શ્રીમદ્ભાગવત સ્કંધ – 9 (Page 60)
શ્રીમદ્ભાગવત સ્કંધ –૯
આ
સ્કંધની શરૂઆત કરતાં પહેલાં અત્યાર સુધીમાં આવી ગયેલા સ્કંધોના તત્વજ્ઞાનનું થોડું
મનન કરીએ.
(૧)-પહેલાં
સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન છે.
શિષ્યનો
અધિકાર બતાવ્યો. અધિકાર સિદ્ધ થાય તેને સંત મળે. મૃત્યુ માથે છે,એ સાંભળ્યા પછી રાજાનું જીવન સુધરી ગયું,પરીક્ષિતના વિલાસી જીવનનો અંત આવ્યો.
વિલાસી જીવનનો અંત આવે અને ભક્તિ સિદ્ધ થાય
એટલે જીવમાં અધિકાર આવે છે.
અધિકાર વગર જ્ઞાન દીપે નહિ. અનાધિકારી જ્ઞાન
નો દુરુયોગ કરે છે.
વૈરાગ્ય ધારણ કરીને જે બહાર નીકળે છે,તે સંત બંને છે,અને તેને ત્યાં સદગુરુ આપોઆપ પધારે છે.
સંત ને ત્યાં જ સંત પધારે.
(૨)-બીજા સ્કંધમાં આવી
જ્ઞાનલીલા.
મનુષ્યમાત્રનું
કર્તવ્ય શું છે?
મૃત્યુ
નજીક આવેલ મનુષ્યનું કર્તવ્ય શું છે?
આ
પ્રશ્નોની ચર્ચા કરી જ્ઞાન આપ્યું.મનુષ્ય જીવન ભોગ ભોગવવા માટે આપ્યું નથી,પણ માનવ શરીર ઈશ્વરની આરાધના કરીને ઈશ્વરને પ્રાપ્ત કરવા
આપ્યું છે.
(૩)-ત્રીજા સ્કંધ માં
આવી સર્ગ-વિસર્ગલીલા.
જ્ઞાનને
ક્રિયાત્મક કરવાનો બોધ આપ્યો.જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું? તે બતાવ્યું.
જ્ઞાન શબ્દાત્મક (માત્ર શબ્દોવાળું) છે ત્યાં સુધી શાંતિ નથી, જ્ઞાન ક્રિયાત્મક
બંને ત્યારે શાંતિ મળે.
(૪)-આ જ્ઞાન ને જીવન માં
ઉતારનારના ચારે પુરુષાર્થો સિદ્ધ થાય છે,
એટલે
ચોથા સ્કંધમાં ચાર પુરુષાર્થો ની કથા છે.
(૫)-પાંચમા સ્કંધમાં સ્થિતિ
લીલા છે.
જ્ઞાનને
જીવનમાં ઉતારે તેની સ્થિરતા થાય –જ્ઞાની અને ભાગવત પરમહંસોના
લક્ષણો બતાવ્યા છે.
સર્વના
માલિક એક પરમાત્મા છે.
(૬)-છઠ્ઠા સ્કંધ માં પુષ્ટિલીલા-અનુગ્રહલીલા
વર્ણવી.
પ્રભુ માટે જે સાધન કરે તેના પર પ્રભુ કૃપા કરે છે.
(૭)-સાતમાં સ્કંધ માં
વાસનાલીલા નું વર્ણન છે.
મનુષ્ય
પ્રભુકૃપાનો ઉપયોગ ન કરે તો વાસના વધે છે,તેનામાં વાસના જાગે છે.
(૮)-તેથી અસદવાસના દૂર
કરવા-સંતો ના ચાર ધર્મો-આઠમા સ્કંધ માં કહ્યા.
(૯)-હવે નવમા સ્કંધ માં
સૂર્યવંશ અને ચંદ્રવંશ –ના બે પ્રકરણો આવશે.
સૂર્ય બુદ્ધિના માલિક છે અને ચંદ્ર મનના માલિક છે. બુદ્ધિની શુદ્ધિ કરવા સૂર્યવંશમાં રામચંદ્રજીનું અને
મનની શુદ્ધિ કરવા ચન્દ્રવંશમાં શ્રીકૃષ્ણનું ચરિત્ર કહ્યું.
સંતોના
ચાર ધર્મો-
(૧)-આપત્તિમાં હરિ નું
સ્મરણ –ગજેન્દ્ર ની જેમ
(૨)-સંપત્તિમાં સર્વસ્વ
નું દાન.-બલિરાજા ની જેમ.
(૩)-વિપત્તિમાં સ્વ-વચન
પરિપાલન- બલિરાજા ની જેમ.
(૪)-સર્વ અવસ્થામાં ભગવત
શરણાગતિ-સત્યવ્રત ની જેમ
સંતોના
આ ચાર ધર્મો જીવનમાં ઉતારીને વાસનાનો વિનાસ કરી શકાય છે.
વાસનાને પ્રભુભક્તિમાં વાળે તો વાસના જ ભક્તિ બને છે.
રાસલીલામાં
પ્રભુને મળવું હોય પણ જો વાસનાનું આવરણ હોય તો-તે મિલનમાં આનંદ આવતો નથી.
વાસનાનો
નાશ (ક્ષય) થાય તો જ -તે પછી રાસલીલામાં જીવ-ઈશ્વરનું મિલન થાય છે.
સંયમ
અને સદાચારનો આશરો લે તો રાસલીલામાં તેને સ્થાન મળે છે.
આઠમા
સ્કંધમાં સંતોના ચાર ધર્મો બતાવ્યા તેમ છતાં શુકદેવજીને લાગ્યું કે હજુ પરીક્ષિતના
મનમાં થોડી સૂક્ષ્મ વાસના રહી ગઈ છે. અને રાજા જો સૂક્ષ્મ વાસના લઈને રાસલીલામાં જશે
તો તેને રાસલીલામાં કામ દેખાશે. રાસલીલામાં તેને લૌકિક કામાચાર દેખાશે.
જેના મનમાં કામ હોય તેને સર્વત્ર કામ દેખાય. રાસલીલામાં બિલકુલ કામ
નથી.
માનવની
બુદ્ધિ કામથી ભરેલી છે, તેથી
પ્રભુની નિષ્કામ લીલામાં તેમણે કામની ગંધ આવે છે.
શ્રીકૃષ્ણ
પાસે કામ જઈ શકે જ નહિ, સૂર્ય
પાસે અંધકાર જઈ ન શકે તેમ.
રાજાની
બુદ્ધિ શુદ્ધ કરવા નવમા સ્કંધમાં સૂર્યવંશ અને ચંદ્રવંશના ઇતિહાસ કહ્યા.
વાસનાને વિવેકથી પ્રભુના માર્ગમાં
વાળવામાં આવે -તો તે
વાસના
જ ઉપાસના બને અને મુક્તિ મળે.(મુક્તિ મનની છે,આત્મા તો
સદા મુક્ત જ છે)
વાસનાના બે પ્રકાર છે.(૧)
સ્થૂળ વાસના (૨) સૂક્ષ્મ વાસના.
(૧) સ્થૂળ વાસના –ઇન્દ્રિયોમાં (જીભ-વગેરે) માં છે.
આઠમા સ્કંધમાં સંતોના ચરિત્રો કહ્યા છે, જેથી સ્થૂળ
વાસના દૂર થાય ત્યારે નવમા સ્કંધમાં પ્રવેશ મળે.
(૨) સૂક્ષ્મ વાસના-બુદ્ધિમાં
છે.
આ
નવમાં અધ્યાયમાં મન -બુદ્ધિમાં રહેલી સૂક્ષ્મ
વાસના દૂર કરવા માટે છે.
મનના
માલિક ચંદ્રદેવ છે અને બુદ્ધિના માલિક સૂર્યદેવ છે.
આ
બંનેની આરાધના કરે તેની બુદ્ધિગત વાસનાનો વિનાશ થાય.
બંને વાસનાઓના સંપૂર્ણ વિનાશ વગર “મોહ” નો વિનાશ
થતો નથી.
અને મોહ નો વિનાશ ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી.
જ્ઞાની પુરુષો સંસારમાં સાચું સુખ નથી એવો વારંવાર વિચાર કરે છે. તે
વિચારે છે- શરીર છે, ત્યાં સુધી કદાચ-સુખ-સગવડની
અપેક્ષા રહે છે,
પરંતુ આ સુખ સગવડનો અંત –પરિણામ –દુઃખમય
છે-એમ માની તેને વિવેકથી ભોગવવા જોઈએ.
આત્મા તો સદા મુક્ત છે.પણ
મન-બુદ્ધિ ને મુક્ત કરવાના છે.
મન-બુદ્ધિ માં સૂક્ષ્મ રૂપે રહેલી વાસના નો વિનાશ જલ્દી થતો નથી.
આપણું લક્ષ્યબિંદુ –શ્રીકૃષ્ણ ને મળવાનું છે.ઈશ્વર સાથે એક થવાનું છે.(આત્મા-પરમાત્મા નું
મિલન)
ભગવાન સાથે તન્મય થવા માટે –એક થવા માટે-સૂક્ષ્મ વાસના નો વિનાશ કરવા માટે
ભાગવત ની કથા એક સાધન છે. કોઈ પણ સાધન કરો પણ સંસારના વિષયો નું વિસ્મરણ
થાય,
અને ઈશ્વર સાથે તન્મયતા થાય- એ જ સર્વ સાધન નું ફળ છે.
સંસારના વિષયો (સ્વાદ-વગેરે)
મનમાં ન આવે તેને માટે મુક્તિ સુલભ છે.
પ્રભુનું બનાવેલ જગત ભજનમાં વિક્ષેપ કરતુ નથી, પણ
મનુષ્યે જે મનથી બનાવેલ જગત છે-તે ભજનમાં (સાધનમાં) વિક્ષેપ કરે છે.
મનમાંથી
તેણે બનાવેલ-ઉભા કરેલ જગતને કાઢી નાખવામાં આવે ત્યારે શ્રીકૃષ્ણ ત્યાં આવશે, માલિકની રાસલીલામાં પ્રવેશ
મળશે.
કોઈ
એક તેલની બરણીમાં વર્ષો સુધી તેલ ભરવામાં આવ્યું હોય, પછી જો તેને સ્વચ્છ કરવા બરણી ચારપાંચ વખત
ધોવામાં આવે તો પણ તેમાં ચીકાશ રહી જાય છે,
અને
કોઈ એવી બીજી સારી વસ્તુ તેમાં ભરવામાં આવે તો તે બગડી જાય છે.
તેવી
જ રીતે આ આપણું મસ્તક-બુદ્ધિએ બરણી છે.
આ બરણીમાં વર્ષો સુધી કામ-વાસના રૂપી તેલ –આપણે રાખતા આવ્યા છીએ.
આ બુદ્ધિ-રૂપી પાત્રમાં શ્રીકૃષ્ણરૂપી રસ રાખવાનો છે.
પણ
જ્યાં સુધી બુદ્ધિમાં કામ-વાસનાની સહેજ પણ ચીકાશ હશે ત્યાં સુધી –પ્રેમ રસ તેમાં રહેશે નહિ.
બુદ્ધિ
કંચન જેવી ચોખ્ખી થાય ત્યારે જ –પ્રેમરસ, ભક્તિરસ તેમાં ઠરશે.(બગડશે
નહિ)
પરમાત્મા બુદ્ધિમાં આવે ત્યારે પૂર્ણ શાંતિ મળે છે.
બુદ્ધિમાં જ્યાં સુધી ઈશ્વરનો અનુભવ ન થાય ત્યાં સુધી, આનંદનો
અનુભવ થતો નથી.
No comments:
Post a Comment