શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 39)
પશુ પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગવી, તેનું પાપ-અને પુણ્ય –જો સરખું થાય તો તે ચન્દ્રલોકમાં
જાય છે.
ત્યાંથી સૂક્ષ્મ જીવ –વાદળમાં વર્ષા રૂપે આવે છે.
વરસાદ પૃથ્વી પર પડે છે. ને તે અન્નમાં દાખલ થાય છે.
અન્ન માંથી વીર્ય થાય છે. અને જીવ મનુષ્ય યોનિ માં આવે છે.
(આ બિલકુલ સીધીસાદી ભાષામાં
વર્ણન છે-જેના પર વિચાર કરવામાં આવે તો-ઘણું બધું સમજવામાં આવી શકે !!!)
(ભાગવત માં ગર્ભ-અવસ્થાનું
વર્ણન –અદભૂત છે, જેનું સાદી રીતે નીચે મુજબ વર્ણન કરી શકાય.)
જે દિવસે ગર્ભ રહે છે-તે દિવસે પાણીના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે.
દસ દિવસમાં તે ફળ જેવડો મોટો થાય છે.
મા ના શરીરની જે નાડીમાંથી અન્ન રસ વહેતો હોય તે નાડી સાથે ગર્ભની નાડી
જોડવામાં આવે છે.
એક મહિનામાં સાત ધાતુ મળે છે. અને પાંચ મહિનામાં ભુખ તરસનું જ્ઞાન થાય
છે.
છ મહિનાનો ગર્ભ થાય એટલે-માતાના પેટમાં ભ્રમણ કરે છે. જ્યાં અનેક જંતુઓ
ઉત્પન્ન થાય છે-
તે માતાના મૂત્ર વિષ્ટામાં તે આળોટે છે. નાનકડી જગ્યામાં તેને બહુ સહન
કરવું પડે છે.
તેને અનેક જંતુઓ કરડે છે, ત્યારે કેટલીક વાર તે મૂર્છા પામે છે.
વળી માતાએ ખાધેલા તીખા,ઉના,ખારા,ખાટા વડે તેના અંગમાં વેદના
થાય છે.
આ પ્રમાણે તે ગર્ભમાં અનેક પ્રકારનું દુઃખ ભોગવે છે. પાંજરામાં પંખી
પુરાયું હોય તેમ તે રહે છે.
કંઈ પણ કરવાને માટે તે અસમર્થ હોય છે.
માટે ગર્ભવાસ અને નરકવાસ સરખો છે.
સાતમે મહિને માથું નીચે અને પગ ઉંચે થાય છે.
આઠ માસના જીવાત્માને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. તે ગર્ભમાં પ્રભુને
સ્તુતિ કરે છે.
નાથ,મને જલ્દી બહાર કાઢો, હવે હું બિલકુલ પાપ નહિ કરું, મને બહાર કાઢશો, તો હું તમારી ખુબ સેવા –ભક્તિ કરીશ.
ગર્ભમાં જીવ જ્ઞાની થાય છે. ભગવાન આગળ તે અનેક પ્રતિજ્ઞાઓ કરે છે.
પરમાત્મા કહે છે-આજ સુધી તેં મને અનેક વાર છેતર્યો છે.
જીવ કહે છે-ના-ના- હવે હું નહિ છેતરું. મને બહાર કાઢો.
પ્રસવપીડા વખતે અતિશય વેદનામાં તે પૂર્વજન્મનું જ્ઞાન ભૂલી જાય છે.
ગર્ભનું જ્ઞાન પણ ભૂલી જાય છે.
મા ને જે વેદના થાય છે-તેના કરતાં હજાર ગણી વેદના જીવાત્માને થાય છે.
રાજાને ઘેર જન્મ થાય કે રંકના ઘેર જન્મ થાય-જન્મ એ જ મહાન દુઃખ છે.
જન્મ એનો સફળ છે-કે જેણે ફરીથી કોઈ મા ના પેટમાં જવાનો પ્રસંગ નાં આવે.
કોઈના પેટમાં જાય તેની દુર્દશા થાય છે.
કપિલ ભગવાન કહે છે-કે- મા જન્મ અને મરણનું દુઃખ ભયંકર છે.
આ બંને દુઃખ સરખાં છે. આ દુઃખોનો અંત આવતો નથી.
આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો –જ- આ દુઃખનો અંત આવે છે.
જીવનો
જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કરે છે. સંસારમાં માયા કોઈનેય છોડતી નથી.
આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો-માયા છૂટે-અને સુખી થાય –પણ તે પરમાત્મા
સાથે પ્રેમ કરતો નથી.
1)
જીવ બાલ્યાવસ્થામાં માતા સાથે પ્રેમ કરે છે.
2)
જરા મોટો થાય –એટલે –રમકડાં સાથે પ્રેમ કરે છે.
3)
તે પછી-મોટો થાય-એટલે પુસ્તકો જોડે પ્રેમ કરે છે.એક બે ડીગ્રી મળે એટલે
–પુસ્તકો નો મોહ ઉડી જાય છે.
4)
પછી પૈસા જોડે પ્રેમ કરતો થા જાય છે. થોડા વધુ પૈસા આવે એટલે બેંક ના
બેલેન્સ જોડે મોહ થઇ જાય છે.
5)
અને લગન કરે એટલે લાડી જોડે પ્રેમ કરતો થઇ જાય છે.
કહે છે-કે તારા માટે લાખો ખર્ચવા તૈયાર છું. પેલી નચાવે તેમ નાચે છે.
માને છે-કે-તે સ્વર્ગનું સુખ ભોગવે છે.
6)
પણ આ મોહ પણ ટકતો નથી-બેચાર છોકરાં થાય એટલે કંટાળે છે.
7)
કોઈ પરણેલા ને પૂછશે-કે-તમે સુખી છો ? તો ફટ દઈને જવાબ આપશે કે-હું સુખી શાનો ? આ પલટણ ઉભી થઇ છે,
મોંઘવારી વધી ગઈ છે, દરેક ની ચિંતા છે,રાતદિવસ વૈતરું કરું છું, પણ કોઈને મારી દયા આવતી નથી, જેમતેમ જીવન પૂરું કરું છું.
8)
એકલો હતો ત્યારે સુખી હતો.
ચામડીનું
સુખ ભોગવ્યા પછી વૃદ્ધાવસ્થામાં ડહાપણ આવે છે. ત્યાં સુધીમાં તો માયાથી ઘેરાઈ ગયો હોય
છે.
છોકરાંને ઘેર છોકરાં -આવ્યાં-અને કહેશે-કે-આ નાનો
કનૈયો બહુ વહાલો લાગે છે. એમ કહી –ત્યાં માયા લગાડે છે.
આ માયા જીવને બે રીતે મારે છે,બાંધે છે. માયાના બંધનના દોરડામાંથી
છટકી તે જ દોરડાથી પ્રભુને બાંધવાના છે.
તુલસીદાસજી એ કહ્યું છે-
જનની,જનક,બંધુ,સૂત,દારા-તનુ,ધનુ,ભવન સુર્હદ
પરિવારા-સબ કૈ મમતા તાગ બટોરી,મમ પદ મનહિ બાંધ હરિ ડોરી.
(માતા, પિતા, ભાઈ, પુત્ર, પત્ની, શરીર, ધન, ઘર, મિત્ર, સગાં-સ્નેહીઓ-એ બધામાંથી જે
મમતા છે-તે ત્યાગી –તે બધા
માં જે
– પ્રેમ વિખરાયેલો છે, તે બધો
પ્રેમ ભેગો કરી –એક જ પ્રેમનુ
દોરડું બનાવી –પ્રભુના
ચરણને મનથી બાંધી દો-તો પ્રભુ બંધાય.)
કપિલ ભગવાન-કહે છે-મા,અનેક જન્મોથી આ પ્રમાણે જીવ ભટકતો આવ્યો છે, હજુ તને
સંસારના વિષયોમાં ધૃણા આવતી નથી ?
ક્યાં સુધી તારે ભટકવું છે ? મા,તારા મનને
સંસારના વિષયોમાંથી હટાવી,
તે મનને પ્રભુમાં જોડી દે.
પરમાત્માના ચરણનો આશ્રય કરી, જન્મ-મરણના ત્રાસમાંથી મુક્ત
થવાનો પ્રયત્ન કરી મુક્ત થા –તો જીવન સફળ થશે.
મારા ઉપદેશમાં શ્રદ્ધા રાખજે, મા, સાવધાન
થઇને તારે ધ્યાન કરવાનું છે. સાવધાન રહેજે-મન છેતરે છે-મન ભયંકર છે.
કોઈ પણ સાધન (જેવુંકે ભક્તિ વગેરે) કરવાનું છે. અને સાવધાન રહેવાનું
છે-કે અંદર અભિમાન વધે નહિ.
આમ કરી પરમાત્મા ને શરણે –જીવ-જાય તો ભગવાન અવશ્ય કૃપા
કરે છે.
અંતમાં કપિલ ભગવાન જે કહે છે-તે ખુબ જ મહત્વનું છે.
“મા, તારા
મનને તારે જ બોધ આપવો પડશે. મા, આ માર્ગ એકલાનો છે.”
મા, સાવધાન રહેજે, થોડા દિવસમાં જ તું કૃતાર્થ થઈશ. મારું કામ પૂરું થયું, મારે હવે અહીંથી જવું પડશે. સંસારનો સંયોગ હંમેશાં વિયોગ માટે જ હોય
છે. મા,તું સતત ભક્તિ કરજે-પરમાત્માના
નામનો તને આધાર છે.
મા ને ઉપદેશ આપી, કપિલ ભગવાન ત્યાંથી ઉઠ્યા
છે, માની ત્રણ વાર પ્રદિક્ષણા કરી,
માની આજ્ઞા માગી,ગંગાસાગરના તીર્થમાં પધાર્યા
છે.
કલકત્તાથી થોડે દૂર આ સ્થળ છે, ત્યાં ગંગાજી સમુદ્રને મળે છે. સામાન્ય નદીનાં પાણીને સમુદ્ર ખારાં
બનાવે છે, ત્યારે ગંગાજી ત્રણ ચાર માઈલ સુધી સમુદ્રના પાણીને મીઠું બનાવે છે.
માતા દેવહુતિ, સરસ્વતીના કિનારે વિરાજેલાં
છે. સ્નાન,ધ્યાન કરી મનની શુદ્ધિ કરી, નારાયણનુ ચિંતન કરી મુક્ત થયાં છે.
દેવહુતિમાને સિદ્ધિ મળેલી,તેથી તે સ્થળનુ નામ સિદ્ધપુર પડ્યું છે. માતા દેવહુતિનો
ત્યાં ઉદ્ધાર થયો છે, તેથી લોકો તેને “માતૃગયા” પણ કહે છે.
કપિલગીતા અહીં સમાપ્ત થાય છે.
જુદા જુદા અનેક માર્ગો થી (નીચે બતાવેલા) પામવાનું તત્વ એક જ છે---પરમાત્મા.
(જુદા જુદા પ્રકારના કર્મો, યજ્ઞ, દાન, તપ, વેદાધ્યયન, મન અને ઇન્દ્રિયો નો સંયમ, કર્મ નો ત્યાગ, અનેક પ્રકારનો યોગાભ્યાસ,
ભક્તિ યોગ, પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિ
માર્ગ, સકામ અને નિષ્કામ ધર્મો, આત્મતત્વ નુ જ્ઞાન, દૃઢ વૈરાગ્ય, ......
આ બધા જ –જુદા જુદા સાધનો છે-અને આ
સાધનો થી કાં તો સગુણ અથવા નિર્ગુણ –પરમાત્મા ની પ્રાપ્તિ જ થાય
છે.)
ત્રીજો સ્કંધ સમાપ્ત
(અનુસંધાન-ચોથા સ્કંધ પર)
|| હરી ॐ તત સત ||
No comments:
Post a Comment