શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 21)
ધન્ય છે-ગોપીઓને-વ્રજ ભક્તો ને!!
ગોકુલ અને મથુરા વચ્ચે કઈ લાંબુ અંતર નથી-તેમ છતાં શ્રીકૃષ્ણ ને મળવા ગયા નથી.
એક ગોપી(સખી) વિચારે છે-હું ત્યાં (મથુરા) મળવા જઈશ.—પણ—હું મળવા જાઉં અને લાલાને કાંઇક પરિશ્રમ થાય તો ?તેઓને સંકોચ થાય તો ? ના-મારા લીધે મારા લાલાને પરિશ્રમ ના થવો જોઈએ.
લાલાના દર્શન કરતાં –મને તો આનંદ થશે-પણ મને જોતા કદાચ મારાં લાલાને સંકોચ થાય કે –આ ગામડાની ગોવાલણો સાથે હું રમતો હતો ? ના-મારે મથુરા જવું નથી.
મારાં પ્રેમ માં જ કોઈ ખામી હશે-એટલે તેઓ મને છોડીને ગયા છે. એ મારો જ દોષ છે.
મારો પ્રેમ સાચો હશે તો –જરૂર તેઓ ગોકુલ આવશે. ત્યાં સુધી હું વિયોગ નું સુખ સહન કરીશ.
લાલાના વિયોગ માં આંસુ પાડવામાં –યે-ઘણું સુખ મળે છે. લાલાના વિયોગ માં તેનું સ્મરણ કરતાં- તેના મિલન જેટલો જ આનંદ મળે છે.લાલાં નો વિયોગ હોય તો –બધું હોવાં છતાં દુઃખ છે.
ગોપી ઓ નો પ્રેમ આવો છે. નિષ્કામ પ્રેમ- લાલા નોં આશ્રય લે –તે નિષ્કામ બને છે.
તેથી જ શ્રીકૃષ્ણ કહે છે કે-મને ગોકુલ માં ગોપીઓ સાથે જે આનંદ મળ્યો તે દ્વારકા માં નથી.
ગોપી ઓ ની આવી ભક્તિ થી પરમાત્મા ગોપી ઓના ઋણ માં રહ્યાં છે.
આ ગોપી-પ્રેમ નો મહિમા-(એક ઉત્કૃષ્ટ ઉદાહરણ) –જોવા જેવો છે.(લાલા પ્રત્યે નો ઉત્કૃષ્ટ ભાવ)
શ્રી કૃષ્ણ –એક વાર બિમાર પડ્યા.(પ્રભુ બિમાર શું પડે? બિમાર પડવાનું નાટક રચ્યું)
નારદજી ત્યાં આવ્યા છે. પૂછે છે કે –બિમારીની દવા શું ?
પ્રભુએ કહ્યું- દવા છે –પણ મળતી નથી. કોઈ પ્રેમી ભક્ત તેના ચરણ ની –રજ(ધૂળ) આપે –તો-જ
મારો રોગ સારો થાય.
નારદજી એ પટરાણી ઓ પાસે અને મહેલ માં બધે –ચરણરજ ની માગણી કરી.
સઘળી રાણીઓ –આંચકો અનુભવે છે-પ્રાણનાથ ને (માલિકને)ચરણ રજ આપીએ-તો મોટું પાપ લાગે –(માલિક ની ચરણ રજ લેવાય-અપાય નહિ)-નરક માં જવું પડે-નરક માં કોણ જાય ? કોઈ પણ પદ-રજ આપવા તૈયાર થયા નહિ.
નારદજી થાકીને (પોતે તો હતા પરમ ભક્ત પણ-પોતાની ચરણ રજ પણ આપી નહિ!!) વ્રજ માં આવ્યા.
ગોપી ઓએ વાત સાંભળી-કે-મારો લાલો બિમાર છે-(ગોપીઓ હાંફળી-ફાંફળી થઇ ગઈ છે)
અમારા લાલાજી સારા થતાં હોય તો – લઇ જાઓ અમારી- ચરણ રજ.
તેના બદલામાં જે દુઃખ ભોગવવાનું આવશે –તે અમે ભોગવીશું.
જો અમારો લાલો સુખી થતો હોય-સાજો થતો હોય તો-અમે નરક ની યાતના ઓ સહન કરવા તૈયાર
છીએ !!!!
ગોપીઓ એ ચરણ રજ આપી અને નારદજી તે લઇ દ્વારકા આવ્યા.
શ્રી કૃષ્ણ નો રોગ સારો થયો. પટરાણી ઓ લજવાઈ ગઈ !!! નિષ્કામ પ્રેમ ની પરીક્ષા થઇ !!!
નિષ્કામ ભક્તિ એ ભાગવત નો મુખ્ય વિષય છે.(અને ગોપી ઓ આનું ઉદાહરણ છે)
નિષ્કામ ભક્તિ વિના વૈરાગ્ય અને જ્ઞાન ના મળે.
જ્ઞાન વગર ભક્તિ આંધળી છે-અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગળું છે.
ભાગવત નો અધિકાર સર્વ ને આપ્યો છે.છતાં બતાવ્યું છે કે-
શુદ્ધ અંતઃકરણ વાળા માનવો ને જાણવા યોગ્ય –પરમાત્મા નું નિરૂપણ આમાં કરવામાં આવ્યું છે.
નિર્મત્સર (ઈર્ષા વગરના)-શુદ્ધ અંતઃ કરણ વાળા થઇ ને કથા સાંભળવાની –(તો જ પરમાત્મા ને જાણી શકાય).
મત્સર (ઈર્ષા) એ મનુષ્ય નો મોટા માં મોટો શત્રુ છે. મત્સર બધાને પજવે છે. જ્ઞાની અને યોગીને પણ-
જ્ઞાનેશ્વર અને ચાંગદેવ નું ઉદાહરણ જાણીતું છે.
ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિધ્ધી ના બળે ૧૪૦૦ વર્ષ જીવ્યા હતા. મ્રત્યુ ને ચૌદ વખત તેઓએ પાછું ઠેલ્યું હતું. તેઓ સિધ્ધિઓ માં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠા નો મોહ હતો.
તેઓએ જ્ઞાનેશ્વર ની કીર્તિ સાંભળી. ચાંગદેવ જ્ઞાનેશ્વર –માટે મત્સર(ઈર્ષા) કરવા લાગ્યા.કે-આ બાળક શું મારાં કરતાં પણ વધ્યો ? જ્ઞાનેશ્વર ની ઉંમર સોળ વર્ષ ની-તે વખતે – હતી.
ચાંગદેવ ને જ્ઞાનેશ્વર ને પત્ર લખવાની ઈચ્છા થઇ.-પણ પત્ર માં સંબોધન શું લખવું ?
જ્ઞાનેશ્વર પોતાની ઉંમર માં પોતાના થી નાના-માત્ર સોળ વર્ષના –હતા-એટલે –પૂજ્ય તો કેમ લખાય ?
વળી આવા મહાજ્ઞાની ને ચિરંજીવી પણ કેમ લખાય ? આવી ભાંજગડ મા જ –તે પત્ર ની શરૂઆત પણ ના કરી શક્યા. તેથી તેમને કોરો પત્ર જ્ઞાનેશ્વર ને મોકલ્યો.
મુકતાબાઈ એ (જ્ઞાનેશ્વર ના બહેન) પત્ર નો જવાબ લખ્યો. તમારી ૧૪૦૦ વર્ષની ઉમર થઇ.-પરંતુ ૧૪૦૦ વર્ષે પણ તમે કોરા ને કોરા જ રહ્યાં.
ચાંગદેવ ને હવે થયું. જ્ઞાનેશ્વર ને હવે મળવું તો પડશે જ. પોતાની સિધ્ધિઓ બતાવવા તેમને વાઘ ઉપર સવારી કરી અને સર્પ ની લગામ બનાવી. અને જ્ઞાનેશ્વર ને મળવા ઉપડ્યા.
જ્ઞાનેશ્વર ને કોઈ એ કહ્યું કે-ચાંગદેવ વાઘ પર સવારી કરીને તમને મળવા આવે છે. જ્ઞાનેશ્વર ને થયું-આ ડોસા ને સિદ્ધિઓનું અભિમાન છે.
તેમને બોધપાઠ આપવા જ્ઞાનેશ્વરે વિચાર્યું.
સંત મળવા આવે એટલે તેમનું સ્વાગત કરવા સામે તો જવું જોઈએ ને ?
તે વખતે જ્ઞાનદેવ ઓટલા ઉપર બેઠા હતા. તેમણે ઓટલાને ચાલવા કહ્યું. પથ્થર નો ઓટલો ચાલવા મંડ્યો.
ઓટલા ને સામેથી ચાલતો આવતો જોઈ-ચાંગદેવ નું અભિમાન પીગળી ગયું.
ચાંગદેવ ને થયું -મેં તો હિંસક પશુઓને વશ કર્યા છે,ત્યારે આ જ્ઞાનેશ્વર માં તો એવી શક્તિ છે, કે તે – જડ ને પણ ચેતન બનાવી શકે છે. તેઓ બંને નો મેળાપ થયો. ચાંગદેવ-જ્ઞાનેશ્વર ના શિષ્ય બન્યા.
આ દ્રષ્ટાંત વિશેષ મા બતાવે છે-કે- હઠયોગ થી મન ને વશ કરવા કરતાં-પ્રેમ થી મન ને વશ કરવું ઉત્તમ છે.
ચાંગદેવ હઠયોગી હતા,હઠ થી-બળાત્કાર થી તેમણે મનને વશ કરેલું.(અહીં હઠ યોગ ની નિંદા નથી)
યોગ મન ને એકાગ્ર કરી શકે છે, પણ મન ને-હૃદય ને વિશાળ કરી શકતું નથી-એટલે જ ચાંગદેવ –જ્ઞાનેશ્વર ની ઈર્ષા કરતાં હતા.
હૃદય ને વિશાળ કરે છે ભક્તિ. ભક્તિ થી હૃદય પીગળે છે.-વિશાળ થાય છે.
મત્સર કરનાર નો આ લોક અને પરલોક બંને બગડે છે. મનમાં મત્સર ને રાખશો નહિ.
મન મા રહેલા મત્સર ને કાઢશો તો મન મોહન નું સ્વરૂપ મન મા ઠસી જશે.
જાણવું એ બહુ કઠણ નથી. જીવન મા ઉતારવું એ કઠણ છે.
કથા કરનાર ઘણા છે-કથા સાંભળનારા પણ ઘણા છે. પરંતુ કથા સાંભળી જીવન મા ઉતારનારા ઓછા છે.
કથા સાંભળો અને કથા ના સિદ્ધાંતો જીવન મા ઉતારો. જ્ઞાન જયારે ક્રિયાત્મક-બને છે-ત્યારે લાભ થાય છે.
કથા સાંભળ્યા પછી –પાપ ના છૂટે-કનૈયો(લાલો) વહાલો ના લાગે- તો આ કથા સાંભળી શું કામ ની ?
કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખો-તો-તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે.
જેવી ભાવના તમે બીજા માટે રાખશો –તેવી ભાવના તે તમારા માટે રાખશે.
બીજા સાથે વેર રાખનારો-પોતા સાથે વેર કરે છે. કારણ સર્વ ના હૃદયમાં ભગવાન રહેલા છે.
ઋષિ મુનિઓએ એક વખત ભગવાન ને પૂછ્યું-કે-
અમને કોઈ સાત્વિક જગ્યા બતાવો. જે ભૂમિ અમને ભજન મા સાથ આપે.
પરમાત્મા એ ઋષિ મુનિ ઓ ને એક ચક્ર આપ્યું. અને કહ્યું-આ ચક્ર જ્યાં સ્થિર થાય-ત્યાં તપ કરજો.
ઋષિ મુનિઓ ચક્ર લઇ ચાલ્યા છે. ફરતાં-ફરતાં નૈમિષારણ્યની ભૂમિ પર આવ્યા છે. ત્યાં ચક્ર સ્થિર થયું.
સુધી મુનિઓ એ આ ભૂમિ પર તપ કર્યું છે.
(પરમાત્મા એ આપણ ને મન-રૂપી ચક્ર આપ્યું છે-જે સતત ગતિશીલ રહેતું હોય છે–કોઈ સાત્વિક ભૂમિ ઉપર જલ્દી સ્થિર થાય છે. અને જો મન રૂપી- ચક્ર -સ્થિર થાય- તો જ- તપ –સાધન થઇ શકે)
આ નૈમિષારણ એ સાત્વિક ભૂમિ છે. તેમાં અઠ્યાસી હજાર ઋષિ ઓ નું બ્રહ્મ-સત્ર થયું છે.
ભાગવતની કથા એ યજ્ઞ નથી પણ સત્ર છે.
યજ્ઞ અને સત્ર વચ્ચે ઘણો તફાવત છે.
યજ્ઞ માં-યજ્ઞ કરનારો જ યજમાન છે. જયારે સત્ર માં દરેક શ્રોતા –એ યજમાન છે.
યજ્ઞ માં માત્ર એક વ્યક્તિ ને યજ્ઞ નું પૂર્ણ ફળ મળે છે. બીજાને યજ્ઞ નું પૂર્ણ ફળ મળતું નથી.
યજ્ઞ માં ફળ ની વિષમતા છે. જયારે સત્ર માં –કથા માં –દરેક ને સરખું ફળ મળે છે.
ફળ માં સામ્ય-એનું નામ સત્ર- અને ફળ માં વિષમતા તેનું નામ -યજ્ઞ.
કથામાં હજારો રૂપિયા ખર્ચનાર –અને જે ગરીબ થી કઈ થઇ શકે નહિ-તે-
વંદન કરે તો તેવા ફક્ત વંદન કરનારને-એમ બંને ને સરખું ફળ મળે છે.
તે બ્રહ્મ-સત્ર માં એકવાર –સૂતજી –પધાર્યા છે.
શૌનક્જીએ –સૂતજી ને પ્રશ્ન કર્યો છે કે-
જીવ માત્ર નું કલ્યાણ શાથી થાય તે કહો. કલ્યાણ નું સાચું સ્વરૂપ બતાવો.
કેટલાક માને છે –કે અમે બંગલામાં રહીએ છીએ –એટલે કલ્યાણ થઇ ગયું.
કેટલાક માને છે-કે અમે મોટર માં ફરીએ છીએ-એટલે કલ્યાણ થઇ ગયું.
પણ રસ્તામાં મોટર માં પંક્ચર પડે ત્યારે ખબર પડે –કે- કેટલું કલ્યાણ થયું છે.
“મનુષ્ય માત્ર નો કલ્યાણ થાય તેવો ઉપાય બતાવો. કળિયુગ માં બુદ્ધિ નો-શક્તિનો-નાશ થયો છે. તેથી રોગો બહુ વધ્યા છે. આ યંત્ર યુગ માં લોકો ને કામ કરવાની ઈચ્છા થતી નથી. આરામ કરવાથી તન-મન બગડે છે. કલિયુગના શક્તિ હીન માણસો પણ જે સાધન કરી શકે તે સાધન બતાવો.
આ કલિયુગના મનુષ્યો મંદ બુદ્ધિવાળા અને મંદ શક્તિવાળા છે. તેથી સાધન કઠણ હશે તો તે કરશે નહિ.
કોઈ સરળ સાધન બતાવો. સાધન સરળ હશે તો તે કરી શકશે.”
કળિયુગ ના માણસો –ભોગી- છે એટલે તેમને –મંદ બુદ્ધિ-શક્તિ વાળા કહ્યા છે. કળિયુગ ના માણસો એટલા ભોગી છે કે-એક આસને બેસી –આઠ કલાક ધ્યાન કરી શકશે નહિ.(આઠ મિનીટ કરે તો ય ઘણું!!),
જેનું શરીર સ્થિર નથી-જેની આંખ સ્થિર નથી-તેનું મન સ્થિર થઇ શકતું નથી.
કળિયુગ ના માનવી પોતાને ચતુર-બુદ્ધિ વાળો સમજે છે- પણ વ્યાસજી ના પાડે છે.
સંસાર ના વિષયો પાછળ પડે તે ચતુર શાનો ?
વ્યવહારના કાર્ય માં મનુષ્ય જેવો સાવધાન રહે છે-તેવો પરમાત્મા ના કાર્ય માં સાવધાન રહેતો નથી.
પૈસા ગણે ત્યારે બહુ સાવધાન પણ આત્મકલ્યાણ ના કાર્ય માં ઉપેક્ષા રાખે છે.
જે કરવું જોઈએ તે કરતો નથી-તે બુદ્ધિમાન કહેવાય ?
શાસ્ત્રો તો કહે છે કે- સો કામ છોડી ભોજન કરો-હજાર કામ છોડી સ્નાન કરો-લાખ કામ છોડી દાન કરો-અને કરોડ કામ છોડીને પ્રભુનું સ્મરણ કરો.-ધ્યાન કરો-સેવા કરો.
ઘરના કાર્યો કર્યા પછી-માળા ફેરવવાની નહિ-પરંતુ પ્રભુ ના નામ નો જપ કર્યા પછી બધાં કાર્યો કરવાં.
કળિયુગ ના મનુષ્યો જે કરવાનું નથી તે પહેલું કરે છે-અને જે કરવાનું છે- તે કરતાં નથી.
શું આ મંદ બુદ્ધિ નથી ? એટલે વ્યાસજી એ કળિયુગ ના માનવી ને મંદ-બુદ્ધિ –શક્તિ વાળા કહ્યા છે.
ઈશ્વર વિના સંસારના બધાં વિષયો-પ્રેય(થોડો સમય પ્રિય લાગે અને પછી અણગમો થાય તે) છે.-
શ્રેય (જે વિષય -કાયમ પ્રિય લાગે)-માત્ર પરમાત્મા છે.
પ્રેય ને છોડી -શ્રેય ને પકડે-એ –જ બુદ્ધિમાન છે.
બહુ પૈસા મળે તે ભાગ્યશાળી નથી. અતિ સંપત્તિ વધે-એટલે મનુષ્ય પ્રમાદી થાય છે. અતિ સંપત્તિ મળે – એટલે તેના માં વિકાર-વાસના વધે છે.
પરંતુ-જેને ભજનાનંદી સાધુ નો સત્સંગ મળે તે ભાગ્યશાળી છે.
કળિયુગ નો માનવી -મંદભાગી –છે. એને ભજનાનંદી સાધુનો સંગ મળતો નથી.-
અને કદાચ મળે છે તો તે વધારે ટકતો નથી.
અઠ્યાસી હજાર શ્રોતાઓ છે.પણ લાઉડ-સ્પીકર વગર સર્વ સાંભળી શકે છે.
તે વખતે મંત્ર શક્તિ હતી-હવે યંત્ર શક્તિ થઇ ગઈ છે.
તે વખતે કહે છે કે -કથા એક હજાર વર્ષ ચાલેલી. (પણ વક્તા નો અવાજ બેઠેલો નહિ.)
પહેલા સ્કંધ નો-આ પહેલો અધ્યાય-ને પ્રશ્નાધ્યાય પણ કહે છે.
શૌનક્જી એ સૂતજી ને અનેક પ્રશ્નો કર્યા છે.
“શ્રેય પ્રાપ્તિનું સાધન શું છે ? તે સમજાવો. શ્રીકૃષ્ણ પ્રગટ કેમ થયા ? તેનું કારણ કહો.
ભગવાન ના સ્વધામ પધાર્યા પછી કળિયુગ માં અધર્મ વધી જશે –તો ધર્મ કોના શરણે જશે ?
પ્રભુ કૃપાથી તમે અમને મળ્યા છો. એવી પ્રેમથી કથા કહો કે-જેથી અમારા હૃદય પીગળે.”
પરમાત્માનાં દર્શન ની આતુરતા વગર સંત મળતા નથી. પ્રભુકૃપાથી સંત મળે છે.
સ્વાદ ભોજન માં નહિ પણ ભુખ માં છે. મનુષ્ય ને પરમાત્મા ને મળવાની ભુખ ન જાગે, ત્યાં સુધી – સંત મળે તો પણ તેણે સંત માં –સદભાવ થતો નથી. તેનું એક જ કારણ છે કે-જીવ ને ભગવત-દર્શન ની ઈચ્છા જ થતી નથી.
વક્તા નો અધિકાર સિદ્ધ થવો જોઈએ –તેમ-શ્રોતા નો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ.
શ્રવણ (સાંભળવાના) ના ત્રણ પ્રધાન અંગ છે.
શ્રદ્ધા- શ્રોતા એ શ્રદ્ધા-એકાગ્રતા થી કથા સાંભળવી જોઈએ
જીજ્ઞાસા-શ્રોતા માં જાણવાની –જીજ્ઞાસા- હોવી જોઈએ.(માત્ર કુતુહુલતા ના ચાલે)
નિર્મત્સરતા –શ્રોતા ને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સરભાવ (ઈર્ષા) ના હોવો જોઈએ.
કથા માં દીન થઈને જવું જોઈએ. પાપ છોડો.અને “મને ભગવાન ને મળવાની –તીવ્ર-આતુરતા છે-“એવી ભાવના કરો તો કૃષ્ણ ના દર્શન થાય.
પ્રથમ સ્કંધ માં શિષ્ય નો અધિકાર બતાવ્યો છે.
પરમાત્માની કથા વારંવાર સાંભળશો તો પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે.
શૌનક મુનિએ સૂતજી ને કહ્યું-ભગવત કથા માં અમને શ્રધ્ધા છે, તમારા પ્રત્યે આદર છે. અનેક જન્મો ના પુણ્યનો ઉદય થાય ત્યારે અધિકારી વક્તાના મુખેથી કથા સાંભળવા મળે છે.
શ્રવણ - ભક્તિ – પહેલી છે.
રુકિમણી એ(કૃષ્ણ ને લખેલા) પોતાના પત્ર માં લખ્યું છે-
તમારી કથા સાંભળ્યા પછી તમને પરણવાની ઈચ્છા થઇ.(શ્રુત્વા-સાંભળવું –એવો – શબ્દ ત્યાં છે)
ભગવાન ના ગુણો સાંભળવાથી-ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે.
શ્રોતા માં વિનય હોવો જોઈએ (શૌનક મુનિ ની જેમ) અને વકતા માં પણ વિનય હોવો જોઈએ.
સૂતજી વક્તા બન્યા છે અને વિનય દાખવે છે. પ્રથમ શ્રોતાઓ ને ધન્યવાદ આપ્યો છે. અને પછી સૂતજી કહે છે –કે-કથા સાંભળીને તમારે જે કરવું જોઈએ તે- તો તમે કરો જ છો. તમે શાંતિ થી શ્રવણ કરો છો –એટલે મારું મન ભગવાન માં સ્થિર થાય છે. તમે બધું જાણો છો –પણ મારા પર ઉપકાર કરવા પૂછો છો.
તમે જ્ઞાની છો-પ્રભુ પ્રેમ માં પાગલ છો-પણ મારું કલ્યાણ કરવા તમે પ્રશ્ન કર્યો છે.
પ્રભુ ના ગુણો નું કોણ વર્ણન કરી શકે ? પણ કથા કરી હું મારી વાણી ને પવિત્ર કરીશ.
શિવમહિમ્ન સ્તોત્ર માં પુષ્પદંતે પણ આવું જ કહ્યું છે-
શિવ તત્વ નું વર્ણન –કોણ કરી શકે ? પણ હું તો મારી વાણી ને પવિત્ર કરવા બેઠો છુ.
આરંભ માં સૂતજી-શુકદેવજી ને વંદન કરે છે,તે પછી નારાયણ ને વંદન કરે છે.
ભરતખંડ ના દેવ –નરનારાયણ –છે
શ્રીકૃષ્ણ ગોલોક ધામ માં પધાર્યા છે. એટલે પ્રભુના સર્વ અવતારો ની સમાપ્તિ થાય છે.
પણ-આ નરનારાયણ –અવતારની સમાપ્તિ થઇ નથી-અને થવાની નથી.
ભારત ની પ્રજા નું કલ્યાણ કરવા આજે પણ તે કલાપ ગ્રામ (હિમાલય) માં તપશ્ચર્યા કરે છે.
તેઓ ત્યાગ નો-તપશ્ચર્યા નો-આદર્શ બતાવે છે.
પરદેશ માં ભૌતિક સુખ (ભોગ)ના સાધનો વધારે હશે. પણ ભારત માં ભોગી મોટો ગણાતો નથી.
જે ત્યાગી છે તે મોટો ગણાય છે.
શ્રી શંકરાચાર્યજી નરનારાયણ નાં સાક્ષાત દર્શન કરે છે. અને પછી કહે છે કે-હું તો યોગી-બહુ જ તપશ્ચર્યા –કર્યા પછી આપણા દર્શન કરી શક્યો.પણ કળિયુગ નાં ભોગી મનુષ્યો આપનાં દર્શન કરી શકે-તેવી કૃપા કરો.
પ્રત્યક્ષ નરનારાયણ-હિમાલય માં –કલાપ ગ્રામ માં છે. પણ ત્યાં આપણા જેવા સાધારણ માનવી જઈ શકે નહિ.
શંકરાચાર્ય ને ભગવાને –તે વખતે આદેશ કર્યો કે-બદ્રીનારાયણ માં નારદ-કુંડ છે.ત્યાં સ્નાન કરો-ત્યાંથી તમને મારી જે મૂર્તિ મળશે-તેની સ્થાપના કરો.
મારી આ મૂર્તિના જે દર્શન કરશે-તેણે મારાં પ્રત્યક્ષ દર્શન કર્યા જેટલું પુણ્ય-ફળ મળશે.
બદ્રીનારાયણ ની સ્થાપના શંકરાચાર્યે (શંકર સ્વામી) એ કરી છે.
બદ્રીનાથની જાત્ર જેને કરી હશે-તેણે ખબર હશે-બદ્રીનાથ જતાં વિષ્ણુ-પ્રયાગ અને ત્યાંથી આગળ જોષીમઠઆવે છે. જોષીમઠમાં ગંગા કિનારે એક વૃક્ષ છે.પંડા ઓ બતાવે છે-કે-આ વૃક્ષ નીચે બેસીને ૧૨૦૦ વર્ષ પહેલાં – શંકરાચાર્યે તપ કર્યું હતું.આ વૃક્ષ નીચે બેસીને શંકરાચાર્યે –વિષ્ણુસહસ્ત્ર નામ પર ભાષ્ય લખ્યું.
શંકરાચાર્ય નો પહેલો ગ્રંથ છે-આ-વિષ્ણુ-સહસ્ત્ર નામ ની ટીકા-કહે છે કે-
જે જાય બદરી-તેની- કાયા જાય સુધરી.
પણ મનથી માનસ દર્શન નું બહુ પુણ્ય લખ્યું છે. મનથી નારાયણ ને પ્રણામ કરો-વંદન કરો.
બદ્રીનારાયણ નાં મંદિર ની સેવા (પૂજા) છે તે તપસ્વી ની સેવા છે.(નારાયણ નાં તપસ્વી સ્વરૂપ ની).
ઠાકોરજી નાં અભિષેક માટે અલક નંદા નું ઠંડું જળ આવે છે. ચરણ થી ગળા સુધી ચંદન ની અર્ચા કરવામાં આવે છે. પદ્માસન વાળી-નારાયણ એકલા બેઠા છે. લક્ષ્મીજી ની મૂર્તિ બહાર છે.
નારાયણ બતાવે છે-કે-“મારે જગત ને તપશ્ચર્યા નો આદર્શ બતાવવો છે.”
તપશ્ચર્યા માં –સ્ત્રીનો(કે પછી સ્ત્રીને- પુરુષ નો) -દ્રવ્ય નો-બાળક નો –સંગ બાધક છે. તે તપ માં વિઘ્ન કરે છે.
નારાયણે લક્ષ્મીજી ને કહ્યું કે-તમે બહાર બેસીને ધ્યાન કરો-હું અંદર બેસીને ધ્યાન કરીશ.
એક ભક્તે બદ્રીનારાયણના પુજારી ને પૂછ્યું કે-આવી સખત ઠંડી માં-ઠાકોરજી ને ચંદન ની અર્ચા થી સેવા કેમ?
પૂજારીએ કહ્યું-અમારા ઠાકોરજી તપશ્ચર્યા બહુ કરે છે-તેથી શક્તિ વધે છે-એટલે ઠાકોરજી ને ગરમી બહુ થાય
છે.-એટલે ચંદન ની અર્ચા કરવામાં આવે છે.
સૂતજી-નારાયણ ને વંદન કરી –સરસ્વતી ને –વ્યાસજી ને વંદન કરે છે.
અને તે પછી કથા નો આરંભ કરે છે.
જેનાથી ભગવાન શ્રીકૃષ્ણ માં ભક્તિ થાય-એ-મનુષ્યો માટે શ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ પણ એવી-કે-જેમાં કોઈ પ્રકારની કામના નાં હોય અને જે નિત્ય નિરંતર થાય. આવી ભક્તિ થી-હૃદય-“આનંદ રૂપ પરમાત્મા” ની પ્રાપ્તિ કરીને- કૃત-કૃત્ય થઇ જાય છે.(ભાગવત-૧-૨-૬)
સૂતજી કહે છે- જીવાત્મા અંશ છે. પરમાત્મા અંશી(જેમાંથી અંશ થાય તે) છે.
આ જીવ કોઈ જીવનો અંશ નથી-જીવ કોઈ જીવનો નથી-જીવ ઈશ્વરનો છે. ઈશ્વર થી વિખુટો પડ્યો છે-તેથી તેની દશા બગડી છે.
અંશ-અંશી થી વિખુટો પડ્યો છે. તેથી તે દુઃખી છે. તે અંશ-અંશી માં મળી જાય –તો જીવ નું કલ્યાણ થાય.
ભગવાન કહે છે-કે-તું મારો અંશ છે-તું મને મળી ને કૃતાર્થ થઈશ.
નર એ નારાયણ નો અંશ છે.(આત્મા એ પરમાત્મા નો અંશ છે)
કોઈ પણ રીતે –નારાયણ સાથે એક થવાની જરૂર છે.
જ્ઞાનીઓ જ્ઞાન થી અભેદ (અદ્વૈત-એક) સિદ્ધ કરે છે.
વૈષ્ણવ મહાત્મા ઓ પ્રેમ થી અદ્વૈત સિદ્ધ કરે છે.પ્રેમની પરિપૂર્ણતા અદ્વૈત માં છે.
ભક્ત અને ભગવાન છેવટે એક થાય છે. ગોપી અને કૃષ્ણ –એક જ છે.
જીવ ઈશ્વરથી કેવી રીતે વિખુટો પડ્યો-તેની ચર્ચા કરવાની જરૂર નથી.
આ જીવ ઈશ્વર થી કેમ અને ક્યારે વિખુટો પડ્યો-તે કહી શકાતું નથી. પણ જીવ ને ઈશ્વરનો વિયોગ થયો છે- એ હકીકત છે. આ વિયોગ ક્યારથી-કેમ થયો તેની પંચાત કરવાની જરૂર નથી. તેનાથી કઈ લાભ નથી.
કાંઇક ભૂલ થઇ છે –તેથી ગોટાળો થયો છે. અને જીવ મળમૂત્રથી ભરેલા શરીર માં આવ્યો છે.
જીવ ને મોટો રોગ એ થયો છે કે તેને પરમાત્મા નો વિયોગ થયો છે.(આત્મા ને પરમાત્મા નો વિયોગ)
રોગ થયા પછી –રોગ કેમ થયો તેનો વિચાર કર્યા કરશો-તો રોગ વધી જશે.(દવા લેવાથી જશે)
ધોતિયા ને ડાઘો પડ્યો હોય-તો તે –ક્યાં અને કેમ પડ્યો-એમ વિચારવાથી ડાઘ જશે નહિ.(ધોવા થી જશે)
તે પ્રમાણે –બહુ વિચાર્યા વગર-જીવ ઈશ્વરને મળવાનો પ્રયત્ન કરે તે જ ઇષ્ટ છે.
આજ થી નિશ્ચય કરો કે-હું કોઈનો નથી.-હું ઈશ્વરનો છુ.
ઈશ્વરને અપેક્ષા રહે છે- મનુષ્ય ને બુદ્ધિ આપી હતી –તેનું તેણે શું કર્યું ?(એ હિસાબ માગે છે)
મૃત્યુ એટલે હિસાબ આપવાનો દિવસ. જેનું જીવન શુદ્ધ છે તેનો હિસાબ ચોખ્ખો છે.
ઇન્કમ ટેક્ષ ઓફિસર ને એક-બે લાખ નો હિસાબ આપતા જીવ બીવે છે.ત્યારે આખા જીવન નો હિસાબ –પ્રભુ માગશે ત્યારે શું દશા થશે? તેનો વિચાર કર્યો છે કોઈ દિવસ ?
અંતકાળે બીક લાગે છે –કરેલા પાપો ની યાદ થી. મૃત્યુ ની બીક છે –ત્યાં સુધી શાંતિ નથી.
કાળ નાં એ કાળ-એવા ભગવાન જેને અપનાવે- તો તેને-ભગવાન નો નોકર કાળ કશું કરી શકતો નથી.
ઉપનિષદ કહે છે-કે-
જીવ અને ઈશ્વર સાથે બેઠા છે,(આત્મા-પરમાત્મા) છતાં જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી.(નિરીક્ષણ નો અભાવ-ઈશ્વર ને ઓળખાવની જીજ્ઞાસા નો અભાવ-જ્યાં ઈશ્વર છે-ત્યાં-નહિ જોવાનો અભાવ)
જીવ (આત્મા) બહિર્મુખ(બાહ્ય-નિરીક્ષણ) ને બદલે અંતર્મુખ(આંતર-નિરીક્ષણ) બને તો અંતર્યામી ને ઓળખી શકે.
એક મનુષ્ય ને એવું જાણવા મળ્યું કે – ગંગા કિનારે રહેતા એક સંત મહાત્મા પાસે પારસમણિ છે.
પારસમણિ મેળવવા-તે મનુષ્ય-સંત ની સેવા કરવા લાગ્યો. સંતે કહ્યું-કે-હું ગંગાસ્નાન કરીને આવું પછી –તને પારસમણિ આપીશ. સંત ગયા પછી –પેલાનું મન અધીરું થયું.સંત ની ગેરહાજરી માં આખી ઝુંપડી ફેંદી વળ્યો.
પણ પારસમણિ હાથ માં આવ્યો નહિ. સંત પધાર્યા.સંતે કહ્યું-આટલી ધીરજ નાં રાખી શક્યો ? પારસમણિ તો મેં દાબડીમાં મૂકી રાખ્યો છે.એમ કહી તેમણે એક દાબડી ઉતારી. આ પારસમણિ-લોખંડ ની દાબડી માં હતો.
પેલાને શંકા થઇ-કે-આ પારસમણિ-લોખંડ ની દાબડી માં હતો –તો દાબડી સોનાની કેમ નાં થઇ ?
સાચે સાચ આ પારસમણિ હશે?કે સંત મારી મશ્કરી કરે છે? તેણે પોતાની આ શંકા સંત સામે રજુ કરી.
સંતે સમજાવ્યું-તું જુએ છે કે પારસમણિ એક ચિંથરા માં બાંધેલો છે. કપડાના આવરણ ને લીધે- પારસમણિ અને લોખંડ નો સ્પર્શ થતો નથી. એટલે દાબડી સોનાની કેમ થાય ?
બસ –આવી જ રીતે-જીવ અને ઈશ્વર(આત્મા-અને-પરમાત્મા) –હૃદય માં જ છે.પણ વાસનાના આવરણ ને લઈને-તેનું મિલન થતું નથી.
જીવાત્મા એ દાબડી છે-પરમાત્મા પારસમણિ છે.
વચમાનું અહંતા-મમતા-વાસના (માયા) રૂપી ચીંથરું –જ-દૂર કરવાનું છે.
અનેક વાર સાધક ને સાધન (યોગ-ભક્તિ વગેરે) કરતાં કોઈ સિદ્ધિ નાં મળે તો તેણે સાધન પ્રત્યે ઉપેક્ષા જાગે છે. પણ તે સારું નથી.(ચીંથરું હોય ત્યાં સુધી સિદ્ધિ કેમ મળે ?)
જીવ એ –સાધક- છે.સેવા,સ્મરણ,યોગ –વગરે –સાધન- છે.પરમાત્મા –સાધ્ય- છે.
(કોઈ ને કોઈ સાધન તો કરવું જ પડે છે-સાધનો અનેક છે-જે અનુકૂળ આવે તે સાધન કરવું જોઈએ)
લોકો માને છે કે-ભક્તિ માર્ગ(સાધન) સહેલો છે.સવારમાં ભગવાન ની પૂજા કરી એટલે બધું પતી ગયું. પછી આખા દિવસ માં તે ભગવાન ને ભૂલી જાય છે.-આ ભક્તિ નથી.
ચોવીસ કલાક –ઈશ્વરનું સ્મરણ રહે તે ભક્તિ.

No comments:
Post a Comment