શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 27)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 27)

કુંતાજીદુઃખ ના દિવસો- અને દિવસોમાં પ્રભુ કરેલા ઉપકારો ને- ભૂલ્યા નથી.

કુંતાજી કહે છે-પ્રભુ અમને સુખી કર્યા છે.કેવાં કેવાં દુઃખ માં થી અમને ઉગાર્યા છે. નાથ, મને યાદ આવે છે-કે-
હું વિધવા થઇ હતી-મારાં બાળકો નાનાં હતાં. ત્યારે-નાથ, તમે મારું અને મારાં બાળકોનું રક્ષણ કર્યું હતું.

કુંતાજીપ્રભુના ઉપકાર સુખ માં ભૂલ્યા નથી, જયારે અતિ સુખમાં માનવી ભાન ભૂલે છે.
જીવ પર પ્રભુ ના અનેક ઉપકાર છે,પણ જીવ ઉપકાર ભૂલી જાય છે.

જરા વિચાર કરો
તમને જે ધન મળ્યું છે-તમને જે સુખ સંપત્તિ મળી છે-તેના માટે તમે લાયક છો કે નહિ ?
તમારા અંતઃકરણ ને પૂછો. તોજવાબ મળશે-કેહું લાયક નથી.
મેં આંખ થી-મન થી ઘણાં પાપ કર્યા છે-તેમ છતાં પરમાત્મા સર્વ મને આપ્યું છે.

વિચારોકે- આપણાં કર્મ થી શું વરસાદ પડે છે ?
ના-પરમાત્મા ઉપકાર કરી વરસાદ પાડે છે. પરમાત્મા ના ઉપકારો કેમ કરી ને ભૂલી શકાય ?

આપણે બિમારી માં થી બચીએ-ત્યારે-અમુક દવાથી સારું થયું-કે ડોક્ટરે બચાવ્યો-તેમ માનીએ છીએ. પણ-
પરમાત્મા બચાવ્યા-તેમ માનતા નથી. પરમાત્મા નો ઉપકાર માનતા નથી.

વિચારોકે-ડોક્ટરની દવાઓ માં કે ઇન્જેક્શન માં શું બચાવવાની શક્તિ છે ? ના-ના-બચાવનારો કોઈ જુદો છે.
ડોક્ટર માં બચાવવાની શક્તિ હોય તોડોક્ટરને ત્યાં કોઈ દિવસછેલ્લો વરઘોડો-નીકળે નહિ.(મૃત્યુ થાય નહિ)

પ્રભુ ની કૃપા થી દવા માં શક્તિ આવે છે.

કુંતાજી કહે છે-કે-જેમ જળ વિના નદી શોભે નહિ-પ્રાણ વગર શરીર શોભે નહિ-કુમકુમ ના ચાંદલા વગર સૌભાગ્યવતી સ્ત્રી શોભે નહિ-
એમ આપ વગર પાંડવો શોભે નહિ. નાથ,આપને લીધે અમે સુખી છીએ. હવે અમને છોડી ને જશો નહિ.

આવી રીતે-ગોપીઓ પણ ગોપીગીતમાં ભગવાન ના ઉપકારો નું સ્મરણ કરે છે.ગોપી કહે છે-કે-
યમુનાજી નાં વિષમય જળ થી થનાર મૃત્યુ થી-અજગર નાં રૂપમાં ખાઈ જનાર અઘાસુર થી-ઇન્દ્રની વર્ષાથી-આંધી-વીજળી-દાવાનળથી- હે નાથ,આપે અમારું રક્ષણ કર્યું છે.

પરમાત્મા નાં ઉપકારો નું સ્મરણ કરવાથી-પ્રભુ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે.

કુંતાજી કહે છે-દુર્યોધને મારાં ભીમ ને ઝેર નાં લાડુ ખવડાવ્યા.-ત્યારે આપે તેને ઉગાર્યો છે. દુર્યોધને અમને લાક્ષાગૃહ માં બાળવાનો પ્રયત્ન કર્યો-પણ આપે અમારી લાજ રાખી છે. આપના ઉપકારો અનંત છે. તેનો બદલો વાળી શકાય તેમ નથી.
મારી દ્રૌપદી ને દુશાસન ભરી સભામાં લઇ જઈ-તેની સાડી ખેંચવા લાગ્યો- ત્યારે તેની લાજ આપે રાખી છે. આપના ઉપકારો નો બદલો હું શું વાળી શકું? હું તો આપના ચરણ માં વારંવાર વંદન કરું છું. નાથ,તમારે લીધે અમે સુખી છીએ-અમારો ત્યાગ ના કરો.

શ્રીકૃષ્ણ કહે છે-કે-દ્વારકા થી અનેક સંદેશા આવ્યાં છે. મારે ત્યાં જવું પડશે.

ત્યારે કુંતાજી કહ્યું- આપ ભલે દ્વારકા જાઓ-પણ મને એક વરદાન માંગવાની ઈચ્છા છે-તે આપો અને પછી જવું હોય તો જાવ.
કુંતાજી જે માગ્યું- તેવું દુનિયા માં કોઈએ માગ્યું નથી- ને માગશે પણ નહિ.

હે, જગત ના ગુરુ,અમારા જીવન માં પગલે પગલે- સદા વિપત્તિઓઆવતી રહો. કારણ કે વિપત્તિઓ માં-નિશ્ચિત રૂપ થી
આપનાં દર્શન થાયતે પછી-જન્મ મૃત્યુ ના ચક્કર માં આવવું પડતું નથી.” (ભાગવત---૧૫)

કુંતાજી માગ્યું છે-કે- હે,નાથ,મોટા મોટા દુઃખ ના પ્રસંગો આવી ને માથે પડે-તેવું વરદાન આપો.

સગાં વહાલાં નો પ્રેમ કપટ થી ભર્યો છે-તેની- ખબર દુઃખ માં પડે છે. જેણે માટે શરીર ઘસાવ્યું છે-જેણે માટે તમે ભોગ આપ્યો છે-
તે કોઈ વાર કારણ મળતા તમારો શત્રુ થઇ જશે. દુઃખ માં મનુષ્ય ને ડહાપણ આવે છે. દુઃખ માં જીવ ને પ્રભુ પાસે જવાનું  મન થાય છે. વિપત્તિ માં   પ્રભુ નું સ્મરણ થાય છે. તેથી વિપત્તિ સાચી સંપત્તિ છે.

સંતો ની સંપત્તિ અને વિપત્તિ ની વ્યાખ્યા જરા જુદી છે.
પ્રભુ નું વિસ્મરણ થાય તે-સાચી વિપત્તિ- ને પ્રભુ નું સ્મરણ કાયમ રહે તેસાચી સંપત્તિ.

શ્રી કૃષ્ણ કહે છે-કે-તમે શું માગો છો ?તમે શાનભાન તો ભૂલ્યા નથી ને ?આજ દિન સુધી તો દુઃખ ના અનેક પ્રસંગો આવ્યા છે- હવે સુખ નો વારો આવ્યો છે-શું હજુ દુઃખ ભોગવવાની હોંશ છે ?

કુંતાજી દીન બન્યાં છે. કહે છે-નાથ, હું જે માગું છુ તે યોગ્ય છે. દુઃખ મારો ગુરુ છે. દુઃખ માં ખાતરી થાય છે-કે-શ્રીકૃષ્ણ સિવાયમારું- કોઈ નથી. દુઃખ માં નારાયણ નું સ્મરણ થાય છેએથી તો-- સુખ છે.-તેને દુઃખ કેમ કહેવાય ?
વિપત્તિ માં તમારુ સ્મરણ થાય છે-તેથી તેને હું સંપત્તિ માનું છું.

સુખ કે માથે શિલ પડો, હરિ હૃદય સે જાય,
બલિહારી વહ દુઃખ કી ,જો પલ પલ નામ જપાયજો પલ પલ રામ જપાય.

હનુમાન જી રામચંદ્રજી ને કહ્યું છે-કે-
સીતાજી ને તમારા ધ્યાનમાં (ભજનમાં-સ્મરણમાં)તન્મય થયેલાં (મેં જોયા) છે-તેથી હું કહું છું-કે-સીતાજી(લંકામાં) આનંદ માં છે.

કહ હનુમંત બિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ના હોઈ.
(જયારે તમારું ભજન-સ્મરણ થાય ત્યારે સાચી વિપત્તિ આવી છે એમ સમજવુંએવું હનુમાનજી કહે છે)

મનુષ્ય ને બહુ સુખ મળે તો તે પ્રમાદી થાય છે. અને ભાન ભૂલે છે.
એક શેઠ હતા. પહેલાં લાલાજી ની સેવા જાતે કરતા. પણ સટ્ટામાં,સારા નસીબે જોર કર્યું ,અને વીસ લાખ રૂપિયા મળ્યા.
તે પછી શેઠેલાલાજી ની સેવા કરવા નોકર રાખ્યો છે.

કુંતાજીશ્રીકૃષ્ણને  કહે છે-કે-મને એવું દુઃખ મળે કે-જે-દુઃખ માં હું તમને યાદ કરું.મારે માથે વિપત્તિઓ આવે-કે-જેથી-તમારાં ચરણ નો આશ્રય કરવાની ભાવના જાગે,(દાસ્ય-ભાવ જાગે-કે- જેનાથીદીનતા આવેસુખ નું અભિમાન માથે ના ચડે)

દુનિયાના મહાન પુરુષોનેપહેલાં દુઃખ ના પ્રસંગો આવ્યા છે. જેને જેને પરમાત્મા મળ્યા છે-તે અતિ દુઃખ માં મળ્યા છે.
અતિ સુખ માં પરમાત્મા સાથ આપતા નથી. સુખ માં સાથ આપે તે જીવ-અને દુઃખ માં સાથ આપે તે ઈશ્વર.

જે જીવ ને-પરમાત્મા -પાપ ને માટે-સજા કરે છે (દુઃખ આપીને),તેની ગુપ્ત રીતે રક્ષા પણ કરે છે.

ચાર પ્રકારના મદ(અભિમાન) થી મનુષ્ય ભાન ભૂલે છે. વિદ્યામદ-જુવાની નો મદ-દ્રવ્ય મદ-અધિકાર મદ.

બહુ ભણેલા (વિદ્યા વાળા) ને બહુ અભિમાન (મદ) આવે છે. તે કથામાં આવતા નથી. અને આવે તો અક્કડ બેસે છે.
શ્રદ્ધા થી કથા સાંભળતા નથી.(બહુ વાંચી નાખ્યું છે!!). કિર્તન માં તાળી પાડતાં શરમ આવે છે.(વિચારે-અભણ મુર્ખાઓ તાળી પાડે!!)
પણ ઘેર બાળક રડે-તો-તાળીઓ પાડવા મંડી જાય છે-ત્યારે ભૂલી જાય છે- કેહું બહુ ભણેલો છુ. તે વખતે શરમ આવતી નથી.
(જીભ થી-રડતા બાળક સમક્ષ-,,,-,,,-મોટે અવાજે બોલે છેકથામાં મોટે અવાજે નામ સ્મરણ બોલતાં-કરતાં શરમ આવે છે. આવા વિદ્યાભિમાની ની જીભ ને-હાથનેપાપ પકડી રાખે છે-“તું કિર્તન કરીશ તો અમારે બહાર નીકળવું પડશે

એવું ભણતર(વિદ્યા-જ્ઞાન) શા કામનું? કે જેથી ભક્તિ કરતાં સંકોચ થાય? ભણતર તો એવું હોવું જોઈએ કે-પ્રભુમાં પ્રેમ થાય.
શ્રદ્ધા થાય-ધર્મ માં વિશ્વાસ થાય.

ભગવાને કહ્યું છેચાર પ્રકારના મદ થી જીવ ઉન્મત્ત બને છે,અને મારું અપમાન કરે છે
મહાભારત માં કહ્યું છે-કે-સર્વ પ્રકારના રોગ નો જન્મ મદ માં થી થયો છે.
માટે દીન બની (અભિમાન-મદ ત્યજી) પ્રભુની પ્રાર્થના-સ્તુતિ કરો. એમના ઉપકારો નું સ્મરણ કરો.

કુંતાજી દીન બની સ્તુતિ કરે છે-
તમારાં જન્મ નું પ્રયોજન ઘણી રીતે બતાવવામાં આવે છે. પરંતુ મને લાગે છે કે-દુષ્ટો નો વિનાશ કરવો તમારાં જન્મ નું પ્રધાન કાર્ય નથી. પરંતુ-તમારાં ભક્તો નેપ્રેમ નું દાન કરવા તમે આવ્યા છો.
મને વસુદેવજીએ (કુંતાજી ના ભાઈ) કહેલું કે-“કંસ ના ભય થી હું ગોકુળમાં જઈ શકતો નથી,તમે ગોકુલ માં જઈ લાલાજી ના દર્શન કરજો.” તેથી -તમે નાના હતા,ગોકુલ માં બાળલીલા કરતા હતા ત્યારે તમને જોવા-તમારાં દર્શન કરવા  હું ગોકુલ માં આવેલી .
તે તમારું બાળ-સ્વરૂપ હજુ ભૂલાતું નથી. જે દિવસે હું ગોકુલ આવેલીતે દિવસેયશોદાજી તમને ખાંડણિયા જોડે બાંધેલા હતા.
હું તો યશોદાજી ના ચરણ માં વંદન કરું છું. યશોદાજી જેવો પ્રેમ (વાત્સલ્ય-પુષ્ટિ ભક્તિ) મારાં માં ક્યાં છે ?(કુંતા ની મર્યાદા ભક્તિ છે)
યશોદાજી પ્રેમ થી તમને બાંધ્યા હતા-તેની જે-ઝાંખી મને થઇ છે-તે હજુ ભુલાતી નથી.

કાળ પણ જેનાથી કાંપે છે-તે કાળ ના કાળલાલાજી-યશોદાજી પાસે થર થર કાંપતા હતા.(- ની કલ્પના થી ઝાંખી કરવી જોઈએ)

મર્યાદા-ભક્તિ (કુંતા)- પ્રમાણે પુષ્ટિ-ભક્તિ (યશોદા) ના વખાણ કરે છે.
પ્રેમથી ભગવાન બંધાય છે,બંધન માં આવે છે.
(ગોકુલ છોડતી વખતે-કૃષ્ણે-યશોદા ને કહેલું-કે બધું ભૂલીશ-પણ ખાંડણીએ બાંધેલો તે નહિ ભૂલું!!!)
પ્રેમ નું બંધન ભગવાન ભૂલી શકતા નથી.

સગુણ બ્રહ્મ (લાલાજી ના દર્શન) નો સાક્ષાત્કાર થયા પછી-પણ સંસાર માંઆસક્તિ રહી જાય છે.

સ્વજનો ની સાથે જોડાયેલીસ્નેહ-ની ફાંસી ને આપ કાપી નાખો (સ્નેહપાશમિમ છિંધિ)”- શ્લોક થી તે સિદ્ધ થાય છે.

સગુણ અને નિર્ગુણબંને નું આરાધન કરે-તેની ભક્તિ-સિદ્ધ થાય છે.

(સગુણ=લાલાજી નું સ્વરૂપ=દ્વૈત=હું ને મારા લાલાજી =બંને જુદા છે =આત્મા અને પરમાત્મા
 નિર્ગુણ=નિરાકાર સ્વરૂપ=અદ્વૈત=હું લાલાજી છું[અભિમાનથી નહીં પણ, અનુભવથી માનવાનું અને જાણવાનું છે.]=બંને એક થઇ જાય છે.=આત્મા અને પરમાત્મા એક થઇ જાય છે. ઘટાકાશ-મહાકાશ માં મળી જાય છે-જેને આત્મ સાક્ષાત્કાર કહી શકાય!!.)
કુંતાજી સ્તુતિ કરે છે-આપ એવી દયા કરો-કે મને- અનન્ય ભક્તિ-પ્રાપ્ત થાય. નાથ, મને કઈ આવડતું નથીપણહું તમારા ચરણ માં વારંવાર વંદન કરું છું.

સ્તુતિ નો આરંભ  કુંતાજીએ વંદન થી કર્યો છે અને સમાપ્તિ પણ વંદન થી કરી છે.
સાંખ્ય-શાસ્ત્ર નાં ૨૬ તત્વો નુંપ્રતિપાદન (વર્ણન) -૨૬ શ્લોકો ની સ્તુતિ માં કરવામાં આવ્યું છે.

ભગવાન બધું કરી શકે પણ ભક્ત ને નારાજ કરી શકે.કુંતાજી નો ભાવ જાણી-કૃષ્ણે વિચાર કર્યો કે-હું જઈશ તો તેમને બહુ દુઃખ થશે.
આથી શ્રીકૃષ્ણ પાછા વળ્યા છે અને કુંતાજી ના મહેલ માં પધાર્યા છે. અતિશય આનંદ થયો છે.

ઘરની શોભા ભગવાન ને લીધે છે. જે ઘરમાં કનૈયા ની સેવા થાય છે,કૃષ્ણ કિર્તન થાય છે,ગરીબ નું યથાશક્તિ સન્માન થાય છે- તે ઘર વૈકુંઠ જેવું છે. શાસ્ત્ર માં તો ત્યાં સુધી લખ્યું છે-જે ઘરમાં આમ થતું નથી-તે ઘર નથી-સ્મશાન છે. તે ઘર ઉજ્જડ થઇ જશે.
આવા ઘરનું પાણી પણ ના પિવાય.

કુંતાજી નાં મહેલ માં અર્જુન આવ્યા છે. અને મા ને કહે છે કે-કૃષ્ણ મારા સખા છે.મારા માટે પાછા આવ્યા છે.
કુંતાજી કહે છે-કે-હું રસ્તા પર જઈને ઉભી હતી-એટલે મારા માટે પાછા આવ્યા છે.
દ્રૌપદી કહે છે કે-કૃષ્ણ ની આંગળી કપાઈ હતી,ત્યારે મારી સાડી ફાડી પાટો બાંધેલો-એટલે મારા માટે પાછા આવ્યા છે.
સુભદ્રા કહે છે કે-તમે તો માનેલા બહેન છો-સગી બહેન તો હું છું. મને મળવા આવેલા-ત્યારે હું રડી ગઈ અને કંઈ બોલી શકી નહિ.
એટલે મારા માટે પાછા આવ્યા છે.
પરમાત્મા સાથે પ્રેમ કરશો તો તે તમારા થશે.

સર્વ ને વહાલો પણ જલ્દી કોઈનો થનારો. સર્વ થી ન્યારો છે. સબસે ઉંચી પ્રેમસગાઈ માં માને છે.
ભીષ્મ નો પ્રેમ અતિ દિવ્ય હતો.
કૃષ્ણ કહે છે કે-હું કોઈ સગાઇ ને માનતો નથી, હું પ્રેમસગાઈ માં માનું છું. હું મારા ભીષ્મ માટે પાછો આવ્યો છું. મારો ભીષ્મ મને યાદ કરે છે.( ભીષ્મ પિતા નો પ્રેમ એટલો વધ્યો ) મને સ્મરણ થયું-તેમને મેં વચન આપેલું-કે તમારા અંત કાળે હું આવીશ.

ભીષ્મ-પિતા તે વખતે બાણગંગા નાં કિનારે મૃત્યુશૈયા પર પડેલા છે. તેમના માટે-તેમના મરણ ને સુધારવા માટે શ્રીકૃષ્ણ પાછા વળ્યા છે. મહાત્માઓનું મરણ મંગલમય હોય છે.

સંતો નો જન્મ આપણા જેવો સાધારણ હોય છે.તેથી તેઓની જન્મતિથી ઉજવાતી નથી. પરંતુ સંતોનું મરણ પુણ્યમય હોય છે- મંગલમય હોય છે. સંત શરીર નો ત્યાગ કરી-ભગવતસ્વરૂપ માં લીન થાય ત્યારે મોટો ઉત્સવ કરવામાં આવે છે.
તેથી સંતો ની મરણ તિથી ઉજવાય છે.

ભીષ્મ પિતાનું મરણ કેવી રીતે થાય છે-તે જોવા મોટા મોટા ઋષિ ત્યાં આવ્યા છે. મહાન પુરુષ છે. જેણે કાળ પર વિજય મેળવ્યો છે-એવા પુરુષ નું પ્રયાણકેવી રીતે થાય છે-તે જોવા સર્વ એકત્રિત થયા છે. ભીષ્મ પિતાને તરસ લાગી છે. દૂર્યોધન સોનાની ઝારી માં જળ લઈને આવ્યો છે. ભીષ્મ પિતાએ ના પાડી છે. પાપીનાં હાથનું પાણી મારે પીવું નથી.

તે પછી અર્જુને- પૃથ્વી માં બાણ માર્યું. પાતાળ માંથી ગંગાજી બહાર આવ્યા છે. ભીષ્મ પિતાએ પાણી પીધું.

શ્રી કૃષ્ણ ની ઈચ્છા એવી હતી કે મરતાં પહેલા ભીષ્મ તેમનું જ્ઞાન બીજાને આપી જાય. તેથી તેમણે ધર્મ રાજા ને કહ્યું કે-
મારી સાથે ચાલો. ભીષ્મ પિતાનું જ્ઞાન તમે ગ્રહણ કરો.

બાજુ ભીષ્મ વિચારે છે કે-ઉત્તરાવસ્થા માં ઉત્તરાયણ માં મારે મરવું નથી.મારે કાળ સાથે જવું નથી. પરમાત્મા સાથે જવું છે.
ભીષ્મ પિતા કાળ ને આધીન થયા નથી. તેમણે કાળ ને કહ્યું-હું તારો નોકર નથી.હું તારે આધીન નથી. હું શ્રીકૃષ્ણ ને આધીન છું.
આજ સુધી મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. તું અહીંથી ચાલ્યો જા. કાળને પાછો વાળ્યો છે.
ભીષ્મ પિતા કૃષ્ણનું ધ્યાન કરે છે.મને ભગવાને વચન આપ્યું છે-કે અંત કાળે હું જરૂર થી આવીશ. પણ હજુ સુધી તે દેખાતા કેમ નથી ? મારા નારાયણ આવે તોતેમના દર્શન કરતાં કરતાંહું પ્રાણ ત્યાગ કરીશ.

આમ વિચારે છે-તે-- વખતે શ્રીકૃષ્ણધર્મરાજા સાથે ત્યાં પધાર્યા છે.
ભીષ્મ-ધર્મરાજા ને કહે છે-કે-શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે.તે તારુંનિમિત્ત કરી મારા માટે તેઓ અહીં પધાર્યા છે. મારું મરણ સુધારવા તેઓતેમના વચન ને પાળવા અહીં આવ્યા છે. પરમાનંદ થયો છે.

ભીષ્મે ભગવાનને વચન થી બાંધ્યા હતા.

યુદ્ધ વખતે દૂર્યોધનભીષ્મને મહેણાં મારે છે. કે તમે મન દઈને લડતા નથી. આથી ભીષ્મે આવેશ માં આવી પાંડવોનાઅર્જુનના વધની પ્રતિજ્ઞા કરી અને દૂર્યોધનને કહ્યું કે-રાતે બાર વાગે હું ધ્યાનમાં બેસું-ત્યારે તારી રાણી નેઆશીર્વાદ લેવા મોકલજે.
હું તેને અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ-વરદાન આપીશ.
કૃષ્ણને સાંભળી ચિંતા થઇ. તે દૂર્યોધનની પત્ની ભાનુમતિ ને મળ્યા. અને તેને કહ્યું-દાદાજી તો ઘરના છે-આજે જવાની શું ઉતાવળ છે? આવતી કાલે દર્શન કરવા જજે. ભાનુમતિ માની ગયાં.
મહાત્મા કહે છે-કે- તે વખતે કૃષ્ણે દ્રૌપદીને જગાડી છે. અને તેને લઇ ભીષ્મ પાસે ગયા છે.

અહીં ભીષ્મ પિતા ધ્યાન કરે છે,પણ આજે દ્વારકાધીશનું સ્વરૂપ દેખાતું નથી. પણ હાથમાં દીવોકાળી કામળી-વગેરે સ્વરૂપવાળા ભગવાન દેખાય છે. દેખાય ને ? આજે ભગવાન દ્રૌપદીના ખવાસ થઈને આવ્યા છે.

દ્વારપાળે અટકાવ્યા-કોઈ પુરુષ અંદર જઈ શકે નહિ તેવો હુકમ છે. કૃષ્ણ બહાર ઉભા છે-દ્રૌપદી અંદર જઈ પ્રણામ કરે છે.
દૂર્યોધનની પત્ની ભાનુમતિઆવી હશે એમ સમજી-ભીષ્મ આશીર્વાદ આપે છે.-અખંડ સૌભાગ્યવતી ભવ......

દ્રૌપદી પૂછ્યું-દાદાજી તમારો આશીર્વાદ સાચો થશે ? ભીષ્મ પૂછે છે-દેવી તું કોણ છે ?
દ્રૌપદી જવાબ આપ્યો -હું પાંડવોની પત્ની-દ્રૌપદી.

ભીષ્મે કહ્યું-મેં તને આશીર્વાદ આપ્યા છે તે સાચા થશે. પાંડવોને મારવાની પ્રતિજ્ઞામેં આવેશમાં લીધેલી છે. સાચાં  હૃદયથી નહિ.
સાચાં હૃદય થી તને આશીર્વાદ આપ્યા છે તે સાચા પડશે.
પણ તું પહેલાં મને કહે-કે-તું અડધી રાત્રે એકલી અહીં કેવી રીતે આવી શકી ? અરે! મેં કેમ ના વિચાર્યું?
તને લાવનારદ્વારકાનાથ-સિવાય બીજો કોઈ હોઈ શકે નહિ.
જવાબ ની રાહ જોયા વગર ભીષ્મ દોડ્યા છે. બહાર આવી  શ્રી કૃષ્ણ ના દર્શન કરે છે.

શ્રીકૃષ્ણ ને કહે છે-આજે તો હું આપનું ધ્યાન કરું છું.પણ અંત કાળે તમારુ સ્મરણ રહેશે નહિ માટે અંત કાળ માં મારી લાજ રાખવા મને લેવા તમે આવજો. તે વખતે શ્રીકૃષ્ણે વચન આપેલું-કે- હું જરૂર આવીશ.
તેમણે આપેલા વચન ને સત્ય કરવાદ્વારકા નાથ પધાર્યા છે.

શરીર સારું છે-ત્યાં સુધીસાવધ થઇ જાવ. અંતકાળમાં જીવ બહુ અકળાય છે.શરીર રોગ નું ઘર થાય છે. પ્રાણ-પ્રયાણ સમયે વાત-પિત્ત-કફ ના પ્રકોપ થી ગળું રૂંધાઈ જાય છે. તે સમયે પ્રભુ સ્મરણ થતું નથી. પ્રાર્થનાથાય પણ તે પ્રાર્થના કામ લાગતી નથી.
આજ થી નક્કી કરો કે-મારે કોઈ યમદૂત જોડે જવું નથી.મારે પરમાત્મા જોડે જવું છેપ્રભુ ને રોજ પ્રાર્થના કરો.
શરીર માં શક્તિ છે ત્યારે ખુબ ભક્તિ કરો અને પ્રભુ ને રીઝાવો.-તો અંત કાળેપ્રભુનું સ્મરણ થાય છે-અને પ્રભુ લેવા આવે છે.
લાલાજી ને રોજ પ્રાર્થના કરો-તો-લાલાજી જરૂર આવશે.

ભીષ્મ પિતા શ્રીકૃષ્ણ ની સ્તુતિ કરે છે- હે નાથ, કૃપા કરો.જેવાં ઉભા છો-તેવાજ ઉભા રહેજો. મારી પ્રતીક્ષા કરતાં તમે ઉભા રહો.
શ્રી કૃષ્ણ વિચારે છે-મને બેસવાનું પણ નહિ કહે ?

પુંડરિક ની સેવા યાદ આવે છે. તુકારામે એક વાર-પ્રેમ માં પુંડરિક ને ઠપકો આપ્યો. મારા વિઠ્ઠલનાથ તારે આંગણે આવ્યા-તેની કદર ના કરી. મારા પ્રભુને તેં ઉભા રાખ્યા છે !!!

શ્રીકૃષ્ણ પૂછે છે કે-મારે ક્યાં સુધી આમ ઉભા રહેવાનું ?
ભીષ્મ કહે છે-તમારાં દર્શન કરતાં કરતાંપ્રાણ છોડીને- તમારાં ચરણ માં ના આવું-ત્યાં સુધી ઉભા રહો.

શ્રીકૃષ્ણ કહે છે-દાદા- ધર્મ રાજા ને થાય છે કે-મેં બધાને માર્યા છે.મારે લીધે સર્વનાશ થયો છે. તેમણે શાંતિ મળે તેવો ઉપદેશ આપો.

ભીષ્મ કહે છે-કે-ઉભા રહો-ધર્મ રાજાની શંકા નું સમાધાન  હું પછી કરીશ.પણ મારી એક શંકાનું સમાધાન તમે પહેલાં કરો.
મારા એક પ્રશ્નનો તમે જવાબ આપો.હું બીજા કોને પૂછવા જઈશ?

પ્રભુ કહ્યું-તમે પૂછો-હું જવાબ આપીશ.

ભીષ્મ કહે છે કે-મારું જીવન નિષ્પાપ છે,મારું તન-મન પવિત્ર છે,મારી ઇન્દ્રિયો શુદ્ધ છે.તેમ છતાં મને આવી બાણ-શૈયા પર કેમ સૂવું પડ્યું છે ? હું નિષ્પાપ છું છતાં આવી સજા મને કેમ કરો છો ?

શ્રીકૃષ્ણ કહે છે-દાદાજી આપે પાપ કર્યું નથી તે વાત સાચી છે.તેથી તો હું તમને મળવા આવ્યો છું. પણ તમે એકવાર
આંખથી પાપ જોયું છે. અને આપે પાપ જોયું તેની સજા છે.

ભીષ્મ કહે છે કે-તે પાપ મને યાદ આવતું નથી.મેં કયું પાપ જોયું છે ?

કૃષ્ણ કહે છે-દાદાજી તમે ભૂલી ગયા હશો,પણ હું ભૂલ્યો નથી.મારે સર્વ યાદ રાખવું પડે છે. યાદ કરો-તમે સભા માં બેઠા હતા- દુશાસન દ્રૌપદીને ત્યાં લઇ આવ્યો હતો. દ્રૌપદી ન્યાય માગેલો-જુગારમાં પતિ પોતે પોતાને હારી જાય પછી પત્નીને દાવમાં કેવી રીતે લગાડી શકે ? ત્યારે તમે કંઇ બોલ્યા નહિ.આવું ભરી સભામાં પાપ થતું તમે નિહાળો,તે તમારા જેવા જ્ઞાનીને શોભે નહિ. તમે તે વખતે દ્વિધા માં પડેલા હતા. સભામાં અન્યાય થતો હતો-તે તમે જોયો છે-તેની સજા છે.

ભીષ્મ પિતા વિચાર્યું-કૃષ્ણ સાચું કહે છે-તે દિવસે મને કેમ ના સમજાયું ?
તેમણે શ્રીકૃષ્ણ ને નમન કર્યું છે. પરમાત્માની નજર પડી. ભીષ્મની વેદના શાંત થઇ છે.

ભીષ્મ પિતા પછી-ધર્મરાજાને ઉપદેશ કર્યો છે.સ્ત્રીધર્મ-આપદ ધર્મ-રાજધર્મ-મોક્ષધર્મ-વગેરે સમજાવ્યા છે. મહાભારત ના શાંતિપર્વમાં બોધ આપેલો છે. તે પછી પરમ ધર્મ બતાવ્યો.

ભીષ્મ કહે છે-સ્થાવર-જંગમ રૂપ સંસાર ના સ્વામી-બ્રહ્માદિ દેવો ના યે દેવ-દેશ,કાળ અને વસ્તુ થી અપરિછિન્ન-ક્ષર,અક્ષરથી શ્રેષ્ઠ-પુરુષોત્તમના-સહસ્ત્ર નામો નું નિરંતર-તત્પર રહી ને-ગુણ સંકીર્તન કરવાથીપુરુષ સર્વ દુઃખો માંથી મુક્ત બને છે.

શંકરાચાર્ય ને વિષ્ણુ-સહસ્ત્રનામ નો પાઠ બહુ પ્રિય હતો. સૌથી પહેલું ભાષ્ય તેમણે વિષ્ણુ-સહસ્ત્રનામ પર લખેલું.
તેમનો છેલ્લોગ્રંથ છે-બ્રહ્મસુત્ર પર નું શાંકરભાષ્ય. તે પછી કલમ મૂકી દીધી છે.

સંત તુકારામને પણ વિષ્ણુ સહસ્ત્રનામ બહુ પ્રિય.તેમની પુત્રીના લગ્ન થયા. જમાઈને દાયજામાં શું આપ્યું ?ફક્ત પોતાના
હાથે લખેલી-વિષ્ણુસહસ્ત્રનામની પ્રત આપી. અને કહ્યું-આનો નિત્ય પાઠ કરજો. હજાર નામ-હજાર શસ્ત્રો
જેવા છે.તે તમારું રક્ષણ કરશે અને કલ્યાણ કરશે.

વિષ્ણુસહસ્ત્રનામ નો રોજ બે વખત પાઠ કરો.(અર્થ સમજીને) એક વખત જમ્યા પહેલાં અને એક વખત રાતે સૂતાં પહેલાં.
કપાળે લખેલા વિધાતાના લેખ-ભુંસવાની-કે બદલવાની શક્તિ  વિષ્ણુસહસ્ત્રનામમાં છે. ગરીબ માણસ વિષ્ણુયાગ યજ્ઞ તો ક્યાંથી કરી શકે ? પણ જો તે ૧૫ હજાર પાઠ કરે તો એક વિષ્ણુયાગ નું પુણ્ય મળે છે.

અતિ દુઃખ માં પણ મનુષ્ય ભોજન છોડતો નથી. ભોજનની જેમ ભજન પણ છોડ્યા વગર નિયમ રાખી ને સત્કર્મ કરો.પછી અનુભવ થશે.

ઉત્તરાયણ નો સમય આવ્યો છે.ભીષ્મ મૌન રાખી-પરમાત્માનું ધ્યાન કરે છે-પરમાત્મામાં તન્મય થયા છે-સ્તુતિ કરે છે.
હે,નાથ,આપણા દર્શન હું ખાલી હાથે કેમ કરું ?હું તમને શી ભેટ અર્પણ કરું ? મારાં મન-બુદ્ધિ તમારાં ચરણે ધરું છું.”

જીવ લુચ્ચો છે. કંઈક મુશ્કેલી આવે ત્યારે-રણછોડરાયજીના દર્શન કરવા જાય છે. ઘણાં મંદિરમાં જઈને પણ વેપાર કરે છે.
(થોડું આપી ને વધુ માગેતેનું નામ વેપાર) રણછોડરાય ને અગિયાર રૂપિયા ભેટ માં મૂકે અને કહે છે-“હે નાથ, મેં કોર્ટમાં મારા ભાઈ સામે દાવો કર્યો છે-મારું ધ્યાન રાખજો,” ધ્યાન રાખજો એટલે-મારી જોડે કોર્ટ માં આવજો.
વકીલ ને ૩૦૦ આપે અને ઠાકોરજી ને ૧૧ માં સમજાવે.

ભગવાન કહે-કે-હું બધું સમજુ છું. હું તારા દાદાનો યે દાદો છું. શું હું વકીલ કરતાંયે હલકો? - એટલે જયારે લક્ષ્મીજી ભગવાન ને પૂછે છે કે-તમે તમારાં ભક્તોને નજર કેમ નથી આપતા ?

ત્યારે ભગવાન કહે છે- આપે છે તેના બદલામાં શું માગે છે તે તો તું  જો.....

ભીષ્મ સ્તુતિ નો વિચાર કરતાંએમ લાગે છે-કે-
અંતકાળે ઘણી વાર જ્ઞાન દગો આપે છે. જ્ઞાન પર બહુ ભરોસો રાખશો નહિ. શરીર બહુ સારું હોય ત્યાં સુધી જ્ઞાનની વાતો કરવી સહેલી છે.(આત્મા બ્રહ્મરૂપ છે-તેને સુખ-દુઃખ નથી-એમ બોલવું સહેલું છે-આત્મા શરીરથી જુદો છેતે સહુ જાણે છે-પણ તેનો અનુભવ થતો નથી) પણ સાધારણ તાવ આવે તો પણ જ્ઞાન ભુલાય છે. ત્યારે દેહાધ્યાસ મનમાં આવે છે. શરીરના દુઃખમાં જ્ઞાન યાદ રહેતું નથી-કે શરીર થી હું જુદો છું.
અંતકાળમાં દુઃખ આવવાનું નક્કી છે.તેથી સતત ભક્તિ કરજો.

ભીષ્મ કહે છે કેહું શરણે આવ્યો છું. (એવું બોલતાં નથી કે હું બ્રહ્મરૂપ છું.) હું તમારો છું. હે નાથ, કૃપા કરી મને એકવાર કહો-કે- તું મારો છે.
ભગવાન સહેજ ઠપકો આપે છે-કૌરવોમાં તમારી આસક્તિ હતી.

ભીષ્મ કહે છે-ના-ના-કૌરવોમાં આસક્તિ નહોતી-પણ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં આસક્તિ હતી.-પ્રીતિ હતી. હે નાથ,તે વખતે અર્જુનના રથ પર તમે વિરાજતા હતા.મેં વિચાર્યું-કે-પાંડવ પક્ષમાં રહીશ તોઅર્જુનના રથ પર વિરાજેલા-પાર્થસારથી શ્રીકૃષ્ણનાં દર્શન બરોબર થશે નહિ.મને તમારું પાર્થ-સારથી નું સ્વરૂપ બહુ ગમે છે.એટલે-સામા પક્ષમાં જઈ હું ઉભો હતો.

ભગવાન વિચાર કરવા લાગ્યા-ડોસો ચતુર છે-કેવું સરસ બોલે છે.!!

ભીષ્મ કહે-છે-મને યુદ્ધ ના સમયની તમારી -વિલક્ષણ છબી યાદ આવે છે.મુખ પર લહેરાતી વાળની લટોઘોડાઓ નાં પગ થી ઉડતી ધૂળ થી મેલી થઇ હતી. ને પસીનાનાં નાનાં બિંદુઓ શોભી રહ્યાં હતાં. મારાં તીક્ષ્ણ બાણો વડે-હું તેમની ચામડી વીંધી રહ્યો હતો.

હે નાથ, મારા અનેક જુલમો સહીને પણ જગતમાં તમે મારી-કેટલી પ્રતિષ્ઠા વધારી !! મને કેટલું માન આપ્યું!!
મારી પ્રતિજ્ઞા સત્ય કરવા તમે તમારી પ્રતિજ્ઞા જતી કરી.

મહાભારત નાં યુદ્ધ માં કોઈ અસ્ત્ર-શસ્ત્ર લેવાની શ્રી કૃષ્ણે પ્રતિજ્ઞા કરેલી.

ભીષ્મે કહેલું-હું ગંગાજીનો પુત્ર છું-હું એવું લડીશ કે કૃષ્ણ ને હાથ માં શસ્ત્ર લેવું પડશે.
યુદ્ધ માં ભીષ્મ નાં બાણો થી અર્જુન ને મૂર્છા આવી છે. છતાં ભીષ્મ બાણ પર બાણ  મારે છે. કૃષ્ણે વિચાર્યું- ડોસોઅર્જુન ને મારી નાખશે-તો અનર્થ થશે-મારી પ્રતિજ્ઞા ગઈ ખાડામાં. એક સ્વરૂપે રથમાં બેઠા છે-અને બીજા સ્વરૂપે-ભગવાન રથ માંથી કુદી પડ્યા છે.

જેમ સિંહપોતાનો શિકાર પકડવા દોડતો હોય-તેમ શ્રીકૃષ્ણ-હાથ માં રથનું પૈડું લઇ ભીષ્મ તરફ દોડ્યા છે.
ભીષ્મે તે વખતે નમન કર્યું. ભગવાન નો જય જયકાર કર્યો. ભગવાન કેવાં દયાળુ છે!! ભક્ત ની પ્રતિજ્ઞા સત્ય કરવાપોતાની પ્રતિજ્ઞા જતી કરે છે. ઠાકોરજી ની લીલા છે. ભગવાન ભક્તો ને બહુ માન આપે છે. મારી ભલે હાર થાય પણ મારા ભક્તની જીત થાય.

ભીષ્મ કહે છે-કે- મારા ભગવાન ની પ્રતિજ્ઞા પણ કોઈ દિવસ ખોટી થાય નહિ.તમારી  પ્રતિજ્ઞા સાચી છે.તે વખતે મને-
તમારાં બંને સ્વરૂપ નાં દર્શન થયા છે. રથમાં જે સ્વરૂપે હતાં-તે સ્વરૂપે હાથ માં અસ્ત્ર-શસ્ત્ર લીધું નથી.

ભીષ્મ એટલે મન. અર્જુન એટલે જીવાત્મા.

મન(ભીષ્મ)-આવેશ માં આવે છે-ત્યારે સંકલ્પ-વિકલ્પ રૂપી બાણ મારે છે-એટલે જીવ (અર્જુન) ઘાયલ થાય છે.મૂર્છિત થાય છે.
તે વખતે રથ (જીવાત્મા રૂપી રથ)ની લગામ ભગવાન નાં હાથ માં હોય તો-ભગવાન રક્ષણ કરે છે. ભગવાન ચક્ર લઈને
મન ને (ભીષ્મને) મારવા જાય છે-ત્યારે મન કાબુમાં આવે છે-શાંત થાય છે.

જીવ પરમાત્મા નાં શરણે  જાય-ત્યારે પરમાત્મા મન ને શાંત કરે છે.
મન જો-સંકલ્પ-વિકલ્પ કરે તોતે મન-આત્મ-સ્વરૂપ માં મળી જાય છે.ત્યારે જીવને શાંતિ મળે છે.

ભીષ્મે કરેલી સ્તુતિ અનુપમ છે. એને ભીષ્મસ્તવરાજ સ્તોત્ર પણ કહે છે.
ભીષ્મ મહાજ્ઞાની હતા-તેમ છતાં પ્રભુ પ્રેમ માં તન્મય થઈને ભગવતસ્વરૂપ માં લીન થયા છે. કૃતાર્થ થયા છે.
તે બતાવે છે કે ભક્તિ શ્રેષ્ઠ છે.
સાધન ભક્તિ (મર્યાદા ભક્તિ) કરતાં કરતાંસાધ્ય ભક્તિ(પુષ્ટિભક્તિ) સિદ્ધ થાય છે.

કબીર કહે છે--જબ તુમ આયે જગત મેં જગ હસે તુમ રોયઐસી કરની કર ચલો તુમ હસે જગ રોય.
જયારે જન્મ થયો ત્યારે તમે રડતા હતાં અને જગત આનંદ માનવી હસતું હતું. પણ જગત માંથી જયારે તમે જાવત્યારે એવા સુકૃત્ય કરીને જાવ-કે-તમને તમારી ફરજ બજાવ્યા નો પૂર્ણ સંતોષ હોય-પ્રભુ પ્રેમ માં તન્મય હોવ-તો તમે હસતા હોવઅને જગતને તમારી ખોટ એટલી- સાલે કે-જગત તમારાં માટે રડે.

માનવ જીવન ની છેલ્લી પરીક્ષા મરણ છે. જેનું જીવન સુધરે તેનું મરણ સુધરે.જીવન એનું સુધરે જેનો સમય સુધરે.
કે જેને સમયની કિંમત છે.
ગયેલી સંપત્તિ મળશે પણ ગયેલો સમય નહિ મળે. પ્રતિક્ષણ નો જે સદુપયોગ કરે,તેનું મરણ સુધરે.
કણ અને ક્ષણ નો દુરુપયોગ કરો, પ્રતિ દિન સંયમ અને ઈશ્વરનું સ્મરણ-કરે તેનું મરણ ભીષ્મ ની જેમ સુધરે.
અંતકાળ નો સમય બહુ કઠણ છે. તે વખતે પ્રભુ નું સ્મરણ બહુ કઠણ છે.

ભીષ્મ જ્ઞાન નો ભરોસો રાખતા નથી,
ભક્તિ થી પ્રભુ ની શરણાગતિ સ્વીકારી છે-તો પ્રભુ મરણ સુધારવા-સદગતિ આપવા પધાર્યા છે.

ભીષ્મ ના મરણ થી યુધિષ્ઠિર અને સર્વ ને દુઃખ થયું પણદાદા ને સદગતિ મળીતેથી આનંદ થયો છે.
યુધિષ્ઠિર-હસ્તિનાપુર માં રાજ્ય કરવા લાગ્યા. ધર્મ ના પાલન થી સર્વ લોકો સુખમાં જીવે છે.

સૂતજી કહે છે-કે-ધર્મરાજાના રાજ્યમાં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું.

ધર્મરાજાને ને ગાદી બેસાડી,શ્રી કૃષ્ણ-દ્વારકા પધારે છે. હસ્તિનાપુરના લોકો રથયાત્રા નાં દર્શન કરે છે.
શ્રીકૃષ્ણ દ્વારકા માં આવ્યા ત્યારેનગરજનો કહે છે-કે-આપની કૃપાથી સર્વ સુખ હતું પણ એક દુઃખ હતું કે-આપનાં દર્શન થતાં નહોતાં.
સર્વ ને કૃષ્ણ દર્શન ની આતુરતા છે.

અગિયારમાં અધ્યાય માં શ્રીકૃષ્ણ દ્વારકા પધાર્યા તે કથા છે. બારમાં અધ્યાય માં પરીક્ષિત ના જન્મ ની કથા છે.
પવિત્ર સમયે-ઉત્તરાએ બાળક નો જન્મ આપ્યો. બાળક જન્મ્યા પછી ચારે બાજુ જોવા લાગ્યો. માતા ના  પેટમાં ચતુર્ભુજ સ્વરૂપે જે પુરુષ દેખાતા હતા તે ક્યાં છે ?
પરીક્ષિત ભાગ્ય શાળી છે કે તેને માતાના ગર્ભ માં-જન્મતાં પહેલાં પરમાત્મા નાં દર્શન થયાં છે.

યુધિષ્ઠરે બ્રાહ્મણો ને પૂછ્યું-કે બાળક કેવો થશે ?

બ્રાહ્મણો કહ્યું-સર્વ ગ્રહો દિવ્ય પડ્યા છે-માત્ર એક મૃત્યુંસ્થાન બગડેલું છે.એનું મૃત્યુ સર્પ દંશ થી થશે.

યુધિષ્ઠિરને સાંભળી દુઃખ થયું. મારા વંશ નો દિકરો સર્પ દંશ થી મ્રત્યુ પામે તે યોગ્ય નથી.

ત્યારે બ્રાહ્મણો આશ્વાસન આપ્યું-કે-સર્પ દંશથી તેનું મ્રત્યુ ભલે થશે-પણ તેને સદગતિ મળશે.તેના બીજા ગ્રહો સારા છે. તે ગ્રહો જોતાં લાગે છે કે- જીવાત્મા નો છેલ્લો જન્મ છે.

પરીક્ષિત રાજા ધીમે ધીમે મોટા થયા છે. ચૌદ-અને પંદરમાં અધ્યાય માં ધ્રુતરાષ્ટ્ર અને પાંડવો ના મોક્ષ ની કથા કહી છે
પછી-સોળમા અધ્યાય થી પરીક્ષિત ચરિત્ર નો આરંભ કર્યો છે.

બાજુ વિદુરજી તીર્થયાત્રા નીકળેલા-તે ફરતાં ફરતાં પ્રભાસ ક્ષેત્ર માં આવ્યા છે. વિદુરજી ને ખબર પડી કે-સર્વ કૌરવોનો વિનાશ થયો છે.ધર્મ રાજા ગાદી પર વિરાજ્યા છે-એક મારો ભાઈ ધર્મરાજા ને ત્યાં ટુકડા ખાવા પડ્યો છે.
વિદુરકાકા પધાર્યા છે-ધર્મરાજા તેમનું સ્વાગત કરે છે. વિદુરકાકા માન લેવા આવ્યા નહોતા પણ-પોતાના બંધુ નેબંધનમાંથી છોડાવવા આવ્યા છે.

વિદુરજીએ ૩૬ વર્ષ તીર્થ યાત્રા કરી છે.સંતો તીર્થ યાત્રા કરી તીર્થ ને પાવન કરે છે.
બાકી શાસ્ત્ર માં લખ્યું છે કે-
ઉત્તમા સહજાવસ્થામધ્યમા ધ્યાન ધારણાઅધમા મૂર્તિપૂજા-તીર્થ યાત્રા અધમાધમા
તેનું કારણ છે કે-તીર્થ યાત્રા માંબીજી ચિંતા માં ઈશ્વરનું નિયમ થી ધ્યાન થતું નથી.સત્કર્મ નિયમ થી થતું નથી.
ઘણા તો હવાફેર- કે -મોજ-મજા કરવા તીર્થ સ્થાને જતાં હોય છે.

      
વિદુરજીએ તેમની ૩૬ વર્ષની યાત્રા નું વર્ણન ૩૨ શબ્દો માં કર્યું છે.

આજ કાલ તો લોકોઆટલી જાત્રા અમે કરી-તેમ વારંવાર વર્ણન કરતા રહે છે. તમારા હાથે જેટલું પુણ્ય થાય તે ભૂલી જાવ- પણ જેટલું પાપ થયું છે તે યાદ રાખો. સુખી થવાનો એક માર્ગ છે.

મધ્યરાત્રીએ વિદુરજી ધ્રુતરાષ્ટ પાસે ગયા. ધ્રુતરાષ્ટ જાગતા હતા. યુવાવસ્થામાં જેને બહુ પાપ કર્યા હોયતેને વૃધ્ધાવસ્થા માં ઊંઘ આવતી નથી.
વિદુરજી ધ્રુતરાષ્ટને પૂછે છે-કેમ ભાઈ,ઊંઘ આવતી નથી ?જે ભીમ ને ઝેરના લાડુ ખવડાવ્યા-તેના ઘરમાં તું ખાંડ ના લાડુ ખાય છે !! તને શરમ નથી આવતી ?ધિક્કાર છે તને, -પાંડવો ને તેં દુઃખ આપ્યું. તું એવો દુષ્ટ છે-કે દ્રૌપદી ને ભરી સભામાં બોલાવવા સંમતિ આપેલી. તારા સો છોકરાઓ મરી ગયા. પણ હજુ તને વિવેક નથી. પાંડવોને છોડી હવે જાત્રાએ નીકળો.પ્રભુ સ્મરણ કરો.

ધ્રુતરાષ્ટ કહે છે-ભત્રીજા બહુ લાયક છે.મારી ખુબ સેવા કરે છે.તેમને છોડતાં દિલ થતું નથી.

વિદુરજી કહે છે-હવે તને ભત્રીજા વહાલા લાગે છે ? તો ધર્મરાજા ધર્મ ની મૂર્તિ છે-તેથી તારા અપકાર નો બદલો ઉપકારથી આપે છે. પણ -મને તો એવું લાગે છે-કે-થોડા દિવસો માં પાંડવો પ્રયાણ કરશે-અને તને ગાદી પર બેસાડશે. તેની આશામાં તું બેઠો છે. ભાઈ,તું હવે મોહ છોડ. તારા માથે કાળ છે. તારા મુખ પર મને મૃત્યુ ના દર્શન થાય છે. સમજી ને ઘર છોડીશ તો કલ્યાણ છે- નહીતર કાળ ધક્કો મારશેએટલે તો છોડવું પડશે. છોડ્યા વગર છુટકો નથી. સમજી ને છોડે તેને બહુ શાંતિ મળે છે.
પરાણે છોડવું પડે-તો બહુ દુઃખ થાય છે. થોડા સમયમાં તારું મૃત્યુ-ચોક્કસ છે.

જીવ સમજી ને છોડતો નથી. ડોક્ટર કહે-તમને બ્લડ પ્રેસર છે-ધંધો બંધ કરો-નહીતર જોખમ છે-
ત્યારે મનુષ્ય ડાહ્યો થઇ ઘરમાં બેસી જાય છે.

ધ્રુતરાષ્ટ કહે છે-ભાઈ તારું કહેવું સાચું છે-પણ હું આંધળો છું-એકલો ક્યાં જાઉં ?
વિદુરજી કહે છે-કે-દિવસે તો ધર્મરાજા તને છોડશે નહિ.પણ અત્યારે મધ્યરાત્રીએ હું તમને લઇ જાઉં.

ધ્રુતરાષ્ટ,ગાંધારી સાથે વિદુરજી ગંગા કિનારે સપ્તસ્ત્રોતતીર્થ માં આવ્યા છે.
ગંગાજીની ત્યાં સાત ધારા છે-તેથી તેને સપ્તસ્ત્રોતતીર્થ કહે છે. જયારે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું ત્યારેતેમનું સ્વાગત કરવા ઋષિ-મુનિઓ ઉભા થાય છે અને દરેક જણ-કહે છે કેઅમારા આશ્રમ માં પધારો.ગંગાજીએ લીલા કરી છે-ઋષિ ઓને ખરાબના લાગે તે  માટેસાત સ્વરૂપ ધારણ કરી-એક એકના આશ્રમ માં એકીસાથે ગયાં છે. સાતે ધારાઓ હરિદ્વારના બ્રહ્મકુંડમાં એકત્ર થઇ છે.તેથી હરિદ્વાર ના સ્નાન નું મહત્વ છે.

સવારે યુધિષ્ઠર-ધ્રુતરાષ્ટના મહેલ માં આવ્યા. કાકા દેખાતા નથી. વિચારે છે-કેઅમે તેમના સો પુત્રો ને મારી નાખ્યા એટલે તેમણે આત્મહત્યા તો નહિ કરી હોય? કાકા-કાકી નો પત્તો ના લાગે ત્યાં સુધી મારે પાણી પીવું નથી

પરમાત્માના લાડીલા ભક્તો દુઃખી થાય ત્યારે પરમાત્મા કોઈ સંત ને મોકલે છે. ધર્મ રાજા ની પાસે તે વખતે નારદજી પધારે છે.

નારદજી સમજાવે છે-કે-કાકા ને સદગતિ મળવાની છે.ચિંતા ના કરો.દરેક જીવ મરણ ને આધીન છે.કાકા જ્યાં જવાના છે ત્યાં તમારે પણ જવાનું છે.આજથી પાંચમા દિવસે કાકાની સદગતિ થશે પછી તમારો વારો આવશે. કાકાને માટે રડશો નહિ.

હવે તમારો વિચાર કરો. મરેલો પાછો આવતો નથી, જીવતો પોતા માટે રડે તે સારું છે. તમારાં માટે પણ હવે મહિના
બાકી રહ્યાં છે. દ્વાપર યુગ ની સમાપ્તિ માં તમારે પણ બધું છોડવું પડશે.

એક મરે તેના પાછળ બીજો રડે છે.પણ રડનારો સમજતો નથી-કે ગયો છે ત્યાં મારે પણ એક દિવસ જવાનું છે.
બીજા માટે રડોતે ઠીક છે-પણ રોજ તમારા માટે થોડું રડો. રોજ વિચાર કરો કે મારે મારું મરણ સુધારવું છે.
માંદા થઇ-પથારી માં પડ્યા પછી ડહાપણ ઘણાને આવે છે.તે શા કામનું ? પંચાવન પછીપણ ઘણા નવી નોકરી શોધી કાઢે છે.
પંચાવન પછી તમે છોકરા ઓની ચિંતા છોડી દેજો. પંચાવન પછી બધું છોકરાઓને સોંપી-છોકરાઓને ભગવાન ને સોંપી દો.
પંચાવન પછી જે બહુ સાવધાન રહે છે-તેનું મરણ સુધરે છે.
કેટલાક કહે છે કે-હું તો બધું છોડી દઉં પણ મારા ભાણા નું શું થાય ?અરે ભાઈભાણા ની ચિંતા તું શા માટે કરે છે ?
તું તારી ચિંતા કરને. અંતકાળે જીવ ચિંતા કરે છે-મારી છોકરીનું શું થશે?મારી ઘરવાળીનું શું થશે ?
પણ તારું શું થશે ? તેનો વિચાર કર.

No comments: