શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 26)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 26)



સૂતજી વર્ણન કરે છે-
તે પછી આં કથા-શુકદેવજી એ રાજા પરીક્ષિત ને કહી સંભળાવી-મારા ગુરુદેવ પણ ત્યાં હતા.તેમણે મને આ કથા મને કહી.
તે તમને સંભળાવું છુ.
(શુકદેવજી ને ઉત્તમ વક્તા તરીકે સિદ્ધ કર્યા પછી-ઉત્તમ શ્રોતા પરીક્ષિતની કથા હવે છે)
હવે હું તમને-પરીક્ષિત નો જન્મ-કર્મ-અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણ ની કથા કહું છુ.
પવિત્ર પાંડવોના વંશ માં પરીક્ષિતનો જન્મ થયો છે.
પાંચ પ્રકારની બીજ -શુદ્ધિ બતાવવા પંચાધ્યાયીની કથા શરુ કરે છે.
પિતૃશુદ્ધિ-માતૃશુદ્ધિ-વંશશુદ્ધિ-અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ.
જેના આ પાંચ પરિપૂર્ણ હોય-તેણે પ્રભુ-દર્શન ની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતાં નથી.
પરીક્ષિત માં આ પાંચેયની શુદ્ધિ હતી.-તે બતાવવા-આગળ ની કથા કહેવામાં આવે છે.
૭ થી ૧૧ આ પાંચ અધ્યાયોમાં બીજશુદ્ધિ ની કથા છે-અને પછી-૧૨ મા અધ્યાય માં પરીક્ષિત નાં જન્મ ની કથા છે.
વંશશુદ્ધિ બતાવવા માટે-પાંડવ અને કૌરવોની યુધ્ધની થોડી કથા કહી છે.
શ્રીકૃષ્ણ ના લાડીલા પાંડવો ના વંશ માં પરીક્ષિત નો જન્મ થયો છે.
મહાભારતનુ યુદ્ધ પૂરું થયું છે. અશ્વસ્થામા એ વિચાર્યું-કે-પાંડવોએ કપટથી મારા પિતાનો વધ કર્યો છે. એટલે હું પણ પાંડવો ને કપટ થી મારીશ. પાંડવો જયારે સુઈ ગયા હશે ત્યારે મારીશ.
પાંડવોને કોણ મારી શકે ? જેને પ્રભુ રાખે-તેને કોણ મારી શકે ?
પ્રભુ એ સૂતેલા પાંડવોને જગાડ્યા છે. અને કહ્યું કે મારી સાથે ગંગા કિનારે ચાલો.
પાંડવોને પ્રભુ પર દૃઢ વિશ્વાસ-કોઈ પ્રશ્ન નહિ-પ્રભુ સાથે ચાલવા લાગ્યા.
પ્રભુ એ કહ્યું હતું-પણ દ્રૌપદી ના પુત્રો સાથે ગયા નથી-બાળક બુદ્ધિ હતી-કહે છે કે-અમને ઊંઘ આવે છે.-તમારે જવું હોય તો જાવ.
પરિણામે-અશ્વસ્થામા એ દ્રૌપદીના પાંચેય પુત્રોને માર્યા છે.
દ્રૌપદી આજે રડે છે-પણ દ્વારકાનાથને આજે દયા આવતી નથી.
સર્વ રીતે સુખી થાય-તે શાનભાન જલ્દી ભૂલે છે.પાંડવોને સુખમાં અભિમાન થશે-તો તેમનું પતન થશે. આવા શુભ હેતુ માટે- ઠાકોરજી-કોઈ કોઈ વાર નિષ્ઠુર બની જાય છે.
સુખ માં સાનભાનના ભૂલે-તેથી આં દુઃખ પાંડવોને પ્રભુએ જ આપ્યું છે.
ભગવાન આવા સમયે પણ-જીવને ગુપ્ત રીતે મદદ કરે છે. દુઃખ પણ આપે અને મદદ પણ કરે- અતિ દુઃખ માં કોઈ વખત જીવ ભગવાનને ભૂલે છે-પણ ભગવાન તેણે ભૂલતા નથી.
અર્જુને અશ્વસ્થામાને મારવાની પ્રતિજ્ઞા કરેલી-બંનેનુ યુદ્ધ થાય છે. પણ બ્રાહ્મણ-ગુરુપુત્રને મારવાની હિંમત થતી નથી.
આથી તેને બાંધીને-ખેંચી ને દ્રૌપદી સમક્ષ  લાવ્યા છે. પુત્ર શોકથી રડતી દ્રૌપદી- અશ્વસ્થામાની સ્થિતિ જોઈ કહે છે-કે આંગણે આવેલા બ્રાહ્મણનુ અપમાન ના કરો. અને પોતાના પાંચ બાળકો ને મારનારને વંદન કરે છે.
આ સાધારણ વેરી નથી.પણ દ્રૌપદી આંગણે આવનાર બ્રાહ્મણ ને પ્રણામ કરે છે.!
તમારો વેરી તમારે આંગણે આવ્યો હોય તો તમે એને જયશ્રી કૃષ્ણ કહેશો ??
ભાગવતની કથા સાંભળ્યા પછી-જીવન સુધારજો. વેરની શાંતિ-નિર્વેર થી થાય છે.-પ્રેમ થી થાય છે.-વંદન થી થાય છે.
શત્રુ માં પણ ભગવદ-દૃષ્ટિ કેળવવાનું ભાગવત શીખવે છે.
સજ્જન માં ભગવાન ના દર્શન થાય છે-તે સ્વાભાવિક છે-પણ દુર્જન માં પણ ભગવાન ના દર્શન કરવા તે વિશિષ્ટતા છે.
ભક્ત એ છે કે જે વેરનો બદલો પ્રેમ થી આપે. જયશ્રીકૃષ્ણ કહેવાનો અર્થ એ છે કે-મને જે દેખાય છે તે કૃષ્ણમય છે.
અશ્વસ્થામા વિચારે છે-ખરેખર દ્રૌપદી વંદનીય છે-હું વંદનીય નથી. તે કહે છે કે-દ્રૌપદી-લોકો તારા વખાણ કરે છે તે ઓછાં છે.
તું વેર નો બદલો પ્રેમ થી આપે છે. દ્રૌપદી ના ગુણ થી આજે વ્યાસજી પણ તન્મય બન્યા છે. દ્રૌપદીને ઉદ્દેશી ને કહે છે કે- કોમળ હૃદયવાળી-સુંદર સ્વભાવવાળી.
જેનો સ્વભાવ અતિ સુંદર છે-તે ભગવાનને વહાલો લાગે છે. સ્વભાવ સુંદર ક્યારે  બને ? અપકાર નો બદલો ઉપકારથી આપે ત્યારે.
દ્રૌપદી બોલી ઉઠયાં-તેને છોડી દો-તેને મારશો નહિ. આ ગુરુપુત્ર છે. જે વિદ્યા-દ્રોણાચાર્યે પોતાના પુત્રને ના આપી- પણ તમને આપી. તે તમે શું ભૂલી ગયા ? બ્રાહ્મણ પરમાત્માનુ સ્વરૂપ  છે-ગાય ને બ્રાહ્મણ વંદનીય છે.
દ્રૌપદી એ દયાનું સ્વ-રૂપ છે.દ્રૌપદી (દયા)જોડે જીવ ના પરણે ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા નથી.
જીવાત્મા (અર્જુન) ગુડાકેશ છે.અને શ્રીકૃષ્ણ ઋષિકેશ છે. આ જોડી શરીરરૂપી રથ માં બેઠી છે.
ઇન્દ્રિયો રૂપી રથ પ્રભુ ને સોંપશો તો કલ્યાણ થશે. ઇન્દ્રિયોના સ્વામી શ્રીકૃષ્ણ છે.
યુધિષ્ઠિર એ ધર્મ છે.ભીમ એ બળ છે.સહદેવ અને નકુલ બુદ્ધિ અને જ્ઞાન છે.
આ ચાર-ગુણ વાળો જીવ-અર્જુન છે. આ ગુણો ક્યારે શોભે છે? જયારે દ્રૌપદી -દયા-તેની પત્ની બને છે.
દ્રૌપદી-દયા ક્યારે મળે ? ધર્મ ને મોટો માને ત્યારે.
પરમાત્મા ત્યારે જ સારથી થાય-જયારે માનવ ધર્મ ને મોટો માને.
આજે તો ધર્મ  ને નહિ ધન ને મોટું માને છે. અને આમ થતાં સંયમ અને સદાચાર જીવન માંથી ગયા છે.
ધન ધર્મ ની મર્યાદા મા રહીને મેળવવું જોઈએ. તમારે કોઈ કાર્ય કરવું હોય તો પહેલાં ધર્મ ને પૂછજો,કે-
આ કાર્ય કરવાથી મને પાપ તો નહિ લાગેને ? પૈસા માટે ધર્મ નો ત્યાગ કરે તે ઈશ્વર ને ગમતો નથી.પણ-
ધર્મ માટે પૈસા નો ત્યાગ કરે તો તે ઈશ્વર ને ગમે છે.
દ્રૌપદીએ અશ્વસ્થામા ને બચાવ્યો. 
અર્જુન ને કહ્યું-આને મારશો તો પણ મારા પાંચ પુત્રોમાંથી ,એક પણ હવે જીવતો થવાનો નથી.
પરંતુ અશ્વસ્થામા ને મારશો તો તેની મા ગૌતમી ને અતિ દુઃખ થશે. હું હજી સધવા છુ પણ અશ્વસ્થામા ની મા વિધવા છે.
તે પતિ ના મર્યા પછી પુત્રના આશ્વાસને જીવે છે.તે રડશે તે મારાથી નહિ જોવાય.
કોઈના આશીર્વાદ ન લો તો કઈ નહિ-પણ કોઈનો નિસાસો લેશો નહિ. કોઈ નિસાસો આપે તેવું કૃત્ય કરતા નહિ.
જગતમાં બીજાને રડાવશો નહિ, જાતે રડજો,
ભીમ કહે છે-આ બાલ-હત્યારા ઉપર દયા હોતી હશે ?તારી પ્રતિજ્ઞા ક્યાં ગઈ ? પણ -દ્રૌપદી વારંવાર કહે છે-મારશો નહિ.
અર્જુન વિચારમાં પડ્યા. ત્યારે-શ્રીકૃષ્ણે આજ્ઞા કરી-દ્રૌપદી બોલે છે તે બરાબર છે.તેના દિલ માં દયા છે.
ભીમે કહ્યું-મનુસ્મૃતિ માં કહ્યું છે-કે-આતતાયી ને મારવામાં પાપ નથી.
શ્રીકૃષ્ણ પણ મનુસ્મૃતિ ને માન્ય રાખી જવાબ આપે છે-બ્રાહ્મણ નુ અપમાન એ મરણ બરાબર છે,માટે અશ્વસ્થામા ને મારવાની જરૂર નથી.તેનું અપમાન કરીને કાઢી મુકો.
અશ્વસ્થામાનુ મસ્તક કાપ્યું નહિ પણ તેના માથા માં જન્મ સિદ્ધ મણિ હતો તે કાઢી લીધો. અશ્વસ્થામા તેજહીન બન્યા.
ભીમે વિચાર્યું-હવે મારવાનું શું બાકી રહ્યું.? અપમાન મરણ કરતાં પણ વિશેષ છે. અપમાન પ્રતિક્ષણે મારવા જેવું છે.
અશ્વસ્થામા એ વિચાર કર્યો-આના કરતાં મને મારી નાખ્યો હોત તો સારું થાત. પણ પાંડવોએ જે આવું મારું અપમાન કર્યું છે-
તેનો બદલો હું લઈશ.મારું પરાક્રમ બતાવીશ.અભિમન્યુ ની પત્ની ઉત્તરા ના પેટમાં ગર્ભ છે, તે એક માત્ર પાંડવોનો ઉત્તરાધિકારી
છે. તે ગર્ભ નો નાશ થાય તો પાંડવો ના વંશ નો નાશ થશે.
એમ વિચારી-ઉત્તરા ના ગર્ભ પર તેણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર ઉત્તરા ના શરીર ને બાળવા લાગ્યું-તે વ્યાકુળ થયા છે.
દોડતાં-દોડતાં શ્રીકૃષ્ણ પાસે આવ્યા છે. શ્રીકૃષ્ણ ઉત્તરા ના ગર્ભ માં જઈ પરીક્ષિત નુ રક્ષણ કરે છે.
સર્વનું ગર્ભ માં કોણ રક્ષણ કરે છે? ગર્ભમાં જીવનું રક્ષણ પરમાત્મા કરે છે. નાની એવી કોટડીમાં જીવ નુ પોષણ કેમ થતું હશે ?
જીવ માત્ર નુ રક્ષણ ગર્ભ માં પરમાત્મા કરે છે-અને જન્મ થયા પછી પણ જીવ નુ રક્ષણ પરમાત્મા જ કરે છે.
માતા પિતા જો રક્ષણ કરતાં હોય તો કોઈનો છોકરો મરે જ નહિ. મા-બાપ રક્ષણ કરતાં નથી-પ્રભુ રક્ષણ કરે છે.
જે પોતે કાળ નો કોળિયો છે-તે બીજાનું રક્ષણ શું કરી શકવાનો છે ?
ગર્ભ માં તો જીવ હાથ જોડી પરમાત્મા ને નમન કરે છે, પણ બહાર આવ્યા પછી બે હાથ છૂટી જતાં તેનું નમન છૂટી જાય છે-
અને પ્રભુ ને ભૂલી જાય છે. જવાનીમાં માનવી ભાન ભૂલે છે અને અક્કડ થઈને ચાલે છે-કહે છે-કે હું ધર્મ માં ઈશ્વરમાં માનતો નથી.
પરમાત્મા ના અનંત ઉપકારો ને જીવ ભૂલી જાય છે. અને તે ઉપકારો નું સ્મરણ માત્ર કરતો નથી.
દ્રૌપદી એ ઉત્તરા ને શિખામણ આપેલી કે-જીવન માં દુઃખ નો પ્રસંગ આવે તો ઠાકોરજી નો આશ્રય લેવો. કનૈયો પ્રેમાળ છે. તે તમને જરૂર મદદ કરશે.
તમારા દુઃખ ની વાત દ્વારકાનાથ સિવાય કોઈને કહેશો નહિ.
સાસુ જો માળા-જપ સેવા કરતાં હશે-તો કોઈ દિવસ વહુ ને પણ જપ કરવાની ઈચ્છા થશે. પણ સાસુ જ જો ગપ્પાં મારવા જતી હશે તો વહુ પણ એવી જ થશે.
બાપ જો ચાર વાગે ઉઠતો હોય-ભગવત-સેવા-સ્મરણ કરતો હશે તો છોકરાઓને કોઈ દિવસ વહેલા ઉઠવાની અને સ્મરણ કરવાની ઈચ્છા થશે, પણ બાપ સવારે કપદર્શનમ(ચા નો કપ) થયા પછી ઉઠતો હોય તો બાળક પણ એવો જ થશે.
વ્યસન (ચા-વગેરે)છોડવા જોઈએ. ના છોડો-તો-ખ્યાલ રાખો-કે-તમે પરમાત્મા ના દાસ છો-વ્યસન ના નહિ.
વ્યસન ના ગુલામ ન થશો. તો ધીરે ધીરે વ્યસન છૂટી જશે.
ઉત્તરા એ જોયેલું કે-સાસુ-(દ્રૌપદી)-રોજ દ્વારકાનાથ ને રીઝાવે છે. તેથી તે રક્ષણ માટે પરમાત્મા પાસે ગયા છે. (પાંડવો પાસે નહિ.)
શ્રીકૃષ્ણ સમજી ગયા,ઉત્તરાજીના પેટમાં પ્રવેશ કર્યો.
ગર્ભ માં  જીવ માતાના મુત્ર-વિષ્ઠા માં આળોટે છે.ગર્ભવાસ એ જ નર્કવાસ છે.
પરીક્ષિત ભાગ્યશાળી છે-કે-તેમણે માતાના ગર્ભમાં જ પરમાત્માના દર્શન થયા છે. તેથી પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે.
ભગવાન કોઈ ના ગર્ભમાં જતાં નથી. પણ પરમાત્માની લીલા અપ્રાકૃત છે. દેવકી ના પેટમાં ભગવાન ગયા નથી.પણ દેવકીને ભ્રાંતિ કરાવી છે કે મારા પેટમાં ભગવાન છે.
પરંતુ આજે એવી જરૂર પડી હતી-આજે ભક્ત નુ રક્ષણ કરવું હતું-એટલે ગર્ભમાં ગયા છે.
પરમ આશ્ચર્ય થયું છે. શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર થી બ્રહ્માસ્ત્ર નુ નિવારણ કર્યું છે.
આમ પરીક્ષિતનુ રક્ષણ કરી-દ્વારકા નાથ દ્વારકા પધારવા તૈયાર થયા છે,
કુંતાજી ને ખબર પડી છે.
    
કુંતા એ મર્યાદા ભક્તિ છે.-સાધન ભક્તિ છે.
યશોદા- એ-પુષ્ટિ ભક્તિ છે. પુષ્ટિ-ભક્તિ માં વ્યવહાર અને ભક્તિ ને જુદાં માનવામાં આવતાં નથી.
યશોદા નો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો. ભક્ત ની દરેક ક્રિયા (વ્યવહાર) ભક્તિ બની જાય છે.
મર્યાદા ભક્તિ પહેલાં આવે છે.તે પછી પુષ્ટિ ભક્તિ.
મર્યાદા ભક્તિ એ સાધન છે. તેથી આરંભ માં આવે છે. પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે-એટલે અંત માં આવે છે.
ભાગવતના નવમાં સ્કંધ સુધી સાધન (મર્યાદા) ભક્તિ નુ વર્ણન છે.
દશમા સ્કંધ માં સાધ્ય  (પુષ્ટિ) ભક્તિ નુ વર્ણન છે. સાધ્ય ભક્તિ-(પુષ્ટિ ભક્તિ) પ્રભુ ને બાંધે છે. વ્યવહાર જ ભક્તિમય બને છે.
જેના વિયોગ માં દુઃખ થાય તો માનજો ત્યાં તમારો સાચો પ્રેમ છે. પરમાત્માના વિયોગમાં જેણે દુઃખ થતું નથી તે ભક્તિ કરતો નથી.
પ્રભુ ના વિયોગ માં જેના પ્રાણ અકળાય-છે-તે ભક્તિ કરે છે. ભક્તિ-માર્ગ માં પ્રભુ નો વિયોગ સહન થતો નથી.
સાચો ભક્ત તે છે-જે-પ્રભુ વિરહ માં બળે છે. કૃષ્ણ વિયોગ જેને સહન થતો નથી. .
કૃષ્ણ વિયોગ જેવું કોઈ દુઃખ નથી.
દ્વારકાનાથ-દ્વારકા જવા તૈયાર થયા છે. કુંતાજી નુ હૃદય ભરાયું છે.
ઝંખના છે-ચોવીસ કલાક-લાલાજી ને નિહાળવાની. લાલાજી મારાથી દૂર ના જાય-પણ આજે એ લાલાજી છોડી ને જવા નીકળ્યા છે.
-મારા ભગવાન  મને છોડી ને જાય છે-
જે રસ્તે પ્રભુ નો રથ જવાનો હતો ત્યાં કુંતાજી આવ્યાં છે. હાથ જોડી ને ઊભાં છે.આંખો ભીની છે-શરીરમાં રોમાંચ છે.
શ્રીકૃષ્ણ ની નજર પડી અને સારથી દારુક ને રથ ઉભો રાખવાનું કહ્યું. ફઈબા (કુંતાજી) અત્રે માર્ગ માં કેમ ઉભા હશે ?”
શ્રીકૃષ્ણ રથ માંથી ઉતર્યા છે. કુંતાજી-શ્રીકૃષ્ણ ને  વંદન કરે છે.
રોજ નો નિયમ છે કે-કૃષ્ણ કુંતાજી ને વંદન કરે છે. ત્યારે આજે કુંતાજી એ શ્રીકૃષ્ણ ને વંદન કર્યા છે.
શ્રીકૃષ્ણ કહે છે-કે-તમે આ શું કરો છો ?હું તો તમારા ભાઈ નો દીકરો છુ. તમે મને પ્રણામ કરો એ ના શોભે.
કુંતાજી કહે છે-કે-આજ દિન સુધી હું માનતી હતી કે તમે મારા ભાઈ ના પુત્ર છો.પણ તમારી કૃપાથી તમારા સ્વ-રૂપ ની ઓળખાણ થઇ છે.આજે સમજાયું આપ સર્વેશ્વર છો. યોગી ઓ તમારું જ ધ્યાન કરે છે. તમે કોઈ ના દીકરા નથી. તમે સર્વ ના પિતા છો. પૂજ્ય છો.
અહીં કુંતાની આ દાસ્ય ભક્તિ થી મિશ્રિત વાત્સલ્ય ભક્તિ છે. (કુંતાજી ની ઉપર મુજબ મર્યાદા ભક્તિ છે.જેમાં મર્યાદા(માલિક પ્રત્યેની) છે. અને
મર્યાદા ભક્તિ માં દાસ્ય-ભાવ મુખ્ય છે.- મારા માલિક છે તે દાસ્ય-ભાવ -અને -મારા ભાઈ નો પુત્ર છે એટલે વાત્સલ્ય ભાવ )
દાસ્ય ભાવ (મર્યાદા ભક્તિ) ના આચાર્ય હનુમાનજી છે. દાસ્ય ભાવ થી હૃદય દીન બને છે. (મારા માલિક ની સામું જોવાની મારી હિંમત નથી, હું તો તેમનો નોકર છું.) દાસ્ય ભક્તિ માં નજર(દૃષ્ટિ) માલિક ના ચરણો માં જ સ્થિર કરવાની હોય છે.
જ્યારે- વાત્સલ્ય ભાવ (પુષ્ટિ ભક્તિ-યશોદાજી ની) માં લાલાજી ના મુખારવિંદ પર નજર (દૃષ્ટિ) સ્થિર કરવાની હોય છે.(લાલાજી પુત્ર બને છે!!)
મર્યાદા ભક્તિ માં દાસ્યભાવ મુખ્ય છે. મારા માલિક ભગવાન છે.
પણ ચરણ તરફ જોઈ ને તૃપ્તિ થતી નથી,એટલે મુખારવિંદ તરફ નિહાળી
મારા ભાઈ નો દીકરો-વાત્સલ્યભાવ લાવી કુંતાજી શ્રીકૃષ્ણ ની સ્તુતિ કરે છે.
જેમની નાભિ માં થી બ્રહ્મા નું જન્મસ્થાન કમળ પ્રગટ થયું છે, જેણે સુંદર કમળોની માળા ધારણ કરેલી છે, જેમનાં નેત્રો કમળ સમાન
વિશાળ અને કોમળ છે, જેમનાં ચરણ કમળોમાં કમળ નું ચિહ્ન છે, એવા હે શ્રીકૃષ્ણ આપને હું વારંવાર વંદન કરું છુ
ભગવાન ની સ્તુતિ રોજ ત્રણ વાર કરવી સવારે-બપોરે-અને રાતે સૂતાં પહેલાં. તે ઉપરાંત-
સુખાવસાને-દુખાવસાને-અને-દેહાવસાને-એ ત્રણ વાર સ્તુતિ કરવી.
અર્જુન દુઃખમાં સ્તુતિ કરે છે.-કુંતાજી સુખમાં સ્તુતિ કરે છે.-અંતકાળ વખતે ભીષ્મ સ્તુતિ કરે છે.
સુખમાં જે-સ્તુતિ કરે છે-તે-પછી દુઃખી થતો નથી. સુખ માં ભગવાનના ઉપકાર માનો.
ભગવાન ની  સ્તુતિ કરો અને કહો--મારા-કર્મ થી નહિ-પણ નાથ-તમારી કૃપા થી હું સુખી થયો છુ.
એકલો સુખ ભોગવે તે દુઃખી થાય છે. ભગવાન ને સાથે રાખી-સુખ ભોગવે તો વાંધો નથી.
દુઃખ માં પણ પ્રભુ ની સ્તુતિ કરો.અને પ્રભુના ઉપકાર માનો.
કોઈ કહેશે કે-દુઃખ માં પ્રભુના ઉપકાર કેમ મનાય ? દુઃખ માં સ્તુતિ કેમ થાય ?
દુઃખ કઈ કાયમ માટે નથી આવ્યું. દુઃખ અને સુખ નું એક ચક્ર છે. જે આવે જાય છે.
દુઃખ આપણ ને સાવધાન કરવા માટે આવ્યું છે. દુઃખ એ તો ગુરુ છે. દુઃખ માં માણસ ડાહ્યો થાય છે. તેથી દુઃખ ને પણ પ્રભુનો પ્રસાદ માનજો.
જીવનમાં પાપથી કોઈ વખત દુઃખ નો પ્રસંગ આવે-તો-ધીરજ રાખી પ્રભુની સ્તુતિ કરજો.
કોઈ કહેશે-કે દુઃખ માં વળી ધીરજ કેમ કરી રહે ?-એનો ઉપાય છે-
દુઃખ આવે ત્યારે માનો કે મારા પાપ પહાડ જેવાં છે. મારા પાપ ના પ્રમાણ માં ભગવાને બહુ ઓછી સજા કરી છે.
ખરેખર-જીવ ના પાપ ના પ્રમાણ માં ભગવાન સજા કરતાં હોય-તો-મનુષ્ય ને પીવાનું પાણી પણ મળે કે કેમ ? તે શંકા છે.
આપણ ને સુધારવા ભગવાન સજા કરે છે. ભગવાન સજા કરે છે-પણ દયા રાખીને સજા કરે છે.
દુઃખ માં સ્તુતિ કરે તેણે ભગવાન બુદ્ધિ-આપે છે. તેથી તે દુઃખની અસર મન પર થતી નથી.

સુખ અને દુઃખ માં જે સ્તુતિ કરે તે અંતકાળે સ્તુતિ કરી શકે છે.
અને અંતકાળે સ્તુતિ કરે તે પરમાત્મા ને પામી શકે છે. (ખાસ આચરણમાં  લેજો, અનુભવ કરજો)

No comments: