Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)
પાંચ વાયુને અને શરીર ઉર્જાને સંતુલીત કરવામાં અગત્યનો ભાગ ભજવતી મુદ્રાનો અભ્યાશ પણ જરૂરી છે તેથી તેની સંક્ષીપ્ત માહીતી આપેલ છે.
મુદ્રાઓ બ્રહ્માંડીય ઊર્જા જાગાડીને આત્મા નું પરમાત્મા સાથે એકીકૃત થવામાં મદદ કરે છે. સર્વોચ્ચ વિજ્ઞાન જે માણસના મન અને મગજનો બહારથી અને અંદરથી તેનો અભ્યાશ કરે છે. આવા વિજ્ઞાન છે (૧) મુદ્રા વિજ્ઞાન: આંગળીની સ્થિતિ વિજ્ઞાન (2) કાયાકલ્પ વિજ્ઞાન એટલે પુન:શક્તિ સંચાર વિજ્ઞાન (3) બ્રહ્મ વિજ્ઞાન એટલે દિવ્ય જ્ઞાનનુ વિજ્ઞાન (4) પ્રાણવિનિમય વિજ્ઞાન એટલે બિમાર અને ખામીયુક્તને સાજા કરવાનું વિજ્ઞાન (5) સુર્ય વિજ્ઞાન એટલે સુર્ય શક્તિનું વિજ્ઞાન (6) પુન:જન્મ વિજ્ઞાન (7) દિર્ઘાયુ વિજ્ઞાન (8) સ્વર વિજ્ઞાન (9) રસાયન વિજ્ઞાન (10) મંત્ર વિજ્ઞાન (11) સમ્યાદ પ્રેશણ વિજ્ઞાન એટલે કેવળ મનથી વિચારોની આપ-લે ટેલીપથીનું વિજ્ઞાન
શરીર પાંચ તત્વો આગ, વાયુ,આકાશ,પૃથ્વિ,અને જળનું બનેલ છે. જેમાં ઘણા પ્રાચીન વિજ્ઞાનમાં આ પાંચ વાયુ ને સમતોલ કરીને સ્વસ્થ શરીર રાખવાના ઉપાય બતાવેલ છે. આ પંચ તત્વો આપણા હાથની પાંચ આગળી પ્રતિનિત્વ કરે છે. જેમાં અંગૂઠો આગનું ,તર્જની(અંગુઠા ની પાસેની આંગળી) વાયુનું, મધ્યમ આંગળી (સૌથી લામ્બી ) આકાશનું અને વીંટી આંગળી (પ્રવિત્રી આંગળી) અર્થ અથવા પૃથ્વિનું અને ટચલી આંગળી પાણીનું પ્રતિનિત્વ કરે છે.
દરેક સજીવની આંગળીઓની ટોચ પર જ્ઞાનતંતુ કે ચેતાતંતુના મુળ કેન્દ્રિત થયેલા હોય છે જે ઉર્જાનું વિસર્જન કરે છે. આ આજનું વિજ્ઞાન પણ સ્વિકારે છે કે દરેક આંગળીની ટોચ પર મુક્ત ઈલેકટ્રોન કેંદ્રીત થયેલા હોય છે. આથી જ આંગળીઓની ટોચ એકબીજાને અડાડીને કે શરીરના બીજા ભાગો સાથે અડાડીને આ મુક્ત ઉર્જાને એક પ્રકારની ખાસ નહેર કે રસ્તાઓ દ્વારા પુનઃદિશામાન કરીને શરીરના વિવિધ ભાગોમાં ફરી મોકલાવામાં આવે છે જે શરીરના વિવિધ ચક્રને ઉદ્દીપ્ત કરે છે અને મુળભુત પાચ વાયુ જે આપણે આગળ જોઈ ગયા તેને સંતુલિત કરે છે.
હસ્તમુદ્રા એ કોઈપણ વ્યક્તિની મનોદશા કે માનસિક સ્થિતિ કેવી ચાલી રહી છે તે તેના હાવભાવ અને હાથની અને કાયાની હલંચલન પરથી ખબર પડે છે. આ કુદરતી છે તેથી તેને સંસ્કાર ગત મુદ્રા કહેવામાં આવે છે.મુદ્રાના પ્રકાર છે હસ્ત,મન અને કાયા અને બંધ અને આધાર. હાથની આંગળીઓ દ્વારા કરવામાં આવતી મુદ્રાને હસ્તમુદ્રા કહેવાય છે. હસ્ત મુદ્રાના મુખ્ય પ્રકાર છે ધ્યાન મુદ્રા,વાયુ મુદ્રા,શુન્ય મુદ્રા, પૃથ્વિ મુદ્રા,વરુન મુદ્રા,શક્તિ મુદ્રા,અપાન મુદ્રા, જ્ઞાન મુદ્રા, ચિન મુદ્રા, યોની મુદ્રા, ભૈરવ મુદ્રા.
(૧) જ્ઞાન મુદ્રા:-
સફળતા મળવાનો ગુરૂ મંત્ર છે સ્મુતિ શક્તિ અને જ્ઞાન મુદ્રા સ્મુતિ શક્તિનો ગુણ વિકશાવે છે.
વિધિ:- પદ્માશનમાં કે વ્રજાશન કે સુખાશનમાં બેસો. બન્ને હાથ ઘુંટણ પર ગોઠવો.અંગુઠા પાસેની તર્જની આંગળીનો છેડો અંગુઠાના છેડા સાથે જોડો. હળવું દબાણ આપો. બાકીની ત્રણેય આંગળીઓ સીધ્ધિ અને જોડાયેલી રાખો.
સમય:- સામાન્ય રીતે જ્ઞાન મુદ્રાનો સમય ૪૮ મિનિટનો છે. જો સાથે સમય ના હોય તો ૧૬-૧૬ મિનિટના ત્રણ વખત કરી શકાય. પરોઢિયે અભ્યાશ કરવાથી વધુ ફાયદો થાય છે
ફાયદા:- (૧) સ્મુતિ-સ્મરણ શક્તિ અને એકાગ્રતા વધારે છે. (૨) જિદિપણું, ક્રોધ, રઘવાટ, વ્યાકુળતા દુર થાય છે. (૩) મન શાંત,પ્રફુલિત બને છે. મસ્તિષ્કના સ્નાયુઓ શક્તિશાળી બને છે.
(૨) વાયુ મુદ્રા:-
શરીરમાં કુલ ૮૪ વાયુ છે. વાયુ રોગીને પરેશાન કરી મુકે છે. સ્વાસ્થ્ય અને શાંતિ માટે વાયુનું સંતુલન અનિવાર્ય છે અને તે સ્થિતિ વાયુ મુદ્રા દ્વારા શક્ય બને છે.
વિધિ:- વજ્રાસન માં બેસો. તર્જની આંગળીને અંગુઢાના મુળમાં ગોઠવો,અંગુઢા વડે આંગળી પર હળવું દબાણ આપો. અને અન્ય આંગળીઓ સિધ્ધિ રાખો.
સમય:- પરોઢીયે ૪૮ મિનિટ કરવાનો હોય છે. એક સાથે શક્ય ના હોય તો ત્રણ ભાગમાં કરી શકાય.
ફાયદા:- વાયુથી થનારા તમામ દર્દ દુર થાય છે. પ્રકંપન ,સાંધાનો વા, સાઈટિકા વાયુ-સુળ વગેરે દુર થાય છે. પૌરૂષ તથા કાર્યશીલતાના ગુણો વિકશે છે.
સાવધાની:- સમય મર્યાદા થી વધુ પ્રયોગ કરવો નહી અને દર્દ દુર થાય કે વાયુનું સમન થઈ જાય ત્યારે પ્રયોગ બંધ કરી દેવો.
(૩) અપાન મુદ્રા:-
શરીરનો કચરો શરીરમાંથી વ્યવસ્થિત નીકળી ન શકે તો શરીરા કચરાપેટી બની જાય છે. કબજીઆત દુર કરવા માટે અપાનમુદ્રા રામબાણ ઈલાજ છે.
વિધિ:- ઉત્કટાસનમાં બેસો. હાથની બન્ને આંગળીઓ મધ્યમાં અને અનામિકા અંગુઠાના અગ્રભાગ સાથે જોડીને દબાવો.બાકીની આંગળીઓ (તર્જની અને ટચલી) સીધ્ધિ રાખો
સમય:- દિવસમાં ત્રણ તબક્કે ૧૬-૧૬ મિનિટ આ પ્રયોગ કરવો. પ્રયોગના અભ્યાસથી મુત્ર વધુ થાય તો ગભરાવાની જરૂર નથી.
લાભ:- (૧) કબજીઆત દુર થાય છે.(૨) શરીર અને નાડી શુધ્ધ થાય છે(૩) દાંતોના દોષો-દર્દ દુર થાય છે(૪) પરશેવો વાળી શરીરનુ તાપમાન જાળવે છે(૫)હદય શક્તિશાળી બને છે (૬) પેશાબને લગતા દોષો દુર થાય છે
(૪) વીતરાગ મુદ્રા:-
વિધિ:-પદ્માશન માં બેસો. દાબા હાથની હથેળી નાભી પાસે રાખો.જમણાં હાથની હથેળી તેની ઉપર ગોઠવો. બન્ને હાથના અંગુઠા એક્બીજાની ઉપર રહેશે. પદ્માશનમાં બેસી ન શકાય તો સુખાશન અથવા વજ્રાશનમાં બેશીને આ મુદ્રાનો અભ્યાસ કરી શકાય.
સમય:- પરોઢીએ આ મુદ્રાનો અભ્યાશ કરવાથી ફાયદો થાય છે. (૨) વિતરાગ ધ્યાનની મુદ્રા છે અને ૪૫ મિનિટ સુધી અભ્યાશ કરી શકાય
ફાયદા:- (૧) ઉર્જાનું સંતુલન થાયા છે (૨) શક્તિનું ઉર્ધ્વારોહણ થાય છે (૩) સ્થિરતાનો વિકાશ થાય છે (૪) તટસ્થાનો ગુણ વિકાશ થાય છે
(૫) સમન્વય મુદ્રા:-
મનમાં કરેલો સંકલ્પ નિઃસંદેહ સફળ કરવા માટે સમન્વય મુદ્રાનો અભ્યાશ કરવામાં આવે છે
વિધિ:- સુખાશનમાં અથવા પદ્માશનમાં બેસો. હાથની આંગળીઓ અને અંગુઠાનો સમન્વય કરો. પાંચો તત્વો જળ, આકાશ,વાયુ, પૃથ્વી, અગ્ની સંયુક્ત થઈ જાય છે.
સમય:- આ મુદ્રાનો અભ્યાશ પરોઢીએ કરવાથી મહતમ લાભ થાય છે. આ મુદ્રાનો ઉપયોગ ૮-૪૮ મિનિટ સુધી લંબા વી શકાય છે. વધારે સમય આ મુદ્રાનો પ્રયોગ ના કરવો.
ફાયદા:- (૧) સંકલ્પ સિધ્ધ થાય છે (૨) શક્તિનો વિકાશ થાય છે (૩) તત્વોનું સંતુલન જળવાય (૪) દોષોનું શુધ્ધિ કરણ થાય
(૬) સુર્ય મુદ્રા:-
સુર્ય મુદ્રાના અભ્યાશથી ઉર્જાનો સંચાર થાય છે અને ધીમે ધીમે સ્થુળતા ધટવા લાગે છે.
વિધિ:- પદ્માશન માં બેસો અથવા સિધ્ધાશનમાં બેસો. અનામિકાને અંગુઠાના મૂળ ઉપર ગોઠવી અંગુઠા વડે દબાવવાથી સુર્ય મુદ્રા બને છે.
અનામિકા અને અંગુઠાના સંયોગથી શરીરમાં વિશેષ વિદ્યુતનું વહન થવા લાગે છે.
સમય :- સુર્ય મુદ્રાનો પ્રયોગ પરોઢીયે ઉનાળામાં ૮ મિનિટ કરી શકાય શિયાળાની ઋતુમાં ૨૪ મિનિટ સુધી કરવામાં વાંધો નથી. દુબળા શરીર વાળાએ આ પ્રયોગ કરવો નહી.
લાભ:- શરીરનું વજન અને જાડા પણુ ઘટે છે (૨) શક્તિનો વિકાશા થાય છે (૩) શરીરનું સંતુલન જળવાય છે (૪) તનાવ ઘટે છે (૫) શિયાળામાં આ પ્રયોગથી ઠંડીથી બચી શકાય છે.
(૭) વરુન મુદ્રા
કનિષ્કા અથવા ટચલી આંગળી જળતત્વોનું પ્રતિક છે. જળ તત્વોના અભાવ થી રૂક્ષતા આવે છે.
વિધિ:- ટચલી આંગળીના અગ્ર ભાગને અંગુઠાના અગ્રભાગા સાથે જોડવાથી વરુણ મુદ્રા બને છે .અન્ય આંગળીઓ સીધી રહેવી જોઈએ.સુખાશન અથવા સ્વસ્તિકાસનમાં આ મુદ્રાનો અભ્યાશ કરી શકાય છે.
સમય:- પરોઢીયે સામાન્ય રીતે એક સાથે ૨૪ મિનિટ કરી શકાય શિયાળામાં આ મુદ્રાનો અભ્યાશ બહુ જ મર્યાદિત કરવો.
લાભ:- (૧) ચામાડી ચમકદાર બને છે (૨) શરીરની ક્રાતિ-સ્નિગ્ધતા વધે છે (૩) રક્તવિકાર દુર થાય છે (૩) યૌવન લાંબા સમય સુધિ ટકે છે
સાવધાની:- શરદી અથવા કફ પ્રકૃતિ વાળા લોકોએ વરુણ મુદ્રાનો અભ્યાશ વધુ પ્રમાણમાં કરવો નહી.
(૮) પૃથ્વિ મુદ્રા:-
ટચલી પાસેની આંગળી અનામિકામાં શક્તિશાળી પૃથ્વિ તત્વો છે. અંગુઠામાં અગ્નિ તત્વ છે આ બન્ને નો સંગમ શરીરમાં તેલ અને નક્કર તત્વોની વૃધ્ધિ થાય છે.
વિધિ:- અનામિકા(પ્રવિત્રી) આંગળીના આગળના છેડા સાથે જ્યારે અંગુઠાનો છેડો સ્પર્શ કરે ત્યારે પૃથ્વિ મુદ્રા બને છે બાકીની આંગળીઓ સિધ્ધિ રાખવી. આ મુદ્રાનો અભ્યાશ વજ્રાશનમાં કરવાથી ઉતમ પરીણામ મળે છે. સુખાશનમાં પણ કરી શકાય છે.
સમય:- પૃથ્વિ મુદ્રા પરોઢીયે ૨૪ થી ૨૮ મિનિટ સુધિ કરી શકાય. આવશ્યક્તા કરતાં વધારે અભ્યાશ કરવાથી શરીરનું વજન વધી જવાનો સમ્ભવ રહે છે.
લાભ:- શરીર બળવાન બને છે (૨) ક્રાંતિ અને તેજસ્વિતા નો વિકાશ થાય છે.(3) પ્રસન્નતા ,ઉદારતાં અને વિચારશીલતા વૃધ્ધિ પામે છે (૪) તામશી ગુણોનો નાશ થાય છે. (૪) સ્ફુર્તિ આનંદ, પ્રાણ ઉર્જામાં વૃધ્ધિ થાય છે.
(૯) આકાશ મુદ્રા:-
હદય્રોગ તથા તેના દોષો દુર કરવામાં આકાશમુદ્રા સહાયક વબને છે.
વિધિ:- વજ્રાશનમાં બેસો. અંગુઠાના આગળના છેડાને સૌથી મોટી મધ્યમાં આંગળીના અગ્રભાગ સાથે જોડવાથી આકાશ મુદ્રા બને છે. આ મુદ્રા બનાવીને હાથ આકાશ અથવા છત તરફ રાખવા. આકાશ મુદ્રા ચાલતા ચાલતા અથવા ભોજન કરતી વખતે કરવી નહી.
સમય:- એક વખતમાં ૧૬ મિનિટથી વધારે આ પ્રયોગ કરવો નહી. દિવસમાં ત્રણ તબક્કે ૪૮ મિનિટ આ પ્રયોગ કરવામાં આવે તો વધારે અસરકારક બને છે.
લાભ:- (૧) હદય રોગ તથા તેના દોષો દુર કરવામાં આ મુદ્રા સહાયક બને છે. (૨) કાનના ચેપ કાનની પીડાઓ દુર થાય છે. (૩) સાંભળવાની શક્તિનો વિકાશ થાય છે. (૪) હાડકા મજબુત બને છે (૫) શરદી સળેખમનું નિવારણ થાય છે. (૬) સ્ફુરણશક્તિ વિકશે છે.
(૧૦) અદિત્તી મુદ્રા:-
સતત છીકો આવતી હોય તો અદિત્તિ મુદ્રાનો પ્રયોગ કરવો
વિધિ:- પદ્માશન અથવા વ્રજ્રાશન માં બેસો અંગુઠાના અગ્રભાગ્ને અનામિકાના મુળ પાસે લગાવી અને બાકીની આંગળીઓ સીધી રાખવીથી અદિતિ મુદ્રા બને છે.
સમય:- અદિતિ મુદ્રાનો અભ્યાશ ૮ થી ૪૮ મિનિટ સુધિ લંબાવી શકાય છે મુદ્રા સાથે ધ્યાન, અનુષ્ઠાન સત્સંગ કરવાથી વધુ લાભ થાય છે.
લાભ:- છીંક ,બગાસા રોકી શકાય છે (૨) શરદીથી આવતી અચાનક છીંકોમાં રાહત થાય છે. (૩) માનસિક શાંતિ મળે છે.
(૧૧) પ્રાણ મુદ્રા
શ્વસની સાથે ફેફસામાં પ્રાણ જાય છે.
વિધિ:- ટચલી આંગળી અને તેની પાસેની અનામિકા આંગળીના ટેરવા સાથે અડ્કાવાથી પ્રાણ મુદ્રા વબને છે. પદ્માશન અથવા સિધ્દ્રાશન માં બેસીને આ પ્રયોગા કરવાથી અસર ઝડપી થાય છે.
સમય:- પુર્ણ પ્રયોગ ૪૮ મિનિટનો છે પરંતુ એક સાથે ન થઈ શકે તો ૧૬-૧૬ મિનિટના ત્રણ તબક્કા માં અભ્યાશ કરી શકાય છે. સુર્યોદય સમયે પ્રાણ મુદ્રાનો અભ્યાશ કરવાથી વધારે અસરકારક બને છે.
લાભ:- (૧) પ્રાણ શક્તિ વધે છે (૨) શ્વાસનળી સ્વસ્થા બને છે (૩) શરીરની દુર્બળતા દુર થાય છે (૪) આંખોની જ્યોતિ વધે છે (૫) તેજસ્વિતા,એકાગ્રતા વધે છે
(૧૨) મૃગી મુદ્રા
ચિતની સ્થિરતા જાળવવા માટે મૃગિમુદ્રાનો પ્રયોગ થાય છે.
વિધિ:- અનામિકા અને મધ્યમાં આંગળીની વચ્ચે અંગાઠાના અગ્રભાગ દ્રારા દબણા આપવામાં આવે છે.તર્જની અને કનિષ્ઠા સીધી રહે છે. આ મુદ્રા માટે સુખાશન અથવા ઉત્કટાશનમાં બેસવાથી વધારે અસરકર્તા સાબિત થાય છે.
સમય:- પરોઢિયે વધુમાં વધુ ૪૮ મિનિટ આ મુદ્રાનો પ્રયોગ કરી શકાય. ૧૬-૧૬ મિનિટના ત્રણ તબ્બકે પણ કરી શકાય.
લાભ:- (૧)ચિતની સ્થિરતા જળવાય (૨) ઋજુતાનો વિકાશ થાય (૩) ભાવધારા નિર્મળ બને (૪) વાયુના રોગોમાં લાભદાયી (૫) શરદી-ઉધરસમાં રાહત થાય (૬) માથાનો દુઃખાવો અને તનાવ ઘટે
(૧૩) લીંગ મુદ્રા
અંગુષ્ઠ મુદ્રાને લીંગ મુદ્રા કહેવામાં આવે છે કફા જન્ય દોષો દમ,શરદી,ખાંસિ વગેરેમાં લીંગ મુદ્રા રામબાણ ઈલાજ છે
વિધિ:- પદ્માશન અથવા વજ્રાશન માં બેસો. બન્ને હાથની આંગળીઓ પરસ્પર ફસાવીને ડાબા અંગુઠાને સીધો રાખીને બંને હથેલીઓ એકબીજા સાથે દબાવો. આંગળીઓ વડે પણ પૃષ્ઠ ભાગોમાં દબાણ આપો. એ જ રીતે જમણા હાથના અંગુઠાને ઉપરા કરીને પ્રયોગ કરો.
સમય:- પરોઠીયે અથવા ઠંડી રાત્રે એક વખતમાં ૪૮ મિનિટ અથવા ૧૬-૧૬ મિનિટના ત્રણ તબ્બકે કરો.
સાવચેતી:- કફ પ્રકૃતિ ધરાવાતાં લોકોએ નિષ્ણાતોનુ માર્ગદર્શન લઈને કરવું
લાભ:- (૧) ખાસી,શરદી,દમ માટે (૨) સાયનસ-લકવો મટાડે છે (૩) કફના દોષો દુર થાય (૪) આંખોના જ્યોતિ વધે (૫)
તેજસ્વિતા એકાગ્રતા વધે.
(૧૪) સુરભી મુદ્રા
સુરભી મુદ્રાને ધેનુ મુદ્રા પણ કહે છે. આ મુદ્રાના અભ્યાશથી મુત્રા રોગો અને પાચન તંત્રના રોગો દુર થાય છે
વિધિ:- ગૌદુહાશન અથવા ઉત્ક્ટાશનમાં બેસો. બન્ને હાથને “નમસ્કાર”ની સ્થિતિમાં રાખીને ડાબા હાથની તર્જનીને જમણા હાથની મધ્યામા સાથે સ્પર્શ કરાવો અને જમણા હાથની તર્જનીને ડાબા હાથની મધ્યમા સાથે સ્પર્શા કરાવો. એજ રીતે ડાબા હાથની અનામિકાને જમણા હાથની કનિષ્ઠા સાથે જોડો અને ડાબા હાથની કનિષ્ઠાને જમણા હાથની અનામિકા સાથે જોડો. બન્ને અંગુઠા અલગ રહેશે.
સમય:- પરોઠીયે ૮ મિનિટ્થી શરૂઆત કરી સપ્તાહ પછી ૧૬ મિનિટ કરો. વાયુ પિત્તના કફના દર્દીને નિષ્ણાતોની સલાહ પ્રમાણે કરવી
લાભ:- નાભિ કેંદ્ર સ્વસ્થા થાય (૨) મુત્ર રોગોનું સમન થાય (૩) પાચન તંત્ર સુધરે (૪) પેટના રોગો શાંત કરે (૫) ચિત્તની નિર્બળતા વધારે.
No comments:
Post a Comment