શ્રીમદ્ભાગવત સ્કંધ – 7 (Page 55)
નારદજી –ધર્મરાજાને પ્રહલાદની આ પવિત્ર કથા સંભળાવે છે.
નારદજીએ પ્રેમપૂર્વક
પ્રહલાદની કથા કહી-તેમ છતાં ધર્મરાજાના મુખ પર તેમણે ગ્લાનિ (દુઃખ) જોઈ.
નારદજી એ ધર્મરાજાને
કારણ પૂછ્યું.
ધર્મરાજા જવાબ
આપે છે-કે-માત્ર પાંચ વર્ષના પ્રહલાદ ના જ્ઞાન,વૈરાગ્ય,પ્રેમ કેવા
હતા !!
ધન્ય છે પ્રહલાદને,ધન્ય છે તેના
પ્રેમને-કે જેનું વચન સત્ય કરવા પ્રભુ સ્તંભ માંથી પ્રગટ થયા છે.
હું પંચાવન
વર્ષ નો થયો,મને હજુ એકવાર
પણ પ્રભુ ના દર્શન થયાં નથી. મારું જીવન પશુ માફક ગયું. કૂતરો જેમ રોટલા
માટે રખડે છે.તેમ
પૈસા માટે હું રખડ્યો.પશુ ની જેમ ખાધું, પશુ ની જેમ ઊંધ લીધી. વાસના જાગી ત્યારે કામાંધ
થયો.
મનુષ્ય થઇ જીવન
માં પ્રભુ માટે કોઈ સત્કાર્ય કર્યું નહિ. ધિક્કાર છે મને. મારામાં અને પશુ માં શું
ફેર છે?
હું હજુ પ્રભુના
પ્રેમ માં પાગલ થયો નથી. પ્રહલાદ નો પ્રભુ નામ માં પ્રેમ કેવો હશે ? એની ભક્તિ કેવી
હશે ?
જગતમાં મને
માન અને પ્રતિષ્ઠા મળ્યા,
પણ
પ્રભુ મળ્યા નહિ-એ વિચારે હું ઉદાસ છું.
ધર્મરાજા વિચારે
છે-કે-મેં ઘણું કર્યું પણ જે કરવાનું હતું તે કર્યું નહિ. ભગવાન માટે મેં કંઈ કર્યું
નહિ.
શ્રી રામકૃષ્ણ
પરમહંસ એક દૃષ્ટાંત વારંવાર આપતા.
એક વખત એક નાવડીમાં
સુશિક્ષિત આધુનિક પંડિતો મુસાફરી કરી રહ્યા હતા.
તે હોડીવાળાને
પૂછે છે-કે-તમે કેટલું ભણ્યા છો ? માછી કહે-ભણતર-બણતર કેવું ?અમે તો હોડી
ચલાવી જાણીએ.
પંડિતો : તું ઇતિહાસ
જાણે છે ? ઇંગ્લેન્ડ માં
એડવર્ડો કેટલા થયા –તે તને ખબર
છે ?
માછી : હું ઇતિહાસ –બિતિહાસ કંઈ
જાણતો નથી.
પંડિતો : ત્યારે તો તારી ૨૫% જિંદગી નકામી ગઈ. તને ભૂગોળનું જ્ઞાન છે ?લંડન
શહેરની વસ્તી કેટલી ?
માછી : મને આવું કોઈ ભૂગોળ નું જ્ઞાન નથી.
પંડિતો : તો તારી ૫૦% જિંદગી નકામી ગઈ. તને સાહિત્ય નું જ્ઞાન છે ? શેક્સપિયરના
નાટકો વાંચ્યાં છે ?
માછી : ના –મેં એવું કશું
વાંચ્યું નથી.
પંડિતો : તો તારી ૭૫% જિંદગી એળે ગઈ.
એટલામાં સમુદ્રમાં
તોફાન ચાલુ થયું.
માછીએ હવે પંડિતોને
પૂછ્યું : હવે આ નાવ ડૂબી જાય તેમ લાગે છે. તમને તરતાં આવડે
છે ?
પંડિતો : ના અમને તરતાં આવડતું નથી.
માછી : મારી તો ૭૫% જિંદગી એળે ગઈ-પણ તમારાં સર્વની આખી (૧૦૦%) જિંદગી હમણાં જ પાણી
માં જશે.એળે જશે.
પછી તો નાવ
તોફાનમાં ઉંધી વળી ગઈ-માછી તરીને બહાર આવ્યો. અને પંડિતો ડૂબી ગયા.
શ્રી રામકૃષ્ણ
કહે છે-કે-સંસાર પણ એ સમુદ્ર છે. કોઈ પણ રીતે આ ભવસાગર તરતાં
આવડવું જોઈએ.
એ બતાવે તે
જ સાચી વિદ્યા. એને ન શીખતાં –કેવળ સંસારિક વિદ્યાનો પંડિત બની જે અભિમાન કરે છે-તે ડૂબે જ
છે.
જે વિદ્યા અંતકાળમાં
ભગવાનના દર્શન ન-કરાવે તે વિદ્યા ---વિદ્યા જ નથી.
દ્વારકાનાથ
પોતે ધર્મરાજાની સભામાં હતા પણ ધર્મરાજા તેમના સ્વરૂપને હજુ જાણતા નથી.
ઠાકોરજીને પોતાના
સ્વરૂપને છુપાવવાની ઈચ્છા હોય છે.
પરમાત્માને
ગુપ્ત રહેવાની ઈચ્છા હોય છે-જયારે જીવને જાહેર થવાની ઈચ્છા રહે છે.
ઈશ્વરે ફૂલો,ફળો..એવી બધી
અસંખ્ય ચીજો બનાવી છે-પણ તેના પર ક્યાંય પોતાનું નામ લખ્યું નથી.
મનુષ્ય ધર્મશાળા
બંધાવે,નિશાળ બંધાવે-કે
મંદિર બંધાવે-પોતાનું નામ તેના પર કોતરી પાડે છે. ઘણા લોકો તો મકાન ઉપર,વીંટી ઉપર શરીર
ઉપર પણ નામ લખાવે છે. શરીર પર નામ લખવાની શી જરૂર હશે ?
કોણ કાકો એને
લઇ જવાનો હતો ?
પરમાત્માનું
નામ સત્ય છે-લૌકિક નામ મિથ્યા છે.છતાં મનુષ્ય નામ અને રૂપમાં ફસાયેલો છે.
મનુષ્ય કોઈ
સત્કર્મ,સેવા,દાન કરે છે-પણ
તે નામના માટે-કીર્તિ માટે કરે છે. અને તેથી કરેલા પુણ્યનો ક્ષય થાય છે.
શ્રીકૃષ્ણ પોતે
ભગવાન છે-પણ તે કદી જાહેર કરતા નથી-કે પોતે ભગવાન છે. શ્રી કૃષ્ણ ને ગુપ્ત રહેવાની
ઈચ્છા છે.
પાંડવો સાથે
રહ્યા છે-પણ કોઈ તેમને ઓળખી ન શક્યા.
શ્રીકૃષ્ણ કેમ
ઓળખાય ?
ધર્મરાજાના
રાજસૂય યજ્ઞ માં ભગવાન શ્રીકૃષ્ણ લોકો નાં એંઠાં પતરાવડા ઉપાડે છે.
હલકામાં હલકું
કામ ભગવાન કરે છે.તેથી -લોકો એમ માને કે-જો પરમાત્મા હોય તો આવાં એંઠાં પતરાવડા ઉપાડે
?
આ છે-ગીતા ના
ગાનાર શ્રીકૃષ્ણ નો દિવ્ય કર્મયોગ.
ફળ ઉપર કોઈ
અધિકાર રાખ્યો નથી, ફળ ની કોઈ અપેક્ષા
નથી,કોઈ સ્વાર્થ
નથી,આશા નથી-છતાં
કર્મ કરે છે.
ભગવાન જેવું
બોલ્યા છે-તેવું જીવન માં આચરી પણ બતાવ્યું છે. કોઈ જ સ્વાર્થ નથી પણ પાંડવો ના ઘેર
સેવા કરે છે.
શ્રીકૃષ્ણ, એંઠાં પતરાવડા
ઉપાડે એટલે ધર્મરાજા એમ માને છે-કે મામાના દીકરા છે-એટલે મારું સઘળું કામ કરે એમાં
શું નવાઈ ? ધર્મરાજા ભૂલી
ગયા છે-કે-શ્રીકૃષ્ણ ઈશ્વર છે.
અને તેથી બોલે
છે-કે મને હજુ પરમાત્મા ના દર્શન થયા નહિ.
નારદજી કહે
છે-આ મોટા
મોટા ઋષિઓ તમારાં ઘેર આવ્યા છે-તે કોઈ દક્ષિણા કે મિષ્ટાન્નની લાલચે નથી આવ્યા.
આ ઋષિઓ જંગલમાં
ઝાડ નીચે બેસી –અનેક વર્ષોથી
પરમાત્માનું ચિંતન કરે છે-પણ પરમાત્માનું સ્વરૂપ ધ્યાનમાં આવતું નથી. તેથી તેઓ પરમાત્માના
દર્શન કરવાના લોભથી તારા યજ્ઞમાં આવ્યા છે.
રાજા –પ્રહલાદ કરતા
પણ તું વધારે ભાગ્યશાળી છે-પરમાત્મા તારા સંબંધી થઈને –તારા ત્યાં
આવ્યા છે.
તારે ત્યાં
રહે છે-તારા ઘરમાં ભગવાન વિરાજ્યા છે.
આપણા ઘરમાં
પણ ભગવાન છે. (આપણા શરીર માં રહેલો આત્મા-એ-જ પરમાત્મા છે) પણ આપણે તેના દર્શન કરી
શકતા નથી, કદાચ કરી શકીએ
તો પણ દૃઢતા આવતી નથી.
તેમને જોવા
આંખ જોઈએ. (દૃષ્ટિ જોઈએ)
નારદજી જેવા
સંત આંખ આપે –દૃષ્ટિ આપે
તો ભગવાન ના દર્શન થાય છે.
જ્યાં સુધી
અંદર વિકાર-વાસના ભર્યા છે-મનમાં વિકાર છે-ત્યાં સુધી ભગવાન દર્શન આપતા નથી.
ભગવાન તો દર્શન
આપવા આતુર છે. પણ જીવ લાયક થાય તો પ્રભુ દર્શન આપે.
કેટલાક સાધુઓ
આવે તો કનૈયો યશોદા મા ની સાડીમાં મોં છુપાવી દે છે.અને પીઠ બતાવે છે. કનૈયો મા ને
કહે છે-કે-
“મા, પેલા સાધુની
મોટી દાઢી છે-તેથી મને બીક લાગે છે.” જીવ લાયક નથી એટલે પરમાત્મા એ પોતાનું સ્વરૂપ
છુપાવ્યું છે.
નારદજીની વાત
સાંભળી ધર્મરાજા સભામાં ચારે તરફ જોવા લાગ્યા. પણ તેમને ક્યાંય પરમાત્મા દેખાતા નથી.
દ્વારકાનાથ
તરફ નજર જાય તો લાગે છે-કે આ તો મારા મામા ના દીકરા છે.
શ્રીકૃષ્ણ વિચારે
છે-કે-આ નારદ હવે ચુપ રહે તો સારું. તેઓ નારદને કહે છે-
નારદ, તું મને જાહેર
કરીશ નહિ,તારી કથા તું
પૂરી કર.
છતાં પણ નારદ
પોતાનું કહેવાનું ચાલુ રાખે છે-“આ સભામાં જગતને ઉત્પન્ન કરનાર બેઠા છે. બ્રહ્માના પણ પિતા આ
સભામાં બેઠા છે.”
ધર્મરાજા નારદ
ને પૂછે છે-“ક્યાં છે પરબ્રહ્મ? ક્યાં છે ભગવાન
? મને તો ક્યાંય
દેખાતા નથી “
નારદજી વિચારે
છે-હું
વિવેકથી બોલું છું પણ ધર્મરાજાને જ્ઞાન થતું
નથી.
છેવટે નારદજી
થી રહેવાયું નહિ. “ધર્મરાજાના
ઘરનું મેં ખાધું છે.તેથી મારે તેમનું કલ્યાણ કરવું પડે, આજે ભગવાન નારાજ
થાય તો પણ તેમને જાહેર કરવા જ પડશે, હવે જાહેરાત કર્યા વગર છુટકો નથી”
હવે નારદજીએ
ભગવાન શ્રીકૃષ્ણ તરફ આંગળી ચીંધીને બોલ્યા છે-અયમ બ્રહ્મ (આ બ્રહ્મ છે,આ ભગવાન છે)
(ઉપનિષદ માં
“ઇદમ બ્રહ્મ
“ ની વાતો છે-અહીં
“અયમ બ્રહ્મ” ની વાત છે)
પ્રભુએ માથું
નીચે નમાવ્યું છે. “હું બ્રહ્મ
નથી. નારદ ખોટું કહે છે. નારાયણ તો વૈકુંઠમાં વિરાજે છે.”
નારદજી કહે
છે-ભગવાન
કોઈ વખત લીલામાં ખોટું બોલે છે. નાનપણમાં યશોદામાતાને કહેલું-“મેં માટી ખાધી
નથી”
પરંતુ સંતો
હંમેશા સાચું બોલે છે. હું કહું છું તે સાચું છે-“અયમ બ્રહ્મ.” (આ બ્રહ્મ છે)
અનધિકારી ને
ભગવાનના દર્શન થતાં નથી. અને કદાચ થાય તો આ જ ભગવાન છે-એવી દૃઢતા આવતી નથી.
(અનેક વાર ઘણાને
આત્માનુભૂતિ થાય છે –પણ શંશય રહે
છે-દૃઢતા આવતી નથી.)
દૃઢતા ગુરુ
કૃપાથી આવે છે. સંત નારદજી એ ધર્મરાજાને પરમાત્મા ના દર્શન કરાવ્યા છે. એક દૃષ્ટિ આપી
છે.
હવે મિશ્ર વાસનાનું પ્રકરણ
શરુ થાય છે. ૧૧ અધ્યાય થી ૧૫ અધ્યાય સુધી મિશ્ર વાસના નું વર્ણન છે.
--મનુષ્યની મિશ્ર
વાસના છે.-હું સુખ ભોગવીશ અને વધે તો બીજાને આપીશ –તે મિશ્ર વાસના.
--સંત ની સદવાસના
છે-જાતે દુઃખ ભોગવી બીજાને સુખ આપવું-તે સદવાસના.
--રાક્ષસોની અસદવાસના
છે-કોઈ કારણ વગર બીજાને દુઃખ-ત્રાસ આપવો-તે અસદવાસના.
પ્રહલાદ ચરિત્ર
સંભાળ્યા પછી ધર્મરાજા નારદજીને પ્રશ્ન કરે છે- મનુષ્યનો ધર્મ સમજાવો.
૧૧ થી ૧૫ અધ્યાયમાં ધર્મની કથા છે.
મનુષ્યનો સાચો
મિત્ર ધર્મ છે. કોઈ પણ સાથ ન આપે ત્યારે ધર્મ સાથ આપે છે. સર્વ સુખનું સાધન ધન નથી
પણ ધર્મ છે.
માનવ સૃષ્ટિ
નું સંચાલન કરવા ભગવાને જે કાયદા બનાવ્યા છે-તે ધર્મ છે.
ભાગવતમાં સાધારણ
ધર્મ અને વિશિષ્ઠ ધર્મ નું વર્ણન છે.
ધર્મની કથાની
શરૂઆત સત્ય થી કરી છે અને સમાપ્તિ કરી છે આત્મસમર્પણ થી.
નારદજી કહે
છે-કે- આ ધર્મની કથા મોટી છે. મેં નારાયણ ના મુખેથી આ કથા સાંભળી છે-તે
તમે સાંભળો.
--સત્ય-એ ઈશ્વરનું
સ્વરૂપ છે.સત્ય એ સાધન છે. સત્ય માં દૃઢ શ્રધ્ધા રાખો.યથાર્થ નું નામ સત્ય છે.
-- દયા-સર્વ માં દયાભાવ રાખવો-બને ત્યાં સુધી
બીજા ના ઉપયોગ માં આવો. દયા પણ વિવેક થી કરો.
(કેટલીક દયા ઈશ્વરભજન માં વિક્ષેપ કરે છે.)
-- પવિત્રતા- શરીર
ની સાથે સાથે –મનશુદ્ધિ અને
ચિત્તશુદ્ધિ જરૂરી છે.
--તપશ્ચર્યા-વાણી,વર્તન અને વિચાર
ને શુદ્ધ રાખવા તે તપશ્ચર્યા છે.
-- તિતિક્ષા-સહનશક્તિ
નું નામ તિતિક્ષા છે.ભગવદકૃપાથી જે સુખ-દુઃખ આવે તેને સહન કરવા –તે તિતિક્ષા.
-- અહિંસા- કાયા
,વાણી અને મન
થી કોઈને દુભાવવું નહિ તે અહિંસા.
-- બ્રહ્મચર્ય-કાયા,મન અને આંખ થી બ્રહ્મચર્ય થી મન સ્થિર થાય
છે.
-- ત્યાગ-કંઈક
પણ ત્યાગ -તે ધર્મ છે.
-- સ્વાધ્યાય-સદગ્રંથ
નું ચિંતન –મનન એ સ્વાધ્યાય
છે.
--
આર્જવં-સ્વભાવ ને સરળ રાખવો તે આર્જવં.
-- સંતોષ- પ્રભુ
એ જે આપ્યું છે-તેમાં સંતોષ.
-- સમદ્રષ્ટિ-સર્વમાં
સમદ્રષ્ટિ રાખવી.ક્રિયા માં કદાચ વિષમતા થાય પણ ભાવ માં વિષમતા નહિ કરવી.
-- મૌન-વ્યર્થ કંઈ પણ નહિ બોલવું, મન થી પણ નહિ બોલવું તે મૌન.
-- આત્મ ચિંતન-
રોજ “હું કોણ છું
?” તેનો વિચાર
કરવો એ સર્વ નો ધર્મ છે. હું શરીર નથી –પણ હું પરમાત્મા નો અંશ છું.
જન્મ પહેલાં
કોઈ સગાં નહોતાં.અને મર્યા પછી કોઈ સગાં રહેવાનાં નથી. આ વચલા કાળ માં સગાં આવ્યાં
ક્યાંથી ?
આત્મસ્વરૂપ
ને જે ઓળખે છે-તેને આનંદ મળે છે.
મનુષ્ય ને આ
જગત નથી એનો ઘણી વખત અનુભવ થાય છે-પણ- હું નથી-તેનો અનુભવ થતો નથી.
શરીરથી અલગ
થઇ જાવ. દૃશ્ય માંથી (સંસાર-શરીર માંથી) દૃષ્ટિ હટાવી –દ્રષ્ટા (પરમાત્મા
–આત્મા) પર મન
ને
સ્થિર કરશો
તો સાચો આનંદ-પરમાનંદ મળશે.
આત્મા –અનાત્મા નો
વિવેક એ સર્વ નો ધર્મ છે. વેદો ની વાણી ગૂઢ હોય છે.
કોઈ અધિકારી
પાસેથી તેનો સાચો અર્થ સમજવો જોઈએ.
એક ઉદાહરણ છે.
એક શેઠે પોતાના
ચોપડામાં લખી રાખેલું કે ગંગા-યમુનાની મધ્યમાં લાખ રૂપિયા રાખ્યા છે.
છોકરાઓને એક
વખત પૈસાની તાણ પડી.ચોપડામાં પિતાજીના હાથનું લખાણ વાંચે છે-પણ કંઈ સમજણ પડતી નથી.
ત્યાં જુના
મુનીમ ફરતા ફરતા આવ્યા-તેમને પૂછ્યું-કે આ ચોપડામાં –પિતાજીએ લખ્યું
છે-તેનો અર્થ શો ?
મુનીમે કહ્યું-તમારાં
ઘરમાં ગંગા-યમુના નામની બે ગાયો છે-તે જે જગ્યાએ બાંધવામાં આવે છે-તેની વચ્ચે આ રૂપિયા
છે.
હવે આ દ્રષ્ટાંત
નો આધ્યાત્મિક અર્થ એવો થાય કે-
ગંગા-યમુના
–એ-ઈડા-પિંગલા
–બે નાડીઓ છે.તેની
મધ્ય માં સુષુમણા નાડી છે. તે છુપાયેલું ધન છે.
આ નાડી જાગ્રત
ન થાય ત્યાં સુધી બ્રહ્મના દર્શન થતાં નથી.
બીજા –“સર્વ સામાન્ય”-“સાધારણ ધર્મો” માં-
પંચ
મહાભૂતોમાં (સર્વમાં) ઈશ્વરની ભાવના—શ્રવણ—કિર્તન—સ્મરણ—સેવા—પૂજા—નમસ્કાર અને પરમાત્માને આત્મસમર્પણ કરવું તે સહુનો ધર્મ છે.
તે પછી વિશિષ્ઠ
ધર્મોનું વર્ણન છે. ચાર વર્ણ બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શૂદ્ર –ચારે ઈશ્વરના અંગ માંથી નીકળ્યા છે.
આ બધા એક ઈશ્વરના
સ્વરૂપમાં રહેલા છે-તેવી ભાવના રાખો-દરેક વર્ણના ધર્મોનું વર્ણન છે.
સ્ત્રીઓનો ધર્મ
બતાવ્યો-કે સ્ત્રી પતિમાં ઈશ્વરનો ભાવ રાખે.
પછી ચાર આશ્રમો
–બ્રહ્મચર્યાશ્રમ,ગૃહસ્થાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ
અને સન્યાસાશ્રમ ના ધર્મો બતાવ્યા છે.
બ્રહ્મચર્યાશ્રમ
એ સરવાળો છે,ગૃહસ્થાશ્રમ
એ બાદબાકી છે, વાનપ્રસ્થ ધર્મ માં સંયમ વધરી શક્તિ નો ગુણાકાર
કરવાનો છે .
અને સંન્યાસાશ્રમ એટલે ભાગાકાર.
નૈષ્ઠિક બ્રહ્મચારી –કાયમ માટે બ્રહ્મચર્ય નું પાલન કરે છે.
Ø બ્રહ્મચારીના
ધર્મોમાં મિતભોજી—(અલ્પાહાર )અને
સ્ત્રીસંગ વર્જ્ય –વગેરે છે.
Ø પરમાત્મા માટે
સર્વ સુખનો ત્યાગ તે સન્યાસીનો ધર્મ છે.
Ø અનાસક્તિ અને
જીવની સેવાએ ગૃહસ્થ નો ધર્મ છે.
ગૃહસ્થાશ્રમી
બહુ કડક ન થાય અને બહુ સરળ ન થાય. સ્ત્રી નું સન્માન કરો પણ સ્ત્રીને અતિશય આધીન ન
રહો.
અનાસકત રહો.
બહુ મમતા માર ખવડાવે છે.
એક ઉદાહરણ છે-
એક રાજા હતો.
તે પશુ-પક્ષીની ભાષા જાણે. એક દિવસ રાજા-રાણી જમવા બેઠા હતા. તે વખતે એક કીડીએ રાણીની
થાળીમાંથી થોડું અન્ન રાજાની થાળીમાં લાવી મૂકી દીધું.
બીજી કીડીએ
કહ્યું -તું અધર્મ કરે છે. સ્ત્રીનું ઉચ્છિષ્ઠ રાજાને ખવડાવે છે ? તને વિવેક નથી. બંને કીડીની વાતો સાંભળી રાજા હસ્યો. રાણીએ રાજાને હસવાનું કારણ પૂછ્યું.
રાજા કહે એ
વાત રહેવા દે-અનર્થ થશે.
રાજા ને એક
મહાત્મા એ પશુ પક્ષીની બોલી નું જ્ઞાન આપેલું-અને કહેલું કે આ વાત કોઈને કહીશ તો તારું
મરણ થશે.
રાજા આ વાત
રાણીને સમજાવે છે-પણ રાણી એ હઠ પકડી છે.”ભલે તમારું મરણ થાય-પણ મને તમે કેમ હસ્યા તે કહો”
રાજા સ્ત્રી
ને અતિ આધીન હતો.તે સ્ત્રી માટે મરવા તૈયાર થયો.
રાજા કહે છે-આપણે
કાશી જઈએ અને ત્યાં હું તને એ વાત કહીશ. રાજા ને એમ કે કાશી માં મરણ થશે-તો મુક્તિ
મળશે.
રાજા-રાણી કાશી
જવા નીકળ્યા છે.રસ્તામાં મુકામ કર્યો. ત્યાં બકરો અને બકરી વાતો કરતાં હતા તે રાજા
એ સાંભળી.
બકરી-બકરાને
કહે છે-તમે કુવામાં જાઓ અને મારા માટે લીલું –કુણું ઘાસ લઇ
આવો નહિતર હું ડૂબી મરીશ.
બકરો સમજાવે
છે-ઘાસ લેવા જઈશ અને જો પગ લપસી જશે તો –હું મરી જઈશ.
બકરી કહે-તમારું
જે થવાનું હોય તે થાય,ભલે મરણ થાય-પણ
મને ઘાસ લાવી આપો.
બકરો કહે –હું રાજા જેવો
મૂર્ખ નથી-કે પત્ની પાછળ મરવા તૈયાર થાઉં.
રાજા આ સાંભળી
વિચારે છે-કે-ખરેખર હું કેવો મૂર્ખ? પ્રભુભજન માટે મળેલું આ શરીર હું સ્ત્રી પાછળ
ત્યાગવા તૈયાર થયો.
ધિક્કાર છે-મને.
મારા કરતા બકરો ચતુર છે.
રાજાએ રાણી
ને કહી દીધું-કે હું કાંઇ વાત કહેવાનો નથી. તારે જે કરવું હોય તે કર.
રાણી એ જોયું-કે
હવે કોઈ દાળ ગળવાની નથી એટલે તેને હઠ છોડી દીધી.
ગૃહસ્થાશ્રમમાં
દાન કરવાની આજ્ઞા કરી છે. ગૃહસ્થે બાર મહિના માં એક માસ એકાંત માં નારાયણ ની સાધના
કરવી.
ગંગાકિનારે
કે ઘરમાં લૌકિક વાતો છોડી નારાયણ નું ધ્યાન કરવું જોઈએ. ભક્તિ કરવામાં સ્થાન શુદ્ધિની
બહુ જરૂર છે.
માર્કંડેય પુરાણમાં
એક કથા છે.
રામ-લક્ષ્મણ
એક જંગલમાંથી જતાં હતા. એક જગ્યાએ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી છે.
વિચારે છે-કૈકેયીએ
રામને વનવાસ આપેલો છે-મને નહિ. મારે રામની સેવા કરવાની શી જરૂર છે ?
મનમાં રામ-સીતાજી
પ્રત્યે કુભાવ આવ્યો છે. રામજી ને ખબર પડી-એટલે લક્ષ્મણને કહ્યું-લક્ષ્મણ, આ જગાની માટી
લઇ લે- સરસ લાગે છે. એથી લક્ષ્મણે માટીનું પોટલું બાંધ્યું છે.
પછી લક્ષ્મણ
જયારે આ માટી દૂર મૂકે ત્યારે તેમને રામ-સીતામાં ઈશ્વરના દર્શન થાય છે. પણ જેવી પોટલી
ઉંચકે-એટલે કુભાવ આવે છે. લક્ષ્મણને આશ્ચર્ય થયું. આમ કેમ થાય છે ? તેમણે
રામજીને આનું કારણ પૂછ્યું.
રામજી એ કહ્યું-લક્ષ્મણ
આમાં તારો દોષ નથી-આ માટી તેનું કારણ છે. જે ભૂમિમાં જેવાં કામ થાય છે-તેના પરમાણુઓ
તે ભૂમિમાં અને તે ભૂમિના વાતાવરણમાં રહે છે.
આ માટી જે જગાની
છે-તે જગામાં સુંદ-ઉપસુંદ નામના બે રાક્ષસો રહેતા હતા. તેઓએ તપશ્ચર્યા કરી બ્રહ્મા
પાસે વરદાન માગ્યું-કે-અમે અમર રહીએ તેવું વરદાન આપો. બ્રહ્મા કહે –“તમારી માગણીમાં
કંઈક અપવાદ રાખો. જેને જીવન છે-તેનું મૃત્યુ પણ છે.”
બંને ભાઈઓ વચ્ચે
અતિશય ગાઢ પ્રેમ હતો. તેથી તેઓએ કહ્યું-કે-અમે બે ભાઈઓ જયારે ઝગડીએ –ત્યારે અમારું
મરણ થાય. સુંદ –ઉપસુંદે વિચારેલું
કે-અમે બે ભાઈઓ વચ્ચે કદી ઝગડો થવાનો નથી. એટલે અમે કોઈ દિવસ મરવાના નથી. અમે અમર બન્યા
છીએ.
સુદ-ઉપસુંદ
દેવોને ત્રાસ આપે છે. દેવો બ્રહ્માને શરણે ગયા.બ્રહ્માએ તિલોત્તમા નામની અપ્સરા ઉત્પન્ન
કરી અને તેને કહ્યું- તું સુંદ-ઉપસુંદ પાસે જા અને બે ભાઈઓ વચ્ચે ઝગડો કરાવ. તિલોત્તમા
સુંદ-ઉપસુંદ પાસે આવી છે.તેને માટે બે ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું અને બંને મરણ પામ્યા.
તેથી જ આ માટી પર વેરના સંસ્કાર ઉતરી આવ્યા છે.
ગૃહસ્થ પિતૃ-શ્રાદ્ધ
કરે. કામ,ક્રોધ-લોભનો
ત્યાગ કરે.
કામ-નું મૂળ
સંકલ્પ છે.મન માં સુખ ભોગવવાનો સંકલ્પ થાય –તો આ સંકલ્પ દુઃખ નું કારણ બને છે.
કામના નો સંકલ્પ
પુરો ન થાય તો ક્રોધ આવે છે. માટે કામના ઓ નો ત્યાગ કરવાનું કહ્યું છે.
સંસારી લોકો
જેને અર્થ (ધન) કહે છે તેને અનર્થ સમજી લોભ ને જીતવો જોઈએ.
અને તત્વ (આધ્યાત્મ
વિદ્યા) ના વિચારથી શોક,મોહ,ભય ને જીતવો
જોઈએ.
ગ્રહસ્થ પુરુષ
સંતનો આશ્રય કરે. સાત્વિક ભોજન,સ્થાન,સત્સંગથી નિદ્રાને જીતે. સત્વગુણ વધે તો નિંદ્રા ઓછી થશે.
આ શરીર “રજ” માંથી પેદા
થયું છે-તેથી તેમાં રજોગુણ વધારે છે. અને રજોગુણ થી શરીર ટકે છે.
શુદ્ધ સત્વગુણ
બહુ વધે તો મનુષ્ય નો દેહ પડી જાય છે.(જ્ઞાનેશ્વરે ૧૬ વર્ષે અને શંકરાચાર્યે ૩૨ વર્ષે
પ્રયાણ કરેલું છે.)
શરીરમાં તમોગુણ
વધે-એટલે નિંદ્રા વધે. સત્વગુણ વધે-એટલે નિંદ્રા ઓછી થાય.
સત્વગુણ વધે
એટલે પ્રભુના મિલન માટે આતુરતા વધે.
ગૃહસ્થ રોજ
થોડો સમય ભગવાનનું ધ્યાન કરે. ધ્યાન કરવાથી પ્રભુની શક્તિ ધ્યાન કરનારમાં આવે છે.
આ શરીરરૂપી
રથ જ્યાં સુધી પોતાને વશ છે –અને ઇન્દ્રિયો વગેરે બરાબર સશક્ત છે-ત્યાં સુધીમાં તીક્ષ્ણ જ્ઞાનરૂપી
તલવાર લઇ કેવળ ભગવાનનું બળ રાખીને, રાગદ્વેષાદિ
શત્રુઓને જીતવા અને શાંત થઇ સ્વ-આનંદ રૂપી-સ્વ-રાજ્યથી
સંતુષ્ટ થવું
જોઈએ. તે પછી શરીર રૂપી રથને પણ છોડી દેવો.
ગૃહસ્થ હું
કમાઉં છું એવું અભિમાન ન રાખે. દ્રવ્ય મારું જ છે તેવું અભિમાન ન રાખે. દ્રવ્ય સર્વનું
છે.
કોણ જાણે છે
કે કોના પુણ્ય થી ઘરમાં દ્રવ્ય આવે છે? ગૃહસ્થે ધર્મ થી દ્રવ્ય કમાવું.
પતિ-પત્ની સત્સંગ
કરે. એકાંત માં બેસી હરિકીર્તન કરે.કિર્તન થી કલિના દોષો નો વિનાશ થાય છે.
નારદજી –ધર્મરાજાને કહે છે-અનેક ગૃહસ્થો
સત્સંગ અને હરિકીર્તન થી તરી ગયા છે. રાજા, તમે તો નસીબદાર છો-કે-
મોટા મોટા ઋષિઓ
જે ઈશ્વરને જોવા ઝંખે છે-તે તમારા ઘરમાં રહે છે.તમારાં સંબંધી છે.
સમાપ્તિ માં
ધર્મરાજાએ નારદજી ની પૂજા કરી છે.
સ્કંધ-૭ –સમાપ્ત
અનુસંધાન-સ્કંધ-૮ માં.
||હરિ ॐ તત સત ||
No comments:
Post a Comment