શ્રીમદ્ભાગવત સ્કંધ – 5 (Page 46)
શ્રીમદ્ભાગવત
સ્કંધ 5
સ્કંધ
-૧ ને અધિકારલીલા, ૨ ને જ્ઞાનલીલા ,૩ ને સર્ગ લીલા, ૪ ને
વિસર્ગલીલા અને સ્કંધ ૫ ને સ્થિતિલીલા પણ કહે
છે.
સ્થિતિ
–એટલે પ્રભુનો વિજય. સર્વ સચરાચર પ્રભુની
મર્યાદામાં છે.
પાંચમો
સ્કંધએ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે.વ્યાખ્યા રૂપે છે.
બીજા
સ્કંધમાં ગુરુએ જ્ઞાન આપ્યું. તે જ્ઞાન જીવનમાં કેમ ઉતારવું-તે ત્રીજા ને ચોથા સ્કંધમાં
સર્ગ-વિસર્ગ લીલામાં બતાવ્યું.
હવે
પ્રશ્ન એ છે કે-જ્ઞાનને સ્થિર કેવી રીતે કરવું ?
અત્યાર સુધીમાં મનુમહારાજ અને શતરૂપાના સંતાનોમાં
–બે પુત્રમાંથી એક ઉત્તાનપાદની વાત આવી ગઈ હવે –બીજા
પુત્ર પ્રિયવ્રતની કથા આ સ્કંધમાં છે.
વક્તા
અધિકારી હોય અને શ્રોતા ધ્યાન દઈને-સાવધાન થઇને કથા સાંભળે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં
અરુચિ જાગે અને પરમાત્મા પ્રત્યે રુચિ જાગે. પરમાત્મા પ્રત્યે પ્રેમ ભાવ જાગે તો સાત
દિવસમાં મુક્તિ આપનારી આ કથા છે.
ભાગવતની
કથા સાંભળ્યા પછી મુક્તિ ન મળે તો માનવું કે –પૂર્વચિત્તી- અપ્સરા મારા મનમાં બેઠી
છે.
પૂર્વચિત્તી-અપ્સરાની
કથા આ સ્કંધમાં આવશે.
પૂર્વચિત્તી
=પૂર્વજન્મમાં જે વિષયો ભોગવેલા તે ચિત્તમાં રહેલા હોય છે. એ જ આ અપ્સરાનું સ્વરૂપ છે.
વાસના
–જીવ અને ઈશ્વરનું
મિલન થતાં અટકાવે છે.
મનુષ્ય
સુખ-દુઃખ ભોગવી પ્રારબ્ધનો નાશ કરે પણ નવું-પ્રારબ્ધ –ના ઉભું
કરે.
સંસર્ગ-દોષમાં
આવી-પાપ કરી-મનુષ્ય આ જન્મમાં બીજા જન્મની તૈયારી કરે છે.
તેથી
જ્ઞાનીઓ સંસર્ગ દોષ થી દૂર રહે છે.
ભાગવતમાં
જ્ઞાની પરમહંસ અને ભાગવત (ભક્ત) પરમહંસ –એમ બે પ્રકારના પરમહંસનું વર્ણન છે.
જ્ઞાની
પરમહંસ ઋષભદેવ છે અને ભાગવત (ભક્ત) પરમહંસ ભરતજી છે.
પરમહંસ
શબ્દ હંસ પરથી આવ્યો છે.
હંસ
ની વિશેષતા એ છે કે-તેની આગળ દૂધ અને પાણી નું મિશ્રણ મુકવામાં આવે તો તે –બંને
જુદા કરી માત્ર દૂધ પી જાય છે.
જરા
વિચાર કરો-જગત એ જડ-ચેતનનું મિશ્રણ છે. (જીવ-આત્મા ચેતન છે અને શરીર જડ છે)
જ્ઞાની
પરમહંસ જડને છોડીને ચેતનને સ્વીકારે છે. આત્માને શરીરથી છુટો પાડે છે.
સંસારના
વિષયો સાર વગરના છે-પરમાત્મા એક જ સારરૂપ છે-અને એવા પરમાત્મા માટે સર્વસ્વનો ત્યાગ
કરે છે - એવા ક્ષીર-નીર વિવેક ,નિત્ય-અનિત્ય વિવેક –કરનારા
જ્ઞાની પરમહંસ છે.
જ્ઞાની
પરમહંસો ‘સ્વ-ઇચ્છા’ થી જીવતા નથી.તે “અનિચ્છા” થી પ્રારબ્ધથી જીવે છે. જગતને અસત્ય
માને છે. ત્યારે
ભાગવત
પરમહંસો –‘ભગવદઈચ્છા’-થી પ્રારબ્ધથી જીવે છે. જગતને સત્ય
‘મારા વાસુદેવમય’ માને છે.
શબ્દમાં
થોડો ભેદ છે.પણ તત્વથી ભેદ નથી.
શંકરાચાર્યે વેદાંતમાં જગતને મિથ્યા માન્યું છે. વેદાંતનો વિવર્તવાદ
છે. (દૂધનું દહીં થાય છે-પણ દહીં એ દૂધ નથી.)
શંકરાચાર્ય પછીના આચાર્યો-જગતને સત્ય માને
છે-જગત બ્રહ્મરૂપ છે-ઈશ્વરમાંથી –પરિણામ રૂપ છે.તેથી
તે સત્ય છે.
ભાગવતો
(ભક્તો) કહે છે-જગત (દહીંની જેમ નહિ) પણ સોનાની લગડીનો દાગીનો બનાવ્યો હોય તેવું છે.
સોનાની
લગડી હતી ત્યારે પણ સોનું અને દાગીનો બન્યો ત્યારે પણ સોનું. બંનેમાં કોઈ ભેદ નથી.
તેમ
જગત એ બ્રહ્મ નું પરિણામ છે-તેથી જગત એ સત્ય છે.જગત નું સર્વ પરમાત્મામય છે. પ્રત્યેક
પદાર્થ ને પ્રેમ કરો.
જ્ઞાની
પરમહંસ અને ભાગવત પરમહંસ –બંનેનું લક્ષ્ય એક જ છે-પરમાત્મા-પણ
સાધન જુદાં છે.
ખંડન-મંડનની
ભાંજગડમાં પડવા જેવું નથી. તેથી રાગ-દ્વેષ ઉભા થાય છે. બંને સત્ય છે કારણ બંનેનું લક્ષ્ય
એક છે-પરમાત્મા.
જ્ઞાની
પરમહંસ –ઋષભદેવ જ્ઞાનથી ઉપદેશ આપે છે-જયારે
ભાગવત પરમહંસ –ભરતજી ક્રિયાથી ઉપદેશ આપે છે.
ભાગવત-પરમહંસ-ભરતજી
સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી સર્વની સેવા કરશે. જયારે –
જ્ઞાની -પરમહંસ-ઋષભદેવજી ને દેહાધ્યાસ જ નથી,
જ્ઞાનનો
આદર્શ બતાવવા માટે- ઋષભાવતાર-ની કથા પ્રથમ આવશે. પછી-ભરતજી ની કથા.
પરીક્ષિત
રાજા આરંભમાં પ્રશ્ન કરે છે-મનુ
મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી તેમ છતાં તેમણે લગ્ન કેમ
કર્યું ? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં-તેમને
કેવી રીતે શ્રીકૃષ્ણમાં દૃઢ ભક્તિ થઇ ?
શુકદેવજી
કહે છે-ગૃહસ્થને
ઘરમાં વિષમતા કરવી પડે છે. શત્રુ,મિત્ર,ચોર,શેઠ
–સર્વમાં સમભાવ રાખવો અઘરો હોય છે.
ગૃહસ્થ
સર્વમાં સમભાવ રાખી શકતો નથી. (ભક્તિમાં –સર્વમાં સમભાવ રાખવાની શર્ત –પહેલી
છે)
શ્રીકૃષ્ણ
એક આદર્શ ગૃહસ્થાશ્રમી છે. તેમના જેવો ગૃહસ્થાશ્રમ હોવો જોઈએ.
શ્રીકૃષ્ણને
આંગણે એક વખત દુર્યોધન મદદ લેવા આવ્યો. અગાઉ તેણે શ્રીકૃષ્ણનું અપમાન કર્યું છે, છતાં નફ્ફટ થઇ આવ્યો છે.
શ્રીકૃષ્ણ
એ વખતે સૂતેલા હતા, એટલે અક્કડમાં શ્રીકૃષ્ણના મસ્તક
પાસે બેઠો. અર્જુન પણ તે જ વખતે મદદ માગવા આવ્યો.
તે
ભગવાનના ચરણ પાસે બેઠો. ભગવાન જાગ્યા, અર્જુન પર તેમની દૃષ્ટિ પહેલી પડી.તેમણે
અર્જુનને કહ્યું-જે જોઈએ તે માગ.
દુર્યોધન
બોલ્યો-હું પહેલો આવ્યો છું,મારો પહેલો માગવાનો અધિકાર છે.
સાધારણ
મનુષ્ય કરેલું અપમાન ભૂલશે નહિ. પણ આ તો પરમાત્મા શ્રી કૃષ્ણ છે, માટે આંગણે આવેલ દુર્યોધનને
મદદ આપવા તૈયાર થયા છે.
શ્રી
કૃષ્ણ કહે છે-હું બંનેને મદદ કરીશ. એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું-અસ્ત્રશસ્ત્ર
વગર રહીશ.
દુર્યોધને
વિચાર્યું-આ તો વાતો કરશે-મારે તેની જરૂર નથી-તેથી તેણે સેના માગી. અર્જુને શ્રીકૃષ્ણને માગ્યા.
દુર્યોધન
અને અર્જુન –બંનેમાં સમભાવ રાખે છે-તેથી શ્રીકૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી-પણ
આદર્શ સન્યાસી છે.
પ્રિયવ્રત રાજાએ વિચાર્યું
- કે ગૃહસ્થાશ્રમમાં ભક્તિમાં વિઘ્ન આવે છે-મારે આ વ્યવહાર છોડી દેવો છે. એકાંતમાં
બેસીને ઈશ્વરનું આરાધન કરીશ.
ત્યાં બ્રહ્માજી આવ્યા
છે-રાજાને કહે છે-પ્રારબ્ધ ભોગવ્યા વગર ચાલતું નથી. મને પણ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા
નથી, પણ પ્રભુની આજ્ઞામાં
રહીને પ્રારબ્ધ પૂરું કરું છું.
જે જીતેન્દ્રિય
છે-તે ઘરમાં રહીને પણ ઈશ્વરનું આરાધન કરી શકે છે. જે જીતેન્દ્રિય નથી તે વનમાં પણ પ્રમાદ
કરે છે.
આગળ
કથા આવશે-કે ભરતજી -સ્ત્રી-પુત્ર વગેરેનો ત્યાગ કરી વનમાં ગયેલા-ત્યાં પણ સંસાર ઉભો
કર્યો. જયારે
પ્રહલાદ –દૈત્યોની વચ્ચે રહી-અનેક પ્રકારનું
દુઃખ સહી, ઘરમાં જ ભક્તિ કરે છે.
ઘર છોડે એટલે જ ભગવાન મળે તેવું નથી.
જેના મનમાં ઘર છે, સંસાર
છે- એ જ્યાં જાય ત્યાં સંસાર ઉભો કરે છે.
મનુષ્યના
છ શત્રુઓ -વિકારો-ચોરો,
એ જ્યાં
જાય ત્યાં તેની પાછળ પડેલા .(કામ,ક્રોધ,લોભ.મોહ,મદ અને મત્સર) .જો આ શત્રુઓને વશ ન થઈને ઘરમાં રહે તો ઘર બાધક
થતું નથી.
ગૃહસ્થાશ્રમએ
કિલ્લો છે, અને આ કિલ્લામાં
રહી –શત્રુ સામે
લડવું એ ઘણી વખત શાણપણ ભર્યું છે. સુરક્ષાભર્યું છે.
બ્રહ્માજી
રાજા પ્રિયવ્રત ને કહે છે - તમે લગ્ન કરો. લગ્ન કર્યા વગર તમારામાં રહેલી સૂક્ષ્મ વિકાર
વાસનાનો નાશ થશે નહિ.
થોડો
વખત સંસાર સુખ ભોગવી –તે પછી પરમાત્માનું આરાધન તમે કરજો.
બ્રહ્માજીની
આજ્ઞાથી પ્રિયવ્રત રાજાએ લગ્ન કર્યું છે. અનેક બાળકો થયાં છે. એમના પછી આગ્નિધ્ર
ગાદી પર આવ્યા છે.
આગ્નિધ્ર
જયારે વનમાં તપ કરવા ગયા ત્યારે તેમના તપમાં પૂર્વચિત્તી અપ્સરા વિઘ્ન કરવા આવી.
ચિત્તમાં
રહેલી પૂર્વ જન્મની વાસના એ જ પૂર્વચિત્તી છે. આગ્નિધ્ર રાજા પૂર્વીચિત્તીમાં ફસાયા
છે.
આગ્નિધ્રને
ઘેર થયા નાભિ. નાભિના ઘેર ઋષભદેવ –પુત્રરૂપે પ્રગટ થયા. ઋષભદેવ જ્ઞાનનો
અવતાર હતા.
ઋષભ
એટલે સર્વથી શ્રેષ્ઠ. જગતને
જ્ઞાની પરમહંસનો આદર્શ બતાવવા ભગવાને ઋષભદેવજી રૂપે જન્મ લીધો.
ઋષભદેવજી
એ ભરતજીને ગાદી ઉપર બેસાડી –ઘરનો તો ત્યાગ કર્યો પણ મનથી દેહનો
પણ ત્યાગ કર્યો.
“હું શરીર નથી-હું ચેતન આત્મા છું-દેહથી
આત્મા ભિન્ન છે. “
ઋષભદેવજી
વારંવાર ઉપદેશ કરે છે - માનવ જીવન ભોગ માટે નથી.તપ કરવા માટે છે.
જ્ઞાની પરમહંસોએ જગતમાં
કેવી રીતે રહેવું જોઈએ - તે બતાવવા ઋષભદેવજીએ સર્વનો અને સર્વ સંગનો ત્યાગ
કર્યો. અવધૂતવૃત્તિથી તે રહે છે.
આશારહિત,વાસનારહિત
અને બ્રહ્મનિષ્ઠને અવધૂતવૃત્તિ કહે છે.
--ભોગવેલી
વસ્તુઓની અપેક્ષા રાખવી-તેનું નામ આશા છે.
--ભોગવેલી
વસ્તુ ને પુનઃપુનઃ યાદ કરવી –તેનું નામ વાસના છે.
--આનંદમય
પરમાત્મા માં બુદ્ધિ ને સ્થિર કરે તે બ્રહ્મનિષ્ઠ છે.
ઋષભદેવજી
ને અનેક સિદ્ધિઓ મળી છે. પણ તેમાં તે ફસાયા નથી.
મુખમાં
પથ્થર રાખે છે-બોલવાની ઈચ્છા થાય તો પણ બોલી શકે નહિ.
અજગરવૃત્તિ
રાખી છે-મળે તો ખાવું નહિતર નહિ. તેઓ નગ્ન રીતે ફરે છે. ઉભા ઉભા બળદની જેમ ભાજી આરોગે
છે.
ઋષભદેવના
મળમૂત્રમાંથી દુર્ગંધ નહિ –સુગંધ નીકળે છે. કોઈ મારે તો
"મને-શરીરને માર પડે છે-હું શરીરથી જુદો છું.બ્રહ્મનિષ્ઠ છું." એમ જ વિચારે
છે.
નારીયેરમાં
કાચલી અને કોપરું જુદાં છે. છતાં જ્યાં સુધી –નારિયેરમાં પાણી છે-ત્યાં સુધી કાચલી
કોપરાને છોડતી નથી.
શરીરએ
કાચલી છે, શરીરમાં રહેલ જીવાત્મા એ કોપરા જેવો
છે –અને પાણી એ વિષયરસ છે.
જ્યાં
સુધી વિષયરસ છે,આસક્તિ છે-ત્યાં સુધી આત્મા શરીરથી
છુટો પડતો નથી. છુટો પડવો કઠણ છે.
જેનો
વિષયરસ તપ, ભક્તિ અને જ્ઞાનની મદદથી સુકાઈ જાય
તે જ આત્માને શરીરથી છુટો પાડી શકે.
ખરો
આનંદ શરીરમાં નથી. શરીર ચૂંથે આનંદ આવવાનો નથી. શરીરનું સુખ એ સાચું સુખ નથી, સાચો
આનંદ નથી.
શરીર
નું સુખ એ મારું સુખ –એમ જે માને છે-તે અજ્ઞાની છે.
સતત
ધ્યાન કરી જ્ઞાની લોકો જડ ચેતન ની ગાંઠ છોડે છે-અને આત્માનંદ –પરમાનંદ લુટે છે.
બ્રહ્મજ્ઞાન
વૈરાગ્ય વગર ટકતું નથી. બ્રહ્મજ્ઞાનની વાતો કરે-પણ પૈસા-પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે તે
–ખરો જ્ઞાની
નથી.
ખરો
જ્ઞાની એ જ છે-કે-જે-ઈશ્વર સાથે જ પ્રેમ કરે છે.
ઈશ્વર
સિવાય સંસારના જડ પદાર્થોમાં પ્રેમ-સ્નેહ થાય- તે –આત્માને શરીરથી જુદો જોઈ શકતો નથી.
હું
શરીર નથી, હું સર્વ નો સાક્ષીરૂપ –આનંદરૂપ-ચેતન
પરમાત્મા છું. આ બ્રહ્મજ્ઞાન પછી પણ ઈશ્વરમાં જ પ્રીતિ જરૂરી છે.
જ્ઞાનની
સાત ભૂમિકાઓ –યોગવશિષ્ઠમાં
બતાવી છે.
શુભેચ્છા,સુવિચારણા,તનુમાનસા,સત્વાપતિ,અસંશક્તિ,પદાર્થભાવિની
અને તુર્યગા.
(૧) શુભેચ્છા-આત્મા
ના સાક્ષાત્કાર માટે ની જે ઉત્કટ ઈચ્છા –તે-
(૨) સુવિચારણા-ગુરુનાં
વચનો નો તથા મોક્ષશાસ્ત્ર નો વારંવાર વિચાર –તે-
(૩) તનુમાનસા-
વિષયો માં અનાસક્તિ અને સમાધિ માં અભ્યાસ વડે બુદ્ધિ ની તનુતા (સૂક્ષ્મતા) પ્રાપ્ત
થાય તે.
(૪) સત્વાપતિ-
ઉપરના ત્રણ થી –નિર્વિકલ્પ
સમાધિ રૂપે સ્થિતિ –તે- (આ ભૂમિકા
વાળો –બ્રહ્મવિત-કહેવાય
છે.)
(૫) અસંશક્તિ
–ચિત્ત વિષે
પરમાનંદ અને નિત્ય બ્રહ્માત્મ ભાવના –નો સાક્ષાત્કારરૂપ ચમત્કાર-તે-
(૬) પદાર્થભાવિની-
પદાર્થો માં દૃઢ અપ્રતિતી થાય-તે-
(૭) તુર્યગા
–બ્રહ્મ ને જે
અવસ્થા માં અખંડ જાણે –તે અવસ્થા-(ઉન્મત્ત
દશા)
પ્રથમ
ત્રણ ભૂમિકાઓ-સાધનકોટિ ની છે. બાકીની ચાર જ્ઞાનકોટિ ની છે.
પ્રથમ
ત્રણ ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મ નું ચિંતન કરવાનું હોય છે.
અને
જ્ઞાનની પાંચમી ભૂમિકાએ પહોચતાં જડ અને ચેતન ની ગ્રંથી છૂટી જાય છે. અને આત્મા નો અનુભવ
થાય છે.
આ ભૂમિકાઓમાં
ઉત્તરોત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે-અને છેવટે ઉન્મત્ત દશા પ્રાપ્ત થાય છે.
ઋષભદેવજીએ
આવી જ્ઞાનની છઠ્ઠી દશા પ્રાપ્ત કરેલી.
ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા અને દાવાગ્નિમાં બુધ્ધિપૂર્વક પ્રવેશ
કર્યો. માને છે દેહ બળે છે આત્માને કાંઇ થતું નથી.
આવી
આત્મનિષ્ઠા પરમહંસો માટે છે. ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય મનુષ્ય માટે અનુકરણીય નથી.
ઋષભદેવના
પુત્રોમાં સહુથી શ્રેષ્ઠ હતો –તેનું નામ ભરત.તે ગાદી પર બેઠા છે.
જેના
નામ પરથી દેશનું નામ ભરતખંડ પડ્યું છે. તે પહેલાં પ્રાચીન કાળમાં દેશનું નામ- અજનાભ
ખંડ -હતું.
ભાગવતપરમહંસ
ભરતજીની કથા વર્તમાનકાળમાં આપણા માટે વિશેષ ઉપયોગી છે. તેથી શુકદેવજીએ તેનો વિસ્તાર
કર્યો છે.
ભરતજીએ
વ્યવહારની મર્યાદા કદી છોડી નથી. ભરતજી મહાવૈષ્ણવ હતા પણ યજ્ઞ કરતા. અગ્નિ ઠાકોરજીનું
મુખ છે.
એક
એક દેવને ઈષ્ટદેવનું સ્વરૂપ ગણી –ઈતરદેવોમાં કૃષ્ણનો અંશ માની પૂજા
કરતા. અનેક યજ્ઞો કર્યા છે-અને તેનું પુણ્ય શ્રીકૃષ્ણના ચરણમાં અર્પણ કર્યું છે. કર્મનું
ફળ પરમાત્માને અર્પણ કરશો તો આનંદ આવશે, કર્મનું અભિમાન નહિ રહે.
ઈશ્વર સાથે ખુબ પ્રેમ કરો-તો જ કરેલા કર્મનું પુણ્ય પરમાત્માને
અર્પણ કરી શકો.
- કર્મ કરો પણ તે કર્મ ની ફળ “ભોગવવાની ઈચ્છા “ ન રાખો. (નિષ્કામ કર્મ)
- કર્મ નું ફળ “ભોગવવાની ઈચ્છા “ રાખો (સકામ કર્મ ) તો કર્મ નું અલ્પ ફળ મળશે.
સકામ
-કર્મ માં કાંઇક ભૂલ થાય તો તેની ક્ષમા મળતી નથી. માટે નિષ્કામ કર્મ શ્રેષ્ઠ છે.
ભરતજી
નિષ્કામ ભાવ થી કર્મ કરતા અને તેનું પુણ્ય શ્રીકૃષ્ણ ને અર્પણ કરતા.
સત્કર્મ
(કોઈ પણ પૂજા ) ને અંતે (સમાપ્તિમાં) ગોર મહારાજ બોલાવતા હોય છે.
અનેન
કર્મણા ભગવાન પરમેશ્વર પ્રીયતામ -ન મમઃ
ન મમઃ
–એમ બોલે છે-બધાં-પણ તેનો અર્થ કોઈ
સમજતા નથી. કર્મ નું ફળ મારું નથી-કૃષ્ણાર્પણ કરું છું.
ગીતામાં પણ કહ્યું છે-કે –કર્મ ના ફળ પર તારો અધિકાર નથી.(કર્મણ્યેવાધિકારસ્તે)
No comments:
Post a Comment