શ્રીમદ્ભાગવત સ્કંધ – 5 (Page 47)
એક
દિવસ ભરતજીને જુવાનીમાં વૈરાગ્ય થયો. ભરતજીને ઘરમાં ગમતું નથી.
રાજવૈભવ,સુખ,સંપત્તિ,સ્ત્રી પુત્રાદિક
–આ બધું છે, પરંતુ આંખ બંધ
થાય ત્યારે આમાંનું કશું નથી.
જન્મ પહેલાં અને મૃત્યુ બાદ –કોઈ સગાં રહેવાના
નથી. વચ્ચે માયા ભરમાવે છે.
ભરતજી વિચારે છે-સંસારનું સુખ મેં અનેક વર્ષ
ભોગવ્યું. હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ.
જુવાનીમાં જ તેમણે સંસારના સુખનો બુધ્ધિપૂર્વક
ત્યાગ કર્યો.
બુદ્ધિપૂર્વક વિષયોનો ત્યાગ થાય- તો શાંતિ
મળે છે. જબરજસ્તીથી વિષયો છોડીને જાય તો દુઃખ આપે છે.
વિષયોને આપણે જાતે જ વિચારીને છોડીએ (ત્યાગ
કરીએ) તો અદભૂત શાંતિ પ્રાપ્ત થાય છે.
પણ ઈશ્વરની માયા વિચિત્ર છે, ભરતજી એ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી અને સર્વસ્વનો ત્યાગ કરી વનમાં
આવ્યા,
ત્યાં હરણબાળને મનમાં સ્થાન આપ્યું, હરણ ઉપર સ્નેહ (મોહ) થયો.
હરણબાળ
પર આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો.અને મૃગયોનિમાં જન્મ લેવો પડ્યો.
ભરતજીના
મનમાં હરણ સાથે આસક્તિ થઇ –અને તે વાસના (સંકલ્પ) પુનર્જન્મનું
કારણ બની.
જગતના
કોઈ પદાર્થમાં એટલો સ્નેહ ન કરો કે –જે સ્નેહ-આસક્તિ બની પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે.
માટે ઘરમાં (કે આસપાસ) કોઈને પણ રાખજો પણ મનમાં કોઈ ને રાખશો
નહિ.
મનમાં –બીજી વસ્તુ પ્રવેશે –એટલે મનમોહન
(લાલાજી) ત્યાંથી (મનમાંથી) નાસી જાય છે.
શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે-સંસારમાં નાવ (નાવડી-હોડી) ની
જેમ રહેવું જોઈએ.
નાવ પાણી ઉપર રહે તો તે તરે છે, પણ જો નાવ ની અંદર પાણી આવે તો તે ડૂબી જાય
છે.
તે પ્રમાણે તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં
ના રહેવો જોઈએ. એટલેકે-નિર્લેપપણે સંસાર માં રહો.
આ શરીર નાવ છે,સંસાર સમુદ્ર છે અને વિષયો તે-જળરૂપ છે.
વિષયો શરીર માં આવે તો તે સંસારમાં ડૂબી જાય છે.
સંસાર માં રહેવું તે બુરું નથી, પણ સંસાર ને મન માં રાખવો તે બુરો છે. મન
માં રહેલો સંસાર રડાવે છે.
મનમાં રહેલી
મમતા-બંધન કરે છે, મન
મરે તો મુક્તિ મળે.
બંધન મનને છે, આત્માને નથી- આત્મા તો સદા મુક્ત જ છે.
પ્રહલાદને
ઘરમાં બિલકુલ અનુકુળતા નહોતી, પણ તેને લક્ષ્યની ખબર હતી. તેમણે ધ્યેય છોડ્યું નથી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં
ઘરમાં રહીને, ઘરમાં જ ભજન
કર્યું. ઘરમાં તેમની ભક્તિમાં કોઈ વિઘ્ન કરી શક્યું નહિ.
પણ,એકાંત
વન માં પણ ભરતજી – (માત્ર (હરણ પરની) આશક્તિ ને કારણે ભક્તિ કરી શક્યા નહિ.
પ્રતિકૂળ
પરિસ્થિતિમાં પણ ભજન કેવી રીતે કરવું-તે પ્રહલાદે જગતને બતાવ્યું-અને અનુકૂળ પરિસ્થિતિ
માં પણ જો મનુષ્ય સાવધ ના રહે-તો તેનાથી ભજન કરી શકાતું નથી. એ જાણવા મળે છે-ભરતચરિત્રથી.
ઘર છોડીને ગયેલા મહાત્માઓને
–માયા-કેવી રીતે પજવે
છે-તેની આ કથા છે.
ભરતજીની કથા હવે શરુ
થાય છે.
ભરતજીએ જુવાનીમાં જ ઘરનો ત્યાગ કર્યો.પૃથ્વીના
સાર્વભૌમ રાજા હતા –પણ
કોઈનેય સાથે લીધા નથી.
ભરતજી એ વિચાર્યું-હું એકાંતમાં બેસીને
ઈશ્વરનું આરાધન કરીશ. નેપાળમાં ગંડકી નદીના કિનારે આવ્યા છે.
નદીના કિનારે ભરતજી આદિનારાયણ ભગવાનની
આરાધના કરે છે.
માત્ર
ઈશ્વર સિવાય બીજા કોઈનો સાથ હશે તો –ઈશ્વરભજનમાં વિક્ષેપ કરશે. જેને તપ કરવું હોય તે એકલો જ તપ કરે.
વિચારે-
“હું એકલો નથી-મારા ભગવાન મારી સાથે
છે.” ઈશ્વર સિવાય બીજા કોઈનો સાથ દુઃખી
કરે છે.
ભરતજી
એકલા જ તપ કરવા ગયા છે. ગંડકી નદીનું બીજું નામ છે-શાલિગ્રામી- નદી કિનારે ભરતજી તપ
કરે છે.
રોજનો
નિયમ હતો-સવારે ચાર વાગે બ્રાહ્મમુહૂર્તમાં સ્નાન કરે છે. કેડપુર પાણીમાં ઉભા રહી ધ્યાન
કરે છે, અને ગાયત્રીમંત્રનો જપ કરતાં-સુર્યનારાયણ
ને અર્ઘ્ય આપે છે.
બુદ્ધિના
દેવ સુર્યનારાયણ છે. સુર્યનારાયણની કૃપાથી બુદ્ધિ સુધરે છે. બુદ્ધિનો મન પર પ્રભાવ
છે-એટલે બુદ્ધિ સુધરે તો- મન પણ સુધરે છે. ઉગતા સૂર્યના કિરણ તન
પર પડે-તો તન પણ સુધરે છે.
સૂર્યનારાયણ
જગતને સતત પ્રકાશ આપે છે.(છતાં વીજળીની કંપની ની માફક કોઈ બિલ મોકલતા નથી)
રવિવારે
કે -બીજા કોઈ દિવસ રજા લેતા નથી કે વેકેશન પર જતા નથી.
સમસ્ત સ્થાવર-
જંગમનો આત્મા સૂર્ય છે. સૂર્યનારાયણના ઉપકાર બદલ આપણે બધા સૂર્યનારાયણના ઋણી છીએ.
સૂર્યએ
પરમાત્માનું સાકાર સ્વરૂપ છે.
(જરા વિચાર કરો-"તો"
"જ" સમજાશે- "સૂર્ય" ને પણ પ્રકાશ આપવાની "શક્તિ" આપનાર
જે –છે- તે- "પરમાત્મા" છે
)
ભરતજી પ્રાર્થના કરે છે-
ભગવાનના તેજોમય સ્વરૂપનું (સૂર્ય પણ જેનાથી
પ્રકાશિત છે-તેનું) હું ધ્યાન કરું છું.
જે મારી બુદ્ધિને સવળે માર્ગે દોરે.-પ્રકાશિત
કરે. (બુદ્ધિ માં રહેલ અંધકાર ને હટાવે )(ગાયત્રી મંત્ર)
(મંત્રના અર્થ સાથે અને (તેની પાછળ છુપાયેલા)
જ્ઞાન સાથે –મંત્ર કરવાથી જ મંત્રની અસર પડે છે.)
ભરતજી
એ પહેલાં ઠાકોરજી ની પ્રત્યક્ષ સેવા બહુ કરેલી,
પણ
હવે વન માં તે માનસી સેવા કરે છે.
શરીર
કરતાંયે વધુ પાપ મનથી થાય છે.એટલે મનથી માનસી સેવા-માનસી ધ્યાન –એ સહેલું નથી.
ભટકતા
–પાપ કરતા- મન ને -ઈશ્વરની માનસીસેવા
માં પ્રવૃત્ત કરી –ઈશ્વરમાં તન્મય કરવાથી -મન ધીરે ધીરે
શુદ્ધ થાય છે.
એક
વખત એક વાણિયો ગુંસાઈજી પાસે ગયો. જઈને કહ્યું-બાપજી, લાલાજીની
સેવા કરવા હું તૈયાર છું-પણ કાંઇ ખર્ચ કર્યા વગર સેવા થાય એવું કંઈક બતાવો –એવી
સેવા બતાવો કે એક પાઈનું ખર્ચ ન થાય.
ગુંસાઈજીએ
તેને માનસી સેવા બતાવી અને કહ્યું-તું માનસી સેવા કર, હું
ભગવાનને સ્નાન કરવું છું, વસ્ત્ર પહેરાવું છું, ભોગ
ધરાવું છું-ભગવાન આરોગે છે.
વાણિયો
કહે –આ બધું બજાર માંથી લાવવાનું ?
ગુંસાઈજી કહે છે-ના,ના, ફક્ત
મનથી ધારવાનું. તને કયું સ્વરૂપ ગમે છે ?
વાણિયો
કહે –મને બાલકૃષ્ણલાલ-લાલાજીનું સ્વરૂપ
ગમે છે.
ગુંસાઈ
કહે છે-બસ-સવારે વહેલા ઉઠી-માત્ર -મન-થી જ ગંગાજીમાં સ્નાન કર-મનથી જ ગંગાજળ ઘડામાં
લઇ આવવું-
ગાયનું
દૂધ અને માખણ લઇ આવવાં. યશોદા જેવો વાત્સલ્યભાવ રાખી –સૂતેલા
લાલાજીના દર્શન કરો. સૂતેલો કનૈયો બહુ સુંદર
લાગે
છે. વાંકડિયા વાળ ગાલ પર આવ્યા છે. સૂતાં સૂતાં પણ જાણે મંદ હાસ્ય કરે છે. લાલાજી ને
મંગળગીત ગાઈને જગાડો.
મંગલા
માં લાલાને ગાયનું દૂધ અને માખણ ધરાવો.
(જરા મનાવવા પડે તો મનાવો.-લાલાજી
જરા ટેઢા છે-
યશોદાજી
જેમ લાલાને મનાવી કહો-લાલા,આટલું માખણ ખાઈ જા-તારી ચોટલી દાઉજી
કરતાં જલ્દી મોટી થઇ જશે.)
પછી
થોડા ગરમ જળ થી સ્નાન કરાવી તન્મય થઇ ને લાલાજી ને શૃંગાર કરવો.
(કનૈયાને પૂછવું કે –આજે
કયું પીતાંબર પહેરવું છે ?-એ જે માગે તે પહેરાવો)
તિલક
કરો,માળા અર્પણ કરો,નૈવેદ્ય
અર્પણ કરો. ભાવના થી લાલા ને નૈવેદ્ય આરોગતા જુઓ.
તે
પછી મન થી આરતી ઉતારી, અને કોઈ ભૂલચૂક થઇ હોય તો ક્ષમા પ્રાર્થના
કરો.
તે
પછી વાણિયાએ –ગુંસાઈજીના કહેવા મુજબ બાર વર્ષ સુધી
રોજ પ્રેમથી માનસી સેવા કરી. એવી તન્મયતા આવી
છે-કે – બધું જાણે પ્રત્યક્ષ જ દેખાય છે.
બાર વર્ષ સુધી સત્કર્મ નિયમથી થાય તો તે સિદ્ધ થાય છે. મનની ચંચળતા ઓછી થાય છે.
એક
વખત એવું બન્યું કે-તે કટોરા માં દૂધ લઇ આવ્યો –પણ દુધમાં ખાંડ નાખતાં-ખાંડ વધારે
પડી ગઈ.
વાણિયા
થી આ સહન કેમ થાય ? સ્વભાવ કંજુસ –તે
ક્યાંથી જાય ? વાણિયા એ વિચાર્યું-દૂધ માંથી વધારાની
ખાંડ કાઢી લઉં,
તો
બીજા ઉપયોગ માં આવશે. દૂધ માંથી ખાંડ કાઢવા દૂધ માં હાથ નાખે છે.
આ બાજુ
લાલાજી મરકમરક હસે છે. ગમે તેમ પણ તેને બાર વર્ષ મારી સેવા કરી છે-પ્રસન્ન થઇ પ્રગટ
થયા છે.
અને
સીધો વાણિયાનો હાથ પકડ્યો-ખાંડ વધારે પડી ગઈ
છે-તો તારા બાપ નું શું ગયું છે ? તે ક્યાં એક પૈસાનો ખર્ચ કર્યો છે
?
તારા
જેવો નંગ મને જગતમાં કોઈ મળ્યો નથી....તારા જેવો તો તું જ છે.....
વાણિયા
ને ભગવતસ્પર્શ થયો. તે પછી તે સાચો વૈષ્ણવ બન્યો. લાલાજીનો અનન્ય ભક્ત બન્યો.
શંકરાચાર્યજી
પણ મહાજ્ઞાની હોવાં છતાં શ્રીકૃષ્ણની માનસી સેવા કરતા.
ભરતજી
દરરોજ માનસી સેવા કરતા તેમાં તન્મય થયા છે.
સેવા
કરતા કોઈ દિવસ –કંટાળો
આવે તો ધ્યાન કરે છે-કિર્તન કરે છે.
સંસાર
માં જે ફસાયેલો હોય-કે માયાના પ્રવાહમાં જે વહેતો હોય તેને માયા બહુ ત્રાસ આપતી નથી.તેને
માયા વિઘ્ન કરતી નથી.
માયા
માને છે-કે- આ તો મારો ગુલામ છે, આ તો મરેલો જ છે-તેને મારવામાં શું
મજા છે ? મરેલા ને શું મારવાનો ?
પણ
પરમાત્મા પાછળ જે પડેલો હોય –તેની પાછળ માયા વધારે પડે છે. વિઘ્ન
ઉભા કરે છે.
માયાની
ગતિ વિચિત્ર છે. માયાની ગતિ સમજી ન શકાય (અકળ) તેવી છે.
એક
વખતે સવારના પહોરમાં ભરતજી કેડપૂર પાણી માં ઉભા રહી સૂર્ય ને અંજલિ આપી રહ્યા હતા.
તે
સમયે એક ગર્ભવતી હરણી જલપાન કરવા આવી. તેવામાં એક સિંહે ની ગર્જના કરી. હરણી સિંહ ની
બીક થી ગભરાણી.
સામે
કિનારે જવા તેને જોરથી કૂદકો માર્યો. પ્રસવકાળ નજીક હતો,એટલે
પેટમાંથી હરણ બાળ બહાર આવ્યો. અને નદી ના જળ માં પડ્યો. હરણી સામે કિનારે પડી મૃત્યુ
પામી.
ભરતજી
એ હરણબાળ ને નદી માં પડેલું જોયું. તેને બહાર કાઢવામાં ન આવે તો ડૂબી જાય તેમ હતું.
ભરતજી
એ વિચાર્યું-હું ધ્યાન માં હોત અને જગતનું ભાન ન હોત ત્યારે હરણબાળ ડૂબતો હોત તો જુદી
વાત હતી પણ મારા દેખતાં હરણબાળ ડૂબે તો મને પાપ લાગે. એટલે
ભરતજી એ હરણબાળ ને બહાર કાઢ્યું અને આશ્રમ માં લઈને આવ્યા.
ભરતજી
વિચારવા લાગ્યા-કે-આ હરણબાળનું કોઈ જ નથી. હું જ તેનો રક્ષક પિતા છું. મારે
તેનું રક્ષણ કરવું જોઈએ.
જીવ માને છે-હું બીજાનું રક્ષણ કરું છું, પણ તે શું રક્ષણ
કરવાનો હતો. જે પોતે પણ કાળનું ભોજન છે. જીવમાં જો રક્ષણ કરવાની શક્તિ હોત તો-કોઈના
ઘેર મરણ થાય જ નહિ. રક્ષણ કરનાર એક જ શ્રી હરિ છે.
ભરતજી હરણબાળનું લાલન પાલન કરવા માંડ્યા.
ધીરે ધીરે હરણબાળ મોટો થયો છે. હરણબાળને રમાડે અને ગોદમાં બેસાડે છે.
હરણબાળમાં ભરતજીનું મન ફસાયું છે. દિન-પ્રતિદિન
આસક્તિ વધતી ચાલી. ભરતજીનું મન હવે પ્રભુ ભજનમાં સ્થિર થતું નથી.
ધ્યાનમાં બે મિનિટ થાય અને હરણબાળ દેખાય
છે. વાસનાનો વિષય બદલાણો પણ વાસના તો મનમાં રહી જ.
હરણબાળને
ઘરમાં રાખવાનો વાંધો નહોતો, પણ તેને મનમાં રાખ્યો તે અયોગ્ય થયું.
મનમાં કાં તો કામ રહી શકે કે-કાં તો રામ.
“તુલસી દોનોં નવ રહે-રવિ રજની ઇક ઠામ.” (રવિ=સૂર્ય, રજની=ચંદ્ર)
ભરતજીના
ભક્તિના નિયમો ધીરે ધીરે છુટવા લાગ્યા. ઘણીવાર અંતરમાંથી અવાજ આવે છે-આ સારું નથી.
પણ
મન દલીલ કરે છે-“હરણની સેવા તો પરમાત્માની સેવા છે-હું
તો પરોપકાર માટે આ કરું છું.”
સાધક
જો અતિશય પરોપકારની ભાવના રાખવા જાય તો –તે સાધનામાં વિઘ્નરૂપ થાય છે.
બહુ
જ પરોપકારમાં પડવું નહિ, બહુ જ પરોપકાર કરવા જતાં ઘણી વખત
લક્ષ્ય ભુલાય છે.અને પતન થાય છે.
Ø પરોપકાર એ સર્વનો
ધર્મ જરૂર છે-પણ એવો પરોપકાર ન કરો કે જેથી –પરમાત્માનું વિસ્મરણ
થાય.
Ø સંસારમાં કપટ ન કરો-તેવી જ રીતે અતિશય સરળ પણ ન બનો.
Ø પરમાત્માનું ધ્યાન કદાચ ન કરો તો ચાલશે-પણ સ્ત્રી-પુરુષ-સંસાર
કે જડ વસ્તુનું ધ્યાન ન કરો.
Ø જે મિત્ર નથી-તે શત્રુ બનતો નથી, પણ જે મિત્ર છે-તે જ એક વખત શત્રુ થાય છે. સંસારનો આ સામાન્ય
નિયમ છે.
ભરતજીનું
પ્રારબ્ધ હરણબાળ બનીને આવેલું. પ્રારબ્ધ ભોગવ્યા વગર છુટકો નથી.
જ્ઞાનીના બે
ભેદો છે.-->
(1) જેણે ઉપાસના કરી જ્ઞાન મેળવ્યું છે-તે
–કૃતોપાસ્તી જ્ઞાની-છે, તેને
માયા સતાવી શકતી નથી.
(2) પણ જેણે માત્ર પુસ્તકો વાંચીને જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે (અકૃતોપાસ્તી)-તેના માં
“હું જ્ઞાની છું” તેવો અહમ રહે છે-તેને માયા વિઘ્ન કરે છે.
તત્વનું
જ્ઞાન બંનેને છે-પણ તત્વ (આત્મા-પરમાત્મા) નો અનુભવ વાસના-નાશ વગર થતો નથી.
વાસનાનો
નાશ કર્યા વગર બ્રહ્મનિષ્ઠા થતી નથી-એ-ભરતચરિત્ર બતાવે છે.
ભરતજીને
હજુ અપરોક્ષ સાક્ષાત્કાર થયો નથી-તે થયો હોત તો હરણબાળમાં મન કદી ફસાય નહિ.
ભરતજી
નો અંતકાળ નજીક આવ્યો છે-આજે હરિનું નહિ પણ (હરિણી!!) હરણ નું ચિંતન કરતાં શરીર નો
ત્યાગ કર્યો છે.
મરતી
વેળા હરણના ચિંતન થી કાલંજર પર્વત હરિણી થઇ ને જન્મ્યા છે.(પુનર્જન્મ થયો છે)
પૂર્વજન્મ
માં કરેલું ભજન-તપ વ્યર્થ જતું નથી, નિષ્ફળ જતું નથી. હરણ શરીરમાં પણ
તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે.
પશુ
શરીર માં પણ ‘હરયે નમઃ હરયે નમઃ’ નો જપ કરે છે.
વિચારે
છે-હું ગયા જન્મમાં મહાન જ્ઞાની અને યોગી હતો
પણ માયાએ મને છેતર્યો, હરણબાળની વિષે મારા મન-બુદ્ધિથી બહુ ડહાપણ
કર્યું અને ચાર પગ વાળો થયો. મારે હવે નવું પ્રારબ્ધ ઉભું કરવું નથી. હરણ શરીરમાં ભરતજી સાવધ
છે.
બાકી સાવધ ન રહો તો -ઈશ્વરની માયા કંઈક વિચિત્ર છે.
એક રાજા હતો-તેને ખબર પડી કે-મર્યા પછી હું
ડુક્કર થવાનો છું. તેણે છોકરાઓને કહ્યું –કે ડુક્કર શરીરમાં મારા કપાળ પર સફેદ ડાઘ
હશે. તમને આવો ડુક્કર દેખાય તો મારી નાખજો-જેથી મારા ડુક્કર શરીરનો છુટકારો થાય.
રાજા મરણ પામ્યો. છોકરાંઓને એવો કપાળ પર
સફેદ ડાઘવાળો ડુક્કર મળ્યો એટલે તે મારી નાખવા આવ્યા છે.
ડુક્કરે તેઓને મારી નાખવાની ના પાડી. કહે
છે-ડુક્કર શરીરમાં મને બહુ મજા છે, આ ડુક્કરી બહુ સુંદર છે.
મને સુખ ભોગવવા દો. મને મારશો નહિ.
જીવ જ્યાં જાય ત્યાં સુખ સમજી ને મમતા કરે છે. અને ફસાય છે.
હરણ શરીરમાં ભરતજી અતિ સાવધ છે. જેટલા દિવસ
હરણબાળ જોડે પ્રેમ કર્યો હતો-તેટલાં દિવસ –તેમને હરણ શરીર માં રહેવું પડ્યું. પ્રારબ્ધકર્મ
પૂરું થયું. બીજું નવું કોઈ પ્રારબ્ધકર્મ બનાવ્યું નથી.એટલે એક દિવસ-હરયે નમઃ-કરતાં
કરતાં પ્રાણ છોડ્યા.
શુકદેવજી વર્ણન કરે છે-રાજન, પવિત્ર બ્રાહ્મણને
ઘેર ભરતજીનો જન્મ થયો છે. ભરતજીનો આ છેલ્લો જન્મ છે.
તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે, હરણમાં મન ફસાયું
અને પશુજન્મ મળ્યો-તે યાદ છે. હરણના સંગ થી હરણ બન્યો, હવે માનવના
સંગ થી માનવ થઈશ,
મારે
હવે કોઈનો સંગ કરવો નથી, -- મારે હવે પરમાત્માના શરણમાં જવું છે.
ભરતજી
બોલતા નથી. એટલે બધા કહે છે-આ તો મૂંગો છે. પોતાના ધ્યાનમાં કોઈ દખલ ના કરે એટલે – ભરતજી મૂર્ખ-પાગલ
જેવું નાટક કરે છે.એટલે લોકો ભરતજીને મૂર્ખ માને છે. ભરતજી વિચારે
છે-લોકો મૂર્ખ માને તો ખોટું શું છે ?
પૂર્વજન્મમાં
જ્ઞાન બતાવવા ગયો અને દુઃખી થયો. પણ હવે જ્ઞાનનો ઉપયોગ ઈશ્વરનું આરાધન કરવા માટે જ
કરીશ.
પ્રભુમાં
તન્મય થયેલા ભરતજીને દેહભાન નથી.
જેને
પૈસા કમાવાની અક્કલ છે-તેણે લોકો ડાહ્યો સમજે છે. મન અને તન વશ કરવાની કળા જેને આવડે
છે-તેને લોકો ચતુર ગણે છે.
સંસારની દૃષ્ટિએ સંત જડ છે. પરંતુ ખરેખર તો-ચેતન-આનંદમય પ્રભુને
ભૂલી સંસારસુખમાં ફસાયેલો મનુષ્ય જડ છે.
No comments:
Post a Comment