શ્રીમદ્ભાગવત સ્કંધ – 4 (Page 44)
નારદજી
કહે છે-મધુવનમાં યમુના કિનારે તું જપ કર. યમુનાજીને શરણે જા.(યમુનાજી સંયોગિકા “શક્તિ” છે)
યમુના
મહારાણી-કૃપાદેવીનો અવતાર છે. તારો બ્રહ્મસંબંધ યમુનાજી સિદ્ધ કરી આપશે. તે તારા માટે
સિફારીસ કરશે.
(શક્તિ
energy મળે-શક્તિની
કૃપા પ્રથમ મળે-તે પછી તેના વતી જ બ્રહ્મસંબંધ થઇ શકે-પ્રભુ મળી શકે)
વ્રુંદાવન
એ પ્રેમભૂમિ-દિવ્યભૂમિ છે. ત્યાં રહી ભજન કરવાથી,મન જલ્દી શુદ્ધ થાય છે, જીવ ઈશ્વરનું મિલન જલ્દી થાય છે.
(ભાગવતમાં મુખ્ય સમાધિ ભાસા છે, તો અહીં વૃંદાવન એટલે પોતાનું હ્રદય= હ્રદયમાં ભગવાનનું ધ્યાન કરવાથી,ત્યાં તેમની કલ્પના કરવાથી પરમાત્મા પ્રસન્ન થાય છે.)
ધ્રુવજી –નારદજીને પૂછે છે-કે-ત્યાં
જઈને હું શું કરું ? મને કાંઇ આવડતું નથી. પરમાત્માની
આરાધના કેવી રીતે કરવી ?
નારદજી કહે છે-સવારે બ્રાહ્મ મુહુર્ત માં (સવારના ૪ વાગે) ઉઠજે. ધ્યાન
કરતા પહેલાં ઠાકોરજી ની માનસી સેવા કરજે.
માનસી
સેવાનો અતિ ઉત્તમ સમય સવારના ૪ થી ૫ સુધીનો છે.
માનસી
સેવામાં ખાલી મનની જ જરૂર છે.(પ્રત્યક્ષ સેવામાં
અનેક વસ્તુઓની જરૂર પડે છે.)
માનસી સેવા સવારે કોઈનું પણ મુખ જોયા પહેલાં કરવી જોઈએ.
સવારે ઉઠી મનથી ધ્યાન કરવાનું-કે-
--હું ગંગાજીને કિનારે બેઠો
છું. મનથી પોતે-ગંગાજીમાં સ્નાન કરવાનું. તે પછી અભિષેક માટે ગંગાજળ લાવવાનું. ગંગાજળ
મનથી જ લાવવાનું છે –તો સોના કે ચાંદીના લોટામાં
જ કેમ ના લાવવું ?
--ઠાકોરજી (લાલાજી) જાગ્યા હોય
–એટલે તેમને ગંગાજળનું આચમન
કરાવવું. (ગંગાજળ પીવડાવવું) પછી
--લાલાજીને પછી થોડા ગરમ પાણીથી
સ્નાન કરાવવું.
--લાલાજી ને પછી શૃંગાર કરો
(સુંદર કપડાં પહેરાવડાવો) અને માથે તિલક કરો.
--માખણ-મિસરી (સાકરવાળું માખણ
લાલાને બહુ ભાવે) લાવવા અને ભોગ ધરાવવો.(માખણ મિસરી ખવડાવવા)
--તે પછી આરતી ઉતારો.(આર્ત બનીને
આરતી ઉતારો)
સેવામાં દાસ્ય ભાવ મુખ્ય છે. આરતી ઉતારો-ત્યારે હૃદય આર્દ્ર બનવું જોઈએ.
પહેલાં
ત્રણ વાર ચરણ પર ,પછી
ત્રણ વાર સાથળ,પછી
ત્રણ વાર વક્ષ સ્થળ,ત્રણ
વાર મુખારવિંદ પર અને પછી સર્વ-અંગોની ઉપર
આરતી ઉતારવી.
આરતી ઉતારો ત્યારે પ્રભુના દર્શન માટે આર્ત બની આરતી ઉતારો.
પરમાત્માનું દર્શન કરતાં કરતા
જપ કરવાનો. કદાચ મન છટકી જાય –તો પણ જપની ધારા અખંડિત રાખો.
ધીરે ધીરે જપ કરતાં –પાપ ઓછાં થશે-એટલે મન સ્થિર થશે.
શ્રી હરિ નું (લાલાજીનું) ધીર મનથી ધ્યાન અને જપ સાથે સાથે થાય તે ઉત્તમ
છે.
જપ કરવા બેસો –ત્યારે જે
દેવ નો જપ કરો-તે દેવની મૂર્તિ ધ્યાનમાંથી ખસે નહિ.
જીભથી તે દેવ નો જપ અને મનથી તે દેવનું –સ્મરણ ધ્યાન
કરવું જોઈએ.
આંખથી તે દેવના દર્શન કરવાં –કાનથી તે
દેવનું શ્રવણ કરવું.(આંખ સ્થિર થાય તો મનને સ્થિર થવું જ પડશે)
આ પ્રમાણે જપ કરવા.
માનસી સેવા માત્ર લાલાજીની જ કરવી તેવો કોઈ આગ્રહ નથી. પરમાત્માના કોઈ
પણ સ્વરૂપની માનસી સેવા થઇ શકે છે.
નારદજી ધ્રુવને કહે છે-બેટા,હું તને બાર અક્ષરનો એક મહામંત્ર
આપું છું-“ ॐ નમો ભગવતે વાસુદેવાય “
આ મંત્રનો તું સતત જપ કરજે. છ મહિનામાં તને પ્રભુના દર્શન થશે. મારા
તને આશીર્વાદ છે.
નારદજી
આમ કહીને ત્યાંથી ઉત્તાનપાદ રાજા પાસે જવા નીકળ્યા.
ધ્રુવજી
મહાન ભક્ત થવાનો છે-મારા શિષ્યનો પિતા સ્ત્રીમાં ફસાઈ રહે –તે યોગ્ય નથી. તેમ વિચારી રાજાને ઉપદેશ આપવા
આવ્યા છે.
ધ્રુવજીના ગયા પછી-રાજા ઉત્તાનપાદને બહુ દુઃખ થયું છે. રાજાને પશ્ચાતાપ
થયો છે. રાણી સુનીતિની માફી માગે છે.
રાજા
પસ્તાય છે. સ્ત્રીને આધીન થઇને રાજા દુઃખી બન્યો હતો. તે વખતે નારદજીનું આગમન થાય છે.
રાજા નારદજીને પૂછે છે-કે-આ અપરાધમાંથી હું છુટું અને મારો પુત્ર પાછો
આવે તેવો ઉપાય બતાવો.
નારદજી કહે છે-છ માસ સુધી,મૌન રહી,કેવળ દૂધ-ભાતનો
આહાર કરી
“હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ
કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે
હરે” ના મંત્ર નો જપ કરી –અનુષ્ઠાન કર.
તો
તને તારો પુત્ર મળશે. આમ કહી નારદજી વૈકુંઠલોકમાં પધાર્યા.
ઉપરનો મંત્ર-કલિસંતરણ ઉપનિષદનો મંત્ર છે. ઉપનિષદનો અધિકાર સર્વને આપ્યો
નથી.
મહાપ્રભુજીએ તેથી મંત્રને ઉલ્ટાવ્યો છે. હરે કૃષ્ણ –પદ –પહેલું અને હરે રામ –પદ –બીજું.
આ મંત્રના જપનો કોઈ વિધિ નથી. નામ જપ સર્વકાળે થઇ શકે છે.
બીજા બધા મંત્રો એવા છે-કે-કોઈ ગુરુ દ્વારા –મંત્ર ગ્રહણ કરવા પડે છે. અને તો જ તેનું ફળ મળે છે.
રાજા
ઉત્તાનપાદ મંત્રનો જપ કરે છે. પરમાત્માને પ્રાર્થના કરે છે.
ધ્રુવજી વનમાં ગયા એટલે રાજાની બુદ્ધિ સુધરી છે. સુરુચિને પણ પસ્તાવો
થયો-કે બધા અનર્થોનું મૂળ હું છું.
ત્યાગમાં એવી શક્તિ છે-કે- આજે સુરુચિનું જીવન પણ
સુધર્યું છે.
ધુવજી મધુવનમાં આવ્યા છે. યમુનાજીમાં સ્નાન કરી –
પ્રથમ દિવસે ઉપવાસ કર્યો છે. બીજા દિવસથી તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો.
ધ્રુવ ત્રણ દિવસ એક આસને બેસી નારાયણનું ધ્યાન કરે છે. ધ્યાન સાથે જપ
કરે છે. માત્ર ફલાહાર કરે છે.
(અન્ન નો
આહાર કરવાથી શરીર માં તમોગુણ વધે છે, ફલાહાર થી શરીર માં સત્વગુણ વધે છે)
એક મહિનો આ રીતે તપશ્ચર્યા કરી,
બીજો મહિનો આવ્યો, સંયમ વધાર્યો છે. એક આસને
છ દિવસ ધ્યાન માં બેસે છે.
ત્રીજે મહિને નવ દિવસ એક આસને બેસે છે. હવે ફળ પણ ખાતા નથી માત્ર ઝાડ
ના પાન ખાય છે.
ચોથે મહિને માત્ર જમુનાજી નું જળ જ લઈને-બાર દિવસ એક આસને બેસે છે.
પાંચમા મહિને હવે માત્ર-વાયુ ભક્ષણ કરે છે!! અને પંદર દિવસ એક આસને બેસે
છે.
છઠ્ઠો માસ આવ્યો-હવે નિશ્ચય કર્યો કે –ભગવાન ના
મળે ત્યાં સુધી મારે આસન પર થી ઉઠવું નથી.
છ માસમાં ધ્રુવજીની તપશ્ચર્યા સફળ થઇ છે. ધ્રુવની તપશ્ચર્યા જોઈ દેવો
ભગવાન પાસે આવ્યા છે-પરમાત્માને મનાવે છે-
આ ધ્રુવે મહાન તપ કર્યું છે-તેના પર કૃપા કરી તેને જલ્દી દર્શન આપો.
ભગવાન કહે છે-એને હું શું દર્શન આપું ? મારા દર્શન
એને સતત થાય છે. ધ્રુવને દર્શન આપવા નહિ પણ તેના દર્શન કરવા હું જવાનો છું. આજે ધ્રુવજીનાં
દર્શન કરવાની ભગવાનને ઈચ્છા થઇ છે.(આવું ચોખ્ખું લખ્યું છે)
પંઢરપુરમાં એક દિવસ વિઠ્ઠલનાથ અને રુક્ષ્મણીજી વચ્ચે સંવાદ થયેલો.
રૂક્ષ્મણીજી કહે-તમારાં આટઆટલા ભક્તો રોજ તમારાં દર્શન કરવવા આવે છે-તેમ
છતાં તમે કોઈને નજર આપતા નથી.
ભગવાન કહે-જે મારે માટે આવે છે-તેને જ હું નજર આપું છું. મંદિરમાં આવી
સર્વ પોતાને માટે કંઈક ને કંઈક માગે છે.
રૂક્ષ્મણીજી કહે-આજે આટલા બધા ભક્તો અહીં આવ્યા છે પણ ઉદાસ કેમ લાગો
છો ?
ભગવાને કહ્યું-આ બધા તો સ્વાર્થી લોકો અહીં ભેગા થયા છે.મને જોવા આવ્યા
છે. પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા છે-તે મારો તુકો (તુકારામ) મને દેખાતો નથી.
તુકારામને તે દિવસ તાવ
આવ્યો હતો, પથારીમાં પડ્યા પડ્યા
તુકારામ વિચારે છે-મારું પ્રારબ્ધ આડું આવ્યું-તાવ આવ્યો છે-
અને મારાથી વિઠ્ઠલનાથનાં
દર્શન કરવા નહિ જઈ શકાય-મારા વિઠ્ઠલનાથ મને ઘેર દર્શન આપવા નહિ આવે ?
ભગવાન કહે છે-આ બધા મારા માટે આવ્યા નથી-તુકો મારા માટે આવે છે.
તે બિમાર છે-અહીં આવી શકે તેમ નથી તો-આપણે તેના
ત્યાં જઈશું. લાખો વૈષ્ણવો પંઢરપુરમાં વિઠ્ઠલનાથનાં દર્શને આવ્યા
છે-અને વિઠ્ઠલનાથ પધારે છે-તુકારામને ત્યાં.
સાચા વૈષ્ણવો જેમ ઠાકોરજીના દર્શન માટે આતુર હોય છે-તેમ ઠાકોરજી પણ
પોતાના લાડીલા ભક્તોના દર્શન માટે આતુર હોય છે.
ભગવાન નારાયણ ધ્રુવજી સમક્ષ પ્રગટ થયા છે, ભગવાન સામે ઉભા છે-પણ ધ્રુવજી આંખ ઉઘાડતા નથી.
(જે મનુષ્ય બહાર આનંદ શોધવા
જાય તે આંખ ઉઘાડી રાખે છે-જેને આનંદ અંદરથી મળે છે-તેને આંખ ઉઘાડવી ગમતી નથી)
ભગવાન વિચારે છે-આમ તો બેચાર મહિના ઉભો રહીશ તો પણ તે મારી સામે જોવાનો
નથી.
તેથી તેમણે –ધ્રુવજીના હૃદયમાં જે તેજોમય
સ્વરૂપે તે વિરાજમાન હતા તે અદશ્ય કર્યું. ધ્રુવજી અકળાયા-તે દિવ્ય સ્વરૂપ ક્યાં ગયું
?
તેમણે આંખ ઉઘાડી અને ચતુર્ભુજ નારાયણ ના સાક્ષાત દર્શન થયા.
ધ્રુવજી દર્શન કરતા નથી-પણ આંખથી ઠાકોરજીને પી જાય છે.પરમાત્માના ચરણમાં
વંદન કરે છે.
બોલવાની ઘણી ઈચ્છા છે-પણ ભણેલા નહિ એટલે કેવી રીતે બોલી શકે?કેવી રીતે સ્તુતિ કરી શકે ?
ભગવાનના હાથમાં જે શંખ હતો –તે વડે તેમણે ધ્રુવના ગાલને
સ્પર્શ કર્યો. શંખ એ વેદ તત્વ છે.
પ્રભુએ ધ્રુવની સુષુપ્ત –બુદ્ધિ શક્તિ-ને જાગૃત કરી
–સરસ્વતી જાગૃત કરી.
ધ્રુવજી હવે ભગવાન ની સ્તુતિ કરે છે.
પ્રભો, આપ સર્વ શક્તિ સંપન્ન છો.
તમે જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરીને તમારા તેજ થી, મારી આ સુષુપ્ત વાણીને સજીવ કરો છો.
તથા હાથ,પગ,કાન,ત્વચા આદિ અન્ય બીજી ઇન્દ્રિયો-તેમજ
પ્રાણોને પણ તમે ચેતના આપો છો.
એવા અંતર્યામી આપને હું પ્રણામ કરું છું.
મારી બુદ્ધિમાં પ્રવેશી મારા મન બુદ્ધિને સત્કર્મની પ્રેરણા આપનારા મારા
પ્રભુને હું વારંવાર વંદન કરું છું.
જ્ઞાનનો અંત (સમાપ્તિ) શ્રીકૃષ્ણ દર્શનમાં આવે છે. (પુસ્તકો વાંચવાથી
જ્ઞાનની સમાપ્તિ થતી નથી.)
પરમાત્માને જાણ્યા પછી કાંઇ પણ જાણવાનું બાકી રહેતું
નથી.
અને પરમાત્માને ત્યારે જ જાણી શકાય છે-જયારે પરમાત્મા કૃપા કરે છે.
અને પરમાત્મા ત્યારેજ કૃપા કરે છે-જયારે કોઈ પણ સાધન કરતો –મનુષ્ય-સાધનનું
અભિમાન છોડી-દીન થઈને રડી પડે છે.
તેથી જ ઉપનિષદ માં કહ્યું છે-કે-
આ આત્મા-વેદોના અભ્યાસથી મળતો નથી. કે પછી-બુદ્ધિની ચાતુરી અથવા બહુ
શાસ્ત્રો સાંભળવાથી પણ મળતો નથી. પણ જેનું આ આત્મા વરણ કરે છે-(પસંદ કરે છે-કૃપા કરે
છે) તેને જ
આ આત્માની પ્રાપ્તિ થાય છે. (આત્મા તેને પોતાનું સ્વ-રૂપ બતાવે છે)
અને આ આત્મજ્ઞાન (પરમાત્મજ્ઞાન)
જાણ્યા પછી કંઈ પણ જાણવાનું રહેતું નથી.(જ્ઞાનની સમાપ્તિ થાય છે)
સાધ્ય (પરમાત્મા) ની પ્રાપ્તિ કર્યા પછી કેટલાક સાધન (ભક્તિ) ની ઉપેક્ષા
કરે છે.
સાધન (ભક્તિ) ની ઉપેક્ષા થાય –એટલે ફરીથી-માયા તેમનામાં
પ્રવેશ કરે છે.
પરમાત્મા (સાધ્ય) મળ્યા પછી –ભક્તિ (સાધન) છોડે-તે કૃતઘ્ની
છે. (ઈશ્વર પ્રત્યે તેની વફાદારી નથી.)
તુકારામ કહે છે-કે-
સત્સંગથી (ભક્તિથી-ભજનથી) તુકારામ પાંડુરંગ (ભગવાન) જેવો બન્યો છે.તેને
ભજન કરવાની હવે જરૂર નથી. પણ તુકારામને ભજનની એવી ટેવ પડી છે-કે-ભજન છૂટતું જ નથી.
મારા ભગવાનનું સ્મરણ કર્યા વગર –હું રહી શકતો નથી.
ભક્તિ વ્યસનરૂપ-ટેવ રૂપ –બને તો બેડો પાર છે.
પ્રભુએ ધ્રુવને કહ્યું- હું તારા પર પ્રસન્ન થયો છું-તું કાંઇક માગ.
ધ્રુવજી કહે છે-મને શું માગવું ?
તેની સૂઝ પડતી નથી. આપને પ્રિય હોય (ગમતું હોય) તે આપો.
નરસિંહ મહેતાએ પણ પ્રભુને આમ જ કહેલું.
નરસિંહ મહેતા એ –ભાભી પાસે એક વાર ગરમ પાણી માગ્યું-ભાભી એ અપમાન કર્યું. ઘર છોડી મહેતા
ગોપનાથના મંદિરમાં આવ્યા.
સાત દિવસ અન્ન જળનો ત્યાગ કરી –સતત કિર્તન કર્યું. ગોપનાથમાં
શિવજીની પૂજા કરી છે. શંકર દાદા પ્રસન્ન થયા. અને કહ્યું- વરદાન માગ. નરસિંહ મહેતા
કહે છે-મહારાજ શું માગવું તે સમજ પડતી નથી. મેં તો એક વાર ગરમ પાણી માગ્યું- અને મારી
આ દશા થઇ-માટે હું કંઈ માંગીશ નહિ. માંગવાની મને અક્કલ નથી-આપને યોગ્ય લાગે તે આપજો.
શિવજી કહે છે-મને તો રાસલીલા પ્રિય છે-ચાલ તને તેના દર્શન કરાવું. શિવજીએ
મહેતાજી ને રાસલીલા ના દર્શન કરાવ્યાં.
પ્રભુએ ધ્રુવને આજ્ઞા કરી છે-તું હવે જલ્દી ઘેર જા.તું કેટલાંક કલ્પ
રાજ્ય કરજે. પછી હું તને મારા ધામમાં લઇ જઈશ.
ધ્રુવને હવે મનમાં થોડી સંસારની બીક છે, કહે છે-તમારાં દર્શન થયા ન હતા ત્યાં સુધી મારા મનમાં થોડી રાજા થવાની
ઈચ્છા હતી.
મને મારો પૂર્વજન્મ યાદ
આવે છે-.રાજા-રાણીને પ્રેમ કરતાં જોઈ મને થયેલું કે –આ રાજા સુખ ભોગવે છે-તેવું સુખ મેં ભોગવ્યું નહિ, એક વાર રાણીને જોતાં મારું મન બગડેલું અને મને આ જન્મ મળ્યો. પણ હવે તમારાં
દર્શન થયા પછી-હું આ સંસાર અને રાણીઓના ચક્કરમાં ફસાવા માગતો નથી. રાજા થાઉં તો પાછો
–ફરીથી કામાંધ-મોહાંધ થઇ
જઈશ. મારે રાજા થવું નથી.
પ્રભુ કહે છે-એવું થશે નહિ-તું ચિંતા કરીશ નહિ,તારું મન હવે નહિ બગડે. તારી ઈચ્છા ન હોય પણ મારી ઈચ્છા છે-કે તું રાજા
થા.
આ માયા તને અસર કરી શકશે નહિ. મારો નિયમ
છે-કે જે મારી પાછળ પડે છે-તેની પાછળ હું પડું છું. હું તેનું રક્ષણ કરું છું.
હું તને સાચવીશ. સુંદર રાણીઓ તારી સેવા કરશે પણ તારા
મનમાં વિકાર આવશે નહિ.
ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા છે.
ધ્રુવજી
ઘેર આવવા નીકળે છે. ઉત્તાનપાદ રાજા અનુષ્ઠાનમાં બેઠેલા હતા –તેમણે સેવક આવી ખબર આપે છે.
રાજા ધ્રુવજીનું સ્વાગત કરે છે. ધ્રુવ પિતાજી અને ઓરમાન મા સુરુચિને
પણ વંદન કરી સુનીતી પાસે આવ્યા છે.
માતાએ બાળકને ઉઠાવી છાતી સરસો ચાંપ્યો છે. એક અક્ષર બોલી શક્યા નથી.
સુનીતિને લાગ્યું-કે તે આજે સાચી પુત્રવતી થઇ.
આજે તેનો પુત્ર ભગવાનને પ્રાપ્ત કરીને આવ્યો છે.
સમય
આવ્યે-ધ્રુવજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ધ્રુવજીને ગાદી એ બેસાડી ઉત્તાનપાદ રાજા
વનમાં તપ કરવા ગયા છે.
ભ્રમિ
સાથે ધ્રુવજીનું લગ્ન થયું છે.
સુરુચિનો
પુત્ર અને ધ્રુવજીના ભાઈ રાજકુમાર- ઉત્તમ -એક વખત જંગલમાં શિકાર કરવા ગયા છે-ત્યાં
યક્ષો સાથે યુદ્ધ થયું-જેમાં તે માર્યો ગયા. સમાચાર સાંભળી ધ્રુવજી યક્ષો જોડે યુદ્ધ
કરવા જાય છે-ભીષણ યુદ્ધ થયું છે-ધ્રુવ યક્ષોનો સંહાર કરવા લાગ્યા.
ત્યારે તેમના દાદા (ઉત્તાનપાદના પિતા) મનુ મહારાજ આવી ધ્રુવજીને ઉપદેશ કરે છે-
આપણાથી મોટા પુરુષો પ્રતિ સહનશીલતા-નાના પ્રતિ દયા-સમાન વય સાથે મિત્રતા
અને સમસ્ત જીવો સાથે સમવર્તાવ રાખવાથી- શ્રી હરિ પ્રસન્ન થાય છે. (ભાગવત-૪-૧૧-૧૩-૧૪)
બેટા
યક્ષો-ગંધર્વો જોડે વેર કરવું યોગ્ય નથી. તું મધુવનમાં તપશ્ચર્યા કરવા ગયો હતો તે ભૂલી
ગયો ?
મનુ
મહારાજના ઉપદેશથી ધ્રુવે સંહાર બંધ કર્યો.
વૃદ્ધાવસ્થામાં
ધ્રુવજી ગંગા કિનારે આવ્યા છે. ગંગાજી મરણ સુધારે છે, ગંગાજી મુક્તિ આપે છે.
ગંગાકિનારે ધ્રુવજીનો પ્રેમ એટલો વધ્યો છે-કે ભગવાનનો વિયોગ હવે સહન
થતો નથી.
ભગવાને પોતાના પાર્ષદોને આજ્ઞા કરી-મારા ધ્રુવને
વૈકુંઠમાં લઇ આવો. પાર્ષદો વિમાન લઈને ધ્રુવજીને લેવા આવ્યા છે.
ધ્રુવજી વિમાન પાસે આવ્યા,મૃત્યુદેવ તેમની પાસે આવ્યા
છે –મસ્તક નમાવ્યું છે-ધ્રુવજી
મૃત્યુના મસ્તક પર એક પગ મૂકી- બીજો પગ વિમાનમાં મૂકે છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છોડી દીધું છે.તેમના
પુણ્ય પ્રતાપે તેમના માતાજીને પણ લેવા બીજું વિમાન આવ્યું. ધ્રુવજીની સાથે સાથે તે
પણ વૈકુંઠ લોક પામ્યા.
ભાગવત-સ્કંધ-૪ –અધ્યાય-૧૨-શ્લોક-૩૦ માં સ્પષ્ટ લખેલું છે-ધ્રુવજી
મૃત્યુના શિર પર પગ રાખીને વિમાન પર ચડ્યા.
કાળના કાળ પરમાત્મા સાથે જે પ્રેમ અતિશય પ્રેમ કરે
છે-તે કાળને માથે પગ મૂકીને જાય છે. ભક્તિમાં
એવી શક્તિ છે.
ધ્રુવ-ચરિત્ર બતાવે છે-કે-
(૧) દૃઢ નિશ્ચયબળથી –ગમે તેટલું મહાન –મુશ્કેલ કાર્ય પણ સિદ્ધ થાય
છે.
પણ તે નિશ્ચય-એવો હોવો જોઈએ કે-હું મારા દેહને પાડીશ અથવા કાર્ય ને સાધીશ.
(૨) બાલ્યાવસ્થાથી જ જે ભગવાનને
ભજે છે-તેને ભગવાન મળે છે.વૃદ્ધાવસ્થામાં ભગવાન ભજે –તેનો કદાચ આવતો જન્મ સુધરે.
(૩) બાલ્યાવસ્થામાં સુનીતિના
જેમ બાળકમાં–ધર્મ સંસ્કારો –નું રોપણ કરો. નાનપણના સંસ્કાર કદી જતા નથી.
ધ્રુવચરિત્રની સમાપ્તિમાં મૈત્રેયજી વર્ણન કરે છે-
નારાયણ સરોવરના કિનારે નારદજી તપ કરતા હતા –ત્યાં પ્રચેતાઓનું મિલન થયું છે. પ્રચેતાઓએ સત્ર કરેલું અને તે સત્રમાં નારદજીએ આ (ધ્રુવજીની) કથા સંભળાવેલી.
No comments:
Post a Comment