શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 20)
શ્રીમદ્ભાગવત સ્કંધ – 1
સત્કર્મો માં અનેક વિઘ્નો આવે છે. તે સર્વ (વિઘ્નોની)ની નિવૃત્તિ માટે મંગલાચરણ ની આવશ્યકતા છે.
કોઈ પણ સત્કર્મ ની શરૂઆત –મંગલાચરણ –થી કરવામાં આવે છે.
કથા માં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો.
શાસ્ત્ર માં તો ત્યાં સુધી કહ્યું છે કે – દેવો પણ સત્કર્મ માં વિઘ્ન કરે છે. દેવો ને ઈર્ષા થાય છે કે-આ નારાયણ નું ધ્યાન કરશે તો અમારા જેવો થશે.
તેથી આ દેવો ને પણ – પ્રાર્થના કરવી પડે છે.-કે –
અમારા સત્કાર્ય માં વિઘ્ન ના કરશો. સૂર્ય અમારું કલ્યાણ કરો.વરુણદેવ અમારું કલ્યાણ કરો…વગેરે……
જેનું આચરણ મંગલ છે-તેનું મનન અને ચિંતન કરવું—એ મંગલાચરણ.
એવા એક માત્ર પરમાત્મા છે. શ્રીકૃષ્ણ નું ધામ મંગલ છે.નામ મંગલ છે.
સંસારની કોઈ વસ્તુ કે જીવ નું ચિંતન કરવું નહિ. જેના મનમાં કામ છે તેનું ચિંતન કરશો તો એનો કામ તમારા મન માં આવશે. ‘સકામ’ નું ચિંતન કરવાથી-મન માં ‘સકામતા’ આવે છે-જયારે ‘નિષ્કામ’નું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે. શ્રીકૃષ્ણ ને –કામ –સ્પર્શ કરતો નથી. તેમનું –સર્વ-મંગલ છે.
ઈશ્વરનું -ચિંતન-ધ્યાન -મનુષ્ય કરે તો –ઈશ્વરની શક્તિ મનુષ્ય માં આવે.
શિવજીનું વેશમાં બધું અમંગળ છે, જેમ કે તન પર ભસ્મ, કંઠમાં સર્પ, તેમ છતાં તેમનું સ્મરણ મંગલમય છે- તેનું કારણ એક જ છે કે તેમણે કામ ને બાળીને –ભસ્મ કર્યો છે.
મનુષ્ય સકામ છે, ત્યાં સુધી તેનું મંગલ થતું નથી. તે જયારે નિષ્કામ બને-ત્યારે બધું મંગલમય થાય છે.
ઈશ્વર –પૂર્ણ નિષ્કામ – છે. તેથી ભગવાન નું સ્મરણ કરો. ધ્યાન કરો. પરમાત્મા બુદ્ધિ થી પર છે.
સતત શ્રીકૃષ્ણ નું ધ્યાન ના થાય તો વાંધો નહિ-પણ જગતના સ્ત્રી-પુરુષ નું ધ્યાન ના કરો.
થોડો વિચાર કરશો –તો ખ્યાલ માં આવશે-કે –મન કેમ બગડેલું છે,
સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે. પરમાત્મા નું ધ્યાન કરવાથી મન સુધરે છે.
દેહનું ધ્યાન કરવાથી મન બગડે છે.અને દેવનું ધ્યાન કરવાથી મન સુધરે છે.
જીવ અમંગલ છે. પ્રભુ મંગલમય છે. મનુષ્ય માં રહેલી કામવૃત્તિ મરે તો બધું મંગલ જ થાય છે.
કામ જેને મારે તે જીવ અને કામ જેનાથી મરે એ ઈશ્વર.
મનુષ્ય મા- પોતાનું અમંગલ કાર્ય જ તેને વિઘ્નકર્તા છે—નહિ કે અન્ય કોઈનું કાર્ય.
મનુષ્ય જયારે સત્કર્મ કરે છે-ત્યારે તેનું જ પાપ વિઘ્ન કરવા આવે છે.
તે વિઘ્ન નો નાશ કરવા મંગલાચરણ કરવામાં આવે છે. પ્રત્યેક કાર્યના આરંભ માં મંગલાચરણ કરો.
ભાગવત માં ત્રણ મંગલાચરણ છે.
આરંભમાં પહેલાં સ્કંધ માં વ્યાસ દેવનું –મધ્ય માં શુકદેવજીનું-અને સમાપ્તિમાં સૂતજીનું.
હરેક દિવસે -સવારે –મધ્યાહ્ને અને સૂતાં પહેલાં મંગલાચરણ કરો.
મંગલમય પરમાત્મા નું સ્મરણ ચિંતન એ જ મંગલાચરણ.
વ્યાસજી ધ્યાન કરતાં કરતાં –ધીમહિ-એમ બોલ્યા છે. વારંવાર એક જ સ્વરૂપ નું ચિંતન કરો. મન ને પ્રભુના
સ્વરૂપમાં સ્થિર કરો. એક જ સ્વરૂપનું ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે.
પરમાત્મા ના કોઈ પણ સ્વરૂપ ને ઇષ્ટ માની તેનું ધ્યાન કરો. ધ્યાન એટલે માનસદર્શન.
રામ-કૃષ્ણ-શિવ –કે કોઈ પણ સ્વરૂપ નું ધ્યાન કરવું.
મંગલાચરણ ના શ્લોક માં –સર્વથી શ્રેષ્ઠ –સત્યરૂપ- પ્રભુનું ધ્યાન કરું છું-એમ વ્યાસજી કહે છે.
ધ્યાન માં વ્યાસજી નો કોઈ આગ્રહ નથી –કે-એક શ્રી કૃષ્ણ નું જ ધ્યાન કરો.
ત્યાં કોઈ વિશિષ્ટતાવાચક સ્વરૂપ નો નિર્દેશ નથી.
જેને જે સ્વરૂપ માં પ્રીતિ હોય તેને માટે તે સ્વરૂપ નું ધ્યાન ઉત્તમ.
જે ઠાકોરજીના સ્વરૂપ માં આપણ ને આનંદ આવે-તે આપણા માટે ઇષ્ટ છે.
એક –ના- જ અનેક –સ્વરૂપ- અને- નામ- છે. સનાતન ધર્મ માં દેવ અનેક હોવાં છતાં ઈશ્વર એક જ છે.
મંગલાચરણ માં કોઈ દેવ નું નામ લીધું નથી. ઈશ્વર એક જ છે-તેના સ્વરૂપો અનેક છે.
વૃષભભાનુની આજ્ઞા હતી, રાધાજી પાસે કોઈ પુરુષને જવાનો અધિકાર ન હતો. તેથી શ્રીકૃષ્ણ –ચંદ્રાવલીનો
શણગાર સજી,સાડી પહેરી,રાધાજી ને મળવા જાય છે. શ્રીકૃષ્ણ સાડી પહેરે –એટલે-માતાજી બને છે.
એકં સદ વિપ્ર બહુધા વદન્તિ (આ સ્વામી વિવેકાનંદ નું માનીતું-ખુબ ગમતું વાક્ય છે)
ઈશ્વર ના સ્વરૂપો અનેક છે-પણ તત્વ એક જ છે.
દિવાની પાસે જે રંગ નો કાચ મુકો તેવો પ્રકાશ દેખાશે.
રુકિમણી ની અનન્ય ભક્તિ છે. દેવીનું પૂજન કરે છે-પણ ત્યારેય શ્રીકૃષ્ણ નું ધ્યાન કરે છે.
સર્વ દેવો નું પૂજન કરો-વંદન કરો-—પણ ધ્યાન એક જ ઈષ્ટદેવનું-પરમાત્માનું-ઈશ્વરનું કરો.
જે સ્વરૂપની રુચિ હોય (જે સ્વરૂપ ગમતું હોય) તેનું જ ધ્યાન કરવું.
ધ્યાન (એકાગ્રતા)-ધ્યાતા(ધ્યાન કરનાર)અને ધ્યેય(સત્ય-ઈશ્વર)- એ ત્રણેની –એકતા-થવી જોઈએ.
અને આ પ્રમાણે ની –એકતા-(ધ્યાન-ધ્યાતા-ધ્યેયની) થાય ત્યારે –પરમાનંદ ની પ્રાપ્તિ થાય છે.
પોતાના –સર્વ વિનાશ—માં પણ આનંદ છે.
સર્વનો દ્રષ્ટા(જોનાર)- “હું”–છું. “હું” નો નાશ થતો નથી. જ્ઞાની પુરુષો માં આ “હું” રહે છે –દેખાય છે.
અને આ “હું’ નો વિનાશ –ન- થાય તેને -પણ –લીલા કહે છે.(કર્તૃત્વનું અભિમાન નથી માટે)
“હું”ઈશ્વરનો અંશ છું-કે “હું” જ ઈશ્વર છું(શિવોહમ)-
પણ –આ “હું” અહંકાર માં પરિણમવું ના જોઈએ.
મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. શ્રીકૃષ્ણ ગાંધારીને મળવા આવે છે. ગાંધારી એ શ્રાપ આપ્યો છે.—મારા વંશ માં તે એકે ને ય રહેવા દીધો નહિ.-જા-તારા વંશ માં પણ કોઈ રહેશે નહિ.
પણ તેથી શ્રીકૃષ્ણ ખુશ થાય છે.તેઓ કહે છે કે – મા,હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો ?
સારું થયું –તમે શ્રાપ આપ્યો.
સર્પ ઉપર શયન કરવાનો વખત આવે તો પણ પરમાત્મા ને શાંતિ છે,(શાંતાકારમ ભુજગશયનમ).
લોકો ને પલંગ-પથારી પર શયન કરવા મળે તો પણ શાંતિ નથી.
શ્રીકૃષ્ણ ને કેવી શાંતિ છે !! લય (સર્વ નો વિનાશ) –એ પણ ભગવાન ની લીલા છે.
પણ -જીવ ને- ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે — –વિનાશ ગમતો નથી.
ગાંધારી ને આશ્ચર્ય થયું છે.—લોકો આ ને (કૃષ્ણ ને) ભગવાન કહે છે, -તે –સાચું છે.
(શ્રી કૃષ્ણ ના સમય માં પણ ઘણાં-શ્રીકૃષ્ણ ને ભગવાન માનવા તૈયાર નહોતા –જેવા કે કૌરવો-દૂર્યોધન-વગેરે)
જે પ્રભુ એ –બ્રહ્માજી ને –વેદ તત્વ નું જ્ઞાન આપ્યું –તે-
જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને સંહાર કરનાર –પરમાત્મા નું અમે ધ્યાન કરીએ છીએ. અને
આદિ-વખતે જે દિવ્ય જ્ઞાન નારાયણે આપ્યું-તેનું વર્ણન કરીએ છીએ. (ભાગવત રૂપે)
મંદિરમાં દર્શન કર્યા પછી પણ ધ્યાન ની જરૂર છે. મંદિરમાં ઓટલા પર બેસવાનો રિવાજ-જગતની વાતો કરવા માટે નહિ પણ ધ્યાન કરવા માટે છે. મંદિર માં જે સ્વરૂપ ના દર્શન કર્યા હોય- તે સ્વરૂપ નું ઓટલા પર બેસી ધ્યાન – ચિંતન કરવાનું હોય છે.
વ્યાસજી આરંભ માં ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. સત્કાર્ય માં –અનેક વિઘ્ન—પણ કૃષ્ણ પરમાત્માનું ધ્યાન
કરવાથી વિઘ્ન નો નાશ થાય છે.
વ્યાસજી ધ્યાન કરે છે શ્રીકૃષ્ણ નું- પણ બોલ્યા નથી-કે-શ્રીકૃષ્ણ પરમ ધીમહિ.
વ્યાસજીએ મંગલાચરણ માં લખ્યું છે-સત્યં પરમ ધીમહિ—સત્ય સ્વરૂપ પરમાત્મા નું અમે ધ્યાન કરીએ છીએ.
વ્યાસજી એ શ્રી કૃષ્ણ નું ધ્યાન કરીએ છીએ –એમ કેમ ન લખ્યું.?
શ્રીકૃષ્ણ નું ધ્યાન કરુંછું-એમ લખ્યું હોત તો –શિવ ભક્તો-દેવીભક્તો-દત્તાત્રય ના ભક્તો –વગેરે એમ માને કે-
ભાગવત ,શ્રીકૃષ્ણ ,માટે નો જ ગ્રંથ છે.પણ ભાગવત બધાને માટે છે.
વ્યાસજી એ કોઈનું વિશિષ્ટ રીતે નામ આપી ધ્યાન ધરવાનું નથી કહ્યું. જેને જે સ્વરૂપ ગમે તેનું તેમણે ધ્યાન કરવું.
અનેકનું ધ્યાન કરતાં-મન માં વિક્ષેપ થાય છે, મન ચંચળ થાય છે.
એક જ પરમાત્મા –અનેક ની ઈચ્છા અનુસાર –અનેક સ્વરૂપો ધારણ કરે છે. ઈશ્વર એક જ છે.
અમારો આગ્રહ નથી કે-શ્રીકૃષ્ણ નું ધ્યાન ધરો. રામજી માં પ્રીતિ હોય તે રામજી નું ધ્યાન કરે-
શિવજી માં પ્રીતિ હોય તે શિવજી નું ધ્યાન કરે.
આ સંસારમાં લોકોની રુચિ જુદી જુદી હોય છે.
શિવ મહિમ્ન સ્તોત્ર માં કહ્યું છે કે-
વેદ-સાંખ્ય શાસ્ત્ર-યોગશાસ્ત્ર-પાશુપતશાસ્ત્ર – વગેરે ભિન્ન ભિન્ન શાસ્ત્ર વાળા ઓ –
“આ અમારું શાસ્ત્ર શ્રેષ્ઠ છે-અમારું શાસ્ત્ર સર્વોત્તમ છે” એમ માની ને- પોત પોતાની મનોવૃત્તિ ને અનુસાર –
ભલે એ માર્ગ સરળ હોય કે કઠિન હોય તેને જ માને છે.,
પરંતુ-સાચી રીતે તો –આ જુદાજુદા શાસ્ત્ર માં માનનારા –બધાં ઓ નું એક જ પ્રાપ્તિ સ્થાન છે.(ઈશ્વર)
જેવી રીતે સરળ અને વાંકીચુકી વહેનારી બધી નદીઓ એક જ સમુદ્ર માં મળે છે.
દરેક ની રુચિઓ ભિન્ન-ભિન્ન હોય છે. તેથી પરમાત્મા –શિવ,ગણેશ,રામચંદ્ર વગેરે (દેવો) ના સ્વરૂપો ધારણ કરે છે.
સત્ય અવિનાશી છે,અબાધિત છે,સત્ય નો કોઈ દિવસ વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપ માં કોઈ પરિવર્તન થતું નથી. સુખ-દુઃખ,લાભ-હાનિ માં પરમેશ્વરનું સ્વરૂપ બદલાતું નથી. (સત્ય એક જ છે)
ગીતાજી માં ભગવાન બોલ્યા છે-કે-
દુઃખની પ્રાપ્તિ માં જેનું મન ઉદ્વેગ રહિત (ચિંતા વગરનું) રહે છે અને સુખમાં જે ને સ્પૃહા (ઈચ્છા) નથી તે સ્થિતપ્રજ્ઞ.
શ્રી કૃષ્ણ જેવું બોલ્યા છે-તેવું આચરી બતાવ્યું છે.
શ્રીકૃષ્ણ ની સોળ હજાર રાણીઓ સેવા કરે, સોનાની દ્વારિકા માં રહે-ત્યારે પણ આનંદ છે અને સર્વ નો વિનાશ
થાય છે-ત્યારે પણ એ જ આનંદ છે. યાદવો નો વિનાશ થાય છે,સોનાની દ્વારિકા ડૂબી છે, પણ પ્રભુની શાંતિનો
ભંગ થતો નથી. ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશ-એ ત્રણે અવસ્થામાં પ્રભુનું સ્વરૂપ એક જ રહે છે.
શ્રી કૃષ્ણ –ઉદ્ધવ ને કહે છે કે-આ બધું ખોટું છે-હું જ એક સાચો(સત્ય) છુ.
જે દેખાય છે તે ક્ષણે ક્ષણે બદલાય છે. જે દેખાય છે તે સાચું નથી. જે કાયમ રહે છે તે સાચું છે.
આ જગત અસત્ય છે. આ જગત જેના આધારે છે તે પરમાત્મા સત્ય છે. સત્ય વસ્તુ માં પરિવર્તન થતું નથી.
ભૂત, ભવિષ્ય અને વર્તમાન માં જે એક જ સ્વરૂપે રહે છે,તે સત્ય.
તેથી જ વ્યાસજી એ –કોઈ દેવ નું નહિ પરંતુ સત્ય નું ધ્યાન કરીએ છીએ-એમ કહ્યું છે.
માટે સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય-સ્વરૂપ પરમાત્મા સાથે સ્નેહ કરો.
જગત અસત્ય છે..જગત ના પદાર્થો દુઃખરૂપ છે.(ક્ષણે ક્ષણે બદલાય છે-માટે)
વ્યવહાર દ્રષ્ટિ થી- જગત સત્ય –જેવું- ભાસે છે, પણ પરમાર્થ દ્રષ્ટિ થી-તત્વ-દ્રષ્ટિ થી વિચાર કરતાં-જગત સત્ય નથી. તેથી જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતાં નથી. જગત અનિત્ય (ક્ષણે ક્ષણે બદલાતું) છે,તેમ વારંવાર ચિંતન કરે છે. જેને પરમાત્મા નું અપરોક્ષ જ્ઞાન થાય છે,તેને જગતનું ભાન રહેતું જ નથી.
સ્વપ્ન કાળ માં સ્વપ્ન પણ સાચું લાગે છે,સ્વપન માંથી જગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે છે, તેમ –
ભગવાન ના સાક્ષાત્કાર થી જગત મિથ્યા લાગે છે.
મનુષ્ય સદા એક સ્વરૂપ માં રહેતો નથી-પણ ઈશ્વર એક સ્વરૂપ માં રહે છે.
એમને કામ-ક્રોધ-લોભ-મોહ વગેરે ની અસર થતી નથી. એ પોતે આનંદ રૂપ છે.
ઈશ્વર વિના જે ભાસે છે –તે-માયા છે. માયા અસત્ય છે-ભાસ માત્ર છે. પરમાત્મા સત્ય-સ્વરૂપ—આનંદ સ્વરૂપ છે.
રૂપિયો ખોટો હોય તો –તેના પર મોહ થતો નથી—તેમ આ ખોટાં,અસત્ય જગત નો મોહ શા માટે ?
ખોટો રૂપિયો ખિસ્સા માંથી પડી જાય તો હસવાનું કે રડવાનું ?
જગત ના દરેક પદાર્થો –સંયોગ-વિયોગ થી ભરેલા છે. સ્ત્રી પુરુષ ના મિલન માં સુખ હશે-પણ વિયોગ માં –હજારગણું દુઃખ છે. બે દીવાલો કઈ સાથે નથી પડતી!!! વિયોગ અવશ્ય છે.-એમ સમજી જગતના જીવો ઉપર પ્રેમ ના કરો.
પરમાત્મા અવિનાશી છે,માટે તેમના જ ઉપર પ્રેમ કરો.
અંધારા માં પડેલું દોરડું-સર્પ રૂપે ભાસે છે. પરંતુ પ્રકાશ પડતા –તેના યથાર્થ સ્વરૂપ નું જ્ઞાન થાય છે.
એ —રજ્જુ-સર્પ ન્યાયે- આ સંસાર અસત્ય હોવાં છતાં –માનવી ને અજ્ઞાનને કારણે (અજ્ઞાન ના અંધારાના કારણે) — તે સત્ય હોય તેમ ભાસે છે.
જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાન માંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તેમણે જગત સત્ય –જેવું- લાગે છે.
આ દ્રશ્ય જગત –ભ્રમ રૂપ છે.-ખોટું છે-તેમ છતાં –સત્યરૂપ પરમેશ્વરના આધારે તે ટકેલું હોવાથી –સત્ય-જેવું
ભાસે છે. જગતનું અધિષ્ઠાન (આધાર)-ઈશ્વર –સત્ય હોવાથી –જગત અસત્ય હોવાં છતાં સત્ય લાગે છે.
રાજાએ ખોટાં મોતી નો હાર પહેર્યો હોય તો પણ એની પ્રતિષ્ઠા ને કારણે-લોકો માનશે કે-રાજા એ સાચા મોતી નો હાર પહેર્યો છે. રાજા ના સંબંધ થી ખોટાં મોતી પણ જગત ને સાચાં લાગે છે.
ગરીબ માણસે –સાચાં મોતી નો હાર પહેર્યો હોય –તો પણ તેની ગરીબી ને કારણે-લોકો માનશે કે -તેણે –ખોટાં મોતીનો (કલ્ચર્ડ) હાર પહેર્યો છે.
બસ આવી જ રીતે-
જગત -એ કલ્ચર્ડ મોતીની કંઠી છે.તેણે પરમાત્મા એ પોતાના ગળામાં રાખી છે.(તેથી સાચી લાગે છે)
જગત માં રહેજો –પણ જગતને ખોટું માંનીને રહેજો. જે દેખાય છે તેનો નાશ થવાનો છે.
પહેલા શ્લોક માં –મંગલાચરણ માં ધ્યાન કરવાની આજ્ઞા કરી.
હવે ભાગવત ના પહેલાં સ્કંધ ના પહેલા અધ્યાય નો બીજો શ્લોક એ ભાગવતની પ્રસ્તાવના રૂપ છે.
ભાગવત નો મુખ્ય વિષય કયો ?ભાગવતનો અધિકારી કોણ ? વગેરે નું આમાં વર્ણન છે.
જે ધર્મ માં બિલકુલ કપટ નથી- એ નિષ્કપટ ધર્મ. અને આ નિષ્કપટ –ધર્મ એ ભાગવત નો મુખ્ય વિષય છે.
કોઈ પણ લૌકિક ફળ મેળવવાની –ઈચ્છા- એ ધર્મ માં કપટ છે.
મનુષ્ય જે સત્કર્મ કરે એનું ફળ પોતાને મળે –એમ ઈચ્છે- એ ધર્મ માં કપટ છે.
ધર્મ માં કપટ આવશે તો ભક્તિ એ ભોગ થઇ જશે..
સકામ કર્મ માં સફળતા મળે તો વાસના વધે છે.-અને નિષ્ફળતા મળે તો –મનુષ્ય નાસ્તિક બને છે.
નિષ્કામ કર્મ માં દોષ(ભૂલ થાય તે) ક્ષમ્ય છે. પણ સકામ કર્મ માં દોષ ક્ષમ્ય નથી.
નારદજી એ વાલ્મીકી ને –રામ ના નામ નો જપ કરવાનું કહ્યું,પણ વાલ્મીકી –ભૂલથી –રામ રામ ને બદલે
મરા-મરા જપવા લાગ્યા. આમ છતાં પણ આ મંત્ર નું ફળ તેઓને મળ્યું.
અતિ પાપીના મુખમાં થી ભગવાન નું નામ જલ્દી નીકળતું નથી. ભગવાન અંદર આવે તો પાપ ને બહાર નીકળવું પડે., એટલે- પાપ- ભગવાન નું નામ લેવા દેતું નથી.
સેવા નું ફળ સેવા છે-મેવા નહિ. મુક્તિ ની પણ આશા કરશો નહિ.
ભાગવત નો મુખ્ય વિષય છે-નિષ્કામ ભક્તિ. ભોગ ભોગવવાની ઈચ્છા છે ત્યાં ભક્તિ રહેતી નથી.
ભક્તિ નું ફળ ભોગ નથી-પૈસો નથી-પ્રતિષ્ઠા નથી-પણ ભક્તિ નું ફળ ભગવાન છે.
ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વહાલા નથી.-તેને સંસાર વહાલો છે.
લૌકિક સુખ માટે -ભગવાન ને પ્રાર્થના-ભક્તિ ના કરો. લૌકિક સુખ માટે જે ભક્તિ કરે છે,તે ભગવાન ના
સ્વરૂપ ને જાણતો નથી.
કેટલાક લોકો કહે છે કે-હે ભગવાન મારું આટલું કામ કરી આપજો.
ભગવાન ત્યારે કહેશે કે-તું મારો નોકર કે હું તારો નોકર ?
મારું કામ કરવા ઠાકોરજી આવે –એવો વિચાર કરે તે વૈષ્ણવ કહેવાય ? ના.. નહી … જ
પણ …સાચો વૈષ્ણવ તો વિચારે છે –મારું કામ ભગવાન કરે –એમ ભગવાન ને કેમ કહેવાય ?.
હું તો ભગવાન નો દાસ છું, કામ માટે રામ નથી,રામ માટે જ રામ છે.
સાચાં ભક્તો-ભગવાન પાસે કઈ માંગતા નથી.પણ પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે.
ભગવાન પાસે કેટલાક પુત્ર માગે છે,કેટલાક પૈસા માગે છે.
પ્રભુ પાસે કોઈ માગે તો પ્રભુને ખોટું લાગે છે. ભગવાન વિચારે છે-મારું કામ કરવા કોઈ મંદિરમાં આવતા નથી – પણ-પોતાનું કામ મારી મારફત કરાવડાવવા આવે છે.
સાચો વૈષ્ણવ તો કહે છે-મારી આંખ -મારી બુદ્ધિ-મારું મન-મારું સમગ્ર આપને અર્પણ કરવા આવ્યો છુ.
વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માંગતા નથી. મને દર્શન આપો એમ પણ કહેતા નથી.
વૈષ્ણવ કહે છે-હું તો એટલું જ માગું છુ-કે–તમારી સેવા કરતાં હું તન્મય બનું.
માગવાથી પ્રેમ નો ભંગ થાય છે. પ્રેમ ઓછો થાય છે. પ્રભુ થી અજાણ્યું કશું નથી.
વૈષ્ણવ માને છે-બહુ ધન મળશે તો અભિમાની થઈશ. હું ભાન ભૂલીશ. એટલે પ્રભુ એ કૃપા કરી ને ઓછું આપ્યું છે.
બાળક ને કેટલું આપવું અને શું આપવું- તે મા નક્કી કરે છે. તેમ ઠાકોરજીએ આપણને જેટલું આપ્યું છે –તેમાં વિવેક થી આનંદ માનવો. ભગવાન લક્ષ્મી-પતિ છે.પણ મનુષ્ય નું કલ્યાણ થાય –એટલે સંસારનું સુખ –તેને-વિશેષ આપતા નથી. ભગવાન પાસે માંગશો નહિ પણ ભગવાન ને એમનું કામ કરી-ઋણી બનાવજો.
રામચંદ્રજી નો રાજ્યાભિષેક થયા પછી-તેઓ દરેક વાનરો ને ભેટ-સોગાદ આપે છે. પરંતુ હનુમાનજી ને કાંઇ આપતા નથી. માતાજી કહે છે-કે-આ હનુમાન ને પણ કાંઇ આપોને…….
રામજી કહે છે-કે-હનુમાન ને હું શું આપું ? હનુમાન ના ઉપકારનો બદલો મારાથી વાળી શકાય તેમ નથી.
હનુમાને મને તેમનો ઋણી બનાવ્યો છે.
ભગવાને હનુમાન જી ને કહ્યું-
પ્રતિ ઉપકાર કરું કા તોરા,સન્મુખ હો ન શકત મુખ મોરા.
(જગતના માલિક –ઉપકારના ભાર તળે ભક્ત ના સન્મુખ થઇ શકતા નથી!!!)
પ્રેમ માં કંઈ લેવા ની ઈચ્છા થતી નથી. પ્રેમ માં સર્વ-સમર્પણ ની ભાવના થાય છે. આપવાની- ભાવના થાય છે.
મોહ –ભોગ –માગે છે.જયારે પ્રેમ-ભોગ- આપે છે. પ્રેમ માં માગણી ના હોય. પ્રેમ માં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો-સમજવો.
ભક્તિ માં -માંગો એટલે માગેલી વસ્તુ મળશે ખરી-પણ ભગવાન જશે.
ગીતાજી માં કહ્યું છે કે-(ગીતા-અ.૭-શ્લોક-૨૩)
સકામી (ફળની ઈચ્છાથી કર્મ કરવા વાળા) ભક્તો-જે જે દેવતાઓની પૂજા કરે છે-તે તે દેવતાઓ દ્વારા-હું તેમણે ઈચ્છિત ભોગો આપું છુ. પરંતુ મારી નિષ્કામ (ફળની ઈચ્છા વગરનું –ફક્ત પ્રભુ માટેનું કર્મ) ભક્તિ કરનારા ભક્તો મને પ્રાપ્ત કરે છે.
ભગવાન પાસે પૈસા માંગશો તો ભગવાન પૈસા આપશે-પરંતુ-પછી- ભગવાન મળશે નહિ
તમે ભગવાન પાસે જેટલું માંગશો –તો-જેટલું માંગશો તેટલું જ આપશે.
પણ -જે પ્રભુ પાસે માગતો નથી તેણે ભગવાન બધું આપે છે.
પ્રભુ પાસે માંગશો તો પ્રેમ ઓછો થશે.
વ્યવહાર માં પણ –એક મિત્ર બીજા મિત્ર પાસે ન માગે ત્યાં સુધી જ બે મિત્રો વચ્ચે પ્રેમ રહે છે.
ગોપીઓ –આંખ શ્રીકૃષ્ણ ને આપે છે-મન શ્રીકૃષ્ણ ને આપે છે.
મારું સર્વસ્વ શ્રીકૃષ્ણ ને આપવું છે. મારે મારા પ્રભુ પાસે કાંઇ માગવું નથી.
ઘણા દર વર્ષે ડાકોર જાય છે.રણછોડરાયજીને ને પ્રાર્થના કરે છે.-મહારાજ છ વર્ષથી આપના દર્શને આવું છું.
હજુ મારે ત્યાં બાબો આવ્યો નથી-
ભગવાન કહે છે કે-જા,તને બાબો આપ્યો-પણ આજથી તારો અને મારો સંબંધ તૂટ્યો. તે મારી સેવા કરી તેના બદલામાં મેં તને –સંતતિ આપી-સંપતિ આપી, હવે તારો અને મારો સંબંધ પુરો થયો.
તમારી ભક્તિ થી ભગવાન તમારે ત્યાં પધારે તો –બધું આવશે.
પણ જો દુનિયામાં એમ ને એમ -બધું મળે –ને – ભગવાન ના આવે તો –એ બધું-ધૂળ સમાન છે.
ઠાકોરજી એ ઓછું આપ્યું હોય તો માનવું- મારા ઠાકોરજી પરિપૂર્ણ છે,પણ મારી લાયકાત નથી.-એટલે ઓછું આપ્યું છે. દીકરો –જો લાયક ના હોય તો –પિતા પણ પુત્ર ને પૈસા આપતા નથી.
તમે લાયક થશો એટલે –બધું મળશે-મુક્તિ પણ મળશે.
નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. હરિ ના જન તો મુક્તિ ના માગે.
પરમાત્મા ની સેવા-સ્મરણ માં જે દેહભાન ભૂલે છે તેને તો મુક્તિ પણ ગમતી નથી.
અરે.-પ્રભુના નામ માં જેને પ્રીતિ થઇ છે, સેવા સ્મરણ માં જેને તન્મયતા થઇ છે. એ જ્યાં બેઠો છે,-ત્યાં જ મુક્તિ છે.
નિષ્કામ ભક્તિ માં –મુક્તિ કરતાં પણ દિવ્ય આનંદ છે. ભક્તિ નો આનંદ જેને મળે તેને –મુક્તિ નો આનંદ તુચ્છ લાગે છે.
વેદાંતીઓ માને છે-કે –આ આત્મા ને બંધન જ નથી તો મુક્તિ ક્યાંથી ?
વૈષ્ણવો માને છે કે-મુક્તિ એ તો મારા ભગવાનની દાસી છે.
ભક્તિ ની પાછળ પાછળ મુક્તિ ચાલે છે.
ભગવાન મારું કામ કરે –તેવી-અપેક્ષા ના રાખો.
રામકૃષ્ણ પરમહંસ ને કેન્સર થયેલું. શિષ્યો કહે–માતાજી ને કહોને-કે- તમારો રોગ સારો કરે.
રામકૃષ્ણે કહ્યું- મારી માતા ને હું મારા માટે તકલીફ આપીશ નહિ.
ભક્તિ નો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ઠાકોરજી ને ત્રાસ આપે.-પરિશ્રમ આપે.
માગવાથી મૈત્રી નું ગૌરવ ટકતું નથી. સાચી મૈત્રી સમજનાર માગતો નથી.
સુદામાની –ભગવાન સાથેની મૈત્રી જુઓ.
સુદામા ની સ્થિતિ ગરીબ હતી.પણ સુદામા જ્ઞાની હતા. છ શાસ્ત્ર અને ચાર વેદ નું તેમને જ્ઞાન હતું.
પરંતુ તેમને નિશ્ચય કરેલો કે ધન ના માટે મારે જ્ઞાન નો ઉપયોગ કરવો નથી.
જ્ઞાન નું ફળ પૈસો નથી. જ્ઞાન નો ઉપયોગ મારે પરમાત્માના ધ્યાન માં કરવો છે.
સુદામા દેવ ઘરમાં જ કથા કરતાં. પતિ વક્તા અને પત્ની શ્રોતા.(કમસે કમ રવિવારના દિવસે તો આવું અત્યારના જમાના માં -આપણા ઘર માં કરી શકાય?)
મિત્રો માટે લાલો માખણચોર બન્યો છે. ચોરી કરી પણ લાલાએ માખણ ખાધું નથી. મિત્રો ભગવાન ને વહાલા છે.
જે જીવ પરમાત્મા સાથે મૈત્રી કરે તે પ્રભુને વહાલા લાગે છે.
સુશીલા (પત્ની) એ સુદામાદેવ ને કહ્યું-તમે દ્વારકાનાથને મળવા જાઓ.
સુદામા એ કહ્યું-હું દરિદ્રનારાયણ અને તે લક્ષ્મીનારાયણ—હું ત્યાં જઈશ તો લોકો માનશે કે આ માગવા આવ્યો છે.
સુશીલા એ કહ્યું-હું માગવા જવાનું કહેતી નથી. એ તમને જોતા જ સમજી જશે. પ્રભુની હજાર આંખો છે.
ફૂલના બગીચા મા બેસો-એટલે –માંગ્યા વગર સુવાસ આવે છે.
સુદામા ભગવાન ને મળવા આવ્યા છે. દ્વારકાનાથ નો વૈભવ તેમણે જોયો. પણ સુદામાજી એ જીભ બગાડી નથી.
સુદામાને લાગ્યું અને જોયું કે-મને જોતા જ મારા કૃષ્ણ ની આંખ માંથી આંસુ નીકળેલાં. જો તેમને મારા દુઃખ ની કથા કહીશ તો મારા પ્રભુને વધારે દુઃખ થશે. મારાં દુઃખ તે મારાં કર્મ નું ફળ છે.
એટલે જ સુદામાએ ભગવાન ને કશું કહ્યું નથી—(તો –પછી માગવાનો તો સવાલ જ નથી.)
શ્રીકૃષ્ણે પૂછ્યું કે -મિત્ર તારો સંસાર કેમ ચાલે છે ?
સુદામા એ કહ્યું કે-મારો સંસાર સુખમય છે..
સુદામા ને એક જ –ઈચ્છા-હતી કે –મારાં ભગવાન ,મારાં પૌવા આરોગે –તેની મારે ઝાંખી કરવી છે.
સુદામા માગવા આવ્યા નથી-પોતાનું સર્વસ્વ અર્પણ કરવા આવ્યા છે.
ઈશ્વર પહેલા તમારું સર્વસ્વ લેશે તે પછી પોતાનું સર્વસ્વ આપશે.
જીવ નિષ્કામ બને છે-ત્યારે ભગવાન તેની પૂજા કરે છે. ભક્તિ નિષ્કામ હોય તો –ભગવાન- પોતાના –સ્વરૂપ- નું દાન ભક્ત ને કરે છે. જે કઈ પણ માગતો નથી તેણે પ્રભુ –આત્મસ્વરૂપનું દાન કરે છે.
જીવ જયારે જીવ-પણું છોડી-ઈશ્વરના દ્વારે જાય છે,ત્યારે ઈશ્વર પણ ભગવાન-પણું ભૂલે છે.
સુદામા -દસ દિવસના ભૂખ્યા હતા (ઘરમાં છોકરાંઓ પણ ભૂખ્યા હતા)—તો પણ સુદામા એ પોતાનું સર્વસ્વ
(મુઠી પૌવા) ભગવાન ને આપી દીધું. સુદામા ના પૌવા –ભલે મુઠી જેટલા હશે-પણ તે તેમનું સર્વસ્વ હતું.
પૌવા ની કિંમત નહોતી. સુદામા ના પ્રેમ ની કિંમત હતી. (કે માલિક ને હું શું આપું?)
સુદામા જેવો કોઈ લાયક થયો નથી અને કૃષ્ણ જેવો કોઈ દાની થયો નથી.
ભગવાને પણ સુદામા ને પોતાના જેટલું જ ઐશ્વર્ય આપ્યું છે.
ભગવાન તો પરિપૂર્ણ છે. પરિપૂર્ણ આપે તો પણ પરિપૂર્ણ રહે છે.(પૂર્ણસ્ય પૂર્ણ માદાય પૂર્ણ મેવા વ શિષ્યતે).
મારાં સુખ માટે મારા –ઠાકોરજી ને દુઃખ થાય-તો મારી ભક્તિ વૃથા છે-એમ સમજજો.
ભગવાન પાસે કાંઇ માંગશો નહિ-તેથી ભગવાન ઋણી બને છે. ગોપી ઓ એ શ્રીકૃષ્ણ પાસે કાંઇ માગ્યું નથી.
ગોપી ઓ ને કોઈ લૌકિક સુખ ની અપેક્ષા નહોતી. ગોપી ઓ ની ભક્તિ નિષ્કામ હતી- એટલે ભગવાન ગોપીઓ ના ઋણ મા રહ્યા છે. નિષ્કામ ભક્તિ થી ભગવાન ઋણી બને છે.
ગોપી ગીત મા પણ ગોપીઓ ભગવાન ને કહે છે-કે –અમે તમારી નિષ્કામ ભાવે સેવા કરતી દાસીઓ છીએ.
કુરુક્ષેત્ર મા શ્રીકૃષ્ણ તેમજ ગોપી ઓ મળે છે,ત્યારે પણ ગોપી ઓ એ કશું માગ્યું નથી .
ફક્ત એટલું જ ઈચ્છે છે કે-સંસાર રૂપી કુવામાં પડેલાઓને –તેમાંથી બહાર નીકળવાના –અવલંબન રૂપ-આપનું ચરણ કમળ-અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમા સદાકાળ પ્રગટ રહે-અમારી બીજી કોઈ ઈચ્છા નથી.
ગોપીઓ નો પ્રેમ શુદ્ધ છે. ગોપીઓ જયારે –લાલા નું સ્મરણ કરે ત્યારે –તેણે પ્રગટ થવું પડે છે.
ગોપી ઓની નિષ્કામ ભક્તિ એવી છે કે –લાલા ને ખેંચી લાવે છે.
જ્યાં ભક્ત છે ત્યાં ભગવાન છે. ભક્ત ભગવાન વગર રહી શકે નહિ-અને ભગવાન ભક્ત વગર રહી શકે નહિ.
(ભક્ત અને ભગવાન એક જ છે.ગોપી અને કૃષ્ણ એક જ છે.)
તુકારામ તેથી તો કહે છે-કે-ભલે મને ભોજન ના મળે-પણ ચોવીસ કલાક મા એક ક્ષણ પણ –હે વિઠ્ઠલનાથ-મને તમારાથી અલગ ના કરશો.
સુદામા અને ગોપીઓ નો –આદર્શ અને નિષ્કામ ભક્તિ-આંખ સમક્ષ રાખી-યાદ કરી-તેવી ભક્તિ કરો.
નિષ્કામ –ભક્તિ એ ભાગવત નો મુખ્ય વિષય છે.
નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે, ગોપી ઓનો શ્રીકૃષ્ણ પ્રત્યે નો પ્રેમ-આનું ઉદાહરણ છે.
ગોપીઓને મુક્તિની ઈચ્છા નહોતી. શ્રીકૃષ્ણ નું સુખ એજ અમારું સુખ-એવો -પ્રેમ નો આદર્શ હતો.
શુદ્ધ પ્રેમ મા પ્રિયતમ ના સુખ નો જ વિચાર કરવાનો-પોતાના સુખનો નહિ.
એક ગોપી એ ઉદ્ધવ ને સંદેશો આપ્યો છે કે-
કૃષ્ણ ના વિયોગ માં અમારી દશા કેવી છે, તેનો –ઉદ્ધવજી –આપે અનુભવ કર્યો છે,
મથુરા ગયા પછી,શ્રીકૃષ્ણ ને કહેજો –કે-આપ મથુરા માં આનંદ થી બિરાજતા હો-તો અમારા સુખ માટે-વ્રજ માં આવવાનો પરિશ્રમ કરશો નહિ-અમારો પ્રેમ- જાત ને સુખી કરવા માટે નહિ પણ-શ્રીકૃષ્ણ ને સુખી કરવા માટે છે. શ્રી કૃષ્ણ ના વિયોગ માં અમે દુઃખી છીએ-વિલાપ કરીએ છીએ-પરંતુ અમારા વિરહ માં જો તેઓ મથુરા માં સુખી હોય તો-સુખી રહે.
અમારા સુખ માટે તેઓ અહીં ના આવે-પરંતુ તેઓને પોતાના સુખ માટે આવવું હોય તો ભલે આવે.
શાંડિલ્ય મુનિએ પોતાના ભક્તિ-સૂત્ર માં લખ્યું છે-કે-
બીજાના સુખે સુખી થવું એ પ્રેમ નું લક્ષણ છે(તત્સુખે સુખીત્વમ પ્રેમ લક્ષણમ)
---------------------------------------------------------------------------

No comments:
Post a Comment