શ્રીમદ્ભાગવત સ્કંધ – 7 (Page 54)
ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો
હોય તો –તેની સતત કાળજી રાખવી પડે
છે-મહેમાનની સાથે બેસો તો તે ભોજન લે છે.
કોઈ સાહેબ ઘેર આવ્યા હોય-ચા
મૂકી ને બે-ત્રણ વાર કહેવું પડે કે સાહેબ ચા ઠંડી થાય છે. સાહેબ કંઈ આંધળો નથી-પણ બે-ત્રણ
વાર કહીએ ત્યારે તે ચા લે છે.
માનવને મનાવવો પડે તો લાલાજી
તો તેના કરતા હજારો ગણા શ્રેષ્ઠ છે.
લાલાજીને ભોગ ધરાવ્યા પછી
–તેમની જોડે બેઠા વગર જો ઘરનાં
બીજાં કામમાં લાગી જાઓ તો લાલાજી ભોગ સામે જોશે પણ નહિ.
યશોદામૈયા બહુ
મનાવતા ત્યારે લાલાજી ખાતા. યશોદાજીના જેમ લાલાને જમવા માટે ખુબ મનાવો.
લાલાને અનેક
વાર મનાવશો તો કોઈ એક વાર તે માનશે. લાલાજી જે દિવસે ખાશે- તે દિવસે બેડો પાર છે.
કોઈવાર ઘરનાં
બધાને બહાર જવાનું હોય તો ભગવાન ને એકલા દૂધ પર રાખે છે.
કહેશે-કે-“નાથ, દૂધ જમો.મારે
આજે મોહનથાળ ખાવા બહાર જવાનું છે.” ત્યારે ભગવાન કહેશે-કે-“તું મિષ્ટાન્ન
ખાય અને મને દૂધ પર રાખે છે ? હું પણ તને એક મહિનો દૂધ પર રાખીશ.” ભગવાન ટાઈફોઈડ
તાવને મોકલી આપે છે.
ડોક્ટર કહેશે-કે
હવે તેને એક મહિનો અનાજ આપશો નહિ. – આ તો હળવા અર્થમાં
કહ્યું.
ઘરમાં કોઈ જમનાર
ન હોય તો પણ ભગવાન માટે રસોઈ બનાવો.
પરમાત્માની
સેવાનું ઘણું મહત્વ છે. કોઈ પણ એક જગ્યાએ મન અને ધ્યાન કેન્દ્રિત કરવા- કોઈ પણ સ્વરૂપની
મૂર્તિ રાખી પ્રેમપુર્વક-ખુબ જ ભાવથી પ્રભુની સેવા કરો. ચિત્રસ્વરૂપ
કરતા મૂર્તિસ્વરૂપ સારું છે.
મૂર્તિ સ્વરૂપમાં
આંખ ને મન પરોવાયેલું રહે છે.
લોખંડની છીણી હોય અને તેને અગ્નિમાં તપાવો-તો અગ્નિના સંબંધથી
તે છીણી અગ્નિસમ બને છે.તેને હાથ અડાડી શકાતો નથી.
તેમ મૂર્તિમાં પ્રભુ આવીને બિરાજ્યા છે –એવી-ભાવના કરવાથી –મૂર્તિ ભગવદસ્વરૂપ બને છે.
મુર્તિ ની સેવામાં સંપત્તિ પ્રમાણે ખર્ચ કરો. લાલા માટે
સુંદર સિંહાસન બનાવો. રોજ નવાં નવાં કપડાં પહેરાવો.
જેની પાસે સંપત્તિ
નથી તે તો પ્રેમથી ફૂલ અર્પણ કરેશે તો પણ ચાલશે.તેથી પણ ઠાકોરજી પ્રસન્ન થશે.
પ્રભુ માને
છે-કે મેં તેને કશું આપ્યું નથી તો તે મને ક્યાંથી આપે ?
સેવા કરો ત્યારે
મનથી એવી ભાવના રાખો કે –લાલાજી પ્રત્યક્ષ
હાજર થઇને વિરાજ્યા છે. સેવાના આરંભમાં ધ્યાન કરવાનું –
અને ભાવના કરવાની
કે-લાલાજી રૂમ-ઝુમ કરતા ચાલતા આવી ને મૂર્તિ માં પ્રવેશ્યા છે. હાજરા હજુર છે.
વેદાંતીઓ બ્રહ્મની-અદ્વૈતની
વાતો કરે છે. જીવ બ્રહ્મ છે,આત્મા પરમાત્મા છે. હા તે સાચું છે.
પણ જીવ ભલે
બ્રહ્મરૂપ હોય-પણ આજે તો તે દાસ છે.(જ્યાં સુધી જીવને બ્રહ્મનો અનુભવ ન થાય ત્યાં સુધી)
દાસ્યભાવ થી
અભિમાન મરે છે.(માલિક ની “કૃપા” થી હું સુખી છું)
ભાગવતમાં વાત્સલ્યભાવ-મધુરભાવ...એવા
અનેક ભાવનું વર્ણન છે.પણ એ સર્વ ભાવ દાસ્યભાવથી મિશ્રિત છે.
દાસ્યભાવ વગર
જીવની દયા ઈશ્વરને આવતી નથી. (અહમનો અભાવ-થવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે)
સેવા એટલે સેવ્ય
(પરમાત્મા) માં મન પરોવી રાખવું. પોતાના શરીર (સ્વ-રૂપ) પર જેવો પ્રેમ કરીએ છીએ-
એવો જ લાલાજીના
સ્વરૂપમાં પ્રેમ રાખવાનો છે. કૃષ્ણ સેવામાં હૃદય ન પીગળે ત્યાં સુધી સેવા સફળ થતી નથી.
મૂર્તિમાં ભગવદ-ભાવ
ન જાગે ત્યાં સુધી દુનિયાના પ્રત્યેક પદાર્થમાં ઈશ્વર ભાવ જાગતો નથી.
સેવા કરતાં
સતત નિષ્ઠા (વિશ્વાસ) રાખવાની છે-કે-મૂર્તિમાં
પ્રત્યક્ષ પરમેશ્વર છે. પ્રત્યક્ષ લાલાજી છે.
મન માંથી મલિનતા
ને કાઢી નાખી-શુદ્ધ થઇ અને સેવા કરવાની છે.
સેવાની વિધિ, સેવામાં દૃઢતા
અને સેવામાં કેવી ભાવના જોઈએ? એ બાબતમાં નામદેવના
ચરિત્રની એક કથા છે.
નામદેવ ત્રણ
વર્ષના હતા. ઘરમાં વિઠ્ઠલનાથજીની પૂજા હતી. એકવાર પિતાને બહારગામ જવાનું થયું.
પિતાએ નામદેવને
પૂજાનું કામ સોંપ્યું.
પિતાજી કહે
છે-બેટા,ઘરનાં માલિક
વિઠ્ઠલનાથજી છે. ઘરમાં જે કંઈ છે તે આપણું નથી –પણ વિઠ્ઠલનાથજી
નું છે.
તેમની સેવા
કર્યા વગર ખાઈએ તો પાપ લાગે. તેમને ભોગ અર્પણ કરી અને પ્રસાદરૂપે લઈએ તો દોષ નથી.
નામદેવ પૂછે
છે-કે-બાપુજી,ઠાકોરજી ની
સેવા કેમ કરવી તે મને બતાવો.
પિતાજી સેવા
ની વિધિ સમજાવતાં કહે છે-કે-બેટા, સવારમાં વહેલો જાગજે.
પિતાજી નામદેવ
ને કહે છે- કે “સવારે વહેલા
જાગી –સ્નાન કરી પવિત્ર
થઇ –તે પછી ભગવાન
ની પ્રાર્થના કરવી.
પ્રાર્થના કરી
લાલાજી ને જગાડવાના. આપણે તો ભગવાન ના સેવક છીએ. સાધારણ સેવક જેમ માલિક ને સાવધાની
થી જગાડે-
તેમ લાલાજી
ને જગાડવાના. (ઉત્તિષ્ઠ ગોવિંદ,ઉત્તિષ્ઠ ગરુડધ્વજ,ઉત્તિષ્ઠ કમલાકાન્ત
ત્રૈલોક્ય મંગલમ કુરુ.)
ઉઠાડતાં પહેલાં ભોગ સામગ્રી તૈયાર રાખજે.
વૈષ્ણવ ના હૃદય માં પ્રેમભાવ જાગે એટલે લાલાજી ને ભૂખ લાગે છે.
મંગળામાં માખણ-મિસરી નો ભોગ લગાવવાનો હોય છે. (મંગળા અને
શૃંગાર કરી બંનેનો સાથે ભોગ પણ –ઘણા લગાવે છે.)
પ્રભુના ધીરે ધીરે ચરણ પખાળવા,
કે તેમને દુઃખ ન થાય. શ્રીઅંગ કોમળ છે-તેવી
ભાવના કરી તેમને સ્નાન કરાવવું.
પછી ભગવાન ને શૃંગાર કરવાનો. વિઠ્ઠલનાથ ને પૂછવાનું-આજે
કયું પીતાંબર પહેરાવું ? “
શૃંગાર કરવાથી
શું ભગવાન ની શોભા વધે છે ? ના, પરમાત્મા ને શૃંગાર ની જરૂર નથી. એ તો સહજ સુંદર
છે. નિત્ય સુંદર છે.
શૃંગાર કરતી
વખતે આંખ અને મન ભગવાન માં જોડાય છે-જેથી મન શુદ્ધ થાય છે.
મોટા મોટા યોગીઓ
ને જે આનંદ સમાધિમાં બંધ આંખે મળે છે-તેવો આનંદ વૈષ્ણવોને ઠાકોરજીના શૃંગારમાં ઉઘાડી
આંખે મળે છે. યોગીઓને પ્રાણાયામ -પ્રત્યાહાર કરવા પડે છે-છતાં મન કોઈ વાર દગો આપે છે.
ઝાડ નીચે બેસી
ધ્યાન-ધારણા કરવાથી જે યોગી ને જે સિદ્ધિ મળે તે સિદ્ધિ વૈષ્ણવો ને ઠાકોરજી ની સેવાથી
મળે છે.
લાલાજીની ઈચ્છા
અનુસાર શૃંગાર કરો તે સેવા છે-અને આપણી ઈચ્છા અનુસાર શૃંગાર કરીએ તે પૂજા છે.
કનૈયાને વારંવાર
પુછશો તો કનૈયો તમને કહેશે-કે તેમની શું ઈચ્છા છે.
અને એટલો સમય
જગત ભુલાશે અને માલિક માં તન્મયતા થશે-અને આનંદ થશે.
“શૃંગાર કર્યા
પછી-ભોગ અર્પણ કરવાનો-દૂધ ધરાવવાનું. વિઠ્ઠલનાથ શરમાળ છે-વારંવાર પ્રાર્થના કરીએ છીએ
ત્યારે આરોગે છે.
સેવા પછી પ્રાર્થના
કરવાની “
(એવું નથી કે
સંસ્કૃત માં જ પ્રાર્થના થાય.પોતાની માતૃભાષા માં પણ સ્તુતિ કરી શકાય.પ્રભુ ને તો બધી
ભાષા આવડે છે)
“સ્તુતિ-પ્રાર્થના
પછી કિર્તન કરવાના.તે પછી આરતી ઉતારવાની.અને પછી ભગવાન ને વંદન કરવાના. સ્તુતિ માં
કોઈ ભૂલ
થઇ હોય તો તે
વંદન કરવાથી,માફ થાય છે.
સેવા પરિપૂર્ણ બને છે. સમાપ્તિ માં સાષ્ટાંગ પ્રણામ કરવાના.”
નામદેવ નિર્દોષ
બાળક હતા.પિતાએ કહેલી સર્વ વાત સાચી માની છે. બાળક ના મનમાં આ વાત ઠસી ગઈ કે- આ મૂર્તિ નથી પણ સાક્ષાત પરમાત્મા
છે.
બાળક નાનો હોય
ત્યાં સુધી તેને સમજાવવામાં આવશે તો મૂર્તિમાં ભગવાન દેખાશે. મોટી ઉંમરનો
થાય પછી તેને સમજાવવા જશો તો સામી દલીલ કરશે.
(આપણે ઘણા પણ –મૂર્તિમાં શું
ભગવાન છે? તેની દલીલ કરીએ
છીએ!!!)
નામદેવના મનમાં
ઠસી ગયું-કે-ભગવાન દૂધ પીશે-ભગવાન ભોગ જમશે. નામદેવ બાલ્યાવસ્થાથી જ ભક્ત હતા.
તે દિવસે રાત્રે
નામદેવને ઊંધ નથી આવતી. “સવારે મારે
વિઠ્ઠલનાથજીની સેવા કરવાની છે.”
પ્રાતઃકાળમાં
ચાર વાગે નામદેવ ઉઠ્યા છે. કિર્તન કરી પ્રેમથી ભગવાનને જગાડે છે. ઠાકોરજીના ચરણ પખાળી
સ્નાન કરાવ્યું.
સુંદર શૃંગાર
કર્યો છે. વિઠ્ઠલનાથ પ્રસન્ન દેખાય છે.(ઝાંખી) ઘરનાં ગરીબ હતા એટલે હીરા મોતી ની કંઠી
ક્યાંથી અર્પણ કરી શકે ?
તુલસી અને ગુંજા
ની માળા અર્પણ કરી છે. ઠાકોરજી ને ગોપી ચંદન નું તિલક કર્યું છે.
શૃંગાર થયા
પછી ઠાકોરજી ને ભૂખ લાગે છે.
આપણા હૃદયમાં
પ્રેમ હોય તો તે પ્રેમ જ મૂર્તિમાં જાય છે અને મૂર્તિ ચેતન બને છે. પ્રેમ જડ ને ચેતન
બનાવે છે.
નામદેવ દૂધ
લઇ આવ્યો છે. “વિઠ્ઠલ તમે
જગતને જમાડનાર છો.હું તમને શું જમાડી શકું ? તમારું તમને અર્પણ કરું છું.”
“ત્વદીયં વસ્તુ
ગોવિંદ,તુભ્યમેવ સમર્પયે.
“ (હે ગોવિંદ,તમારી વસ્તુ
જ તમને અર્પણ કરું છું)
વિઠ્ઠલનાથજી
ને દૂધ ધરાવી નામદેવ વારંવાર વિનવણી કરે છે. નામદેવ નો પ્રેમ જોઈ વિઠ્ઠલનાથ પ્રસન્ન
થાય છે.
તે દૂધ પીતા
નથી પણ કેવળ પ્રેમ થી નામદેવ ને નિહાળી રહ્યા છે.
નામદેવ કહે
છે-“હું બાળક છું,આજ સુધી સેવા
ન કરી તેથી તમે નારાજ થયા છો ? દૂધ કેમ પીતા નથી ?
જલ્દી દૂધ પીઓ, તમને ભૂખ લાગી
હશે.”
“શું ખાંડ ઓછી પડી છે ?દૂધ ગળ્યું નથી ? એટલે દૂધ નથી પીતા ?”
નામદેવ વધુ ખાંડ લઇ આવી અને દૂધ માં વધારે ખાંડ નાખે છે.
પણ હજુ વિઠ્ઠલનાથ દૂધ પીતા નથી.
નામદેવ ઈશ્વરને વારંવાર વિનવણી કરે છે. લાલાજી ને મનાવે
છે. છતાં લાલાજી દૂધ પીતા નથી.
નામદેવનું હૃદય
હવે ભરાણું છે.
નામદેવ બાળકસહજ ભાવ થી
વિઠ્ઠલનાથજી ને કહે છે-
“વિઠ્ઠલનાથ,
દૂધ પીઓ નહિતર મારા પિતાજી મને મારશે. તે
શું તમને ગમશે ?”
હવે વિચારે છે-કે મારાથી કોઈ ભૂલ તો નહિ થઇ હોય ને ?
–એટલે કહે છે—
“મારી ભૂલ થઇ હોય તો ક્ષમા કરો.પિતાજીએ બતાવ્યા
મુજબ મેં સેવા કરી છે.પિતાજી એ કહ્યું હતું કે –વિઠ્ઠલનાથ અતિ ઉદાર છે.
તે ભક્ત ના અપરાધ ને
ક્ષમા કરે છે. શું આપ મને ક્ષમા નહિ કરો ?”
હવે નામદેવ
થોડા અકળાણા છે-“વિઠ્ઠલ તમે
દૂધ પીશો નહિ, ભૂખ્યા રહેશો
તો હું પણ ભૂખ્યો રહીશ.”
હવે વિચારે
છે-કે –માલિક ને બહુ
મનાવ્યા પણ માનતા નથી.માલિક નારાજ થયા છે-તો આ જીવન શું કામનું ?
અતિશય વ્યાકુળ
થયા છે-એટલે હવે વિઠ્ઠલનાથજી ને કહે છે-
“ આ હવે છેલ્લી
વાર તમને કહું છું. તમે દૂધ પીઓ, હવે જો તમે દૂધ નહિ પીઓ તો તમારાં આગળ માથું પછાડી
મરી જઈશ”
વિઠ્ઠલનાથજી
બાળક ની કાલીઘેલી વાતો સાંભળવામાં મસ્ત બન્યાં છે. તેમને દૂધ પીવાનું યાદ આવતું નથી.
પણ જ્યાં જોયું
કે હઠે ચડેલ નામદેવ-હવે માથું પછાડવા તૈયાર થયો છે-કે-
માલિકે દૂધ
નો કટોરો ઉઠાવ્યો છે.
નામદેવ ના અતિશય
પ્રેમ થી આજે જડ મૂર્તિ ચેતન બની છે. વિઠ્ઠલનાથ સાક્ષાત થયા છે. અને દૂધ પીએ છે.
નામદેવ આશ્ચર્ય
થી -હર્ષથી વિઠ્ઠલનાથ ને દૂધ પીતા જોઈ રહ્યા છે, નામદેવ ને પરમાનંદ
થયો છે.
માલિક દૂધ પીએ
છે અને કટોરો ખાલી થતો નામદેવે જોયો....
હવે તેમનું
બાળક દિલ કહે છે- કે –“વિઠ્ઠલ નાથ
જો બધું દૂધ પી જશે તો મારા પ્રસાદ નું શું ?મારે માટે પ્રસાદ નહિ રાખે ?”
એટલે હવે તે
જ બાળકસહજ ભાવ થી લાલાજી ને કહે છે-કે-
“વિઠ્ઠલનાથ, તમને આજે શું
થયું છે ?તમે એકલા જ
બધું દૂધ પી જશો ?
મને પ્રસાદ
નહિ આપો ? બાપુ તો મને
રોજ પ્રસાદ આપે છે.”
બાળક ના અતિશય પ્રેમ આગળ બધું જ ભૂલી ગયેલા
માલિક ને હવે યાદ આવે છે.બાળક માટે પ્રસાદ રાખવાનો છે.
દૂધ પીવાનું બંધ કરી વિઠ્ઠલનાથ નામદેવ તરફ
જુએ છે, નામદેવ ની કાલીઘેલી વાણી સાંભળી –પ્રભુ ગદગદ થયા છે.
મુખ પર હાસ્ય
આવ્યું છે. નામદેવને ગોદમાં લીધો છે. અને જાતે નામદેવ ને દૂધ પીવડાવે છે.
આ પ્રમાણે સેવાનો
ક્રમ બતાવ્યો. સેવા માર્ગ અતિદિવ્ય-અતિસુંદર છે.
મોટા મોટા મહાત્માઓ
પણ પાંડિત્ય છોડી-બાળકના જેવા બની, ભગવાનની સેવા કરે છે.
પરમાત્માને
કોઈ વસ્તુની ભૂખ હોઈ શકે ?
પરમાત્માને
કેવળ પ્રેમની ભૂખ છે.
સેવા અને સ્મરણથી
પરમાત્મા પરતંત્ર બને છે. અને ભક્તને આધીન બને છે. પ્રભુ અને ભક્તનો એક સંબંધ થાય છે.
સેવા કરતાં
કરતાં –હૃદય પીગળે, સેવામાં નટખટ
લાલાજીને લાડ લડાવતાં-તેમની જોડે પ્રેમની થોડી થોડી વાતો કરતાં-માલિકને મનાવવામાં-કે
પ્રભુથી પ્રેમથી થોડાં રૂસણા લેતાં-કે મીઠી ફરિયાદ કરતાં—
જો....આંખમાંથી
હર્ષનાં આંસુ નીકળે તો ...માનવું કે સેવા સફળ થઇ છે. એ જ સમાધિ છે.
જ્ઞાનમાર્ગ
–માં મળતાં જ્ઞાનથી
–વસ્તુના સ્વરૂપનું
યથાર્થ જ્ઞાન થાય છે.
જ્ઞાનીને ખબર
પડે છે-કે મૂર્તિમાં ભગવાન નથી. પણ ભગવાનનું આહવાહન કરવાથી મૂર્તિ ભગવાન બને છે.
પણ જ્ઞાનથી
તે-મૂર્તિ તો જડ જ રહે છે. તેનું સ્વરૂપ બદલાતું નથી. (હાલના જમાનામાં બધા જ જ્ઞાની
બની ગયા છે!!)
જયારે ભક્તિમાર્ગ
માં –ભક્તિ પાસે-પ્રેમ
પાસે-એવી શક્તિ છે-કે-જડ મૂર્તિ તેના આકાર મુજબ -ચેતન બને છે.
ભક્તિમાં વસ્તુના
સ્વરૂપનું પરિવર્તન કરવાની શક્તિ છે.
જ્ઞાન અને ભક્તિ
નો સમન્વય થાય –તો બેડો પાર
છે.
પ્રહલાદ નૃસિંહસ્વામીની
સ્તુતિ કરે છે-
હે નાથ, તમારાં મંગલમય
સદગુણો નું હું શું વર્ણન કરું ? બ્રહ્માદિ દેવો પણ તમારી લીલા ને જાણી શકતા નથી.
હવે આપ ક્રોધ
ન કરો. મારા પિતા કંટકરૂપ હતા,તેથી આપે તેનો વધ કર્યો, તે સારું થયું.
આ તમારું ભયંકર
સ્વરૂપ જોઈને દેવોને પણ બીક લાગે છે.પરંતુ મને બીક લાગતી નથી. ખરું કહું તો મને આ સંસારની
બીક
લાગે છે. સંસાર
ને જયારે હું નિહાળું છું ત્યારે મને ગભરામણ થાય છે.
(જગતને બે દૃષ્ટિ
–સ્નેહ દૃષ્ટિ
અને ઉપેક્ષા દૃષ્ટિ -થી જોઈ શકાય છે. સંસારને સ્નેહ દૃષ્ટિ-આસક્તિ થી જોવાથી
મન ચંચળ થાય
છે,મન ગભરાય છે, માટે જગતને ઉપેક્ષા દૃષ્ટિ થી જોવું જોઈએ.)
હે દિનબંધુ, આ અસહ્ય અને
ઉગ્ર સંસાર ચક્ર માં પિસાઈ જવાની બીકથી હું કેવળ ભયભીત છું.
મારા કર્મપાશોથી
બંધાઈ ને આ ભયંકર જંતુઓની વચ્ચે મને નાખવામાં આવ્યો છે.
હે નાથ, તમે પ્રસન્ન
થઈને મને ક્યારે તમારાં તે ચરણ કમળોમાં બોલાવશો? કે જે સર્વ
જીવો નું એકમાત્ર શરણ(મોક્ષરૂપ) છે.
આપ જ સર્વના
પરમ સાધ્ય છો,સહુનું શરણ
છો,અમારા પ્રિય
અને સુહ્રદ છો, (ભા-૭-૯-૧૬)
હે ભગવાન,જેને માટે સંસારી
લોકો ઉત્સુક રહે છે-તે સ્વર્ગ માં મળવા વાળા –આયુષ્ય,લક્ષ્મી અને
ઐશ્વર્ય –મેં જોઈ લીધા
છે.
મારા પિતા પાસે
કોઈ વસ્તુ ની ત્રુટી નહોતી,તેમ છતાં તેમનો નાશ થયો.
તે ભોગો ના
પરિણામ મેં જાણી લીધા છે. માટે તેમાંનું કંઈ પણ હું ઈચ્છતો નથી.
આ સંસાર એક
એવો અંધારો કુવો છે-કે-જેમાં કાળરૂપ સર્પ હંમેશા કરડવાને માટે તૈયાર રહે છે.
વિષયભોગો ની
ઈચ્છાવાળા પુરુષો આ કુવા માં પડેલા છે. (ભા-૭-૯-૨૩)
હે વૈકુંઠનાથ, આ બધું હું
જાણું છું, પણ મારું મન
આપની લીલા કથાઓથી પ્રસન્ન ન થવાને બદલે, કામાતુર જ રહે છે.
મારું મન અતિ
દુષ્ટ છે.તે-હર્ષ-શોક,ભય,લોક-પરલોક,ધન,પત્ની,પુત્ર વગેરેની
ચિંતાઓમાં અને જાત જાતની ઈચ્છાઓથી દૂષિત છે.તે જ્યાં-ત્યાં ભટકતું રહે છે-તેને વશમાં
રાખવું કઠિન છે. તેથી હું દીન બની ગયો છું.
અને આવી સ્થિતિમાં
આપના- તત્વ નો – વિચાર કેવી
રીતે કરું ?
હે નાથ,આ મનને વશ કરવાની
મને શક્તિ આપો અને મારું રક્ષણ કરો.
હે પ્રભો, હું પાંચ વર્ષનો
છું-પણ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠું મન –એમ છ ઇન્દ્રિયો
જોડે મારું લગ્ન થયું છે.
મારી આ છ પત્નીઓ
મને સુખ લેવા દેતી નથી,બહુ નાચ નચાવે છે,મારું વિવેકરૂપી
ધન લુંટી મને ખાડામાં ફેંકી દે છે.
મારી એવી દશા
છે -કે-જાણે કોઈ એક પુરુષને અનેક પત્નીઓ હોય અને તે દરેક તેને પોતપોતાના શયનગૃહ માં
લઇ જવાને
માટે ચારે તરફથી
ઢસડતી હોય.
હે નાથ, આપ કહો છો-કે
સંસારનો મોહ ન રાખો અને મારું ભજન કરો. પણ ભજન કરવું કેવી રીતે ?
આપે આ સંસારના
સુંદર વિષયો માં એવું આકર્ષણ રાખ્યું છે-કે મોટા મોટા વિદ્વાનો પણ આમાં ભાન ભૂલે છે.
મન ચંચળ થાય
છે,વિવેક રહેતો
નથી. અને સંસારનું સુખ અમૃત જેવું લાગે છે.
આપે જગતમાં
આવા સુંદર પદાર્થો બનાવ્યા જ શા માટે ? કે જેનાથી ઇન્દ્રિયો લલચાય અને તેમાં ફસાય ?
આપ કહો છો કે-ઇન્દ્રિયો
ને કાબુ માં રાખો-પણ આ સુંદર પદાર્થો દેખાય છે-એટલે ડહાપણ રહેતું નથી.
આપે આ સંસાર
સુંદર બનાવીને ગોટાળો કર્યો છે. તમારી ભૂલ તો ન કહેવાય-પણ ગોટાળો જરૂર થયો છે.
નૃસિંહ ભગવાન
પ્રહલાદ ને સમજાવે છે-કે-
“મનુષ્યો સુખી થાય,
વિવેક થી ભોગ ભોગવે –એટલે સંસાર ને મેં સુંદર બનાવ્યો છે.
હું સુંદર છું –એટલે મેં બનાવેલો સંસાર પણ મારા જેવો સુંદર થઇ ગયો. એમાં
મારો શું વાંક ?
એ મારી ભૂલ નથી,પણ મનુષ્ય સંસારમાં અતિશય આસક્ત થઇ,
મર્યાદા બાજુએ મૂકી,
વિવેક રાખતો નથી અને
આ સંસારના પદાર્થો ભોગવે છે–અને દુઃખી થાય –તો તે તેમનો દોષ છે. ભૂલ છે.પણ મનુષ્ય જો મર્યાદા માં રહી,
વિવેકથી જો સંસારના આ પદાર્થો ને ભોગવે તો
તે સુખી થાય.”
વિષયો ને ભોગવતાં
આ સંસાર ને બનાવનાર ઈશ્વર ને ભૂલવાના નથી. સંસારને ભોગદૃષ્ટિથી નહિ પણ ભગવદદૃષ્ટિથી
જોઈએ તો સુખી થવાય છે.
મનુષ્ય સંસારમાં
પાપ છે-એની કલ્પના કરે છે. પણ પોતાના મનમાં કેટલું પાપ છે? તેના વિષે વિચારતો
નથી. જગત માં દેખાતું પાપ મનુષ્ય દૂર કરી શકવાનો નથી, પોતાના મનમાં
થી પાપ કાઢે તો પણ ઘણું..!!
એક ઉદાહરણ છે.
એક વખત શાહજાદીના
પગમાં કાંટો વાગ્યો. રાજા અકબરને આ વાતની ખબર પડી. તેમને બીરબલ ને બોલાવ્યો- અને કહ્યું-મારા
રાજ્યની તમામ જમીન ચામડાથી મઢાવી દો, જેથી મારી પુત્રીને ભવિષ્યમાં કાંટો ન વાગે.
બીરબલ માથું
ખંજવાળે છે. આટલું બધું ચામડું લાવવું ક્યાંથી ? એના કરતાં શાહજાદી
ના પગ તળે ચામડું રાખીએ તો ?
તેને મોજડી
પહેરાવી દઈએ તો કાંટો વાગે જ નહિ. અને ....શાહજાદી ને મોજડી પહેરાવી દીધી.
જગતમાં પણ કાંટા
છે.અને કાંટા તો રહેવાના જ. જેના પગમાં મોજડી છે-તેને કાંટા વાગે નહિ.
ઈશ્વરે સંસાર
સર્વને સુખી કરવા બનાવ્યો છે. પરંતુ મનુષ્ય તેનો વિવેકપૂર્વક લાભ લેતો નથી. એટલે દુઃખી
થાય છે.
એક ગામમાં પાણીની
તકલીફ હતી. તેથી તે ગામના એક શેઠે લાખ રૂપિયા ખર્ચ કરી મોટો કુવો બંધાવ્યો.
લોકો જલપાન
કરીને આશીર્વાદ આપે છે. એક દિવસ એવું બન્યું કે-રમતાં રમતાં કોઈનો છોકરો કુવામાં પડી
ગયો અને ડૂબીને મરી ગયો. છોકરાનો પિતા તે શેઠની પાસે આવી ફરિયાદ કરવા લાગ્યો અને ગાળો
દેવા લાગ્યો.
“તમે કુવો બંધાવ્યો-તેથી
જ મારો છોકરો મરણ પામ્યો” શેઠની તો કોઈ
એવી ઈચ્છા નહોતી કે કોઈ દુઃખી થાય.
સંસાર એ કુવો
છે. તે જીવ ને સુખી કરવા બનાવ્યો છે. કોઈ ને ડૂબી મરવા નહિ.
પ્રહલાદ કહે
છે-પ્રભુ, આપને ગુનેગાર
તો કોણ કહી શકે ? પણ હવે એટલું
કહો કે –
સંસારના વિષયોમાં
મન ફસાય નહિ-તેનો ઉપાય શું છે ? કોઈ ઉપાય બતાવો.
નૃસિંહ ભગવાન
કહે છે-કે-જગતને સુખી કરવા અને વિષયો પજવે નહિ-તેના માટે મેં બે અમૃત
બનાવ્યા છે.
આ અમૃત નું
પાન કરનાર ને વિષયો પજવી શકશે નહિ. તે બે અમૃત છે-નામામૃત અને કથામૃત.
આ બે અમૃત પ્રભુ
એ બિલકુલ મફત આપ્યા છે. તેના માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી.
કૃષ્ણ નું નામ
તો સ્વર્ગ ના અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે. સ્વર્ગ ના અમૃત નું દેવો પાન કરે છે-પણ તેમને
શાંતિ નથી.
ભોગી મનુષ્ય
કોઈ પણ દિવસ યોગી થઇ શકતો નથી. કળિયુગ નો માનવ ભોગી છે-તે યોગી થવા જાય તો તેને જલ્દી
સફળતા મળતી નથી. તેથી કળિયુગમાં નામામૃત અને કથામૃત એ જ સરળ ઉપાય છે.
સ્તુતિના છેલ્લા
શ્લોકમાં પ્રહલાદે છ સાધનો બતાવ્યા છે. જેનાથી પરમાત્માની અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય
છે.
પ્રાર્થના,સેવાપૂજા,સ્તુતિ,વંદન,સ્મરણ અને કથા
શ્રવણ .
આ છ સાધન વિધિપૂર્વક
જે કરે-તેનું જીવન સુધરે છે. તેને અનન્ય ભક્તિ મળે છે.
નૃસિંહ સ્વામી
પ્રહલાદને વરદાન માગવા કહે છે-
પ્રહલાદ નિષ્કામ
ભક્ત છે. તે કાંઇ પણ માંગવાની ઈચ્છા રાખતા નથી. તેમને કોઈ ભોગની ઈચ્છા નથી.કામના નથી.
નૃસિંહ સ્વામી
કહે છે-પ્રહલાદ ભલે તારી કંઈ ઈચ્છા નથી, પરંતુ મને રાજી
કરવા કાંઇક માગ.
પ્રહલાદ કહે
છે-કે –“નાથ,એવી કૃપા કરો
કે-સંસારનું કોઈ સુખ ભોગવવાનો વિચાર પણ મન માં ના આવે. કોઈ પણ
પ્રકારનાં ઇન્દ્રિયો
નાં સુખ ભોગવાની ઈચ્છા જ ન થાય, મારા હૃદય માં કોઈ દિવસ કામના નું બીજ અંકુરિત
ન થાય,
કોઈ કામનાઓનો
અંકુર રહે જ નહિ-તેવું વરદાન આપો.”
સંસાર સુખ ભોગવવાની
ઈચ્છા એ જ મહા દુઃખ છે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી –એ જ સંસારમાં
સુખી છે.
“ચાહ ગઈ –ચિંતા ગઈ-મનુવા
બેપરવાહ,
જીસકો કછુ ન
ચાહિએ-વહ-જગમેં શહેનશાહ “
સુખ ભોગવવાનો
સંકલ્પ થાય, એટલે મનુષ્યમાં
રહેલી બુદ્ધિ-શક્તિ ક્ષીણ થાય છે.
પ્રહલાદે વિશિષ્ઠ
વરદાન માગ્યું છે. “વાસના જાગે એટલે તેજ નો નાશ થાય છે, કૃપા કરો કે
મનમાં વાસના ન જાગે.”
ગીતામાં કહ્યું
છે-“સર્વ કામ્ય-કર્મો
અને સર્વ ઇચ્છાઓનો ત્યાગ-તેને જ મહાત્માઓ સંન્યાસ કહે છે”
નૃસિંહ સ્વામી
–પ્રહલાદ ને
કહે છે-“જીવ નિષ્કામ
બને છે-ત્યારે જીવ નો જીવભાવ નષ્ટ થાય છે.
અને મારા સાથે
એક થાય છે. જીવ ઈશ્વરરૂપ બને છે. (આત્મા-પરમાત્માનું મિલન)
મુક્તિ માં
પુણ્ય પણ બાધક થાય છે-વિવેક થી પાપ-પુણ્ય નો નાશ કર. મારા સ્વ-રૂપ નું સતત ધ્યાન કર.
પાપ એ લોઢાની
બેડી છે-પુણ્ય એ સોનાની બેડી છે.આ બંને નો વિનાશ કરી તું મારા ધામ માં આવીશ.”
પ્રહલાદ છેવટે
કહે છે-નાથ,મારા પિતા તમારી નિંદા કરતા હતા-પણ મારા પિતાની દુર્ગતિ ન થાય
તેવી કૃપા કરો.
પિતા મારા ગુરુ
છે. તેમણે મને મારી નાખવાના પ્રયત્નો કર્યા-ત્યારે જ મને ખાતરી થઇ કે –ભગવાન સિવાય
જીવ નું બીજું
કોઈ નથી. પિતા
એ ત્રાસ ન આપ્યો હોત તો હું તમારું ભજન ક્યાં કરવાનો હતો ?”
નૃસિંહ સ્વામી
કહે છે- તારા સત્કર્મના પ્રતાપે તારા પિતાને સદગતિ મળશે. પિતાની સંપત્તિ
નો વારસો પુત્ર ને મળે છે-અને પુત્રના સત્કર્મનો વારસો (શ્રેય) માતા-પિતાને મળે છે.
તારા જેવા સુપુત્ર થી એકવીશ પેઢી નો ઉદ્ધાર થાય છે.
(સાત માતૃપક્ષની, સાત પિતૃપક્ષની
અને સાત શ્વસુર પક્ષની )
પ્રહલાદ, આજ સુધી કોઈ
દૈત્ય ને મેં ગોદમાં લીધો નથી. પણ તારા જેવા ભક્ત ને મેં ગોદ માં લીધો છે. ગમે તેવો
પણ-
પણ તારો પિતા
–એ મારા ભક્ત
નો પિતા છે.તારા જેવો ભક્ત પિતાને તારે એમાં શું આશ્ચર્ય ?”
સદપુત્ર જેમ
સદગતિ આપે છે-તેમ પુત્રના અનેક પાપને લીધે-માતપિતાની દુર્ગતિ થાય છે.
એક ઉદાહરણ છે.
એક હંસ અને
હંસી –એક વખત સાંજ
ના સમયે એક ઝાડ પાસે આવ્યા છે.ત્યાં કાગડાનો માળો હતો.
હંસે કાગડાને
રાત રહેવા દેવા માગણી કરી. હંસી સુંદર હતી. કાગડાની દાનત બગડી. કાગડાની આંખ બહુ ખરાબ
હોય છે.
શાસ્ત્ર માં
તો એવું લખ્યું છે-કે-જેની આંખ ખરાબ હોય તે બીજા જન્મ માં કાગડો થાય છે.
કાગડાએ હંસ-હંસી
ને પોતાના માળા માં રહેવા દીધા. બીજા દિવસે તે હંસી ને છોડતો નથી. કહે છે-હંસી મારી
છે.હું હંસીને નહિ
છોડું. અને
હંસ કહે છે-કે હંસી મારી છે-તારી ક્યાંથી થઇ ? બંને એ નક્કી
કર્યું કે ન્યાયાધીશ પાસે જઈ ન્યાય કરાવીએ.
કાગડો બહુ હોશિયાર,તે એકલો ન્યાયાધીશ
ને ઘેર-પહેલાં મળવા ગયો. અને ન્યાયાધીશ ને કહે કે-
તમારાં મરણ
પામેલાં માતાપિતા ક્યાં છે તે હું જાણું છું. તમે મારું એક કામ કરો-હું તમારું એક કામ
કરીશ.
આવતી કાલે એવો
ન્યાય આપજો કે હંસી મારી છે-તો તમારાં માતપિતા કઈ યોનિ માં છે-તે હું બતાવીશ.
કાગડો એ પિતૃદૂત
કહેવાય છે.તેને મરેલા પિતૃઓ દેખાયછે-એવું કહેવાય છે.
ન્યાયાધીશ લાલચમાં
ફસાયા.બીજે દિવસે અસત્ય નિર્ણય આપ્યો. હવે એ કાગડાને કહે છે-કે મારા માતાપિતા ક્યાં
છે તે બતાવ.
કાગડો તેને
એક ઉકરડા પાસે કઈ ગયો-અને કહ્યું-આ કીડી તારી મા છે-અને આ મંકોડો તારો બાપ છે.
જેનો પુત્ર
ન્યાયાસન પર બેસી ખોટો ન્યાય આપે તેનાં માતપિતાની આવી જ દુર્ગતિ થાય છે.
થોડા દિવસ પછી
–તું પણ અહીં
કીડો બનીને આવવાનો છે.
નૃસિંહ સ્વામી
કહે છે-પ્રહલાદ,તું ગભરાઈશ નહિ-તારા પિતાનો ઉદ્ધાર થયો છે.તારે લીધે એકવીશ પેઢી
પવિત્ર થઇ છે.
શુકદેવજી વર્ણન
કરે છે-રાજન, હવે તને સમજાયું ને –કે-ભગવાન જે
દૈત્યોને મારે છે-તેને તારે પણ છે.
ભગવાન ના માર
માં પણ અત્યંત કરુણા છે. દયા છે.
પ્રહલાદજીએ
પિતાના શરીર નો અગ્નિસંસ્કાર કર્યો છે. બ્રહ્માજી એ પ્રહલાદ નો રાજ્યાભિષેક કર્યો છે.
નૃસિંહભગવાન
ને આનંદ થયો છે-પ્રહલાદ નૃસિંહ સ્વામી ને વંદન કરે છે.
No comments:
Post a Comment