શ્રીમદ્ભાગવત સ્કંધ – 2 (Page 32)
શુકદેવજી કહે છે- રાજન,જેનું મરણ સમીપ માં આવ્યું હોય-તે-સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે, અને પરમાત્મા નું ધ્યાન કરે. ધીરે ધીરે,સંયમ ને વધારે.
પરમાત્મા ની સેવા કરતાં-પુરુષત્વ અને સ્ત્રીત્વ નું ભાન (દેહ ભાન)જાય તો ગોપીભાવ સિદ્ધ થાય છે. અને પરમાત્મા ની નિત્યલીલા માં પ્રવેશ મળે છે. જન્મ તેનો સફળ થયો-કે જેને-મા -ના પેટમાં જવાનો-ફરીથી પ્રસંગ જ ના આવે. ગર્ભવાસ –એ-નર્કવાસ છે.
(કર્મ અને વાસનાને લીધે-ફરી ફરી જન્મ છે.)’
એક વખત –શુકદેવજી-જનકરાજા પાસે વિદ્યા શીખવા ગયેલા. વિદ્યાભ્યાસ પુરો થયો-એટલે
–શુકદેવજીએ કહ્યું-મારે ગુરુ દક્ષિણા આપવી છે.
ત્યારે જનકરાજાએ કહ્યું –મારે ગુરુ દક્ષિણા જોઈતી નથી. પણ શુકદેવજી એ બહુ આગ્રહ કર્યો એથી-જનકરાજા એ કહ્યું-
તું બહુ આગ્રહ કરે છે તો-જગતમાં જે નિરુપયોગી વસ્તુ હોય તે મને આપ.
શુકદેવજી –નિરુપયોગી વસ્તુની શોધમાં નીકળ્યા. પ્રથમ માટી –ઊંચકી-તો માટી કહે –મારા ઘણા ઉપયોગ છે. પથ્થર ઊંચક્યો-તો પથ્થર કહે મારા પણ ઘણા ઉપયોગ છે. આ પ્રમાણે જે વસ્તુ ઉપાડે તે ઉપયોગી જ જણાય. અંતે થાકી ને ઉકરડા માં ગયા. ત્યાં વિષ્ઠા પડેલી-તે ઉપાડી.તો તે કહે છે-મારો પણ ઉપયોગ છે-તમે મને જાણતા નથી. હું તો એક વખત ચાંદીની થાળીમાં બેઠી હતી.
પણ મેં ભૂલ કરી અને મનુષ્ય ના પેટમાં ગઈ એટલે મારી આ દશા થઇ.
બહુ વિચાર કરતાં –શુકદેવજી ને લાગ્યું કે –આ દેહાભિમાન(હું દેહ છું-દેહ ભાન) જ નિરુપયોગી છે.
આથી તેમણે તે દેહાભિમાન ગુરુદક્ષિણા માં અર્પણ કર્યું. જનકરાજા એ કહ્યું-હવે તું કૃતાર્થ થયો.
કથા ના ,ગ્રંથ ના આરંભ માં મંગલાચરણ કરવું જોઈએ તેવો નિયમ છે.
પણ શુકદેવજીને દેહનું ભાન નહી-એટલે આવીને –એકદમ કથાની શરૂઆત કરી દીધી.
રાજર્ષિ પરીક્ષિતને પ્રથમ ત્રણ અધ્યાયમાં ઉપદેશ કર્યો છે-જે જ્ઞાન કહેવાનું હતું-તે બધું-અહીં કહી દીધું.(બીજો સ્કંધ=જ્ઞાન લીલા)
(એટલે બીજા સ્કંધ ના અધ્યાય ૧-૨-૩ માં ભાગવતનો સઘળો સાર બોધ છે-ત્યાર બાદ તો રાજાનું ધ્યાન બીજા વિષય તરફ જાય નહિ -તેથી બધાં ચરિત્રો કહ્યા છે)
જયારે શુકદેવજીને દેહનું ભાન થયું ત્યારે –ત્રીજા અધ્યાય પછી- (ચોથા અધ્યાયમાં) મંગલાચરણ કર્યું છે.
ભાગવતમાં ત્રણ મંગલાચરણ છે. પ્રથમ વ્યાસજી નું-બીજું શુકદેવજી નું અને અંતમાં સૂતજીનું.
શુકદેવજીનું મંગલાચરણ બાર શ્લોકોનું છે ,બાકીના મંગલાચરણ એક એક શ્લોકના છે.
શુકદેવજી સ્તુતિ કરે છે-
જે મહાન ભક્તવત્સલ છે,જેની સમાન કોઈ નું ઐશ્વર્ય નથી. તથા જેઓ, ઐશ્વર્યયુક્ત થઈને નિરંતર બ્રહ્મસ્વરૂપ
–પોતાના
–ધામ માં વિહાર કરી રહ્યા છે- તેવા ભગવાન શ્રી કૃષ્ણ ને હું વારંવાર વંદન કરું છું, (ભાગવત-૨-૪-૧૪)
આ શ્લોક ના –રાધસા- શબ્દ નો અર્થ-મહાત્મા ઓ –રાધિકાજી
–એવો પણ કરે છે.(આખા ભાગવતમાં
–રાધાજી ના નામનો ક્યાંય પ્રગટ રૂપે ઉલ્લેખ નથી-શુકદેવજી રાધાજીના શિષ્ય છે. અને રાધાજી ગુરુ છે. ગુરુનું નામ પ્રગટરૂપે લેવાની – શાસ્ત્રની મર્યાદા છે)
શુકદેવજી પૂર્વ જન્મમાં પોપટ હતા-અને રાત દિવસ લીલા નિકુંજમાં ‘હે રાધે,હે રાધે’નામનો જપ સતત રટ્યા કરતા હતા.
રાધાજી દયાની મૂર્તિ છે,તે જલ્દી કૃપા કરે છે.(કનૈયો ભોળો છે-પણ ચતુર છે.કસોટી કરીને અપનાવે છે)
રાધાજી પ્રસન્ન થયાં. અને પોપટને ઉપદેશ આપ્યો.-વત્સ કૃષ્ણમ વદ,કૃષ્ણમ વદ,રાધેતિ મા વદ –કૃષ્ણ નું નામ સ્મરણ કર.
રાધાજી એ શુકદેવજી ને બ્રહ્મ-સંબંધ કરાવી આપ્યો હતો.
એટલે પ્રેમમાં થોડો પક્ષપાત આવી જાય છે. શુકદેવજી કૃષ્ણને બે વાર-નમસ્કાર કરે છે.(કૃષ્ણ અને રાધાકૃષ્ણને)
પરીક્ષિત રાજા એ પ્રશ્ન કર્યો છે-ભગવાન પોતાની –માયા-થી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે છે? સૃષ્ટિ ની ઉત્પત્તિ ની કથા કહો.
શુકદેવજી કહે છે-તમે જેવો પ્રશ્ન પૂછ્યો-તેવો નારદજી એ બ્રહ્માજીને પૂછેલો. બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભની કથા કહી છે.
સૃષ્ટિના આરંભમાં ભગવાનને -એક માંથી અનેક થવાની –ઈચ્છા-
થઇ.
અને ઈચ્છા માત્રથી-પ્રભુએ ૨૪ તત્વોને ઉત્પન્ન કર્યાં.
પણ આ ૨૪ તત્વો કઈ કાર્ય કરી શક્યાં નહિ –ત્યારે પ્રભુ એ –એ એક એક તત્વ માં –ચૈતન્ય-રૂપે પ્રવેશ કર્યો. ત્યારે તે તત્વોમાં દિવ્ય-ચેતન શક્તિ –પ્રગટ થઇ. (આને સર્ગ સિદ્ધાંત પણ કહે છે-સર્ગ ની શરૂઆત)
સામાન્ય ભાષામાં કહેવું હોય તો-આરંભ માં તમામ જીવો –પરમાત્માના પેટમાં હતા. ભગવાન એક એક જીવને શોધીને – તેના કર્મ પ્રમાણે તેને શરીર આપે છે.
તે પછી પરમાત્મા કહે છે-બેટા –હવે હું સંતાઈ જાઉં છું.(સંતાકુકડી ની રમત રમે છે)
હવે તું મને શોધવા આવજે.
સંસારની રચના કરી પરમાત્મા છુપાઈ જાય છે. તેમને શોધવાનો પ્રયત્ન કરવાનો છે.
“અપને આપ સભી કુછ કર કે,અપના આપ છુપાયા,કિસને યે સબ ખેલ રચાયા ?”
નારાયણ ભગવાને-બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત નો ઉપદેશ કર્યો છે.
બીજા સ્કંધના નવમા અધ્યાયના ૩૨ થી ૩૫ ષ્લોક –એ ચતુશ્લોકી ભાગવત છે.
“જગત ન હતું ત્યારે હું જ હતો. જયારે જગત રહેશે નહિ-ત્યારે હું જ રહીશ.”
સ્વપ્ન માં એક અનેક દેખાય છે,પણ જાગૃત અવસ્થામાં અનેકમાં એક જ છે-એવો જ્ઞાની પુરુષોનો અનુભવ છે.
દાગીનાના આકાર ભિન્ન ભિન્ન-હોવ છતાં –સર્વમાં એક સોનું જ રહેલું છે.પણ કિંમત પણ સોનાની મળે છે- આકારની નહિ.
ઈશ્વર વિના બીજું જે કંઇ દેખાય છે-તે સત્ય નથી,પણ ઈશ્વર ની માયા છે.
માયા શબ્દ માં –મા- એટલે- નથી –અને –યા -એટલે- છે-
માયા એટલે -જે નથી છતાં દેખાય છે.અને જે હોવા છતાં દેખાતી નથી-
(તત્વ દૃષ્ટિ થી- જગત નથી-છતાં –જગત તો દેખાય જ છે. પરમાત્મા –છે-પણ દેખાતા નથી.)
જે ન હોવા છતાં પણ દેખાય છે(જગત)-અને ઈશ્વર સર્વ માં હોવા છતાં દેખાતા નથી-એ જ માયા નું કાર્ય છે.
તેને જ મહાપુરુષો-આવરણશક્તિ અને વિક્ષેપશક્તિ-માયા- કહે છે.
સર્વનું મૂળ ઉપાદાનકારણ-(સર્વની ઉત્પત્તિનું કારણ)-પ્રભુ-સત્ય છે. પણ-
પ્રભુ-માં
–જે
–ભાસે છે-તે-સંસાર-સત્ય-નથી.
પરંતુ તે માયા થી ભાસે છે.
આ માયાની બે શક્તિઓ છે.
આવરણ શક્તિ-જે પરમાત્માનું આવરણ કરે છે-પરમાત્માને ઢાંકી રાખે છે.(બુદ્ધિ-જ્ઞાન ને ઢાંકે છે)
વિક્ષેપ શક્તિ- જે પરમાત્મામાં જગતનો ભાસ કરાવે છે.(બુદ્ધિ-જ્ઞાન માં વિક્ષેપ કરાવે છે)
સમજવામાં- જરા અઘરો-માયાનો સિદ્ધાંત
–દ્રષ્ટાંત થી સમજાવ્યો છે.
માયા –એ –અંધકાર જેવી છે. અંધકાર કે –જે--- વસ્તુ છે –તેને ઢાંકી રાખે છે. (માયા ની આવરણ શક્તિ)
ધારો કે કોઈ દોરી છે-પણ અંધારા ને લીધે તે દોરી આપણને –દેખાતી નથી-
પણ-જો અંધારામાં આપણે દોરીને અડકી જઈએ તો –સાપ હશે-તેવો ભાસ થાય છે.
આ સાપ છે-એવો ભાસ –તે
–અંધકાર(માયા)
ને લીધે છે.
સાચી રીતે તો તે દોરી એ સર્પ નથી-પણ
–સાપ નો ભાસ થાય છે.(માયા
ની વિક્ષેપ શક્તિ)
પણ જો દીવો કરવામાં આવે –અજવાળું કરવામાં આવે-તો જ્ઞાન થાય છે કે-આ તો દોરી છે.
(અંધારા ની કોઈ વ્યાખ્યા નથી-અજવાળું(પ્રકાશ) નથી –અજવાળા નો
અભાવ-તે અંધારું)
માયા –એ- સ્વપ્ન જેવી છે. ભાગવતમાં –માયા ને સમજાવવા-સ્વપ્ન- નું દ્રષ્ટાંત
–વારંવાર આપ્યું છે.
1. એક જણ ને સ્વપ્ન આવ્યું-કે તે જંગલ માં ગયો-ત્યાંથી તેને લાખ રૂપિયા જડ્યા.એટલે તે રાજી થયો. થોડીવાર પછી –બીજું સ્વપ્ન આવ્યું કે તેની પાછળ વાઘ પડ્યો છે.તેથી તે રડવા લાગ્યો.
લાખ રૂપિયા મળ્યા તે
–અને વાઘ પાછળ પડ્યો છે-તે બંને ખોટું છે. તેમ છતાં સુખ અને દુઃખ થાય છે.
સ્વપ્ન સત્ય નથી –છતાં સુખ દુઃખ આપે છે-તેમ –માયા સત્ય નથી –છતાં સુખ દુઃખ આપે છે.
સ્વપ્ન કાળ એટલે અજ્ઞાનતા. (સ્વપ્ન માં બુદ્ધિ-જ્ઞાન વિરામ માં હોય છે!!)
એ જ રીતે-આ જગત દેખાય છે-પણ જગત ને બનાવનાર દેખાતો નથી-તે અજ્ઞાનતા.
2. સ્વપ્ન માં એક જણ ને ત્રણ વર્ષ ની જેલ ની સજા થઇ.
બે વર્ષ ની સજા પૂરી થઇ અને તેની ઊંઘ ઉડી ગઈ. સ્વપ્ન પૂરું થયું.
વિચાર કરો-હવે બાકીની એક વર્ષ ની સજા કોણ ભોગવશે ? એ એક વર્ષ ની સજા ભોગવવાની રહેતી નથી.
જો તે જાગ્યો ના હોત તો-તે સજા ભોગવી પડત----જે નિંદ્રા માં (અજ્ઞાન માં) છે-તેને સજા થાય છે.(ભોગવવી પડે છે)
પણ જો જાગી જાય (જ્ઞાન થાય) તો સજા થતી નથી.(ભોગવવી પડતી નથી)
સાર : સંસાર માં જાગ્યો તે જ છે-કે-જેને સંસાર નું સુખ તુચ્છ લાગે છે.(જ્ઞાન)
જેને સંસાર ના સુખો મીઠાં લાગે છે-તે સુતેલો છે.(અજ્ઞાન)
જે સુતો છે-(અજ્ઞાન માં છે)
–તેને સંસાર મળશે- અને-જે જાગ્યો છે (જ્ઞાન માં છે)
તેને પરમાત્મા મળે છે.
(જો સોવત હય
–વો –ખોવત હય-જો
–જાગત હય-વો-પાવત હય.)
આત્મસ્વરૂપ (પરમાત્મસ્વરૂપ) નું વિસ્મરણ –એ માયા છે. આ વિસ્મૃતિ –એ સ્વપ્ન – છે
સ્વપ્ન સૃષ્ટિ અને જાગૃત સૃષ્ટિ માં બહુ વધારે ફેર નથી.
સ્વપ્ન સૃષ્ટિ –અજ્ઞાન થી દેખાય છે-તેવી જ રીતે જાગૃત સૃષ્ટિ -જગત –માયાથી દેખાય છે (અજ્ઞાનથી).
સ્વપ્ન જેને દેખાય છે-તે જોનારો –પુરુષ સાચો છે-સ્વપ્ન માં- એક-
જ પુરુષ છે-પણ દેખાય છે –બે-
એ જયારે જાગી જાય છે-ત્યારે તેને ખાતરી થાય છે-કે –હું ઘરમાં પથારી માં સૂતો છું. સ્વપ્નનો પુરુષ જુદો છે.
તત્વ
દૃષ્ટિથી જોઈએ તો--સ્વપ્નનો સાક્ષી અને
પ્રમાતા (પ્રમાણ આપનાર) એક
જ છે.
આ
જગત માં બ્રહ્મ તત્વ
એક જ છે-પણ
માયા ને લીધે-અનેક
તત્વ ભાસે છે.
પરીક્ષિતે પ્રશ્ન કર્યો-કે- માયા જડ છે-કે
ચેતન? જડ-ચેતન ની ગાંઠ ક્યારે પડી તે મને સમજાવો.
શુકદેવજી કહે છે-માયા જોડે જીવનો સંબંધ નથી. જેમ સ્વપ્નમાં જે દૃશ્યો દેખાય છે,તેનો સ્વપ્ન દૃષ્ટા જોડે સંબંધ નથી તેમ..... માયા ખોટી છે.માયા જો સત્ય હોય તો તેનો વિનાશ થાય નહિ. માયાનો વિનાશ જ્ઞાનથી થાય છે.
આ માયા જીવ ને વળગેલી છે. માયા જીવ ને ક્યારે? કેમ ? વળગી તે કહી શકાતું નથી.તેનું મૂળ શોધવા જવાની જરૂર નથી.
માયા એટલે અજ્ઞાન. અજ્ઞાન ક્યારથી શરુ થયું તે જાણવાની શી જરૂર છે? અજ્ઞાનનો-જ્ઞાનથી તાત્કાલિક નાશ –એ જરૂરી છે.
કપડાં પર ડાઘો પડ્યો હોય-શાનાથી પડ્યો?ક્યારે પડ્યો?ક્યાં પડ્યો? કઈ શાહી થી પડ્યો? વગેરે વિચારવાને બદલે-
ડાઘ દૂર કરવો એ જ વધુ હિતાવહ છે.
જે ગાફેલ છે-ઈશ્વર થી વિમુખ છે-તેને માયા ત્રાસ આપે છે-મારે છે. જ્ઞાની પુરુષો-જે સતત ભક્તિ કરે છે-તેને માયા દેખાતી નથી.
માયા નો બહુ વિચાર કરવા કરતાં-માયા ના પતિ પરમાત્મા ના શરણે જવું.
એક વખત –સુદામા એ –શ્રીકૃષ્ણ પાસે માગણી કરી-મારે તમારી માયા ના દર્શન કરવાં છે. તમારી માયા કેવી હોય ?
શ્રીકૃષ્ણ કહે છે-કે-તું આખો દિવસ મારું ધ્યાન-ભક્તિ કરે છે,તેથી તને મારી માયા ક્યાંથી દેખાય ?તું મને ભૂલી જા-તો તે દેખાશે.
સુદામા કહે છે-પણ એક્વાર તો તમારી માયા બતાવો.
કૃષ્ણ કહે-સમય આવે દર્શન કરાવીશ.
એક દિવસ ભગવાને સુદામા ને કહ્યું-ચાલો આજે ગોમતીમાં સ્નાન કરવાં જઈએ. ભગવાન સ્નાન કરી પીતાંબર પહેરે છે.
સુદામા દેવ ભગવાન ને ભૂલે તો માયા દેખાય.
‘મારે સ્નાન કરી જલ્દી બહાર નીકળવું છે’તેવા વિચારમાં સુદામા –ભગવાન ને ભૂલી ગયા.
સુદામા એ ગોમતીના જળમાં ડૂબકી મારી,ત્યારેજ પ્રભુ એ પોતાની માયા બતાવી.
સુદામા ને લાગ્યું-કે ગોમતીમાં પુર આવ્યું.તે તણાતા જાય છે. એક ઘાટનો આશરો લઇ બહાર નીકળે છે-અને ફરતાં ફરતાં ગામમાં જાય છે. ત્યાં ઉભેલી હાથણીએ તેમના ગળામાં ફૂલ ની માળા નાખી.
ગામના લોકો સુદામા પાસે આવી કહે-અમારા દેશ ના રાજા મરણ પામેલા છે. આ ગામ નો કાયદો છે-કે હાથણી જેના ગળામાં હાર પહેરાવે તે રાજા થાય. હવે-તમે અમારા દેશના રાજા.
સુદામા તે દેશના રાજા થયા-રાજકન્યા સાથે લગ્ન થયું. બાર વર્ષ –સંસાર ચાલ્યો.બાર પુત્રો થયા. તેવામાં રાણી એક દિવસ માંદી પડી અને મૃત્યુ પામી.
સુદામા રડવા લાગ્યા-તે બહુ સુંદર અને સુશીલ હતી. લોકો આવીને કહે છે-તમે રડો નહિ. અમારી માયાપુરીનો કાયદો
છે કે તમારી પત્ની જ્યાં ગઈ છે-ત્યાં તમને મોકલવામાં આવશે. પત્ની સાથે તમારે પણ અગ્નિ
માં પ્રવેશ કરવો પડશે.
સુદામા –પત્ની માટે રડવાનું ભૂલી ગયા-તે પોતાના માટે રડવા લાગ્યા.
સુદામા કહે છે-મને સ્નાન સંધ્યા કરી લેવા દો પછી મને બાળજો. તે સ્નાન કરવા ગયા. ચાર જણા તેમની ફરતે ઉભા છે-જેથી આ નાસીના જાય.સુદામા ગભરાટમાં પ્રભુ ને યાદ કરે છે.
રડતાં રડતાં સુદામા ગોમતી નદીમાંથી બહાર આવ્યા. ભગવાન પૂછે છે-કેમ રડે છે ?
સુદામા કહે-આ બધું ક્યાં ગયું ?આ છે શું ?કાંઇ સમજાતું નથી.
ભગવાન કહે છે-બેટા,આ મારી માયા છે.મારા વિના જે ભાસે છે –તે-મારી માયા છે. જે મને ભૂલે છે તેને માયા મારે છે. મને ભૂલતો નથી તેને માયા મારી શકતી નથી.
માયા એટલે બ્રહ્મ નું વિસ્મરણ.
ના હોય તે બતાવે તે માયા. માયાથી મોહ પામેલો જીવ-માયા સાથે નાચવા લાગે છે.
માયા નર્તકી છે-તે બધાને નચાવે છે. માયા ના મોહ માંથી છૂટવું હોય તો- નર્તકી શબ્દ ને ઉલટાવો-તો થશે કિર્તન .
કિર્તન કરો-તો માયા છુટશે. કિર્તન ભક્તિ માં દરેક ઇન્દ્રિય ને કાર્ય મળે છે. તેથી મહાપુરુષો તેને શ્રેષ્ઠ કહે છે.
માયા
ને
તરવા-માયા-જેમની દાસી છે-એ
માયા
પતિ –પરમાત્મા ને શરણે જવું જોઈએ.
માયા
અનાદિ છે- પણ તેનો અંત આવે છે. માત્ર પરમાત્મા અનાદિ અને
અનત
છે. માયા ના ત્રાસ માંથી છૂટવું હોય તો – માધવરાય ના
શરણ
સિવાય કોઈ
ઉપાય
નથી.
બ્રહ્માજીએ –આમ નારદજી ને સૃષ્ટિ ના આરંભ ની કથા કહી ચતુશ્લોકી ભાગવત કહ્યું.
જે નારદજીએ વ્યાસજી ને કહ્યું. અને વ્યાસજી એ આ ચાર શ્લોક ના આધારે-અઢાર હજાર શ્લોક નું ભાગવત રચ્યું.
સ્કંધ –બીજો—સમાપ્ત.
|| હરિ ॐ તત સત ||
No comments:
Post a Comment