરનાર ને તો કાંઇ
મળતું નથી-માટે ક્રોધ છોડવો જોઈએ.
ગીતામાં પણ કહ્યું છે-પુરુષનો
નાશ કરનાર ત્રણ નરક ના દ્વાર છે-માટે એ ત્રણ કામ,ક્રોધ અને લોભ નો
તરત ત્યાગ કરવો જોઈએ (ગીતા-૧૬-૨૧)
(ક્રોધ ની કોઈ વ્યાખ્યા નથી. ક્રોધ એ –કામ અને લોભ ની એક સાઈડ-નિપજ-By product છે. (1) કામ- એટલે જે પોતાની પાસે નથી તે પામવાની ઈચ્છા.- અને-
(2) લોભ -એટલે પોતાની પાસે જે
છે તે નહિ ગુમાવવાની ઈચ્છા. (3) આ બંને
ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ આવે છે)
ભક્તિ માર્ગ માં લોભ વિઘ્ન કરે છે.
ઘણા બાબાનો શુટ બનાવવો હોય તો-સો રૂપિયે વારનું કાપડ લાવે –અને ઠાકોરજીના વાઘા માટે દશ રૂપિયે વારનું કપડું લાવે.
ઠાકોરજી માટે ફૂલ લેવા નીકળે –અને ગુલાબ મોંઘુ હોય તો ચાર
આનાના કરેણના ફૂલ લાવે-પણ જો ઘરવાળીએ કીધું હોય –કે આજે મારી માટે સારી વેણી લાવજો-તો-ગમે
તેટલાં રૂપિયા ખર્ચી વેણી લઇ આવે.
સત્યનારાયણ ની કથામાં પાંચસો નું પીતાંબર પહેરી બેસે-અને જયારે ઠાકોરજી
ને પીતાંબર પહેરાવવાનું આવે ત્યારે કહેશે-કે-
પેલું નાડું લાવ્યા હતા તે ક્યાં ગયું ?નાડું (નાડાછડી) લાવજો.
ભગવાન કહે છે-બેટા,હમ સબ સમજતે હૈ.હું પણ તને એક દિવસ લંગોટી પહેરાવીશ. મેં પણ તારા માટે લંગોટી પહેરવા કંદોરાનું નાડું તૈયાર
રાખ્યું છે.
આવું
બધું ના કરો. લોભ રાખ્યા વગર-ભગવાન ને સારામાં સારી વસ્તુ અર્પણ કરો.
૨૫૨- ભક્તોની વાર્તાઓ માં –જમનાદાસ ભક્તનું એક દ્રષ્ટાંત
આવે છે.
જમનાદાસ ભક્ત એક વખત ઠાકોરજી માટે બજારમાં ફૂલ લેવા નીકળ્યા. ફૂલવાળાની
દુકાને એક સારું કમળનું ફૂલ જોયું .અને જમનાદાસજી એ વિચાર્યું કે આ સુંદર કમળ જ ઠાકોરજી
માટે લઇ જઈશ.
બરોબર એજ વખતે એક યવનરાજા ત્યાં આવે છે-તેને પોતાની રખાત વેશ્યા માટે
ફૂલ જોઈતું હતું.
જમનાદાસ માળીને ફૂલની કિંમત પૂછે છે. માળી પાંચ રૂપિયા કિંમત જણાવે
છે. તે જ વખતે યવન રાજા વચ્ચે કુદી પડે છે.
અને કહે-કે હું દશ રૂપિયા આપવા તૈયાર છું. જમનાદાસ માળીને કહે છે-કે
હું પચીસ રૂપિયા આપવા તૈયાર છું. પછી તો ફૂલ –લેવા
હરીફાઈ ચાલે છે.જમનાદાસ નો છેવટ ની બોલી-એક લાખ થઇ ગઈ. યવન રાજા વિચારે
છે કે-એક લાખ રૂપિયા હશે તો બીજી સ્ત્રી મળશે.
ત્યારે જમનાદાસજીને મન તો ઠાકોરજી સર્વસ્વ હતા.તેમનો પ્રેમ સાચો-શુદ્ધ
હતો. યવન રાજાને તો વેશ્યા તરફ સાચો પ્રેમ નહોતો-તે તો મોહ હતો.
પોતાની સઘળી મિલકત વેચીને –એક લાખ રૂપિયા કિંમત આપી-ફૂલ
ખરીદી-ઠાકોરજીની સેવામાં અર્પણ કરે છે.
ઠાકોરજીના માથા પરથી આજે મુગુટ નીચે પડી જાય છે. ભગવાન તે દ્વારા બતાવે
છે-કે-ભક્તના આ કમળ નું વજન મારાથી સહન થતું નથી.
સનતકુમારોએ
ક્રોધ માં –જય-વિજય
ને શાપ આપ્યો છે. કહે છે-
ભગવાન
સર્વમાં સમભાવ રાખે છે. પણ તમારામાં વિષમતા છે. અમને સાધારણ બાળકો સમજીને અટકાવો છો.
અમારી લાયકાત ના હોત તો અમે અહીં સુધી કેવી રીતે આવી શક્યા હોત ? વિષમતા તો રાક્ષસો કરે છે. માટે જાવ તમે
રાક્ષસો થાવ.
દૈત્ય
કુળ માં તમારે ત્રણ વખત જન્મ લેવા પડશે.
સનતકુમારો(સનકાદિ)
ઋષિઓ એ જય-વિજય ને શાપ આપ્યો. ભગવાને વિચાર્યું-કે-મારા દ્વારે આવી પાપ કર્યું-તેથી
તેઓ મારા ધામમાં આવવા માટે લાયક નથી. (ભગવાન પ્રથમ
પરીક્ષા કરે છે.પછી જ વૈકુંઠમાં આવવા દે છે.) પણ ભગવાન અનુગ્રહ કરીને –બહાર આવી સનકાદિ ને દર્શન આપે છે. છતાં એમની નજર ધરતી પર છે. નજર આપતા નથી.
સનતકુમારો
વંદન કરે છે-પણ ઠાકોરજી નજર આપતા નથી.
જેનાં
કપડાં મેલાં હોય-જેનું ચારિત્ર્ય સારું ના હોય તો તેની સામે આપણને પણ જોવાની ઈચ્છા
થતી નથી.
ભગવાન નજર એટલા માટે નથી આપતા કે-મારો કહેવડાવે છે-અને પાપ છોડતો નથી.
મારો પટ્ટો (કંઠી) ગળામાં રાખે છે,
વૈષ્ણવ છે-તેમ કહેવડાવે છે-અને ક્રોધ કરે છે-તને જોતાં મને શરમ આવે
છે.
બાકી-જો- અગર ખુદા નજર દે-તો-સબ સુરત ખુદા કી હૈ...........
સનતકુમારો
એ જોયું-કે પ્રભુ આજ હસતા નથી-નજર આપતા નથી. પોતાના દોષ (સ્વ-દોષ) નું ભાન થયું. પરમાત્મા
ને વંદન કરી કહ્યુંકે- અમારા અપરાધની ક્ષમા કરો,તમારાં પાર્ષદોને અમે સજા કરી છે-હવે તમે
અમને સજા કરો.
‘ જબ લગ નહિ દીનતા,તબ લગ ગિરિધર કૌન ? કૃપા ભઈ તબ જાનિએ, જબ દિખે અપનો દોષ ‘
સનકાદિને સ્વ-દોષનું ભાન થયું. વિચારે છે-કે પ્રભુ હજી તેમના ધામમાં
બોલાવતા નથી,નજર આપતા નથી, અમારે વધુ તપશ્ચર્યા કરવાની જરૂર છે-હજુ ક્રોધ અમારામાંથી ગયો નથી.---સનકાદિ ત્યાંથી પાછા
બ્રહ્મલોકમાં પધારે છે.
ભાગવત ઉપર ઉત્તમ ટીકા –શ્રીધર સ્વામીની છે.
ગંગાકિનારે માધવરાયના ચરણમાં બેસીને શ્રીધરસ્વામીએ ટીકા લખી છે. ટીકા
પર માધવરાયે સહી કરી છે.
“શ્રીધરસ્વામી
એ –જે- લખ્યું
છે તે બધું મને માન્ય છે.”
આ
પ્રસંગ પર શ્રીધરસ્વામીએ બહુ વિચાર કર્યો છે. કહ્યું છે-કે-
--જે
સતત બ્રહ્મચિંતન કરે –તેને
ક્રોધ આવે નહિ-સનતકુમારોને ક્રોધ આવે તે અનુચિત છે.(યોગ્ય નથી)
--પ્રભુના
પાર્ષદોમાં પ્રભુ જેવા જ ગુણો હોય છે-પણ જય-વિજય માં સનતકુમારો ને ઓળખી નહિ શકવાનું
અજ્ઞાન અને તેમને અટકાવવા -તે અનુચિત છે.
--વૈકુંઠમાં
આવનારનું પતન થતું નથી, પણ
જય-વિજયનું વૈકુંઠમાંથી પતન થવું તે અનુચિત છે.
--જય-વિજય
એ પ્રભુના આશ્રિત છે, આશ્રિતનો
ભગવાન ત્યાગ કરે –તે
ભગવાન માટે –અનુચિત
છે.
આ
ચારેય યોગ્ય નથી.
પણ પછી વિચાર કરીને ટીકામાં લખ્યું છે-કે-ના-ના- આ બધું જ બરાબર છે
–યોગ્ય છે.
પરમાત્માની લીલા-માનવનું આકર્ષણ કરવા માટે છે.
ઘણા
સમયથી વૈકુંઠમાં નારાયણ આરામ કરતા હતા. તેમણે કુસ્તી કરવાની ઈચ્છા થઇ. ભગવાન જોડે –વૈકુંઠ માં કોણ કુસ્તી કરી શકે ?
ભગવાને
વિચાર્યું-કે-મારા પાર્ષદો –પૃથ્વી
પર જાય તો –તેમની
સાથે હું કુસ્તી કરી શકું.
તેથી
ભગવદ-ઈચ્છા થી જય-વિજય માં અજ્ઞાન આવ્યું છે.
સનતકુમારો
ને ક્રોધ આવે નહિ.પણ ભગવદ-ઇચ્છાથી –તેઓ માં ક્રોધ આવ્યો છે.
જયવિજય
નું વૈકુંઠ માંથી પતન થયું નથી- ત્રણ જન્મ પછી –ફરી તેમનો વૈકુંઠ વાસ થયો છે.
આ બધું જ ભગવદ-ઈચ્છા થી થયું છે. ભગવાન ને અવતાર લેવાની –ઈચ્છા-થાય
–એટલે ભગવાન
આવું-કારણ- ઉભું કરે છે.
ભગવાન આપણા માટે લીલા કરે છે. લીલાની કથાઓ આપણું કલ્યાણ કરવા માટે છે.
જય-વિજય
ને સાંત્વના આપી પ્રભુ કહે છે-કે-
તમારાં
ત્રણ અવતારો થશે-(૧) હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ (૨) રાવણ-કુંભકર્ણ (૩) શિશુપાલ-દંતવક્ત્ર
અને
તમારો ઉદ્ધાર કરવા-હું પણ અવતાર લઈશ.
સનતકુમારોના
શાપથી-જય-વિજય, -અનુક્રમે-
હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ –તરીકે
અવતર્યા છે.
શુકદેવજી
વર્ણન કરે છે-સનતકુમારોએ જય-વિજયને શાપ આપ્યો.તે જ સમયે કશ્યપ-દિતિનો સંબંધ થયો છે.
દિતિના ગર્ભમાં જય-વિજય આવ્યા છે. દિતિને બે બાળકોનો જન્મ થયો છે-તેમના નામ રાખ્યા
છે- હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ.
કુસમયે કરેલા કામોપભોગથી દિતિ-કશ્યપને ત્યાં રાક્ષસોનો જન્મ થયો છે.
મહાપ્રભુજી
એ –આ
ચરિત્ર ની સમાપ્તિ કરતાં કશ્યપ પર ત્રણ દોષો નાંખેલા છે-કર્મત્યાગ-મૌનત્યાગ-સ્થાનત્યાગ.
ભાગવતમાં
વ્યાસજીએ લખ્યું છે-કે- હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ - રોજ ચાર-ચાર હાથ વધતા.
આમ
ખરેખર બને તો વિચાર કરો-કે- માતા-પિતાની શું સ્થિતિ થાય ?રોજ નવાં કપડાં જોઈએ,રોજ નવાં બારીબારણાં જોઈએ.
પણ
ભાગવત ની આ સમાધિ ભાષા છે,કે
જે મુખ્ય ભાષા છે.- લૌકિક ભાષા અહીં ગૌણ છે.
અહીં લોભ નું સ્વરૂપ બતાવ્યું છે. રોજ ચાર-ચાર હાથ વધતા એટલે કે લોભ
રોજ ને રોજ વધતો જાય છે. લાભ-થી લોભ-વધે છે.
હિરણ્ય-એટલે સોનું –અને અક્ષ એટલે-આંખો. જેની આંખ માં સોનું –ભર્યું
છે –જેને સોનું
જ દેખાય છે-તે હિરણ્યાક્ષ.
હિરણ્યાક્ષ –એ સંગ્રહવૃત્તિ- લોભ છે. તેને ભેગું કર્યું –અને હિરણ્યકશિપુ
એ ભોગવ્યું. એટલે તેનો ભોગવૃત્તિ –લોભ છે.
આ
લોભ ને જીતવો –એ-બહુ
મુશ્કેલ કામ છે.
ભગવાન ને આ લોભ –(હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ)
ને મારવા બે અવતાર લેવા પડ્યા છે.
હિરણ્યાક્ષ ને મારવા-વરાહ અવતાર અને હિરણ્યકશિપુ ને મારવા નૃસિંહ અવતાર.
કામ (રાવણ-કુંભકર્ણ) ને મારવા
–એક જ રામજી
નો અવતાર.અને
ક્રોધ (શિશુપાલ-દંતવક્ત્ર)
ને મારવા –એક જ કૃષ્ણાવતાર.
લોભ –જેમ જેમ વધે તેમ તેમ –ભોગ- વધે છે. ભોગ વધે
તેમ પાપ વધે છે.
જ્યારથી લોકો એમ માનવા લાગ્યા કે-કેવળ પૈસાથી જ સુખ મળે છે-ત્યારથી જગતમાં
પાપ બહુ વધી ગયું છે.
પૈસા થી થોડી સગવડતા મળે છે,પણ શાંતિ મળતી નથી. શાંતિ
–સંતોષ થી
મળે છે.
આ પૃથ્વીની –બધી જ સંપત્તિ અને ભોગસામગ્રી –કોઈ એક
જ વ્યક્તિ ને આપવામાં આવે તો –પણ તેને શાંતિ મળશે નહિ.
કામ
–વૃદ્ધાવસ્થામાં શરીર ક્ષીણ
થાય - કામ જાય અને ડહાપણ આવે-–એમાં
શું ગઢ જીત્યો ?(યુવાની
માં કામ જીતવાનો છે)
ક્રોધ-
વૃદ્ધાવસ્થામાં –ડોસાને
કોઈ ગણકારે નહિ-પછી ક્રોધ જાય એમાં શું નવાઈ ? પણ
લોભ-તો
વૃદ્ધાવસ્થામાં યે છૂટતો નથી, સંતોષ
થતો નથી.
લોભ સંતોષ થી મરે છે. પ્રાપ્ત સ્થિતિ માં સંતોષ હશે તો લોભ મરશે.
વિચારો-કે-દુનિયાના ઘણા જીવો કરતાં આપને સુખી છીએ. ઘણા જીવો ને તો ભોજન
ના પણ સાંસાં હોય છે.
ઈશ્વરે આપણી લાયકાત કરતાં વધારે સુખ સંપત્તિ આપ્યાં છે-એમ માનશો તો
સંતોષ થશે અને શાંતિ આવશે.
વરાહ
ભગવાન –એ
સંતોષ નો અવતાર છે-યજ્ઞ (સત્કર્મ) નો અવતાર છે.(યજ્ઞાવતાર)
સત્કર્મ
ને –યજ્ઞ-
કહે છે (ગીતા).જે દિવસે તમારે હાથે સત્કર્મ થાય-શ્રેષ્ઠ કર્મ થાય-તે દિવસ –યજ્ઞ-નો-કે- શ્રેષ્ઠ દિવસ છે.
વરાહ=વર+અહ-જ્યાં-વર=શ્રેષ્ઠ અને અહ=દિવસ.
શ્રેષ્ઠ દિવસ એ સત્કર્મ નો(યજ્ઞ નો) દિવસ છે. સત્કર્મ માં(યજ્ઞ માં)-
વિઘ્ન –કરનારો-હિરણ્યાક્ષ-લોભ-
છે.
મનુષ્ય
ના હાથે સત્કર્મ થતું નથી-કારણ તેને એમ લાગે છે-કે-પ્રભુ એ મને બહુ ઓછું આપ્યું છે.(બહુ
મેળવવાનો લોભ છે-સંતોષ નથી)
વરાહ
ભગવાને-પૃથ્વી-જે સમુદ્ર માં ડૂબેલી હતી-તેને સમુદ્ર માંથી બહાર કાઢી. પરંતુ પૃથ્વીને
પોતાની પાસે રાખી નથી.
પૃથ્વી-મનુને-એટલે
–મનુષ્યોને –સોંપી. જે પોતાની પાસે આવ્યું તે બીજા ને
આપી દીધું.
વરાહ નારાયણ –એ સંતોષ નું સ્વરૂપ છે. (હિરણ્યાક્ષ લોભનું સ્વરૂપ
છે)
વરાહ ભગવાન યજ્ઞાવતાર છે-યજ્ઞ
ના દ્રષ્ટાંત રૂપ છે. યજ્ઞ (સત્કર્મ) કરવાથી-લોભ વગેરેનો નાશ થઇ-મનશુદ્ધિ- ચિત્તશુદ્ધિ
થાય છે.
ચિત્તશુદ્ધિ થાય એટલે જ્ઞાન-બ્રહ્મવિદ્યા-કપિલમુનિ પ્રાપ્ત થાય. કપિલમુનિ-નો
જ્ઞાનાવતાર છે.
હિરણ્યાક્ષ-એક
વખત પાતાળમાં ગયો-અને વરુણ જોડે લડવાની તૈયારી કરી.(વરુણ –જળ ના દેવ છે)
વરુણે
કહ્યું-તું વરાહ નારાયણ સાથે યુદ્ધ કર.
એટલે
હિરણ્યાક્ષ –વરાહ
નારાયણ જોડે યુદ્ધ કરવા આવ્યો.
મુષ્ટિપ્રહાર
કરી વરાહ ભગવાને હિરણ્યાક્ષ નો વધ કર્યો. અને પૃથ્વી ની સ્થાપના જળ માં કરી. પૃથ્વીનું
રાજ્ય મનુ મહારાજને આપીને કહ્યું-ધર્મ થી પૃથ્વીનું પાલન કરો.
વરાહ નારાયણ બદ્રીનારાયણ ના સ્વરૂપ માં લીન થયા છે.
સમાજ ને સુખી કરવો-એ-મનુષ્ય માત્ર નો ધર્મ છે-આ આદર્શ વરાહ ભગવાને પોતાના
આચરણ થી શીખવ્યો છે.
ત્રીજા
સ્કંધ ના પ્રકરણો ના બે વિભાગ છે. પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા.
પૂર્વમીમાંસામાં વરાહ નારાયણ ના અવતારની કથા કહી. ઉત્તરમીમાંસા માં કપિલ નારાયણ ના ચરિત્ર નું વર્ણન
છે.
વરાહ
એ યજ્ઞાવતાર છે-જયારે કપિલ એ જ્ઞાનાવતાર છે.
જે
યજ્ઞ (સત્કર્મ) કરે છે,તેનું
અજ્ઞાન દૂર થાય છે. અજ્ઞાન દૂર થાય એટલે જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.
વાદળાં
જેમ સૂર્ય ને ઢાંકે છે,તેમ
અજ્ઞાન-જ્ઞાનને ઢાંકે છે.વાદળ દૂર થાય એટલે સૂર્ય દેખાય છે.તેમ અજ્ઞાન દૂર થતાં જ્ઞાન
દેખાય છે.
યજ્ઞ માં -આહુતિ આપવામાં આવે-તો જ યજ્ઞ થાય(કહેવાય) એવું નથી. પણ-સત્કર્મ--જેવા
કે –પરોપકારમાં
શરીર ને ઘસાવો-તે યજ્ઞ છે,
કાયા,વાણી,મનથી કોઈને
દુભાવવું નહિ તે યજ્ઞ છે,સદા પ્રસન્ન
રહેવું તે યજ્ઞ છે,બ્રહ્મચર્યનું
પાલન કરવું તે યજ્ઞ છે,
મૌન રાખી
ભગવદસ્મરણ કરવું તે પણ યજ્ઞ છે. સત્કર્મ કરતાં-ચિત્ત શુદ્ધ થાય-તો જ્ઞાન
અંદરથી સ્ફુરણ પામે છે. અને અંદરથી આવતું આ જ્ઞાન
કદી ભૂલાતું નથી-ટકે છે. જ્ઞાન તો પુસ્તકો દ્વારા પણ મળે છે, પણ પુસ્તકો
વાંચવાનું બંધ કરો-ત્યારે જ્ઞાન ભૂલાઈ જાય છે.
માનવ શરીર –એક –ઘડો છે.જેને ઇન્દ્રિયોરૂપી નવ કાણાં પડેલા છે. ઘડામાં
કાણાં હોય તો ઘડો ભરાય નહિ.
એક એક ઇન્દ્રિયોરૂપી કાણા માંથી જ્ઞાન વહી જાય છે. આમ ના થાય તે માટે-ઇન્દ્રિયો ને સત્કર્મ
માં પરોવી,પ્રભુ માર્ગે
વાળો.
જ્ઞાન મેળવવું-કદાચ સહેલું હશે-પણ ટકાવવું અઘરું છે.સમજણ આવે છે-પણ
સમજણ માં સ્થિરતા આવતી નથી.
અનેક વાર વિકાર વાસનાના આવેગ માં જ્ઞાન વહી જાય છે. કોણ નથી જાણતું-કે –હંમેશાં સત્ય બોલવું જોઈએ ?
દુકાનદાર પણ સમજે છે-કે સત્ય બોલવું એ ધર્મ છે. પણ જ્યાં- કોઈ ગ્રાહક
આવ્યો-અને લાગે કે થોડું જુઠ્ઠું બોલવાથી ફાયદો થાય એવો છે-
તો દુકાનદાર વિચારે છે-કે-ભલે પાપ લાગે-થોડું જુઠ્ઠું બોલી ફાયદો કરી
લેવા દે-મંદિરમાં એક રાજભોગ કરીશું, એટલે પાપ બળી જશે !!! પણ-એમ
કંઈ પાપ બળતા નથી.
જ્ઞાની ઓ ઈન્દ્રિયોને વિષય માં જતી અટકાવે છે,ત્યારે
વૈષ્ણવો (ભક્તો) ઈન્દ્રિયોને પ્રભુના માર્ગ માં વાળે છે.
જ્ઞાન ટકતું નથી-તેનું એક કારણ છે-મનુષ્યનું જીવન વિલાસી બન્યું છે, જ્ઞાન બધું પુસ્તકમાં રહ્યું છે-મસ્તક માં રહ્યું નથી.
પુસ્તક
વાંચીને મેળવેલું જ્ઞાન –શાંતિ
નહિ આપે. અંદરથી પ્રગટ થયેલું જ્ઞાન શાંતિ આપે છે.
પુસ્તકો
માં શું છે-તે જાણવા કરતાં-મારા મન માં શું છે તે જાણવું અતિ ઉત્તમ છે.(માટે કોઈ પણ
સાધન કરી જ્ઞાનને પ્રગટ કરો)
પુસ્તકોની પાછળ પડે તે વિદ્વાન અને પ્રભુના
પ્રેમ માં –પરમાત્માની
પાછળ પડે તે સંત.
વિદ્વાન
શાસ્ત્ર પાછળ દોડે છે-જયારે શાસ્ત્ર સંત ની પાછળ દોડે છે.
શાસ્ત્રો
વાંચીને જે બોલે છે તે વિદ્વાન-જયારે-પ્રભુ ને રિઝાવીને-તેના
પ્રેમ માં પાગલ થયેલા- જે બોલે તે સંત.
સંત-પોતાની અંદરની –પ્રેમ ની-ભક્તિની-પોથી વાંચી-પ્રભુ પ્રેરણા થી બોલે છે.
મીરાંબાઈ
ના જીવનચરિત્ર માં –ક્યાંય
લખ્યું નથી-કે તેમના કોઈ ગુરુ છે-કે-તે કોઈના ઘેર શાસ્ત્રો ભણવા ગયા છે. તેમ છતાં –
મીરાંબાઈ
ના મુખમાંથી જે શબ્દ નીકળે છે-એની પાછળ શાસ્ત્રો દોડે છે.મીરાંબાઈ ના ભજન માં જે શક્તિ
છે-તે કોઈ સામાન્ય મનુષ્યના
ભજન
માં આવે નહિ. મીરાંબાઈ –પ્રભુના
પ્રેમ માં તરબોળ થઇ બોલ્યાં છે.
તુકારામ
મહારાજ પણ કોઈને ઘેર શાસ્ત્રો ભણવા ગયા નથી.
ગીતાજી માં ભગવાન કહે છે-અર્જુન,જ્ઞાન તારામાં જ છે,(જ્ઞાન બહારથી આવતું નથી,જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે, હૃદયમાં સાત્વિક ભાવ જાગે-મન
શુદ્ધ થાય –એટલે –હૃદયમાંથી જ્ઞાન આપોઆપ પ્રગટ
થાય છે.)
“પરમ શ્રદ્ધાવાન,જ્ઞાનપ્રાપ્તિ માટે તત્પર,અને જીતેન્દ્રિય –પુરુષ –જ્ઞાનને- પ્રાપ્ત થાય છે,જેથી-શાંતિમળે છે”(ગીતા-૪-૩૯)
આમ –પૂર્વમીમાંસા
માં –સત્કર્મ
કરવાની આજ્ઞા કરી, હવે સંયમથી
જ્ઞાન ને કેવી રીતે સંપાદન કરવું તે ઉત્તરમીમાંસા માં
કપિલમુનિ જે ભગવાન નો જ્ઞાનાવતાર છે-તેના દ્વારા બતાવે છે.
ભાગવતમાં
જ્ઞાન વિષે નું –આ
અગત્યનું પ્રકરણ છે-જેને કપિલ ગીતા પણ
કહે છે.
સ્વયંભુવ-મનુ
અને રાણી શતરૂપા ને ત્યાં –પાંચ
સંતાનો થયાં.
બે
પુત્રો-પ્રિયવ્રત અને ઉત્તાનપાદ.અને ત્રણ પુત્રીઓ-આકુતિ,દેવહુતિ,અને પ્રસૂતિ.
તેમાં
–આકુતિ-રુચિ
ને,દેવહુતિ
–કર્દમ
ને અને પ્રસૂતિ –દક્ષને
પરણાવેલી.
દેવહુતિ
નું લગ્ન કર્દમઋષિ જોડે થયેલું, તેમને
ત્યાં કપિલ ભગવાન પધારેલા.
વિદુરજી
–મૈત્રેયજી ને કહે છે-કે-આપ
કર્દમ અને દેવહુતિ ના વંશ ની કથા કહો. કપિલ ભગવાન ની કથા સાંભળવાની ઈચ્છા છે.
મૈત્રેયજી કહે છે-કે-કર્દમઋષિ જીતેન્દ્રિય છે, એટલે કપિલ
ભગવાન (બ્રહ્મ-જ્ઞાન) તેમણે ત્યાં પ્રગટ થયા છે.
કર્દંમ=ઇન્દ્રિયોનું દમનકરનાર-ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર.
ઇન્દ્રિયોના નિગ્રહ થી શરીરમાં સત્વ-ગુણ ની વૃદ્ધિ થાય અને સત્વ-ગુણ
ની વૃદ્ધિ થાય એટલે આપોઆપ જ્ઞાન નો ઝરો ફૂટે છે.
સત્વ-ગુણ ની વૃદ્ધિ-સંયમથી,શુદ્ધ આચારથી,શુદ્ધ વિચારથી,શુદ્ધ આહાર
થી,ઇન્દ્રિયોના
નિગ્રહ થી થાય છે.
લૂલી (જીભ) માગે-તે તેને આપશો નહિ.(ઇન્દ્રિય નિગ્રહ).
લૂલી ને ખાતરી થઇ જાય –કે હું માગું તે મળવાનું નથી- તો તે શાંત થઇ જાય
છે.
આ
લૂલી માં એકે ય હાડકું નથી-છતાં પણ એ બધા ને નચાવે છે.
ઇન્દ્રિયો-તો
નોકર છે,અને તમે માલિક છો. જો
માલિક નોકરને આધીન રહે તો તેનું પતન થાય છે.
ઈન્દ્રિયોને
જ્યાં જવું હોય ત્યાં તમારે જવાનું નથી-તમારે જ્યાં જવું હોય ત્યાં ઇન્દ્રિયો ને લઇ
જાવ.
માનવ નો શત્રુ કોણ ? એના જવાબ માં શંકરાચાર્યજી
કહે છે-પોતાની ઇન્દ્રિયો-એ-જ-પોતાનો શત્રુ છે.
કર્દમઋષિ-સરસ્વતી
નદીના કિનારે આખો દિવસ તપ કરે છે. સરસ્વતી નો કિનારો એ સત્કર્મ નો કિનારો છે.
તેઓ આદિનારાયણ નું ધ્યાન કરે છે,શરીર –પ્રાણ –મન ને સતત
–સત્કર્મ
માં પરોવી રાખે છે. એક પળ નવરા બેસતા નથી.
એવો કાર્યક્રમ નક્કી કર્યો છે-કોઈ વિષય માં મન જાય નહિ. દુઃખ સહન કરીને
જેણે તપ કર્યું છે,તેઓ જ જગતમાં
મહાન થયા છે.
બુધ્ધિપૂર્વક જે –દુઃખ સહન
કરે –તેના પાપ
બળે છે. તેના પર ભગવાન પ્રસન્ન થાય છે-ભગવાન તેના ત્યાં પધારે છે.
આજકાલ
લોકો, એક-બીજા સાથે- ગપ્પાં
માર્યા માં સમય વિતાવી દે છે.પણ સમયનો નાશ એ સર્વસ્વ નો નાશ છે.
ભગવાન સર્વ રીતે ઉદાર છે-પણ સમય આપવામાં ઉદાર નથી. ભગવાન અતિશય
સંપત્તિ આપે છે,પણ અતિશય સમય આપતા નથી.
કોઈ
કહે કે-ભગવાન બે લાખ રૂપિયા આપું-મારું આયુષ્ય –બે –દિવસ વધારી આપો-તો ભગવાન આયુષ્ય વધારશે ?
લક્ષ્ય
ને લક્ષમાં રાખો-તો જીવન સફળ થશે. લક્ષ્ય વગરનો આદમી સઢ વગરના વહાણ જેવો છે.
સિદ્ધપુર
પાસે કર્દમઋષિ નો આશ્રમ છે.કર્દમઋષિ અતિશય દુઃખ સહન કરીને તપશ્ચર્યા કરે છે, શરીરમાં હાડકાં જ જાણે બાકી રહ્યા છે.
ઋષિની
તપશ્ચર્યા જોઈ પ્રભુ પ્રસન્ન થયા.”મારા
માટે બહુ દુઃખ સહન કર્યું” આંખ
માંથી હર્ષ ના આંસુ નીકળ્યા છે.
આ
આંસુ નું થયું-બિંદુ સરોવર.
સિદ્ધપુર
માં બિંદુ સરોવર-કચ્છ માં નારાયણ સરોવર-દક્ષિણ માં ઋષ્યક પર્વત પાસે, પંપા સરોવર-અને ઉત્તરમાં માન સરોવર.
વ્રજ
માં પ્રેમ સરોવર છે. ત્યાં રાધાકૃષ્ણ નું પ્રથમ વાર મિલન થયેલું. મિલન-દર્શન નો એટલો
આનંદ થયો કે-
આંખ
માંથી પ્રેમ આંસુ-રૂપે બહાર આવ્યો. અને તેનું થયું પ્રેમ સરોવર. આ સરોવરો નો મહિમા
છે.
કર્દમ –પ્રભુને
કહે છે-કે-તમારાં દર્શન કરવાથી મારી આંખ સફળ થઇ છે. આમ સદાય તમારું દર્શન રહે. તપ માં
મને આનંદ આવે છે.
મને સંસાર સુખ ની કામના નથી, પરંતુ બ્રહ્માજી
એ મને લગ્ન કરવાની આજ્ઞા કરી છે, મારે પત્ની જોઈતી નથી,પણ મારે
ઘરમાં સત્સંગ જોઈએ છે.મને એવી સ્ત્રી આપજો કે ભક્તિમાં સાથ આપે,મારા મનમાં
કદાચ પણ પાપ આવે તો મને પાપ કરતાં અટકાવે.
પરમાત્મા
એ સ્મિત કર્યું અને કહ્યું-મેં બધી તૈયારી રાખી છે.બે દિવસ પછી-મનુ મહારાજ તમારી પાસે
આવશે અને પોતાની પુત્રી-
દેવહુતિ
તમને આપશે. દેવહુતિ બહુ લાયક છે,તમારો
ગૃહસ્થાશ્રમ જગત ને આદર્શરૂપ થશે.
પરમાત્મા
એ આજ્ઞા કરી છે-કે-મનુ મહારાજ કન્યા લઈને આવે
ત્યારે બહુ નખરાં કરતા નહિ.
આજકાલ
લોકો નખરાં બહુ કરે છે-કે-મારે પરણવું નથી.
પતિ
પત્ની પવિત્ર જીવન ગાળે તો –ભગવાન
ને ઈચ્છા થાય કે –હું
તેમને ત્યાં જન્મ લઉં.
“હું
તમારે ત્યાં પુત્ર તરીકે આવીશ-જગતને મારે સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ કરવાનો છે.”
એવું કહી હરિ અંતર્ધ્યાન
થયા.
આ બાજુ-નારદજી ફરતા ફરતા મનુ મહારાજ પાસે આવ્યા. મનુ મહારાજ ને ચિતા
માં જોઈ પૂછ્યું-આપ શાની ચિંતા કરો છો?
મનુ મહારાજ કહે છે- મારી પુત્રી મોટી થઇ છે -તેના વિવાહ ની ચિંતા છે.
નારદજી એ કહ્યું-દેવહુતિ ને બોલાવો.
તેના હાથની રેખા જોઈ-નારદજી એ કહ્યું-કે આ કોઈ રાજાની રાણી થશે નહિ,પણ કોઈ તપસ્વી ઋષિ ની પત્ની
થશે.
મનુ મહારાજ કહે છે-મારી પુત્રીની પણ એવીજ ઈચ્છા છે કે-કોઈ તપસ્વી પુરુષ
જોડે તેનું લગ્ન થાય. રાજ મહેલ નું આ વિલાસી જીવન તેને જરા ય ગમતું નથી.રોજ સવારે વહેલી
ઉઠી,જપ-ધ્યાન
કરે છે.
નારદજી એ કહ્યું-કે –તો તો તમે કર્દમઋષિ ને કન્યાદાન કરો. તે મહાન તપસ્વી છે.
મનુ મહારાજ કહે-પણ તેઓ રાજ કન્યા સથે લગ્ન કરશે ?
નારદજી કહે છે-મેં સાંભળું છે-કે તેમણે લગ્ન કરવાની ઈચ્છા છે,એટલે કરશે.
મનુ મહારાજ-રાણી શતરૂપા અને દેવહુતિ સાથે-કર્દમઋષિ ના આશ્રમ માં આવે
છે. કર્દમઋષિ ઉભા થયા છે-સ્વાગત કરે છે.
વિચારે છે-પ્રભુ એ કહ્યું હતું તેમ –મનુ મહારાજની પાછળ ઉભેલી જે કન્યા છે-તે મારી પત્ની
થવાની છે, પ્રભુએ
બહુ વખાણ કર્યા છે,
પણ હું કન્યાની પરીક્ષા કરું.કર્દમ વિવેક થી કન્યા ની પરીક્ષા કરે છે.
કર્દમઋષીએ ત્રણ આસનો પાથર્યા છે,તેના ઉપર બેસવા બધાને કહે છે. મનુ-શતરૂપા આસન પર
બેસે છે-પણ દેવહુતિ આસન પર
બેસતા નથી. કર્દમઋષિએ કહ્યું-આ ત્રીજું આસન –દેવી-તમારા માટે છે.
દેવહુતિ બહુ ભણેલાં ન હતાં,પણ સુશીલ છે,
સ્ત્રીધર્મને જાણે છે. દેવહુતિ એ વિચાર કર્યો-કે-ભવિષ્ય માં આ મારા
પતિ થવાના છે,
પતિએ પાથરેલા આસન પર બેસું તો પાપ લાગશે, અને જો આસન પર ના બેસું તો
આસન આપનાર નું અપમાન થશે.
તેથી દેવહુતિ –જમણો હાથ
આસન પર રાખી,આસન ની
બાજુ માં બેસે છે. જમણો હાથ આસન પર રાખી –બતાવ્યું –કે-મેં
આસનનો સ્વીકાર કર્યો છે,પણ તમે
પાથરેલા આસન પર બેસું તે –મારો ધર્મ
નથી.
આજકાલ
છોકરીઓની પરીક્ષા કરવાની રીત જુદી છે, એવું પણ બને કે છોકરીઓ છોકરાની પરીક્ષા કરે છે. ગમે તે હોય-પણ પ્રશ્નો
પૂછવાથી-કે
વાતો કરવાથી શું પરીક્ષા થાય છે ? પરીક્ષા શીલ ની થાય છે. કે સુશીલતા કેટલી છે ?
કર્દમ વિચારે છે-છોકરી છે તો લાયક.લગ્ન કરવામાં હરકત નથી.
મનુ મહારાજે કહ્યું-કે આ કન્યા હું આપને અર્પણ કરવા આવ્યો છું. કર્દમઋષિ
એકદમ સરળ છે.તે છળકપટ જાણતા નથી.
કર્દમઋષિ એ સ્પષ્ટ કહ્યું છે-લગ્ન કરવાની મને ઈચ્છા છે.પણ લગ્ન પહેલાં
હું એક પ્રતિજ્ઞા કરવાનો છું. એક પુત્ર ના થાય ત્યાં સુધી હું લૌકિક સંબંધ રાખીશ.એક
પુત્ર થાય પછી હું સંન્યાસ લઈશ.મારે ભોગ પત્ની નહિ,ધર્મપત્ની
જોઈએ છે.
લગ્ન ની વિધિ માં –કન્યાદાનના મંત્રમાં લખ્યું છે-કે-વંશનું રક્ષણ કરવા
–એક-પુત્ર
માટે હું કન્યા અર્પણ કરું છું.
માટે...શાસ્ત્રમાં પહેલા –એક-પુત્ર ને –જ-ધર્મ
પુત્ર કહ્યો છે. બીજા પુત્રો-સંતાનો-થાય તેને કામજ પુત્રો ગણવા.
કામાચરણ માટે નહિ પણ ધર્માચરણ માટે લગ્ન છે.
પતિ
એ –પત્નીમાં –પુત્રરૂપે જન્મે છે. એક પુત્ર થાય પછી-પત્ની
માતા –જેવી-બને છે. (સંસ્કૃતમાં
તેથી પત્નીને –જાયા-કહે
છે.)
તેથી
એક પુત્ર થયા પછી –પતિપત્ની
તરીકે નો લૌકિક સંબંધ રાખવો નહિ.
કામ-એ-ઈશ્વર
ની જેમ –વ્યાપક-થવા
માગે છે. સ્ત્રી માં જ્યાં સુંદરતા દેખાય છે-કે-કામ ઉત્પન્ન થાય છે.
આ-કામ-ને –એક જ-સ્ત્રીમાં
સંકુચિત કરી-કામ નો નાશ કરવા માટે લગ્ન હોય છે.
લગ્નના દિવસે –વર કન્યામાં –લક્ષ્મી નારાયણની ભાવના
કરવામાં આવે છે.
લગ્ન વખતે બ્રાહ્મણ બોલે છે-શુભ લગ્ન સાવધાન-વર કન્યા સાવધાન.
લગ્નમાં –આ-સાવધાન શબ્દ નો ઉચ્ચાર કરવામાં
આવે છે,કારણ બધા જાણે છે-કે-લગ્ન પછી
–આ કઈ સાવધાન રહેવાનો નથી.
આ ચેતવણી છે. લગ્ન પહેલાં જ જે સાવધાન થાય અને લગ્ન પછી જે સાવધ રહે
–તે જીત્યો.
રામદાસ સ્વામી-લગ્ન પહેલાં
સાવધાન થયા હતા.લગ્ન મંડપ માં-જેવા-ગોર મહારાજ સાવધાન બોલ્યા-કે
રામદાસ સ્વામી સાવધ થઇ
ગયા-અને લગ્ન મંડપ માં થી નાસી ગયા. (લગ્ન થતાં પહેલાં જ).
લગ્ન કર્યા પછી –પણ -માનવી-સાવધાન રહે
તો-લગ્ન એ પુણ્ય છે. ગાફેલ રહે તો પાપ છે.
કામસુખ ભોગવ્યા પછી મનુષ્ય વિવેક રાખે તો-તે કામ નો ત્યાગ કરી શકે છે.
No comments:
Post a Comment